AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પ્રરિક્રમા અંગે નિર્ણય લેવાશે, પરિક્રમાર્થીઓ હાલમાં જૂનાગઢ ના આવવા તંત્રની અપીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2025 | 9:49 PM
Share

આજે 29 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

29 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પ્રરિક્રમા અંગે નિર્ણય લેવાશે, પરિક્રમાર્થીઓ હાલમાં જૂનાગઢ ના આવવા તંત્રની અપીલ

આજે 29 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Oct 2025 08:33 PM (IST)

    વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પ્રરિક્રમા અંગે નિર્ણય લેવાશે, પરિક્રમાર્થીઓ હાલમાં જૂનાગઢ ના આવવા તંત્રની અપીલ

    ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્રે જાહેરાત કરી છે. જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ના થાય ત્યાં સુધી પરિક્રમાર્થીઓને ના આવવા અપીલ કરવામાં આવી છે. તારીખ 31 ઓક્ટોબરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર દ્વારા નિર્ણય લેવાશે. જો વરસાદ પડશે તો પરિક્રમા રદ કરવામાં આવશે. જો વરસાદ નહીં થાય તો તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાશે. જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો તારીખ 2 ના પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ.  2 નવેમ્બર પહેલા ભાવિકોને જુનાગઢ ના આવવા તંત્ર દ્વારા કરવામાં આવી અપીલ.  દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા પણ ઓછી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને આપવામાં આવી હતી મંજૂરી. આ વખતે માત્ર 65 અન્નક્ષેત્રોએ જ માંગી છે મંજૂરી. ગત વર્ષ જેવી અંદર નહીં થઈ શકે વ્યવસ્થા.

  • 29 Oct 2025 08:29 PM (IST)

    ગાંધીનગરમાં સરદાર પટેલના લગાવેલા પોસ્ટરો કેટલાક અજાણ્યાઓએ ફાડી નાખ્યા, કડક કાર્યવાહી કરવા માંગ

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જગ્યા પર લગાડવામાં આવેલ પોસ્ટરોને, કેટલાક અજાણ્યા લોકોએ ફાડી નાખ્યાં છે. અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ગાંધીનગરના રાયસણ, કુડાસણ, કોબા, કે. રહેજા રોડ ઉપર બેનર લગાવવામાં આવેલ હતા. ઉમિયા પરિવારના સભ્યોની લાગણી દુભાતા, પોસ્ટર ફાડનારાઓ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

  • 29 Oct 2025 08:27 PM (IST)

    સુરતના ઉદ્યોગપતિને રાજસ્થાન હાઇવે પર લૂંટી લેવાયા

    સુરતના ઉદ્યોગપતિ સાથે રાજસ્થાન હાઇવે પર લૂંટનો બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી પર હુમલો કરી લૂંટ કરવામાં આવી હતી. ઉદયપુર હાઇવે પર ઉદ્યોગપતિ લઘુ શંકા માટે કારમાંથી ઉતરતા બાઈક સવારોએ રોકડ અને જ્વેલરીની લૂંટ કરી હતી. આશિષ ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જઈ રહ્યાં હતા તે સમયે ઉદયપુર હાઇવે પર બની લૂંટની ઘટના. ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી મોડી રાત્રે લઘુ શંકા માટે ઉતરતા તેમની પર હુમલો કરાયો હતો. 15000 રોકડા અને સોનાની ચેન વીંટી મળી 3 લાખથી વધુની લૂંટ થઈ હતી. ઉદ્યોગપતિએ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • 29 Oct 2025 08:22 PM (IST)

    અમદાવાદના ભાગેડુ પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટ સમક્ષ કર્યું પ્રત્યાર્પણ

    અમદાવાદમાં, ખાનગી વેબસાઇટના ભાગેડુ પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટ સમક્ષ પ્રત્યાર્પણ કર્યું છે. દીર્ઘાયુ વ્યાસ છેલ્લા કેટલાક દિવસથી પોલીસની પકડથી બચવા માટે ભાગી ગયા હતા. આજે તેણે કોર્ટ સમક્ષ પ્રત્યાર્પણ કર્યું હતું. મેટ્રો કોર્ટે ભાગેડુ પત્રકાર દીર્ઘાયુ વ્યાસની કસ્ટડી ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. આવતીકાલે ક્રાઈમ બ્રાન્ચ દીર્ઘાયુ વ્યાસને કોર્ટ સમક્ષ રજૂ કરશે. છેતરપીડીની સહિતના ગુના મામલે ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ.

  • 29 Oct 2025 07:34 PM (IST)

    થાનગઢના રતનપર ટીંબામાં પ્રાંત અધિકારીના દરોડા, ગેરકાયદેસર રીતે કોલસો કાઢતા 4 કુવા સહીત રૂપિયા 26 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો

    ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે થાનગઢના રતનપર ટીંબામાં દરોડા પાડીને ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. પ્રાંત અધિકારીએ રેડ કરતા કાર્બોસેલ સહિત રૂપીયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા ગેરકાયદેસર રીતે કોલસો કાઢતા ચાર કુવાઓ ઝડપાયા છે. પ્રાંત અધિકારીની ટીમ એ રેડ કરતા સ્થળ પરથી 4 કાર્બોસેલ કુવાઓ, 2 ટ્રેક્ટર, 1 કપ્રેસર, 1જનરેટર, 1 ડીઝલ મશીન, 4 હજાર મીટર કેબલ વાયર, 2 હજાર મીટર પાણીની લાઇન, 10 બેકેટ સહિત રૂપીયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પર ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢતા શ્રમીકોને રાખવામાં આવ્યા હતા. જેથી શ્રમીકોને આ કામ જોખમી અને જીવલેણ હોય તેવી સમજુતી આપીને તેમના વતન તરફ જવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • 29 Oct 2025 07:31 PM (IST)

    સુરતના ડાઈંગ-પ્રિન્ટીંગ મિલના માલિકે કર્યો આપઘાત

    સુરતના ડાઈંગ-પ્રિન્ટીંગ મિલના માલિક રશ્મીન કાચીવાલાએ આપઘાત કર્યો છે. આજે  ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાની વિગત સામે આવી છે. ક્યા કારણોસર ડિપ્રેશનમાં હતા તેવું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 29 Oct 2025 05:51 PM (IST)

    માર્ગ પરિવહન નિગમે, દિવાળીમાં દોડાવેલ 8648 એકસ્ટ્રા ટ્રીપનો 3.78 લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ

    ગુજરાતમાં દિવાળીના પર્વ નિમિત્તે, લોકો તેમના વતનમાં જઈ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી. આ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાને લઈને 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8648 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને 3.78 લાખથી વધુ મુસાફરોને પોતાના વતનમાં સમયસર અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.

  • 29 Oct 2025 05:01 PM (IST)

    કમોસમી વરસાદથી અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વે કરાવવા સરકારનો આદેશ

    સીએમ દ્વારા કેબિનેટ બેઠકમાં અધિકારીઓને આદેશ અપ્યા છે. 5 જિલ્લા જ્યાં અતિભારે વરસાદ હતો ત્યાં સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. સીએમ દ્વારા પણ રીઅલ ટાઈમ મોનીટરીંગ થઈ રહ્યું છે. જ્યાં પણ નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતો સાથે ઉભી છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય કરશે. આજે સીએમ એ અલગ અલગ વિભાગોને આદેશ આપ્યા છે. ખેડૂતોના અનેક પાકોને નુકશાન થયું છે. સર્વે બાદ પેકેજ જાહેર કરવામાં આવશે. 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વે કરવામાં આવશે.

  • 29 Oct 2025 04:52 PM (IST)

    PM મોદી 30મીએ આવશે ગુજરાત, 31મીએ કેવડિયામાં એકતા પરેડની જીલશે સલામી

    PM નરેન્દ્ર મોદી, આવતીકાલ 30 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે આવી પહોચશે. ત્યાથી તેઓ કેવડિયા ખાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ જિલ્લામાં કુલ 1200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાશે. સરદાર પટેલની જન્મ જયંતિને લઈને એક સ્ટેમ્પ પણ બહાર પાડશે. 300 કરોડના ખર્ચે બનેલા બિરસામુંડા ભવનનું ઉદ્ઘાટન કરશે. 31 ઓક્ટોબરે PM સાયકલોથોનનું કર્ટેનરેજર લોન્ચ કરશે. મુવિંગ પરેડનું પણ અયોજન થશે.

  • 29 Oct 2025 04:12 PM (IST)

    નવા શિક્ષણ પ્રધાન સમક્ષ DEO કચેરીનુ વિભાજન કરવા શાળા સંચાલક મંડળની રજૂઆત

    શિક્ષણ વિભાગને નવા મંત્રીઓ મળતા જ DEO કચેરી વિભાજનની માંગ ઊઠી છે. નવા શિક્ષણમંત્રીને, શાળા સંચાલક મંડળે પત્ર લખી DEO કચેરીના વિભાજનની માંગ કરી છે. ગત બજેટમાં વિભાજન માટે બજેટ ફાળવી ફાઇલ ચલાવી અટકી ગઈ હતી. અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ગ્રામ્યની DEO કચેરી બનાવવાનું આયોજન. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતની મનપામાં શહેર અને ગ્રામ્ય કચેરીઓ અલગ કરવા માંગ કરાઈ છે. અગાઉ આ અંગે નિર્ણય લેવાયા બાદ અમલીકરણ નથી રહ્યું. હાલની કચેરીઓ પર ભારણ વધતું હોવાથી તાત્કાલિક નવી કચેરીઓ આપવા માંગ. શાળા સંચાલક મંડળે તાત્કાલિક નિર્ણય કરવા લખ્યો પત્ર.

  • 29 Oct 2025 04:10 PM (IST)

    આસારામને હાઈકોર્ટે આપ્યા તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન

    બળાત્કારના દોષિત સ્વયંઘોષિત ધર્મગુરૂ આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આસારામને આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી અગાઉ વચગાળાના જામીન મળ્યા હતા.

  • 29 Oct 2025 03:11 PM (IST)

    નવસારીના હાઇવેને અડીને આવેલ અવાવરૂ જગ્યામાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

    નવસારીના હાઇવેને અડીને આવેલ અવાવરૂ જગ્યામાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બંધ પડેલી મહા આશા રાઈસ મિલમાંથી મહિલાનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો છે. લઘુ શંકા કરવા આવેલા એક વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જણાતા પોલીસને જાણ કરી હતી.  ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસ સહિત એલસીબી તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા. પોલીસ અધિક્ષક રાહુલ પટેલ પણ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી હતી. મહિલા હાઇવે આસપાસ રહી કચરો વીણનારી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસને વેગ આપ્યો છે. ઘટનાને જોતા મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કલમ હેઠળ કાર્યવાહી થશે

  • 29 Oct 2025 02:48 PM (IST)

    ખંભાળિયા નજીક આવેલો ઘી ડેમ છલકાયો

    દેવભૂમિ દ્વારકામાં પડેલા કમોસમી વરસાદન કારણે ફરી એકવાર ખંભાળિયા નજીક આવેલો ઘી ડેમ છલકાયો છે. કમોસમી વરસાદના કારણે ઘી ડેમ ઓવરફલો થયો છે. ઘી ડેમ ફરી છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે. ખંભાળિયા પંથક અને ઉપરવાસમાં માવઠાના કારણે ઘી ડેમમાં પાણીની આવક વધી છે..તો બીજી તરફ આ કમોસમી વરસાદે મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે.

  • 29 Oct 2025 02:18 PM (IST)

    સુરત: માંગરોળમાં ગુગલ મેપની મદદ લેવી કારચાલકને ભારે પડી

    સુરતના માંગરોળ નજીક ગુગલ મેપની મદદ લેવી એક કારચાલકને ભારે પડી. મોડી રાત્રે કારચાલક ગુગલ મેપના આધારે અધૂરા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચડી ગયો હતો. સિયાલજ ગામ પાસે કારે કિચડમાં ઘૂસીને પલટી મારી દીધી, જોકે સદભાગ્યે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો. વહેલી સવારે કારને માટીમાંથી બહાર કાઢવામાં આવી. ઘટનાએ અધૂરા એક્સપ્રેસવેના કામ અને યોગ્ય બેરીકેટિંગના અભાવને લઈને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

  • 29 Oct 2025 02:06 PM (IST)

    ભાવનગરઃ છઠ્ઠા માળેથી પડી જતાં યુવતીનું મોત

    ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પીએમ આવાસમાં દુઃખદ ઘટના બની હતી, જેમાં છઠ્ઠા માળેથી પડી જતાં યુવતીનું મોત થયું. માહિતી મુજબ, યુવતી દિવાળી વેકેશનમાં સુરતથી ભાવનગર પોતાના પરિવારને મળવા આવી હતી. ગેલેરીમાંથી નીચે પડતા યુવતીનું સ્થળ પર જ મોત નિપજ્યું. ઘટનાનો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતે મોત થયું કે અન્ય કોઈ કારણસર, તેની તપાસ ચાલુ રાખી છે.

  • 29 Oct 2025 01:49 PM (IST)

    બોટાદઃ સાળંગપુરમાં પ્રવાસી અને GRD મહિલા કર્મી વચ્ચે બબાલ

    બોટાદના સાળંગપુરમાં પ્રવાસી અને GRD મહિલા કર્મી વચ્ચે બબાલનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, પ્રવાસી સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ બંને વચ્ચે ઘર્ષણ થયું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને પક્ષોની પૂછપરછ ચાલી રહી છે.

  • 29 Oct 2025 01:47 PM (IST)

    જૂનાગઢ: ધંધુસર નજીક ઉબેણ નદીમાં ડૂબેલા યુવાનનો મળ્યો મૃતદેહ

    જૂનાગઢના ધંધુસર નજીક ઉબેણ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. ફાયર વિભાગની ટીમ છેલ્લા 24 કલાકથી સતત શોધખોળ કરી રહી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. માહિતી મુજબ, યુવાન રાત્રે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો પરંતુ ત્યાર બાદ પરત ફર્યો નહોતો. ઉબેણ નદીના પુલ પરથી તેનો મોબાઈલ અને ટુવ્હીલર મળ્યા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હાલ પોલીસ યુવાન કયા કારણસર નદીમાં ડૂબ્યો તે અંગે તપાસ કરી રહી છે.

  • 29 Oct 2025 01:19 PM (IST)

    રાજકોટઃ વિદ્યાનગર મેઇન રોડ પર ફાયરિંગ

    રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર મોડી રાત્રે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની હતી. મંગળા મેઇન રોડ વિસ્તારમાં સમીર મુર્ગો અને પરેશ ગઢવી ગેંગ વચ્ચે જૂની અદાવતને કારણે બબાલ સર્જાઈ. માહિતી મુજબ, સમીર મુર્ગા ગેંગનો પરિચિત હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે પરેશ ગઢવીના માણસોએ આવીને ફાયરિંગ કર્યું. આશરે 8 થી 10 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં ત્રીજી વખત આ બે ગેંગ વચ્ચે અથડામણ થઈ હોવાથી શહેરમાં ફરી તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે.

  • 29 Oct 2025 01:09 PM (IST)

    વાવ થરાદમાં સતત કમોસમી વરસાદે વધારી મુશ્કેલી

    વાવ થરાદમાં સતત કમોસમી વરસાદે મુશ્કેલી વધારી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઇ રહી છે. વર્કશોપ પાસે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી થઇ રહી છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો છે.

  • 29 Oct 2025 12:47 PM (IST)

    અંબાલા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે હરિયાણાના અંબાલા સ્થિત એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી.

  • 29 Oct 2025 12:45 PM (IST)

    રાજ્ય સરકારે નવા બે પ્રવક્તા મંત્રીની કરી જાહેરાત

    રાજ્ય સરકારે નવા બે પ્રવક્તા મંત્રીની જાહેરાત કરી. નવા પ્રધાન મંડળની રચના બાદ પ્રવક્તા મંત્રી જાહેર. જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી બન્યા રાજ્ય સરકારના પ્રવક્તા બન્યા.

  • 29 Oct 2025 12:15 PM (IST)

    મહારાષ્ટ્ર: શીરડી દર્શને જતા સુરતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત

    મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલા તાલુકામાં શીરડી દર્શન માટે જતા સુરતના શ્રદ્ધાળુઓને ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો, જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ત્રણેકવાર પલટી ખાઈ ગઈ; ઘટના સ્થળે 3 લોકોનાં મોત થયા અને 4 ઈજાગ્રસ્તોને નાસિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • 29 Oct 2025 11:53 AM (IST)

    ઈરાનમાં 4 ગુજરાતીઓને બંધક બનાવવાની ઘટના સર્જાઇ

    ઈરાનમાં 4 ગુજરાતીઓને બંધક બનાવવાની ઘટના બની અને LCBએ ગુનાહિત એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું, ચારેય પીડિતોને ગાંધીનગર બોલાવી નિવેદન લીધા બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેઓ દિલ્લીના બાબા ખાન નામના એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા, જ્યારે કિડનેપરો અપહરણ સમયે સતત પોતાનું નામ બદલતા રહ્યા અને LCBએ વધુ તપાસ શરૂ કરી.

  • 29 Oct 2025 11:04 AM (IST)

    વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ બાદ ઓડિશા પહોંચ્યું

    વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ બાદ ઓડિશા પહોંચ્યું છે. ઓડિશાનો દરિયો તોફાની બન્યો અને ઊંચી લહેરો ઊઠી. 80 થી 100 કિ.મી.ની ઝડપે  પવન ફૂંકાઈ રહ્યો છે. મોન્થા વાવાઝોડાને લીધે ઓડિશાના 8 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યુ છે. આંધી સાથે ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ODRFની 30 ટીમ, NDRFની 5 ટીમ તૈનાત છે. 30 હજારથી વધુ લોકોના સ્થળાંતરની તૈયારી છે.

  • 29 Oct 2025 10:48 AM (IST)

    અમદાવાદ: AMC ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચની મહત્વની કામગીરી

    અમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 48 વોર્ડની 192 બેઠકો પર અનામત રોસ્ટર જાહેર કર્યો છે. કુલ 192 બેઠકોમાંથી 133 બેઠક વિવિધ શ્રેણીમાં અનામત કરવામાં આવી છે. જેમાં 52 બેઠક OBC માટે, 96 બેઠક મહિલા માટે, 20 બેઠક SC અને 2 બેઠક ST માટે અનામત છે. બાકી 59 બેઠકો સામાન્ય અનામત રાખવામાં આવી છે. ચૂંટણી પંચની આ જાહેરાત બાદ હાલની રાજકીય સ્થિતિમાં અનેક ફેરફારની શક્યતા જણાઈ રહી છે.

  • 29 Oct 2025 10:35 AM (IST)

    દિવાળી પછી સિંગતેલના ભાવમાં વધારો

    દિવાળી પછી સિંગતેલના ભાવમાં સતત ઘટાડા થઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં ડબ્બાના ભાવમાં રૂ. 15 નો વધારો થયો છે. સતત વરસાદી વાતાવરણના કારણે પીલાણ યુક્ત મગફળીની આવક ઓછી રહેતા સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે.  હાલમાં સિંગતેલના ડબ્બા ₹2,380 થી ₹2,430 સુધી વેચાઈ રહ્યા છે. આવતા દિવસોમાં મગફળીની બમ્પર આવક થવાથી તેલના ભાવમાં ફરીથી ઘટાડો થવાની શક્યતાઓ છે.

  • 29 Oct 2025 10:11 AM (IST)

    કપડવંજમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા

    ચોમાસાની વિદાય બાદ પણ રહી રહીને પડેલા વરસાદે ચરોતર પ્રદેશનાં ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. ​કપડવંજનાં નારના મુવાડા, ગરોડ, અંતિસર, મુવાડી, અને બાકરની મુવાડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. 700 વીઘા જેટલી તૈયાર થયેલી મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. ​બજારમાં વેચવા માટે તૈયાર થયેલો મગફળીનો પાક કમોસમી વરસાદના કારણે સડી જવાની ભીતિ છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે.

  • 29 Oct 2025 09:34 AM (IST)

    સુરત: ડુમસના દરિયાકિનારે લક્ઝુરિયસ કાર ફસાવાનો બનાવ, બેફામ ચાલક સામે કડક કાર્યવાહી

    સુરતના ડુમસ દરિયાકિનારે લક્ઝુરિયસ કાર ફસાવાનો બનાવ ચર્ચામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ચલાવનાર યુવાન સુરતનો વિદ્યાર્થી છે, જેણે બેદરકારીપૂર્વક દરિયાકિનારે કાર હંકારી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.  ડુમસ પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેને બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે.

  • 29 Oct 2025 09:19 AM (IST)

    મહીસાગર: ખાનપુર હિટ એન્ડ રન કેસમાં નવા ખુલાસા

    મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા બંને વ્યક્તિ સસરા અને જમાઈ હોવાનું બહાર આવ્યું છે. બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી અનુસાર, આરોપી કારચાલક વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઘટનાના દિવસે તેણે બેફામ કાર હંકારી બાઇક ચાલકને લગભગ 2 થી 3 કિ.મી. સુધી ઢસડ્યો હતો. ખાનપુરના બાબલીયા અને નરોડા વચ્ચેના હાઈવે પર આ ભયાનક અકસ્માત બન્યો હતો.

  • 29 Oct 2025 08:51 AM (IST)

    આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે

    આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. સવારે 10 વાગે કેબિનેટ બેઠક યોજાશે. દિવાળી બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળની પહેલી બેઠક મળી. બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની સમીક્ષા થશે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ પ્રધાનો પોતાનો રિપોર્ટ રજૂ કરશે. PMની ગુજરાત મુલાકાત એકતા નગરમાં તૈયારીઓ મુદ્દે પણ ચર્ચા થશે. નવી સરકારના 100 દિવસના લક્ષ્યાંકને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે.

  • 29 Oct 2025 08:06 AM (IST)

    24 કલાકમાં 136 તાલુકામાં ખાબક્યો વરસાદ

    24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો. 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં 1.89 ઈંચ વરસાદ, તાલાલામાં 1.85 તો બાવળામાં 1.65 ઈંચ વરસાદ, રાધનપુર અને ધોળકામાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો.

  • 29 Oct 2025 07:57 AM (IST)

    આજે જલારામબાપાની 226મી જન્મ જયંતિ

    આજે જલારામબાપાની 226મી જન્મ જયંતિ છે. સુરતના ગભેણીથી પદયાત્રીઓનો સંઘ વીરપુર પહોંચ્યો છે. 100 વધુ લોકો સંઘમાં જોડાયા હતા. 17 વર્ષથી સુરતના ગભેણીથી પગપાળા સંઘ વીરપુર પહોંચે છે. જલારામ જયંતીને લઈને વીરપુરમાં દિવાળી જેવો માહોલ છે.

  • 29 Oct 2025 07:26 AM (IST)

    આંધ્ર અને ઓડિશામાં મોન્થા વાવાઝોડાએ તબાહી મચાવી

    બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાત ‘મોન્થા’ મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વ કિનારા પર ત્રાટક્યું, જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વિનાશ થયો. ચક્રવાત લગભગ 7:30 વાગ્યે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ થયો. લગભગ ચાર કલાક સુધી ચાલતા ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકને વટાવી ગઈ, જ્યારે સમુદ્રમાં 10 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા.

Published On - Oct 29,2025 7:25 AM

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">