AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 મેના મહત્વના સમાચાર : આવતીકાલ 29મી મેના રોજ રાજ્યભરમાં યોજાનાર ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ મોકૂફ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2025 | 10:14 PM
Share

આજે 28 મેને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 મેના મહત્વના સમાચાર : આવતીકાલ 29મી મેના રોજ રાજ્યભરમાં યોજાનાર ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ મોકૂફ

આજે 28 મેને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 May 2025 09:31 PM (IST)

    મોરબીના નાની વાવડી ગામે યુવક- યુવતીના પ્રેમસંબંધમાં પરિવારજનો લાકડી-ધોકા વડે ઝઘડ્યા, 7ને ઈજા

    મોરબીના નાની વાવડી ગામે યુવક- યુવતીના પ્રેમસંબંધમાં પરિવારજનો લાકડી અને ધોકા લઈને ઝઘડ્યા હતા. જેમાં 7 લોકોને ઈજા થવા પામી હતી. યુવક યુવતીના પરિવારોએ સામસામે  હુમલો કર્યો હતો. મારામારી અને ઝઘડાના બનાવમાં બંને પક્ષોના થઇને કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગઈકાલે રાત્રે બનેલ બનાવમાં સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે કુલ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના CCTV સામે આવ્યા છે.

  • 28 May 2025 09:27 PM (IST)

    અમરેલીના બગસરાના જેતપુર રોડ પર કારમાં આગ લાગી

    અમરેલીના બગસરાના જેતપુર રોડ પર કારમાં આગ લાગી હતી. જૂનાગઢ તરફથી બગસરા પહોંચતા સર્જાઈ દુર્ઘટના. કારમાં આગળથી ધુમાડો નીકળતા કારમાં સવાર લોકો સમયસૂચકતા દર્શાવીને બહાર નીકળી ગયા હતા. કાર સવાર લોકોની સમયસૂચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી ગઈને કોઈ જાનહાની નહી. બગસરા પાલિકા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

  • 28 May 2025 09:26 PM (IST)

    અમદાવાદના હાથીજણમાં હુમલો કરીને બાળકીનુ મરણ નીપજાવનાર શ્વાનનુ સારવાર દરમિયાન મોત

    અમદાવાદના હાથીજણમાં બાળકી પર હુમલો કરનાર રોટ વિલર ડોગનુ મરણ થયું છે. રોકી નામના રોટવિલર ડોગનું વેટરનિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 13 મે ના રોજ ડોગને CNCD વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. ડોગનું રજિસ્ટ્રેશન શ્વાન માલિકે ના કરાવ્યું હોવાથી ડોગને કબ્જે કર્યું હતું. રોટ વિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆથીની હતી બીમારી. બાળકીના મોત અંગે શ્વાન માલિક દિલીપ પટેલ સામે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ.

  • 28 May 2025 08:08 PM (IST)

    ભાજપમાંથી કડી વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે 60થી વધુ દાવેદારોએ કર્યો દાવો

    મહેસાણાની કડી વિધાનસભા પેટા ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે કાર્યકર્તાઓની લાઈન લાગી હતી. હાલમાં ભાજપ કાર્યાલય ખાતે કડી વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલુ છે. પેટાચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવાર માટે સેન્સ લેવાઈ રહી છે.  ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ માટે લાઇનો લાગી છે. ટિકિટ મેળવવા પોતાના બાયોડેટા સાથે દાવેદારો નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના નિરીક્ષકો દિનેશભાઈ અનાવાડિયા-EX MP, કૌશલ્યા કુંવારબા-પ્રદેશ ઉપાધ્યક્ષ , કનુભાઈ દેસાઈ – ગાંધીનગર શહેર પૂર્વ મહામંત્રી ધ્વારા દાવેદાર ઉમેદવારોની સેન્સ લેવાઈ રહી છે. અત્યાર સુધી 60 થી વધુ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યો

  • 28 May 2025 07:44 PM (IST)

    હમાસના ગાઝા વડા મોહમ્મદ સિનવાર માર્યા ગયા, ઇઝરાયલી પીએમએ પુષ્ટિ આપી

    હમાસના ગાઝા વડા મોહમ્મદ સિનવાર માર્યા ગયા છે. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે IDFએ સિનવારને મારી નાખ્યો છે.

  • 28 May 2025 07:36 PM (IST)

    ઓપરેશન શિલ્ડ અંતર્ગત આવતીકાલ 29મી મેના રોજ રાજ્યભરમાં મોકડ્રિલ યોજાશે

    ઓપરેશન શિલ્ડ હેઠળ આવતી કાલે રાજ્યભરમાં મોકડ્રિલ યોજાશે. ઓપરેશન સિંદૂરના ઉપક્રમે ઓપરેશન શિલ્ડ છે. હવાઈ હુમલો થાય ત્યારે શું તકેદારી રાખવી જોઈએ એ માટે પણ સૂચના આપવામાં આવી છે. મિલિટરી સ્ટેશનમાં હુમલો થાય તો કેવી રીતે ઈવેકયુટ કરવામાં આવશે એના માટે પણ મોકડ્રિલ કરાશે. બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવાના આવશે. વિવિધ વિભાગોને જોડે રાખવાની સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લાને મોકડ્રિલ માટે SDRF માંથી ફંડ આપવામાં આવ્યું છે. જે લોકોને દેશ સેવામાં યોગદાન આપવું છે, તેઓ સિવિલ ડિફેન્સના પોર્ટલ થકી જોડાઈ શકે છે. આવતીકાલની મોકડ્રીલમાં બધી હોટ લાઈન ચેક કરાશે. જ્યાં બ્લેક આઉટ કરવું હોય તો તે પણ સંકલન કરવામાં આવશે.

  • 28 May 2025 06:01 PM (IST)

    રાજ્ય સરકારના અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંતર્ગત પોલીસે ભૂવા સામે હાથ ધરી કાર્યવાહી

    રાજ્ય સરકારના અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંતર્ગત પોલીસે ભૂવા સામે કાર્યવાહી હાથ ધરી છે. કાળા જાદુના નામે છેતરપિંડી કરનાર સામે, નવા નિયમો મુજબ સોલા હાઇકોર્ટ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ કાર્યવાહી બાદ પાખંડી ભૂવા ચંદ્રકાંત પંચાલના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાંત્રિક વિધિ અને કાળા જાદુના નામે ઘરેણાંની ઉઠાંતરી કરી હતી. સરકારે 2024 માં ઘડ્યો હતો કાયદો ત્યાર બાદ હવે તેનું અમલીકરણ

  • 28 May 2025 05:09 PM (IST)

    જમ્મુ : સુરક્ષા કર્મચારીઓએ નરવાલ વિસ્તારમાં મળી આવેલા 3 RPG શેલને નિષ્ક્રિય કર્યા, જુઓ વીડિયો

    સુરક્ષા કર્મચારીઓએ જમ્મુ અને કાશ્મીરના નરવાલ વિસ્તારમાં મળી આવેલા 3 RPG શેલને નિષ્ક્રિય કર્યા છે. આ શેલ પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ સુરક્ષા એજન્સી 3 RPG શેલ અંગે તપાસ કરી રહી છે.

  • 28 May 2025 04:59 PM (IST)

    જાતિનુ ખોટું પ્રમાણપત્ર રજૂ કરનારા ઉપ સચિવ કક્ષાના મહિલા અધિકારીને સસ્પેન્ડ કરાયા

    રાજ્યના વધુ એક અધિકારીને ખોટા જાતિ પ્રમાણપત્ર રજૂ કરવા બદલ બરતરફ કરાયા છે. રાજ્યના ઉપ સચિવ લક્ષ્મીબેન કટારિયાને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. જાતિ અંગેના ખોટા ST પ્રમાણપત્રના આધારે બઢતી લીધી હતી. તમામ સરકારી લાભો પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. અગાઉ સુરતના ACP ને પણ  જાતિ પ્રમાણપત્ર ખોટું રજૂ કરવા બદલ બરતરફ કરાયા હતા.

  • 28 May 2025 03:07 PM (IST)

    ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

    રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. આગામી 22 જૂને, ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, 25 જૂનના રોજ જાહેર થશે પરિણામ. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.

  • 28 May 2025 02:11 PM (IST)

    આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થશે

    ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થશે. બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ જાહેરાત કરશે. 8 હજાર 327 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે. આશરે દોઢેક વર્ષ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

  • 28 May 2025 01:24 PM (IST)

    પંચાયત પ્રધાન બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન

    દાહોદ: મનરેગા કૌભાંડના કેસમાં પંચાયત પ્રધાન બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે. દાહોદની કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા. બચુ ખાબડના પુત્રોએ મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો. ધાનપુર, દેવગઢબારિયામાં 71 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો.

  • 28 May 2025 01:14 PM (IST)

    રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો

    રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. શહેરમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. 6 માસના બાળક સહિત 6 દર્દીઓને કોરોના થયો. તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા. શહેરમાં કોરોનાના 10 એક્ટિવ કેસ છે.

  • 28 May 2025 01:01 PM (IST)

    મહેસાણા: દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવમાં કર્યો વધારો

    મહેસાણા: દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો. દૂધના ખરીદ ભાવ 820માંથી વધારી 830 કર્યા. દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. છેલ્લા ચાર વર્ષમાં દૂધના ભાવમાં 14મી વખત વધારો થયો. 4 વર્ષ પહેલા દૂધનો ભાવ 650 ભાવ હતો, જે વધીને 830 થયા. ડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

  • 28 May 2025 12:52 PM (IST)

    ઑપરેશન સિંદૂરની સફળતાના BCCI બિરદાવશે

    ઑપરેશન સિંદૂરની સફળતાના BCCI બિરદાવશે. ભારતીય ટી-20 લિગના સમાપન સમારોહમાં સેનાની બહાદુરીને સલામ કરવામાં આવશે. BCCIએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને 3 જૂને અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચ માટે આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં વિશેષ મીલીટરી બેન્ડ સાથે ભારતીય ગાયકો દેશભક્તિના સૂર રેલાવશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ નરહરિ અમીને BCCIના આ નિર્ણયને આવકાર્યો છે.

  • 28 May 2025 11:48 AM (IST)

    ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 100ને પાર

    ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 100ને પાર પહોંચી. ગુજરાતમાં હાલ કોરોનાના 130 એક્ટિવ કેસ છે. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

  • 28 May 2025 11:44 AM (IST)

    પોલીસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરનાર આરોપીની કરી ધરપકડ

    સુરત: ગોડાદરામાં યાર્નના વેપારી પર ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી. હત્યાની સોપારી લઈ આરોપીએ ફાયરિંગ કર્યું હતું. પત્ની સાથે આડાસંબંધ હોવાથી સોપારી આપી હોવાનો ખુલાસો થયો, વેપારીના પીઠના ભાગે કરાયું ફાયરિંગ હતું.

  • 28 May 2025 11:02 AM (IST)

    મોરબીઃ પ્રેમ સંબંધમાં પરિવાર પર હુમલો

    મોરબીના નાની વાવડી ગામે પ્રેમ સંબંધનો રોષ રાખી યુવકના પરિવાર પર યુવતીના પરિવારનો હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે પથ્થરમારો અને ધોકા વડે હુમલો કરતા સામસામે મારામારી થઈ હતી. જેમાં મહિલા સહિત કુલ 7 લોકોને ઈજા પહોંચી છે. હાલ ચાર આરોપી સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

  • 28 May 2025 10:07 AM (IST)

    દાહોદઃ ટ્રક અને મિની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 12 ઇજાગ્રસ્ત

    દાહોદઃ ટ્રક અને મિની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતથી ઓમકારેશ્વર થઈ અયોધ્યા જતા ભક્તોને અકસ્માત નડ્યો છે. દાહોદ નજીક રામપુરા હાઈવે પર અકસ્માત થયો. આગળ જતી ટ્રકને મિની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ઘાયલોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

  • 28 May 2025 07:37 AM (IST)

    જૂનાગઢ: દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત્

    જૂનાગઢ: દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે. માંગરોળના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ મળ્યું. 1.80 લાખની કિંમતનું 1 કિલો 215 ગ્રામ ચરસ જપ્ત કરાયું. મરીન પોલીસ અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ છે. અગાઉ પણ મોટી માત્રામાં ચરસનો જથ્થો મળ્યો હતો.

  • 28 May 2025 07:35 AM (IST)

    IMDની ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી

    ભારતીય હવામાન વિભાગે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર હવામાન જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખથી 16 દિવસ પહેલા મુંબઈ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Published On - May 28,2025 7:30 AM

g clip-path="url(#clip0_868_265)">