AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 માર્ચના મહત્વના સમાચાર : આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનશે-PM મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2026 | 8:42 PM
Share

આજે 28 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 માર્ચના મહત્વના સમાચાર : આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનશે-PM મોદી

આજે 28 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Mar 2026 08:40 PM (IST)

    મણિનગરમાં લુખ્ખાઓ બેફામ, લારીવાળાને જાહેરમાં ઢોર માર માર્યો

    અમદાવાદના મણિનગરમાં નાસ્તાના પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે અસામાજિક તત્વોએ લારીધારક પર જીવલેણ હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ લારીધારકને ઢોર માર માર્યા બાદ તેના પર રિક્ષા ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે મણિનગર પોલીસે ગુનો નોંધી ફરાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

  • 28 Mar 2026 08:15 PM (IST)

    કેશોદના વૃંદાવન કોમ્પ્લેક્સમાં આંગણિયા ઓફિસમાં ચોરી, પોલીસ તપાસ શરૂ

    જૂનાગઢના કેશોદમાં બસ સ્ટેશન નજીક આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં આવેલી ‘પટેલ મહેન્દ્ર અરવિંદ’ નામની આંગડિયા પેઢીની ઓફિસના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને અંદાજે 80,000 રૂપિયાની રોકડ તેમજ 15,000 રૂપિયાની કિંમતના સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે આંગડિયા પેઢીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે તપાસ તેજ કરી છે.

  • 28 Mar 2026 07:52 PM (IST)

    16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ ઝડપાયો

    અંકલેશ્વરમાં એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં એક 33 વર્ષીય પરિણીત શખ્સે 16 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમે સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.

    ઘટનાની ગંભીરતા ત્યારે સામે આવી, જ્યારે પીડિત સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલમાં નરાધમ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 28 Mar 2026 07:01 PM (IST)

    માંજલપુરમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સગીર વયના આરોપીએ વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ

    વડોદરાના માંજલપુરમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં એક સગીરે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. હાલમાં પોલીસે ભોગ બનનાર અને આરોપી સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Mar 2026 06:10 PM (IST)

    વેસુની જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં ટેક્નિકલ ખામી, બે મહિલા અડધો કલાક ફસાઈ

    સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જયનીમ રેસિડન્સીમાં લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ગમખ્વાર ઘટના બનતા અટકી હતી. લિફ્ટ અચાનક ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી જતાં તેમાં સવાર બે મહિલા અડધો કલાક સુધી ફસાયેલી રહી હતી. આ અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લિફ્ટનો દરવાજો તોડીને બંને મહિલાઓનું રેસ્ક્યૂ કર્યું હતું.

  • 28 Mar 2026 05:40 PM (IST)

    નળ સરોવરના દુર્ગી ગામમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો જીવલેણ હુમલો

    અમદાવાદના નળ સરોવર પાસે આવેલા દુર્ગી ગામમાં વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે જ્યારે નળસરોવર પોલીસ સ્ટેશનના જવાનો આરોપીને પકડવા ગયા, ત્યારે 100થી વધુ લોકોના ટોળાએ પથ્થર અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.

    આ હિંસક હુમલામાં ચાર પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં દુર્ગી ગામના 15 નામજોગ શખ્સો સહિત કુલ 100થી વધુના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 28 Mar 2026 05:15 PM (IST)

    માંજલપુરમાં 3 સવારી બાઇકે રાહદારીને ઉડાવ્યો, અકસ્માતના CCTV આવ્યા સામે

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુસાન સર્કલથી જ્યુપિટર ચાર રસ્તા તરફ જતા રોડ બાજુ બાઇક પર સવાર ત્રણ યુવાનોએ એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

    સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નવાઈની વાત એ છે કે, અકસ્માત બાદ બાઇકસવાર યુવાનોને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ ત્યાંથી પોલીસને જાણ કર્યા વગર ફરાર થઈ ગયા હતા. હાલ માંજલપુર પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 28 Mar 2026 04:45 PM (IST)

    માત્ર પેન્સિલ લેવા જેવી બાબતે શિક્ષકે ધોરણ 4 ના બાળકને નિર્દયતાથી માર્યો

    બનાસકાંઠાના દિયોદરની સોનગઢ પ્રાથમિક શાળામાં પેન્સિલ લેવા જેવી સામાન્ય બાબતે શિક્ષકે ધોરણ 4 ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. શિક્ષકના મારના કારણે માસૂમ બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

    આ ઘટના બાદ પીડિતના વાલીનો દાવો છે કે, શિક્ષકે તેમને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અંતે ન્યાયની માંગ સાથે પીડિત બાળકના વાલીએ આ મામલે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 28 Mar 2026 04:15 PM (IST)

    ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

    ગુજરાતમાં ભયંકર ગરમીની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી બે દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને આવતીકાલે કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

    ત્યારબાદ, 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે.

  • 28 Mar 2026 03:49 PM (IST)

    બારડોલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાહેરમાં બિયર પીતો યુવક ઝડપાયો

    સુરતના બારડોલીમાં દારૂબંધીના નિયમોના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. બારડોલીના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન એક યુવકે જાહેરમાં બિયર પીધું હોવાનો આરોપ લાગ્યો છે.

    આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવક બાઉન્સરની નજીક ઊભો રહીને બિયર પીતો નજરે પડે છે. જો કે, પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.

  • 28 Mar 2026 03:04 PM (IST)

    આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનશે-PM મોદી

    જેવરમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

  • 28 Mar 2026 02:37 PM (IST)

    વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ભારત મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ પર નરેન્દ્ર મોદી એ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે અનેક દેશો હાલમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત આ પડકારજનક પરિસ્થિતિનો પૂરી તાકાતથી સામનો કરી રહ્યું છે અને દેશના સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. PM મોદીએ વધુમાં ઉમેર્યું કે આવી મુશ્કેલ સ્થિતિ હોવા છતાં ભારતે પોતાના વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

  • 28 Mar 2026 02:07 PM (IST)

    અમદાવાદમાં જાહેર રજા અવગણતા અંકુર સ્કૂલ સામે કાર્યવાહી

    અમદાવાદ ના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલ દ્વારા રામનવમી ની જાહેર રજાને અવગણી શાળા ચાલુ રાખવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડના નિયમ મુજબ જાહેર રજાના દિવસે શાળામાં રજા રાખવી ફરજીયાત હોવા છતાં નિયમ ભંગ થતાં શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

  • 28 Mar 2026 01:45 PM (IST)

    ગોધરા મંદિરમાં ચોરી, તસ્કરો દાનપેટી તોડી રોકડ લઈ ફરાર

    ગોધરા ના તળાવ રોડ પર આવેલી બાવાની મઢીમાં બેફામ તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપતા ચકચાર મચી છે. તસ્કરોએ દાનપેટી તોડી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા અને પુરાવા નષ્ટ કરવા CCTV કેમેરા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, ચોરી દરમિયાન તેમની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે. શહેરના ભરચક વિસ્તારમાં આવેલા મંદિરમાં આવી ઘટના બનતા લોકોમાં ભય અને રોષ ફેલાયો છે.

  • 28 Mar 2026 01:27 PM (IST)

    આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે: પીએમ મોદી

    જેવરમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

  • 28 Mar 2026 12:59 PM (IST)

    PM મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

    પીએમ મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ ટિપ્પણી કરી, “મેં ફક્ત બટન દબાવ્યું છે; અહીં હાજર લોકોને જ તેનું ઉદ્ઘાટન કરવા દો.”

  • 28 Mar 2026 12:51 PM (IST)

    દુનિયામાં ઈંધણનુ સંકટ, પડોશીઓ મુશ્કેલીમાં, પીએમ મોદીના નેતૃત્વમાં આપણું બધું બરાબર છે: યોગી આદિત્યનાથ

    જેવર એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ “વંદે માતરમ” અને “હર હર મહાદેવ” ના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. મુખ્યમંત્રી યોગીએ કહ્યું, “પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.” તેમણે કહ્યું કે, હાલમાં, સમગ્ર વિશ્વમાં અશાંતિ છે. હાલમાં, દુનિયામાં ઈંધણનું ભારે સંકટ છે, અને પડોશી રાષ્ટ્રો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે પીએમ મોદીના નેતૃત્વમાં, અહીં કોઈ જ મુશ્કેલીઓ નથી.

  • 28 Mar 2026 12:24 PM (IST)

    દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી વિમાન આવી રહ્યું છે

    આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગને સવારે 10:53 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યો. ત્યારબાદ, ફ્લાઇટનું સવારે 11:00 વાગ્યે સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બધા મુસાફરો સુરક્ષિત છે, અને કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ઇમરજન્સી એલર્ટ મળતાં, ફાયર વિભાગે તાત્કાલિક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે મોકલ્યા, જેથી સફળ અને સલામત લેન્ડિંગ સુનિશ્ચિત થઈ શકે.

  • 28 Mar 2026 11:59 AM (IST)

    પીએમ મોદી જેવર પહોંચ્યા; મુખ્યમંત્રી યોગીની સાથે એરપોર્ટનું નિરીક્ષણ કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવરના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા છે. પીએમ મોદી હાલમાં એરપોર્ટ પરિસરનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓની સાથે, પીએમ મોદી એરપોર્ટના દરેક વિભાગનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે એરપોર્ટના નિર્માણ માટે જવાબદાર કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. થોડીવારમાં, પીએમ મોદી એરપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાના છે.

  • 28 Mar 2026 11:05 AM (IST)

    નર્મદા પરિક્રમામાં હવે ફરજીયાત રજીસ્ટ્રેશન

    નર્મદા પરિક્રમામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, જોકે આ બાદ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ગહન રોષ ફાટી પડ્યો છે. મણીનાગેશ્વર મંદિરે યોજાનાર ભંડારા રોકાતા લોકોમાં નારાજગી વધી, અને રજીસ્ટ્રેશન ન કરાવનાર સ્વયંસેવકોને પ્રવેશ આપવામાં રોકાયા હતા. વિરોધમાં સ્વયંસેવકોએ ધરણા યોજી ઉગ્ર પ્રદર્શન કર્યું અને સેફ્ટી અને ઓળખ માટે પરિક્રમામાં જોડાતા તમામ લોકોને આઈડી કાર્ડ આપવામાં આવવા માટે માંગ કરી.

  • 28 Mar 2026 10:50 AM (IST)

    અટકાયત બાદ કેપી ઓલીની તબીબી તપાસ કરવામાં આવી

    નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવા માટે કાઠમંડુ જિલ્લા પોલીસ રેન્જમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. નેપાળ પોલીસે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા. *ધ કાઠમંડુ પોસ્ટ* અનુસાર, સપ્ટેમ્બરમાં થયેલા ‘જનરલ ઝેડ’ વિરોધ પ્રદર્શનોના કથિત દમન સાથે જોડાયેલા ગુનાહિત હત્યાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

  • 28 Mar 2026 10:49 AM (IST)

    રાજકોટ: સાધના સોસાયટીમાં ગેસ બ્લાસ્ટ બાદ આગ

    રાજકોટ ની સાધના સોસાયટીમાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, જેના દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ગેસ રિફિલિંગ સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું છે. પુરવઠા વિભાગે સ્થળેથી 40 જેટલા ગેસ સિલિન્ડર અને મકાનમાંથી મળેલા ડીઝલ ભરેલા બેરલ જપ્ત કર્યા છે. ફાયર વિભાગે મકાન માલિકને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે, જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધર્યું છે.

  • 28 Mar 2026 10:24 AM (IST)

    સીંગતેલના ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રુ 3000ને પાર પહોચ્યોં

    રાજ્યમાં ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 60 લાખ ટન સુધી પહોંચી રહ્યું છતાં, સિંગતેલના ભાવ સતત વધ્યા છે અને હવે એક ડબ્બો 3,000 રૂપિયાને પાર કરી ગયો છે. મગફળીમાં ગત વર્ષે વધેલા વરસાદ અને નુકસાનના કારણે પીલાણ યુક્ત મગફળીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે, જેના પરિણામે સામાન્ય ગ્રાહકો અને વેપારીઓ બંનેના બજેટ પર પ્રભાવ પડ્યો છે.

  • 28 Mar 2026 10:03 AM (IST)

    સુરત: પુણા ગામે સાડીના ગોડાઉનમાં આગ, મોટા નુકસાનની આશંકા

    સુરત ના પુણા ગામે સિલ્વર ચોક નજીક આવેલ સાડીના ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરી સર્જાઈ હતી. ઘટના સ્થળ પર મળતી માહિતી પર ફાયર વિભાગના 10 થી વધુ ગાડીઓ પહોંચી, જલ્દી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આગથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આગ લાગવાનો સચોટ કારણ હજુ અજાણ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નહોતી.

  • 28 Mar 2026 10:00 AM (IST)

    રાજકોટ-ધોરાજી હાઇવે પર ટ્રાવેલ્સ પલટી, 30 લોકો ઈજાગ્રસ્ત, 4 ગંભીર

    રાજકોટ નજીક ધોરાજી પાસે રાજકોટ-પોરબંદર હાઇવે પર એક ખાનગી ટ્રાવેલ્સ પલટી થવાથી 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાનું જાહેર થયું છે. ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ આવતા ટ્રાવેલ્સમાં લગભગ 50 મુસાફર સવાર હતા અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાથી આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે. ગંભીર ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હોસ્પીટલ પહોંચીને સ્થિતી અંગે જાણકારી લીધી. પોલીસ તપાસને ઘટના સ્થળે જોડાઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  • 28 Mar 2026 10:00 AM (IST)

    સુરતમાં 25 લાખના ટાંકીમાં ભ્રષ્ટાચારનો આરોપ, ગ્રામજનોમાં રોષ

    સુરત ના અરેઠના તડકેશ્વર અને ઓલપાડના કુડસદ ગામે બનાવવામાં આવેલી 25 લાખ રૂપિયાની ટાંકીમાં ભ્રષ્ટાચારના સામે આવ્યા છે. ટાંકી હજી લોકાર્પણ માટે તૈયાર પણ નહોતી, ત્યારે સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડી ગયા હતા, જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 15 માં નાણાપંચ યોજના હેઠળ લોકો માટે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટાંકીનું નિર્માણ કરાયું હતું, પરંતુ Gramજનોએ ટાંકીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

  • 28 Mar 2026 09:58 AM (IST)

    અમદાવાદમાં યુવતી પર એસિડ એટેક, અજાણ્યા હુમલાખોરની શોધખોળ શરૂ

    અમદાવાદ ના નીલકમલ સોસાયટી નજીક તમન્ના ચાવડા નામની યુવતી પર એસિડ એટેકની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી ઘરે જઈ રહી હતી ત્યારે હેલમેટ પહેરેલા અજાણ્યા યુવકે તેના પર એસિડ ફેંકી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ એ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.

  • 28 Mar 2026 09:45 AM (IST)

    નેપાળના PM બનતા જ બાલેન શાહ ‘એક્શન મોડ’માં; ભૂતપૂર્વ PM કેપી ઓલી અને ગૃહમંત્રીની ધરપકડના આપ્યા આદેસ

    નેપાળમાં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી, બાલેન શાહ તરત જ “એક્શન મોડ”માં આવી ગયા છે. તાજેતરના જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન બેદરકારી દાખવનારા વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલાના સંદર્ભમાં, પોલીસે ગુંડુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરી છે. વધુમાં, ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

  • 28 Mar 2026 09:43 AM (IST)

    ભાવનગરમાં બોર્ડ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કૌભાંડ: શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ

    ભાવનગર જિલ્લાના મહુવામાં બોર્ડની ધોરણ 12ની રીપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં એક શિક્ષકે જ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપ્યાનો આરોપ લાગ્યો છે. સીટ નંબર, પરીક્ષાની રસીદ અને CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલો બહાર આવતા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આરોપી શિક્ષક ધાર્મિક ઢાપા સહિત અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો છે, જ્યારે પરીક્ષા માટે કોઈ નાણાકીય સોદો થયો હતો કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  • 28 Mar 2026 09:27 AM (IST)

    સતત 29મા દિવસે મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ

    સતત 29મા દિવસે મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ.. US-ઇઝરાયલે ઇરાની પરમાણુ મથક પર કર્યો હુમલો.. IRGCએ કહ્યું,, અમેરિકાએ કર્યો દગો.. કર્મચારીઓને ત્વરીત અસરથી અમેરિકી કંપની છોડવા ફરમાન..

  • 28 Mar 2026 08:59 AM (IST)

    મોરબી ભાજપમાં જૂથવાદ ઉગ્ર: મંત્રી કાંતિ અમૃતિયાની સભામાં ગેરહાજરીથી ચર્ચા તેજ

    મોરબી ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, જ્યારે મંત્રી કાંતિ અમૃતિયા ની આગમન સભામાં વિરોધી જૂથના ભાજપ આગેવાનો ગેરહાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક મંડળોના પ્રમુખો હાજર ન રહેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે, જ્યારે જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રીઓમાંથી માત્ર મહામંત્રી તપન દવે જ ઉપસ્થિત રહ્યા હતા. આ ગેરહાજરીને લઈ કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી ટિપ્પણી કરતા કહ્યું કે “આ તપવાળી જગ્યા છે, અહીં દુર્જનો નહીં પરંતુ સજ્જનો જ બેસી શકે,” અને પ્રજાલક્ષી વિચારસરણી ધરાવતા લોકોને જ અહીં સ્થાન હોવાનું કહી આડકતરી રીતે વિરોધીઓને નિશાન બનાવ્યા હતા.

  • 28 Mar 2026 08:59 AM (IST)

    ખેડૂતોને મોટી રાહત: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટીનો નિર્ણય

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના હેઠળ વારસાઈ જમીનના વ્યવહારમાં હવે માત્ર ₹300 ની સ્ટેમ્પ ડ્યુટી લાગશે. આ નિર્ણયથી જંત્રી આધારિત ઊંચી સ્ટેમ્પ ડ્યુટીમાંથી જનતાને મોટી રાહત મળશે તેમજ સીધી અને આડી લીટીના વારસદારોને આર્થિક ફાયદો થશે. મિલકત વહેંચણીની પ્રક્રિયા સરળ બનવાથી કોર્ટ-કચેરીના વિવાદોમાં ઘટાડો થશે, સાથે જ હકપત્રક વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે. આ સરળ અને પારદર્શક પ્રક્રિયાથી રાજ્યમાં Ease of Doing Business ને પણ પ્રોત્સાહન મળશે.

  • 28 Mar 2026 08:32 AM (IST)

    ડીસામાં બેંક ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટતાં મહિલાને ઈજા

    બનાસકાંઠાના ડીસામાં સર્વોદય બેંક પાસે સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. મહિલા બેંકની બહાર રિક્ષામાં બેઠી હતી ત્યારે ગાર્ડ બંદૂક ખભે ચઢાવતો હતો અને એ દરમિયાન ગોળી છૂટી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તરત સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગાર્ડને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Mar 2026 08:32 AM (IST)

    આજે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે 11:00 વાગ્યે, તેઓ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:00 વાગ્યે, તેઓ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે.

Published On - Mar 28,2026 8:25 AM

Follow Us
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન
g clip-path="url(#clip0_868_265)">