AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PBKS વાયરલ વીડિયો બાદ શ્રેયસ ઐયરની બહેને મૌન તોડ્યું, ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા

Shreyas Iyer On Online Abuse : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને ટ્રોલ કરવામાં આવી રહી છે. જેના જવાબમાં શ્રેષ્ઠાએ 2 વીડિયો પોસ્ટ કરી ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

Breaking News : PBKS વાયરલ વીડિયો બાદ શ્રેયસ ઐયરની બહેને મૌન તોડ્યું, ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા
| Updated on: May 26, 2026 | 10:18 AM
Share

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નથી. ટીમની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો એક જુની વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. આ વીડિયોમાં શ્રેષ્ઠા પંજાબ કિંગ્સના કેટલા સપોર્ટર્સ સાથે જોવા મળી હતી. વાત એ મેચની હતી. જે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી. ભારે વરસાદના કારણે આખી મેચ રદ થઈ હતી. બંન્ને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા હતા. મેચ રદ થયા બાદ શ્રેષ્ઠાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પંજાબ કિંગ્સના સપોર્ટસ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

આ એક પોઈન્ટને કેકેઆર માટે દાન બતાવતા મજાક ઉડાવી હતી. જેને લઈ શ્રેષ્ઠા અય્યરને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જેના જવાબમાં શ્રેષ્ઠાએ 2 વીડિયો પોસ્ટ કરી ટ્રોલ્સને જવાબ આપ્યો હતો.

શ્રેયસ અય્યરની બહેન સાથે હદ પાર થઈ

સતત ટ્રોલિંગનો સામનો કર્યા બાદ શ્રેષ્ઠા અય્યરે હવે સોશિયલ મીડિયા પર 2 વીડિયો શેર કર્યા છે. જેમાં તેમણે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો નીકાળ્યો છે. વીડિયોમાં શ્રેષ્ઠાએ સ્પષ્ટ કહ્યું કે,લોકો બોલી રહ્યા છે કે, હવે તારી પાસે બોલવા જવું કશું નથી. મારી પાસે બહુ બધું છે. જે વીડિયો મે બનાવ્યો હતો. આ વીડિયોમાં તમે નાની વસ્તુને મોટી બનાવી દીધી. મારા હિસાબથી તે ફન બૈટર હતુ. ટ્રોલિંગ નહી. આની પાછળ કોઈ ખોટો ઈરાદો ન હતો. હું માત્ર મારા ભાઈની ટીમને સપોર્ટ કરી રહી હતી. આનો મતલબ બિલકુલએ નથી કે, હું કોઈ ટીમ કે ખેલાડીને નફરત કરું છું, હું તમામ ખેલાડીઓનું સન્માન કરું છું કારણ કે, મારો ભાઈ ક્રિકેટર છે.

શ્રેષ્ઠાએ ફ્રસ્ટ્રેટેડ અને જોબલેસ યુઝર પર વાત કરી. તેમણે કહ્યું હું એવા લોકો જેમણે ખરાબ કોમેન્ટ કરી છે. માત્ર આટલું જ નહી પરંતુ તે ઓફિસમાં ફોન કરી, તેના પરિવારના સભ્યોને અપશબ્દો કહી રહ્યા છે. શ્રેષ્ઠા અય્યર કહે છે કે, જ્યારે કોઈ પણ ક્રિકેટરની ટીમ હારે છે, તો તમે તેના પરિવારના સભ્યોને દોષી માનો છો. ચાહકો કોઈ પણ ટીમની હાર માટે ખેલાડીઓની પત્ની કે બહેનોને દોષી માને છે. જીતવું કે હારવું રમતનો ભાગ છે. જ્યારે મારો ભાઈ જીતશે તો જશ્ન મનાવીશ.

પંજાબ કિંગ્સ કઈ રીતે પ્લેઓફની રેસમાંથી બહાર?

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સની શરુઆત ધમાકેદાર રહી હતી. ટીમે પહેલી 7 મેચમાં હારનો સામનો કર્યો ન હતો. સતત ટોપ પર રહી હતી. પરંતુ ટીમ અચાનક પ્રદર્શન કરવા લાગી અને પોઈન્ટ ટેબલમાં નીચે આવી હતી. પંજાબ કિંગ્સે સતત 6 મેચ હારી ત્યારબાદ પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો હતો. પંજાબ કિંગ્સે પોતાની છેલ્લી લીગ મેચ જરુર જીતી હતી પરંતુ 15 પોઈન્ટ પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે પુરતા ન હતા.

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ, પંજાબ કિંગ્સના કેપ્ટનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">