AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલ અને ડીઝલની સાથે, CNG ગેસના ભાવમાં પણ સતત વધારો , 12 દિવસમાં ચોથી વખત ભાવ વધ્યા

પેટ્રોલ અને ડીઝલની સાથે CNG ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીએનજીના ભાવ ફરી એકવાર વધ્યા છે. છેલ્લા 12 દિવસમાં આ ચોથો વધારો છે. આજે આ વધારો 2 પ્રતિ કિલો છે. રાજધાનીમાં નવા સીએનજી દર હવે 83.09 પ્રતિ કિલો છે.

Breaking News : પેટ્રોલ અને ડીઝલની સાથે, CNG ગેસના ભાવમાં પણ સતત વધારો , 12 દિવસમાં ચોથી વખત ભાવ વધ્યા
| Updated on: May 26, 2026 | 7:38 AM
Share

પેટ્રોલ -ડીઝલની મોંઘવારી સામે ઝઝુમી રહેલા સામાન્ય માણસને હવે રાહત મળતી જોવા મળી રહી નથી. લાંબા સમયથી સસ્તું ફ્યુલ માનવામાં આવતું CNG સતત મોંઘુ થઈ રહ્યું છે. 26 મે મંગળવારના રોજ, ગેસ વિતરણ કંપનીઓએ ગ્રાહકોને વધુ એક મોટો ઝટકો આપ્યો. દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ સીધા 2નો વધારો કરવામાં આવ્યો છે.તાજેતરના વધારા બાદ, રાજધાનીમાં નવા CNG ભાવ હવે 83.09 પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. આ કોઈ નાનો વધારો નથી, કારણ કે ફક્ત 12 દિવસમાં ચોથી વખત ગ્રાહકો પર સીધો બોજ પડ્યો છે.

ચોથી વખત સીએનજીના ભાવ વધ્યા

આજના વધારા પહેલા, દિલ્હીમાં CNG ના ભાવ 81.09 પ્રતિ કિલો હતા. 2 ના આ તીવ્ર ઉછાળાએ મજૂર વર્ગથી લઈને નોકરી કરનાર, વાહન ચાલકો સુધીના દરેકના માસિક બજેટને ખોરવી નાખ્યું છે. ડેટા પર નજર નાખતાં સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાવનો ગ્રાફ કેટલી ઝડપથી વધ્યો છે. જ્યારે પણ ગ્રાહક પોતાના વાહનની ટાંકી ભરવા માટે પેટ્રોલ પંપ પર જાય છે, ત્યારે તેમને વધુ બિલ ચૂકવવું પડે છે. આ સતત વધારાથી મધ્યમ વર્ગની ચિંતા વધી ગઈ છે, જેમણે દૈનિક ફ્યુલ ખર્ચ બચાવવા માટે પેટ્રોલ અને ડીઝલને બદલે CNG વાહનો તરફ વળ્યા હતા.

કેમ સતત ગેસ વધી રહ્યો છે

સતત વધી રહેલા ભાવની પાછળ કારણો સમજવા જરુરી છે.ગેસ વિતરણ કંપનીએ આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળોને કારણભૂત ગણાવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલરના મજબૂત થવાથી પરિસ્થિતિ જટિલ બની છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધે છે. આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક છૂટક ભાવ પર પડી છે. આ જ કારણ છે કે કંપનીને તેના વધતા ખર્ચને સરભર કરવા માટે વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી રહી છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">