AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં ગરમીનો પારો પહોંચ્યો 38 ડિગ્રીએ, જાણો મુખ્ય શહેરોમાં કેટલી નોંધાઈ ગરમી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2026 | 8:45 PM
Share

આજે 25 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં ગરમીનો પારો પહોંચ્યો 38 ડિગ્રીએ, જાણો મુખ્ય શહેરોમાં કેટલી નોંધાઈ ગરમી

આજે 25 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Sep 2026 08:42 PM (IST)

    રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક ગણેશ મૂર્તિ વિસર્જન કરતી વખતે 4 યુવકો ડૂબી જતા 3 યુવકોનો બચાવ- 1 યુવક હજુ લાપતા

    અમરેલીના રાજુલા તાલુકાના દરિયા કાંઠે ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ઘટના સર્જાઈ છે. ચાંચબંદર ગામ નજીક ગણેશ મૂર્તિ વિસર્જન કરતી વખતે દરિયામાં બની ઘટના. 4 યુવકો ડૂબી જતા 3 યુવકોનો બચાવ 1 યુવક હજુ લાપતા છે. દરિયામાં ગૂમ થયેલ યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે. મામલતદાર, TDO, પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પોહચી સ્થાનિક લોકોની મદદથી શોધખોળ શરૂ. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડને શોધખોળ કરવા માટે જાણ કરી.

  • 25 Sep 2026 08:38 PM (IST)

    ગુજરાતમાં ગરમીનો પારો પહોંચ્યો 38 ડિગ્રીએ

    ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે. નૈઋત્યનુ ચોમાસુ જ્યાં પાછુ ખેંચાયુ છે તેવા કચ્છના કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચ્યો છે. તો બનાસકાંઠાના ડીસામાં 36.7 ડિગ્રીએ. અમદાવાદમાં તાપમાનનો પારો 34.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35. 5 ડિગ્રી, વડોદરામાં 34.4 ડિગ્રી, સુરતમાં 32.8 ડિગ્રી, ભૂજમાં 36.5 ડિગ્રી, રાજકોટમાં 35.3 ડિગ્રી, ભાવનગરમાં 36.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી, કેશોદમાં 32.6 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે.

  • 25 Sep 2026 07:50 PM (IST)

    અમરેલીના બાબરાના મોટા દેવળિયાના ચેકડેમમાં ડૂબવાથી 4ના મોત

    અમરેલીના બાબરાના મોટા દેવળિયાના ચેકડેમમાં ડૂબતા 4ના મોત થયા છે. યુવકો નાહવા ગયા હતા અને ચેકડેમમાં ડૂબ્યા. 2 મોટા દેવળિયાના અને 2 નવાગઢ જેતપુરના યુવકો ડૂબ્યા. 4 યુવકોના ડૂબી જવાથી નીપજ્યા મોત. બે કાકા ભત્રીજો અને બે સગા ભાણીયાના મોત થયા છે. સ્થાનિકો અને પોલીસની મદદથી મૃતદેહ બહાર કઢાયા.

  • 25 Sep 2026 07:49 PM (IST)

    વડોદરા મહાનગરપાલિકાના 16 એન્જિનિયરોને મ્યુનિસિપલ કમિશનરે ફટકારી નોટીસ

    વડોદરા મહાનગરપાલિકાના 16 એન્જિનિયરોને મ્યુનિસિપલ કમિશનરે નોટીસ ફટકારી છે. મ્યુ.કમિશ્નર અરૂણ બાબુ એ બેદરકારી દાખવવા બદલ 16 અધિકારીઓને નોટીસ ફટકારી છે. રોડ, ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગ પર તવાઇ. રોડ પ્રોજેક્ટનાં ડેપ્યુટી એન્જિનિયર ભાર્ગવ પંડિતને નોટિસ આપવામાં આવી છે. રોડનાં કામોમાં વિલંબ બદલ અધિકારીને નોટિસ અપાઈ છે. ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગનાં બે અધિકારીઓને પણ નોટિસ. કાર્યપાલક ઇજનેરો હરેશ રાઠવા અને મહેશ વણકરને નોટીસ અપાઈ. ડ્રેનેજનાં કામોમાં વિલંબ બંને અધિકારીઓને નોટિસ. નોટીસ ફટકારી મ્યુ.કમિશ્નરે ખુલાસો માંગ્યો છે.

  • 25 Sep 2026 06:31 PM (IST)

    સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબતા 3 યુવકો ડૂબ્યાં

    સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબતા 3 યુવકો ડૂબ્યાં છે. ગણેશ વિસર્જનના દિવસે કામરેજ તાલુકામાં મોટી દુર્ઘટના. કામરેજના ધોરણ પારડીની સીમમાં પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટી મારી. યુવકો નાવડીમાં બેસી ગણેશ વિસર્જન કરવા ગયા હતા તે દરમિયાન અચાનક નાવડી પલટી મારી ગઈ. નાવડીમાં સવાર ત્રણેય યુવકો તાપી નદીમાં ડૂબ્યા. ત્રણ પૈકી બેને હાજર લોકોએ બેભાન અવસ્થામાં કાઢ્યા હતા. જ્યારે અન્ય એકને કામરેજ ફાયર વિભાગે શોધ્યો હતો. ત્રણેય યુવકો હાલ બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 25 Sep 2026 06:09 PM (IST)

    કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને કહ્યું- ગુજરાતનો વિકાસ ગાંધીનગરમાં નથી પહોંચ્યો, આ વખતે પરિવર્તન નક્કી

    ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે ઉમેદવારની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાંચ વોર્ડના મળીને કુલ 19 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. નામ જાહેર થયા બાદ ઉમેદવાર કોંગ્રેસ ઓફિસ આવી રહ્યા છે. જાહેર થયેલા ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરશે. કોગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજેપી એ ગાંધીનગર વિકાસથી વંચિત રાખ્યો છે. રોડ રસ્તા તૂટેલા, ગટર પાણીનો પ્રશ્ન છે. અમે લોકો વચ્ચે ગયા છીએ. આ વખતે પરિવર્તન આવશે અને કોગ્રેસને વોટ આપશે. સામાન્ય લોકો લારી ગલ્લા વાળા વ્યાપારીઓની તકલીફ બીજેપી સમજી નથી.

  • 25 Sep 2026 05:44 PM (IST)

    પશ્ચિમ કચ્છ પોલીસની કુખ્યાત વ્યાજખોર સામે કાર્યવાહી, રોકડ અને દાગીના સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

    કચ્છમાં વ્યાજખોરો સામે પશ્ચિમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી. ધાકધમકી આપી લોકોને વ્યાજના ચક્રમાં ફસાવનાર તત્વો સામે કડક કાર્યવાહી. કોઠારાના ઓસમાણ હાજી મામદ મંધરા અને આમદ હાજી મામદ મંધરા સામે સૌથી મોટી સર્ચ અને સીઝરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ. રોકડ અને કિંમતી દાગીના સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેમ્પ પેપર, ડાયરી અને મહત્વના દસ્તાવેજો પોલીસને મળ્યા છે. ચેક, સહી કરેલા ચેક અને બેંક પાસબુક પણ જપ્ત કરી છે. અસમાજિક તત્વોની આર્થિક પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ પોલીસનું મોટું ઓપરેશન. વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો ફરિયાદ કરવા આગળ આવે તેવી પોલીસે અપીલ કરી છે.

  • 25 Sep 2026 04:57 PM (IST)

    Breaking News : ભાજપે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 32 ઉમેદવારના નામ જાહેર કર્યાં

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 8 વોર્ડના 32 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે પ્રથમ તબક્કામાં, વોર્ડ નંબર 1, 3, 5, 7, 8, 9, 10 અને 11ના ઉમેદવારોની પેનલના નામ જાહેર કર્યાં છે.

  • 25 Sep 2026 04:01 PM (IST)

    જલદી બોલ પનવેલ જાના હૈ કરેનાર વિદ્યાર્થી અને ફેંટ પકડનાર પ્રોફેસરે એકબીજાની માંગી માફિ, પ્રોફેસર સામે પગલા ભરવા સત્ય શોધક કમિટી બનાવાઈ

    અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં સ્ટેજ કાર્યક્રમ દરમિયાન બનેલ લાંછનરુપ ઘટના અંગે કુલપતિ ડો. આર એન પટેલનું નિવેદન આજે સામે આવ્યું છે. વિદ્યાર્થી અને પ્રોફેસરે એક બીજાની માફી માંગી લીધી છે. જો કે યુનિવર્સિટીએ આટલાથી સંતોષ માન્યો નથી. સમગ્ર ઘટનાની તપાસ માટે, ત્રણ સિનિયર ડાયરેક્ટરની કમિટી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. જેના આધારે પ્રોફેસર સામે પગલાં ભરાશે. સ્ટેન્ડઅપ કોમેડિયન અંગેના એક કાર્યક્રમમાં બનાવ બન્યો હતો. બનાવ બાદ પ્રોફેસરે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. કમિટી ના રિપોર્ટ મુજબ પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • 25 Sep 2026 03:15 PM (IST)

    રાજકોટની મારવાડી કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યા મુદ્દે એક વીડિયો આવ્યો સામે, સ્યુસાઈડ કરનાર હેંમત ટેન્શનમાં હતો, અંહી કોઈ ભણવા ના આવે

    મારવાડી કોલેજના વિધાર્થીની આત્મહત્યાનો મુદ્દો ઋષિકેશ નામના વિધાર્થીનો વીડિયો સામે આવ્યો. આત્મહત્યા કરનાર હેમંત ગઇકાલથી ટેન્શનમાં હતો. તેના પરિવાર તરફથી કોઇ ટેન્શન હતું. તેની વચ્ચે ગઇકાલે પિન્ટે મેમને વિધાર્થીને ઠપકો આપ્યો હતો. વિધાર્થીએ કહ્યું આત્મહત્યા પાછળ આ જ કારણ છે કે નહી તે મને ખબર નથી પણ હેમંત ટેન્શનમાં હતો. કોઇ વિધાર્થી આટલા દૂર અભ્યાસ કરવા ના આવે તેવી અપીલ કરી.

  • 25 Sep 2026 02:30 PM (IST)

    સુરત સિવિલના રેસિડન્ટ તબીબના આપઘાત કેસમાં પિતાએ ઉઠાવ્યા સવાલ

    સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબના આપઘાતના કેસમાં મૃતકના પિતાએ સમગ્ર ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર સુસાઈડ કરે તેવો ન હતો. તેણે ગઈકાલે સવારે જ પરિવારજનો સાથે વાત કરી હતી. અમે CCTV માગ્યા હતા, પરંતુ હજુ સુધી બતાવવામાં આવ્યા નથી. તેના એક હાથમાં ખૂબ જ ઊંડો ઘા છે અને બે હાથમાં ઘા મારી કોઈ આપઘાત કરે તેવી શક્યતા ઓછી છે. પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવ્યું હોય તો પણ તે આત્મહત્યા કરે તેવી શક્યતા ઓછી છે.” મૃતકના પિતાએ તબીબનો સ્વભાવ સરળ હોવાનું જણાવી સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવે તેવી માંગ કરી છે.

  • 25 Sep 2026 02:15 PM (IST)

    નવરાત્રી આસપાસ વાતાવરણમાં પલટાના એંધાણ

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી આસપાસ રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 10 ઓક્ટોબર બાદ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેવાની સાથે નવેમ્બર-ડિસેમ્બરમાં પણ ભારે ચક્રવાતની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અલ નીનોની અસરને કારણે વધુ માવઠું થવાની શક્યતા પણ છે.

  • 25 Sep 2026 02:00 PM (IST)

    વીજલાઇન વળતર મુદ્દે MRC કમિટીની બેઠક

    મોરબીમાં વીજલાઇન વળતર બાબતે MRC કમિટીની બેઠક યોજાતા મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. ખેડૂતોને પોતાના વાંધા રજૂ કરવા નોટિસ અપાઈ હતી, જેના પગલે મહિલાઓ સહિત હજારો ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખૂબ ટૂંકી નોટિસ આપવામાં આવી અને કંપનીના દબાણને કારણે ખેડૂતોને માત્ર બે દિવસમાં બોલાવવામાં આવ્યા છે.

  • 25 Sep 2026 01:46 PM (IST)

    ગાંધીનગરમાં નિવૃત કર્મચારીની હત્યા

    ગાંધીનગરના ચરેડી પાસે સેક્ટર-26માં રહેતા અને વાવોલના વતની નિવૃત કર્મચારી રમેશ પટેલની હત્યા કરવામાં આવી છે. તેઓ નિત્યક્રમ મુજબ સવારના સમયે પક્ષીઓને દાણા નાખવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. હત્યાના બનાવને પગલે પોલીસે એક શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

  • 25 Sep 2026 12:58 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પરથી 5 કરોડનું કોકેઈન ઝડપાયું

    અમદાવાદ એરપોર્ટ પરથી 981 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ટેલિસ્કોપિક હેન્ડલમાં સંતાડેલું કોકેઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત આશરે રૂ. 5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

  • 25 Sep 2026 11:00 AM (IST)

    ગુજરાતમાં રોકાણને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય

    ગુજરાતની આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવા રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણકાર-કેન્દ્રીય અભિગમ અપનાવવાનો આદેશ કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ વિભાગોએ આગામી 15 દિવસમાં જિલ્લાવાર અને તાલુકાવાર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. જેમાં મળેલા રોકાણ પ્રસ્તાવો અને Expressions of Interest, મંજૂર થયેલા પ્રસ્તાવો તેમજ જમીન, પાણી, વીજળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અવરોધોની માહિતી આપવાની રહેશે. પેન્ડિંગ કામોના કારણો અને તેના ઉકેલ માટેના પગલાંની વિગતો પણ રિપોર્ટમાં સામેલ કરવાની રહેશે. સરકારનો હેતુ રોકાણ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

  • 25 Sep 2026 10:31 AM (IST)

    વાવ-થરાદના ગઢસીસરમાં કરિયાણાની દુકાનમાં આગ

    વાવ-થરાદના ગઢસીસર ગામે દૂધ ઉત્પાદન મંડળી નજીક આવેલી કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં દુકાન અને આસપાસનો પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે દુકાન પાસે પાર્ક કરાયેલું એક બાઈક પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાને પગલે દુકાનદારને મોટું નુકસાન થયું છે.

  • 25 Sep 2026 08:53 AM (IST)

    જૂનાગઢમાં બાળકીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો

    જૂનાગઢના દેડકિયાળી ગામે બે દિવસ પહેલા 6 વર્ષની બાળકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો છે. બાળકીના મોત બાદ વન વિભાગે દીપડાને પકડવા માટે ગામ આસપાસ 8 જેટલા પાંજરા ગોઠવ્યા હતા, જેમાં આજે વહેલી સવારે દીપડો ફસાઈ ગયો હતો.

  • 25 Sep 2026 08:04 AM (IST)

    બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અર્નવ પડ્યું નબળું

    બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અર્નવ પડ્યું નબળું પડ્યું છે. જોકે ભારે પવનને પગલે ઓડિશામાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. તો હજુ પણ ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટના બનવાની શક્યતા છે. અત્યાર સુધીમાં, 8,082 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.. તો અનેક પુલો પર 4 ફૂટ સુધી પાણી ભરાયાના અહેવાલો મળી રહ્યા છે. તો આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને પગલે વિવિધ ઘટનામાં 4ના મોત નિપજ્યા છે.

  • 25 Sep 2026 08:04 AM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસે આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. કોંગ્રેસના રાજ્ય એકમો રાજ્ય ચૂંટણી પંચની કચેરીઓ તરફ માર્ચ યોજશે અને જ્ઞાનેશ કુમારની ધરપકડ તથા પદ પરથી હટાવવાની માગ કરશે. કોંગ્રેસે તેમના રાજીનામાની પણ માગ કરી છે.

  • 25 Sep 2026 07:43 AM (IST)

    રાજ્યમાં આજે ગણપતિ દાદાને અપાશે ભાવભીની વિદાય

    10 દિવસના આતિથ્ય બાદ આજે રાજ્યભરમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર એલર્ટ છે. અમદાવાદમાં 1200થી વધુ પંડાલોમાં વિસર્જન થશે, જ્યારે રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ 48 કુંડ અને શહેરમાં કુલ 150 સ્થળોએ 15 ફૂટના કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.

Published On - Sep 25,2026 7:38 AM

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">