AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khappar Yog 2026: 1 મે થી બની રહ્યો છે ખપ્પર યોગ, આ 4 રાશિઓ રહે સાવધાન

Khappar Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખપ્પર યોગ એક એવો સંયોગ ગણાય છે, જ્યારે કેટલાક ગ્રહ કોઈ વિશેષ સ્થિતિમાં આવીને જીવનમાં અસ્થિરતા અને પડકારોનો સંકેત આપે છે. જે સામાન્ય રીતે શુભ યોગની જેમ સકારાત્મક નથી હોતા. પરંતુ સાવધાની રાખવાવાળો યોગ મનાય છે.

Khappar Yog 2026: 1 મે થી બની રહ્યો છે ખપ્પર યોગ, આ 4 રાશિઓ રહે સાવધાન
| Updated on: Apr 30, 2026 | 9:31 PM
Share

Khappar Yog 2026: 1 મેથી આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મે 2026ની શરૂઆત સાથે જ ગ્રહોની એક વિશેષ સ્થિતિ સર્જાવા જઈ રહી છે, જેને ‘ખપ્પર યોગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ 1 મે 2026ના રોજ બનશે અને તેની અસર મે થી જૂન 2026 દરમિયાન જોવા મળશે. જ્યોતિષમાં આ સંયોગને સામાન્ય રીતે શુભ માનવામાં આવતો નથી, પરંતુ તેને જીવનમાં અસ્થિરતા અને પડકારો લાવનારો યોગ માનવામાં આવે છે . આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ચાર રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તેની અસર તેમના કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન પર પડી શકે છે.

કઈ 4 રાશિઓ પર જોવા મળશે ખાસ અસર ?

  • મેષ રાશિ: મેષ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે. તેમને તેમના કામમાં અવરોધો અને આયોજિત યોજનાઓમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.
  • કર્ક રાશિ: આ રાશિના લોકો માટે ખપ્પર યોગ માનસિક દબાણ વધારી શકે છે. પારિવારિક જીવનમાં પણ તણાવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે, તેથી શાંતિ જાળવવી જરૂરી છે .
  • તુલા રાશિ: તુલા રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં વિશેષ તકેદારી રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ અથવા આર્થિક નુકસાન થવાની સંભાવના હોવાથી રોકાણના નિર્ણયો ખૂબ જ વિચારીને લેવા જોઈએ.
  • મકર રાશિ: આ રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં વધારાની જવાબદારીઓ અને દબાણનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળામાં કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું હિતાવહ છે.

બચવા માટેના ઉપાયો અને સાવચેતી

આ પડકારજનક સમયમાં ધૈર્ય અને સમજદારી એ જ સૌથી મોટી તાકાત સાબિત થઈ શકે છે. કામકાજમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું અને પરિવારમાં સુમેળ જાળવવા માટે વાતચીત અને સંતુલન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સતર્ક રહેવું જોઈએ. તણાવ, થાક અને અનિયમિત દિનચર્યાથી બચવું. માનસિક શાંતિ મેળવવા માટે નિયમિત યોગ, ધ્યાન અને સકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો જોઈએ. નિષ્ણાતોના મતે, ગભરાવાને બદલે સતર્ક રહીને યોજનાબદ્ધ રીતે આગળ વધવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

May Gochar: મે મહિનામાં બની રહ્યા છે ત્રણ રાજયોગ, આ રાશીઓને થશે મોટા લાભ

Follow Us
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
g clip-path="url(#clip0_868_265)">