AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ

વીમા કંપનીને (insurance company) નિર્દોષ જાહેર કરવા અથવા જવાબદારીમાંથી મુક્ત જાહેર કરવા સામે દાખલ કરાયેલી અપીલ પર, અપીલકર્તાએ દલીલ કરી હતી કે ઉલ્લંઘન કરતા વાહનના ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ( driving license) ન હોવા છતાં, વીમા કંપની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી અને તેણે ચૂકવણી કરવી પડશે અને પછી રીકવર કરવાની રહેશે.

ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ
Driving License (Symbolic News)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:05 PM
Share

મદ્રાસ હાઈકોર્ટે ( Madras High Court) તાજેતરમાં જણાવ્યું છે કે જ્યારે મોટર વાહન અધિનિયમ હેઠળ દાવો રજૂ કરવામાં આવે છે, ત્યારે વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર છે, ભલે વાહનના ડ્રાઈવર પાસે માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ (driving license) ન હોય. કોર્ટે એમ પણ કહ્યું છે કે પાછળથી આ રકમ વાહનના માલિક પાસેથી વસુલી શકાશે. જસ્ટિસ ટીકા રમનની (મદુરાઈ) ખંડપીઠ સમક્ષ મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ, પેરિયાકુલમ દ્વારા પસાર કરાયેલા આદેશ સામે અકસ્માતમાં સામેલ વાહનના માલિક થાનીકોડી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર બેન્ચે ઉપરોક્ત ટીપ્પણી કરી હતી. ટ્રિબ્યુનલે એવું માન્યું હતું કે વાહનનો માલિક વળતર ચૂકવવા માટે જવાબદાર છે અને તેણે વીમા કંપનીને આ જવાબદારીમાંથી મુક્ત કરી દીધી છે.

મૂળ દાવેદારો મૃતકના કાયદેસરના વારસદાર છે. તેણે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ, પેરિયાકુલમ સમક્ષ દાવાની અરજી દાખલ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે ડ્રાઈવરે ટ્રેક્ટર ઉતાવળમાં અને બેદરકારીથી ચલાવ્યું હતું અને કોઈ પણ સિગ્નલ વિના અચાનક તેનું વાહન વાળ્યું હતું. આ રીતે ટ્રેક્ટરની પાછળ દોડી રહેલા ટુ-વ્હીલર સવાર (મૃતક)ને ટક્કર મારી હતી. તે જ સમયે, વીમા કંપનીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં સામેલ ડ્રાઇવર પાસે અકસ્માતની તારીખે વાહન ચલાવવા માટે કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું.

વીમા કંપનીને નિર્દોષ જાહેર કરવા અથવા જવાબદારીમાંથી મુક્ત જાહેર કરવા સામે દાખલ કરાયેલી અપીલ પર, અપીલકર્તાએ દલીલ કરી હતી કે ઉલ્લંઘન કરતા વાહનના ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હોવા છતાં, વીમા કંપની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી અને તેણે ચૂકવણી કરવી પડશે અને પછી રીકવર કરવાની રહેશે. અપીલકર્તાએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વિ. સ્વર્ણ સિંઘ તેમજ અન્ય (2004)ના કેસમાં આ સંદર્ભે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો.

બીજી બાજુ, વીમા કંપની, બેલી રામ વિ રાજીન્દર કુમાર અને અન્ય (2020) માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર આધાર રાખ્યો, જ્યાં કોર્ટે કહ્યું હતું કે, “જ્યારે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ અનુસાર, એક અપકૃત્યકર્તા ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયાના 30 દિવસની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરવામાં નિષ્ફળ જાય છે તો વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર નથી, કારણ કે વાહનના માલિકે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન ધરાવતા વ્યક્તિને વાહન સોંપીને પોલિસીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.”

કોર્ટ કેસ ચુકાદાની વિગતો

કેસનું શીર્ષક: થાનીકોડી વિ પરમેશ્વરી અને અન્ય. કેસ નંબર- CMA (MD) No-211/2018 અરજદારના વકીલ- શ્રી આર. સૂર્યનારાયણ પ્રતિવાદી માટે વકીલ- શ્રી એસ. આનંદ ચંદ્ર શેખર (R1) અને શ્રી સી. કાર્તિક (R5) સંદર્ભ- 2022 લાઈવ લો (MAD) 170

કોર્ટે આ કાયદાની ચર્ચા કરી

કોર્ટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિ ક્રિષ્નાવેની તેમજ અન્ય (2020) માં નિર્ધારિત કાયદાની ચર્ચા કરી. જ્યાં કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે વર્કમેન કમ્પેન્સેશન એક્ટ હેઠળ દાવો કરવામાં આવે છે, ત્યારે વીમા કંપનીને નિર્દોષ અથવા જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. અહીં, એમ્પ્લોયર-કર્મચારી સંબંધ એ એક મહત્વપૂર્ણ ભાગ છે અને એક્ટ હેઠળ દાવાની અરજી જાળવવા માટેની પૂર્વ-શરત છે, અને ડ્રાઇવિંગ લાયસન્સની ગેરહાજરીમાં વીમા કંપની નિર્દોષ છૂટી શકે છે. જો કે, જ્યારે મોટર વાહન અધિનિયમ હેઠળ દાવાની અરજી દાખલ કરવામાં આવે છે, ત્યારે વીમા કંપનીને વળતર ચૂકવવા અને વાહનના માલિક પાસેથી આ રકમ વસૂલવા માટે નિર્દેશિત કરી શકાય છે.

કોર્ટે આમ ચુકવણી અને વસૂલાતના સિદ્ધાંતને લાગુ કર્યો છે અને વીમા કંપનીને નિર્દેશ આપ્યો છે કે તેણે મૃતકના પરિવારને વળતર આપવું જોઈએ અને બાદમાં કાયદા મુજબ વાહનના માલિક પાસેથી આ રકમ વસૂલ કરવી જોઈએ.

અહી જુઓ, આદેશ

આ પણ વાંચો : NBFC Rules News: RBI એ લોન આપવાના નિયમો બદલ્યા, જાણો કોને શું થશે અસર?

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">