AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 એપ્રિલના મહત્વના સમાચાર : તાપમાનનો પારો ગગડ્યો, અમદાવાદમાં 41.7, રાજકોટમાં 42.4, સુરતમાં 33.8, વડોદરામાં 39.8, ભાવનગરમાં 40.4 ડિગ્રી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2026 | 8:50 PM
Share

આજે 30 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

30 એપ્રિલના મહત્વના સમાચાર : તાપમાનનો પારો ગગડ્યો, અમદાવાદમાં 41.7, રાજકોટમાં 42.4, સુરતમાં 33.8, વડોદરામાં 39.8, ભાવનગરમાં 40.4 ડિગ્રી

આજે 30 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2026 06:29 PM (IST)

    ધોળકા-બગોદરા રોડ પર અકસ્માત, 3ના મોત – 6 ઈજાગ્રસ્ત

    ધોળકા-બગોદરા રોડ પર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. વાલથેરા ગામ નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3ના મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ધોળકા કોઠ પોલીસે તપાસ આદરી છે. આ અકસ્માતને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

  • 30 Apr 2026 06:23 PM (IST)

    તાપમાનનો પારો ગગડ્યો, અમદાવાદમાં 41.7, રાજકોટમાં 42.4, સુરતમાં 33.8, વડોદરામાં 39.8, ભાવનગરમાં 40.4 ડિગ્રી

    ગુજરાતમાં આજે અનેક શહેરોમાં દિવસના મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. કેટલાક શહેરોમાં ગરમીનો પારો એક ડિગ્રી તો કેટલાક શહેરોમાં દોઢથી માંડીને 2 ડિગ્રી ગગડતા કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.

    અમદાવાદ શહેરમાં ગઈકાલ બુધવારની સરખામણીએ આજે એક ડિગ્રી ગરમી ઘટી છે. અમદાવાદમાં તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

  • 30 Apr 2026 06:12 PM (IST)

    કચ્છ કોંગ્રેસે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરનારા 15 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા 15 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ લેવાયો નિર્ણય. 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા નેતાઓને.

  • 30 Apr 2026 06:05 PM (IST)

    સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોકમાં વેપારીની આંખમાં મરચુ છાંટીને મહિલા સહીત 2 લોકોએ કર્યો હુમલો

    સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોકમાં આંખમાં મરચુ છાટીને જીવલેણ હુમલો કરાયો છે.  વેપારી પોતાની દુકાનમાં બેઠો હતો ત્યારે મહિલા સહિત બે લોકોએ કર્યો હુમલો. હુમલાની ઘટનાના cctv પણ સામે આવ્યા છે. હુમલામાં વેપારી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે. ભરબજારે હુમલો થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વેપારી પર‌ હુમલો કરી હુમલાખોરો ફરાર‌ હુમલાનું કારણ અંકબંધ.

  • 30 Apr 2026 04:47 PM (IST)

    સુરતના ઉધના, અડાજણ, ગોડાદરામાં મોર્નિગ વોક કરનારને જ ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચિંગ કરનારો ઝડપાયો

    સુરતમાં સવારે ચાલવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી ચેઈન – મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ શેખને દબોચ્યો છે. પાલ, અડાજણ, અશ્વિનીકુમાર વિસ્તારમાં એકલા ચાલતા સ્ત્રી-પુરુષોને એક્સેસ મોપેડ પર આવી ટાર્ગેટ કરતો હતો. મોપેડ પરથી ચેઇન અને મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ જતો, 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત 3,38,545 થાય છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું પેન્ડન્ટ, બે આઈફોન સહિત 3 મોબાઈલ અને એક મોપેડનો સમાવેશ થાય છે. આરોપી સામે ઉધના, અડાજણ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલા છે. આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યા છે.

  • 30 Apr 2026 04:23 PM (IST)

    ગાંધીનગર ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર કચેરીને તાળા મરાયા, આધ્યાપકો ઉતર્યા ધરણા ઉપર

    અધ્યાપકો રજૂઆત કરવા પહોચતા ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર કચેરીને તાળા મરાયા. કમિશ્નર કચેરીમા અધ્યાપકો ધરણા ઉપર ઉતર્યા. જવાબદાર અધિકારી જવાબ આપે ના નારા સાથે વિરોધ અને ધરણા શરૂ કર્યા. કચેરીનો દરવાજા ખોલવા અંગે સુત્રોચાર કર્યા હતા. જો કચેરી ના દરવાજા ખોલવામાં નહીં આવે તો કાલે અધ્યાપકો હડતાળ ઉપર જવાની ચીમકી આપી છે.

  • 30 Apr 2026 04:10 PM (IST)

    ગુજરાતની 15 પૈકી 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષની પદ !

    ગુજરાતની 10 મનપામાં કોંગ્રેસનું વિપક્ષ નેતાનું પદ જોખમમાં આવ્યું છે. ‘માવળંકર રૂલ’ મુજબ વિરોધ પક્ષ બનાવવા માટે બેઠકોની ઘટ. કુલ બેઠકના 10 ટકા હોવું વિરોધ પક્ષ માટે અનિવાર્ય છે. લોકસભાના નિયમોનું કડક પાલન થાય તો પદ છીનવાઈ શકે.  વડોદરા, સુરત, રાજકોટમાં વિપક્ષ નેતાનું પદ મળવું મુશ્કેલ રહેશે. અમદાવાદ, ભાવનગર, આણંદ, વાપીમાં વિપક્ષનું પદ કોંગ્રેસને મળશે. નિયમ મુજબ 55 બેઠક વગર વિપક્ષ નેતા ના બનાવી શકાય.

  • 30 Apr 2026 02:50 PM (IST)

    અમદાવાદ: પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરતાં ચકચાર

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, પતિએ આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો બનાવી પત્ની સહિત અન્ય કેટલાક લોકોના નામ લીધા હતા. ઘટનાના પગલે રાણીપ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે તે બનાવ બાદ ફરાર થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પત્નીએ પૈસા પડાવી લીધા હતા અને વારંવાર આપઘાત કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતી હતી. સાથે જ પત્ની પર અનેક આડા સંબંધ હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.

  • 30 Apr 2026 02:35 PM (IST)

    અમદાવાદના વટવામાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

    Ahmedabadના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક યુવતીની હત્યાના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા કરાયેલા ખોદકામ દરમિયાન યુવતીના શરીરના અસ્થિઓ મળી આવ્યા છે, જેને વધુ તપાસ માટે FSL અને DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. માહિતી મુજબ ક્રાઈમબ્રાંચે JCB મશીનની મદદથી આરોપી શમસુદ્દીનના ઘર બહાર ખોદકામ કર્યું હતું, જેમાંથી આ અસ્થિઓ બહાર આવ્યા હતા. હવે FSL અને DNA રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

  • 30 Apr 2026 02:20 PM (IST)

    રાજકોટમાં ભીષણ ગરમીને લઇને મનપા એલર્ટ

    Rajkotમાં સતત વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા એલર્ટ થઈ છે અને નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે. મનપા દ્વારા લોકોને ખાસ કરીને બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ બપોરના સમયે શ્રમિકોને ભારે કામ ન કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી ગરમીજન્ય બીમારીઓથી બચી શકાય. તંત્રએ લોકોને પૂરતું પાણી પીવું, સૂર્યપ્રકાશથી બચવું અને જરૂર પડે ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે, કારણ કે હાલની ગરમી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

  • 30 Apr 2026 02:10 PM (IST)

    દેવભૂમિ દ્વારકામાં ફરી બુલડોઝર કાર્યવાહી, કરોડોનું ધાર્મિક દબાણ દૂર

    Dwarka જિલ્લામાં ફરીવાર ગેરકાયદે ધાર્મિક દબાણો સામે પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ઓખા-જામનગર નેશનલ હાઈવે પર લાંબા સમયથી થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવા માટે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન અંદાજે 93 લાખ રૂપિયાની કિંમતના દબાણોને હટાવવામાં આવ્યા હતા, જે આશરે 532 ચોરસ મીટર જમીન પર ફેલાયેલા હતા. અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા જણાવાયું છે કે ભીમરાણા વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ કાફલો સજ્જ રાખવામાં આવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

  • 30 Apr 2026 01:50 PM (IST)

    મહેસાણામાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન

    Mehsanaમાં વોર્ડ નં-4માં ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ તાવડીયા ચોકડી વિસ્તારમાં આરોપીઓએ રાજકીય અદાવતને કારણે હત્યા અંજામ આપી હતી. પોલીસે સમગ્ર ઘટનાક્રમ સમજી શકાય તે માટે આરોપીઓ પાસે ઘટનાની પુનઃરચના કરાવી હતી. કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓને ઉઘાડા પગે સ્થળ પર લઈ જઈ કાર્યવાહી કરવામાં આવતા આ દ્રશ્યો જોવા સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

  • 30 Apr 2026 01:37 PM (IST)

    છોટાઉદેપુર: નસવાડીના ગઢબોરીયાદ ગામે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા

    Chhota Udaipur જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે એક વૃદ્ધ મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરાયેલ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા લૂંટારુઓએ એકલતાનો લાભ લઈ ઝૂંપડામાં રહેતી મહિલાને નિશાન બનાવી નિર્દયી રીતે હત્યા કરી હતી. માહિતી મુજબ લૂંટારુઓએ મહિલાના ચાંદીના કડા ચોરવા માટે અત્યંત ક્રૂરતા દાખવી, જેમાં મહિલાના બંને પગ કાપી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના બાદ આરોપીઓ ચાંદીના કડા લઈને ફરાર થઈ ગયા હતા.

  • 30 Apr 2026 01:09 PM (IST)

    બનાસકાંઠાઃ દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતમાં દૂધ લેવાનો ઈનકાર

    બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણીને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં પાતળીયા દૂધ મંડળી પર પશુપાલકોનું દૂધ લેવા ઇનકાર કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીના સભ્ય અને સરપંચે ચૂંટણીમાં મત ન આપવાના કારણે બદલો લેવા માટે દૂધ સ્વીકાર્યું નથી. આશ્ચર્યજનક રીતે, ગામલોકોનો દાવો છે કે તેઓએ 60 ટકાથી વધુ મત ભાજપને આપ્યા હોવા છતાં પણ તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો. આ ઘટનાથી રોષે ભરાયેલા પશુપાલકો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

  • 30 Apr 2026 12:30 PM (IST)

    ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ચર્ચાઓ તેજ, મહિલા નેતાઓ વચ્ચે રસાકસી

    ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિવિધ મહિલા નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના બન્યા છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામો ચર્ચામાં આગળ આવી રહ્યા છે, જેના આધારે પાર્ટીમાં સંતુલન સાધવાની કવાયત ચાલી રહી છે. ચર્ચામાં આવેલા નામોમાં વર્ષાબા પરમાર, હીરાબેન કુકડીયા, દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીનો સમાવેશ થાય છે. પાર્ટી સ્તરે અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે તેવી શક્યતા છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

  • 30 Apr 2026 12:15 PM (IST)

    સુરતઃ SBI બેંક લૂંટ કેસમાં સૌથી મોટી બેદરકારીનો ખુલાસો

    Suratમાં થયેલા SBI બેંક લૂંટ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. 50 લાખ રૂપિયાની લૂંટના આ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં લૂંટારૂઓએ બેંકની એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હોવા છતાં પણ એલાર્મ ન વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ બેંક સ્ટાફને એલાર્મ કેવી રીતે કાર્ય કરે છે તેની પૂરતી જાણકારી નહોતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ રહી ગઈ હતી. ત્રણ વાર બટન દબાવ્યા છતાં એલાર્મ સિસ્ટમ સક્રિય ન થઈ હોવાનું પણ સામે આવ્યું છે. લૂંટારૂઓ રોકડ અને મોબાઈલ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ “મિસ્ટર ઇન્ડિયા”ની જેમ ગાયબ થઈ જતા પોલીસ માટે પડકાર ઉભો થયો છે. તપાસ માટે 8થી વધુ પોલીસ ટીમો દ્વારા 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને પલસાણા સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવા છતાં લૂંટારૂઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.

  • 30 Apr 2026 12:00 PM (IST)

    નવસારીમાં મેયર પદને લઈને ભાજપમાં કવાયત તેજ, અશોક ધોરાજીયાનું નામ આગળ

    Navsariમાં મેયર પદને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કવાયત શરૂ થઈ છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક પર પુરૂષ ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટી વર્તુળોમાં મળતી માહિતી મુજબ અશોક ધોરાજીયાનું નામ મેયર પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. તેમને અનુભવી અને સંગઠનના માહેર કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. અશોક ધોરાજીયાએ દક્ષિણ ગુજરાતના સંગઠન માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે પાર્ટીમાં તેમના નામને લઈને સહમતિ બનવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.

  • 30 Apr 2026 11:50 AM (IST)

    વડોદરા : SSG હોસ્પિટલમાં આજથી ડૉક્ટર્સની હડતાળ

    Vadodaraની SSG હોસ્પિટલમાં આજથી રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ શરૂ કરી છે. તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં ડૉક્ટર્સે વોર્ડ ડ્યુટી અને OPD સેવાઓનો બહિષ્કાર કર્યો છે. માહિતી મુજબ કોલ્ડ રૂમમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ થઇ જતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાથી નારાજ પરિજનો અને તબીબો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે બાદ તબીબો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં તબીબોએ ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટમોર્ટમ રૂમમાં બનેલી ઘટનાને લઈ તબીબોએ આકરું વલણ અપનાવ્યું છે. બીજી તરફ, હુમલો કરનાર સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 30 Apr 2026 11:45 AM (IST)

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધુ એક વાર મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે, જેમાં મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પદો માટેના નામો પર નિર્ણય લેવાશે. બેઠક પહેલાં તમામ જિલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે, જે 1 થી 3 મે દરમિયાન શહેર અને જિલ્લાઓમાં યોજાશે. 15 મહાનગરપાલિકાઓમાં મેયરની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ આગેવાનો સાથે ચર્ચા કરીને સેન્સ લેવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને પણ આ પ્રક્રિયા અંતર્ગત અંતિમ અભિપ્રાય એકત્રિત કરવામાં આવશે, જેના આધારે પાર્ટી અંતિમ નિર્ણય કરશે.

  • 30 Apr 2026 11:22 AM (IST)

    દેવભૂમિ દ્વારકામાં ફરી બુલડોઝર કાર્યવાહી

    Dwarka જિલ્લામાં ફરી એકવાર ધાર્મિક દબાણો સામે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓખા-જામનગર નેશનલ હાઈવે પર કરવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.અધિકારીઓની હાજરીમાં ચાલેલી આ કાર્યવાહીમાં બુલડોઝરનો ઉપયોગ કરીને દબાણો હટાવવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે દબાણો સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારના અડચણરૂપ બાંધકામોને સહન કરવામાં આવશે નહીં.

  • 30 Apr 2026 11:13 AM (IST)

    મહીસાગરમાં બાલાસિનોર ST બસ ડેપોમાં ફિલ્મી ઢબે બસની ચોરી, પોલીસમાં દોડધામ

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર ST બસ ડેપોમાં ફિલ્મી ઢબે બસ ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડેપોના વર્કશોપમાંથી એક અજાણ્યો શખ્સ બસ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટના 28 એપ્રિલની સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે. બસની ચોરી થતાં ડેપો તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ બસ લઈને ડેપોમાંથી ફરાર થઈ, ઝાડીઓ વચ્ચે બસને બિનવારસી હાલતમાં મૂકીને પોતે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ ત્રણ કલાક બાદ કઢૈયાની સીમ વિસ્તારમાંથી બસ મળી આવી હતી. આ સમગ્ર મામલે ડેપો મેનેજરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  • 30 Apr 2026 09:31 AM (IST)

    મોરબીમાં વ્યાજખોરીનો કહેર: હોટલ સંચાલકે આત્મહત્યા કરી, 7 સામે ફરિયાદ

    Morbi શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ ગઈ છે. આલાપ રોડ પર તિરુપતિ નગર સોસાયટીમાં રહેતા હોટલ સંચાલક અશ્વિન બોપલિયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ વ્યાજખોરોના સતત દબાણને કારણે આ પગલું ભરાયું હોવાનું આક્ષેપ કર્યો છે. અશ્વિન બોપલિયાએ કુલ 37.50 લાખ રૂપિયાના ઉધાર સામે 75 લાખથી વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં, વ્યાજખોરોએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે તેમને 11 વિઘા જમીન અને સોનાના દાગીના પણ વેચવા પડ્યા હતા, છતાં વ્યાજખોરોએ મકાનના દસ્તાવેજ અને મોબાઈલ પણ છીનવી લીધા હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

  • 30 Apr 2026 09:01 AM (IST)

    કર્ણાટકઃ બેંગલુરુના અદુગોડીમાં યુવતીની લાશ મળતા ચકચાર

    કર્ણાટકના બેંગલુરુ શહેરના અદુગોડી વિસ્તારમાં એક યુવતીનો સડેલો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે. ઝારખંડની 34 વર્ષીય પૂજા દત્તાનો મૃતદેહ ત્રીજા માળે આવેલા ભાડાના બંધ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. મૃતદેહમાંથી ભારે દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળતા દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે વાસ્તવિક કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 30 Apr 2026 08:29 AM (IST)

    ભાયાવદરના ઢાંક ગામે સોની વેપારી સાથે છેતરપિંડી, 4 આરોપીની ધરપકડ

    રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકાના ઢાંક ગામે આવેલ Varahi Jewellersમાં સોની વેપારી સાથે ચાલાકીભરી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને દુકાનમાં આવી હતી અને વેપારીની નજર ચુકવીને સોનાની સાચી વસ્તુ લઈને તેના બદલે બોક્સમાં ખોટી વસ્તુ મૂકી ફરાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે મહિલાઓ અને બે પુરુષ સહિત કુલ ચાર આરોપીઓને ધરપકડ કરી છે. પોલીસ દ્વારા અંદાજે રૂપિયા 5,01,000ના મુદ્દામાલની પણ કબજેદારી કરવામાં આવી છે.

  • 30 Apr 2026 08:28 AM (IST)

    ઇરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

    ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિ બેરલ કિંમત 120 ડોલરને પાર પહોંચી ગઈ છે, જે છેલ્લા ચાર વર્ષના ઉચ્ચતમ સ્તર તરીકે નોંધાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની કડક ચેતવણી અને અમેરિકા દ્વારા સૈન્ય નાકાબંધી ચાલુ રાખવાની જાહેરાત બાદ બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેના પરિણામે ક્રૂડના ભાવમાં વધુ તેજી જોવા મળી રહી છે.

  • 30 Apr 2026 07:32 AM (IST)

    બંગાળ અને આસામમાં ભાજપ! કેરળમાં પલટો… 5 રાજ્યોના એક્ઝિટ પોલ વિશે જાણો

    પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયા પછી, એક્ઝિટ પોલની આગાહીઓ જાહેર કરવામાં આવી છે. મોટાભાગના સર્વેક્ષણો બંગાળમાં ભાજપ સત્તામાં આવતા દર્શાવે છે. કેટલાક તો નજીકની સ્પર્ધાની આગાહી પણ કરે છે. પીપલ્સ પલ્સ સર્વેક્ષણમાં ભાજપને 95 થી 110 બેઠકોની જીતની આગાહી કરવામાં આવી છે. આસામ વિશે, બધા સર્વેક્ષણો ભાજપની જીતની આગાહી કરે છે. તમિલનાડુમાં, મોટાભાગના સર્વેક્ષણો DMK+ ની જીતની આગાહી કરે છે. તેવી જ રીતે, કેરળમાં, મોટાભાગના સર્વેક્ષણો LDF ની જીતની આગાહી કરે છે, જ્યારે પુડુચેરીમાં, ફરી એકવાર ભાજપ ગઠબંધન સરકારની અપેક્ષા છે. બંગાળમાં 294 બેઠકો, તમિલનાડુમાં 234, આસામમાં 126, કેરળમાં 140 અને પુડુચેરીમાં 30 બેઠકો પર મતદાન થયું. તમિલનાડુમાં, બધી 234 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું. આસામ, કેરળ અને પુડુચેરીમાં, બધી બેઠકો માટે એક સાથે મતદાન થયું. બંગાળમાં, ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પરિણામો 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

Published On - Apr 30,2026 7:29 AM

Follow Us
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
g clip-path="url(#clip0_868_265)">