JAMNAGAR : નગરપ્રાથમિક શિક્ષકોએ વિવિધ પ્રશ્નો અંગે આંદોલનની ચીમકી આપી

ગુજરાત (gujarat) રાજય નગર પ્રાથમિક(primary) શિક્ષક(teacher)  સંઘમાં રાજયના 19 નગરના આશરે 15000 શિક્ષકો જોડાયા છે. નગર પ્રાથમિક શિક્ષકોને લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજુઆત કરવામાં આવી છે.

JAMNAGAR : નગરપ્રાથમિક શિક્ષકોએ વિવિધ પ્રશ્નો અંગે આંદોલનની ચીમકી આપી
A flurry of agitation to the government over various issues of town primary teachers.
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:09 PM

JAMNAGAR : ગુજરાત (gujarat) રાજય નગર પ્રાથમિક(primary) શિક્ષક(teacher)  સંઘમાં રાજયના 19 નગરના આશરે 15000 શિક્ષકો જોડાયા છે. નગર પ્રાથમિક શિક્ષકોને લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજુઆત કરવામાં આવી છે. લાંબા સમયથી પ્રશ્નોનો ઉકેલ ના આવતા સરકારને ચીમકી આપવામાં આવી છે.

શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે સહિત ના પ્રશ્ન, આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય તેમજ જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષકોનું એક જ જગ્યાએ પેન્શન સહિત મુદ્દે નિયામક સાહેબની દરખાસ્તો ને સરકાર વહેલી તકે મંજૂરી આપે, જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચના લાભો ના મુદ્દે સરકાર પાસે માંગણી કરી છે.

ફરી 22 જુલાઈએ રજુઆત કરીને આખરી મુદત 5 ઓગષ્ટની આપવામાં આપશે. જો પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ નહી આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરશે. જેમાં અન્ય સંઘો કર્મચારી યુનિયનો ને સાથે રહી સહકાર લેવાશે. ગુરૂવારના 15 જુલાઈએ ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘની વાર્ષિક સામાન્ય સભા મળી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જેમાં 19 નગરના પ્રમુખ, મંત્રી, સહીતના હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા અને તેના ઉકેલ માટેની લડનિતી તૈયાર કરવામાં આવી છે. ફરી સરકારમાં રજુઆત કરીને બે સપ્તાહ સુધીની મુદત આપવામાં આવશે. ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યુ કે, 5 ઓગષ્ટ સુધીમાં પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આંદોલનના માર્ગે નગર પ્રાથમિક શિક્ષકો જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">