26 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે હોસ્પિટલના CEO સહિત પાંચ આરોપીઓ સકંજામાં, CEO ચિરાગ રાજપૂત મુખ્ય આરોપી, હજુ ત્રણ આરોપી ફરાર
Gujarat Live Updates : આજે 26 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટઃ જયંતિ સરધારા પર હુમલાના CCTV સામે
રાજકોટઃ જયંતિ સરધારા પર હુમલાના CCTV સામે આવ્યા છે. જયંતિ સરધારા અને PI પાદરિયા વચ્ચેનો ઝઘડો CCTVમાં કેદ થયો છે. જયંતિ સરધારાએ હથિયાર હોવાની વાત કરી હતી. જો કે CCTVમાં PI પાદરિયા પાસે કોઈ હથિયાર દેખાયુ નથી. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
PI સંજય પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, આ મામલાની વધુ તપાસ માટે પોલીસે FSLની પણ મદદ લીધી.
-
સાબરકાંઠાઃ ખાનગી ઓફિસો પર CID ક્રાઈમના દરોડા
- સાબરકાંઠાઃ ખાનગી ઓફિસો પર CID ક્રાઈમના દરોડા
- રોકાણકારોને આકર્ષતી જાહેરાત કરનાર પેઢીઓ પર દરોડા
- દરોડા બાદ ખાનગી ઓફિસોના એકાએક પાટિયા પડ્યા
- રોકાણ કરાવતી ખાનગી ઓફિસના શટરો બંધ કરી દેવાયાૉ
- રોકાણ કર્યા બાદ ગ્રાહકોને સમયસર રૂપિયા ન મળતા ઉઠ્યા હતા સવાલ
- રોકાણકારોને માસિક 5 ટકા વળતરની આપતા હતા લાલચ
- ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમની ટીમોએ એકસામટા દરોડા પાડ્યા
-
-
વલસાડ: પારડીમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીને સાથે રાખી કરાયુ રિક્રન્સ્ટ્રક્શન
- વલસાડ : પારડીના મોતીવાળામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા
- પોલીસે આરોપીને સાથે રાખીને કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
- પોલીસે સિરિયલ કિલર રાહુલ જાટને સાથે રાખીને કર્યું રિકન્સ્ટ્રક્શન
- આરોપી વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા વીડિયો રેકોર્ડિંગ સાથે કર્યું રિકન્સ્ટ્રક્શન
- ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારમાં આરોપીને લાવવામાં આવ્યો
- સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં કરી ચૂક્યો છે 5 હત્યા
-
નવસારી: જંત્રીના ભાવ વધારાને પગલે શરૂ થયો વિરોધનો વંટોળ
નવસારી જિલ્લામાં જંત્રીના ભાવોમાં વધારો થતા નવસારીના અર્થતંત્રને સીધી અસર થવાની અને બાંધકામ ઉદ્યોગ પડી ભાંગવાની સ્થિતિમાં આવી જવાની શક્યતાઓના પગલે વિરોધનો વંટોળ શરૂ થયો છે.
સુરત બાદ નવસારી જિલ્લામાં સૌથી વધુ બિલ્ડર અને ડેવલોપરો ઉદ્યોગ ધંધા સાથે જોડાયા છે જેમાં નવસારી જિલ્લામાં જમીનના જંત્રીના દરોમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. જંત્રીમાં વધારો વાસ્તવિક ન હોવાનું જણાવી નવસારી જિલ્લાના બિલ્ડરો અને ક્રેડાયના સભ્યો વિરોધ માટેની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.
-
ભરૂચ: જંત્રીના નવા ભાવ સામે વિરોધ
- ભરૂચ: જંત્રીના નવા ભાવ સામે વિરોધ
- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી
- ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ
- તુણા ગામ ખાતે ખેડૂતોની મહત્વની બેઠક યોજાઈ
- તુણા ગામ સહિત અનેક ગામમાં જંત્રીના દર ઘટી ગયા
- જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ
- કયા કારણસર ભાવ ઘટ્યા તે અંગે સવાલ
- સમગ્ર મામલે ખેડૂતો કલેકટરને કરશે રજૂઆત
- તંત્ર નિર્ણય નહીં બદલે તો કાયદાકીય લડતની ચીમકી
-
-
ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યુ શક્તિપ્રદર્શન
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ફરી એકવાર રાજનીતિમાં સક્રિય થયા છે. ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં શક્તિપ્રદર્શન જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના ધારસભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ભરતસિંહને શુભકામના પાઠવવા પહોંચ્યો હતા. કાર્યક્રમ સ્થળે લાગેલા પોસ્ટરમાં લાખાયેલા સ્લોગનમાં ‘કમબેક’ શબ્દથી પણ રાજકીય તર્ક-વિતર્ક શરૂ થયા છે. જો કે આ અંગે ભરતસિંહે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કમબેકનો કોઈ સવાલ જ નથી. હું કોંગ્રેસમાં જ સક્રિય છું.
-
બારડોલીમાં દુષ્કર્મના દોષીતને કોર્ટે ફટકારી 35 વર્ષની સખત કેદ
બારડોલીમાં બાળકી પર દુષ્કર્મના દોષીતને સેશન્સ કોર્ટે 35 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. દોષિત કુલદીપ રામાપતિને કોર્ટે આ સજા ફટકારી છે. દોષીતે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ.
-
-
મહારાષ્ટ્રમાં હારનું ઠીકરુ NCP નેતા એ ગુજરાતના માથે ફોડ્યુ
મહારાષ્ટ્રમાં હારની ઠીકરું ગુજરાતના માથે ફોડી રહ્યા છે NCPના નેતા. મહારાષ્ટ્રની ચૂંટણી એટલે હાર્યા કારણ કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે EVM વપરાયા, તે ગુજરાતથી આવ્યા હતા. NCP નેતા રોહિત પવારે આ આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો માટે EVMની ગડબડી કારણભૂત છે.. રોહિત પવારને દાવો છે કે, અમારા પક્ષના ઉમેદવારોને તેમના ગામ અને વિસ્તારમાં પણ ઓછા મત મળ્યા. જે આશ્ચર્ય પમાડે તેવી વાત છે. રોહિત પવાર શરદ પવારના પૌત્ર છે. તેમણે કહ્યું કે, પક્ષના નેતાઓની અપેક્ષાથી પરિણામો બિલકુલ વિપરીત છે. સર્વે પ્રમાણે NCPના 120થી 130 ઉમેદવારો જીતતા હતા. પરંતુ પરિણામોમાં સંખ્યા માત્ર 40-50 જ હતી.
-
પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનું થશે નવનિર્માણ
ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનો જીણોદ્ધાર થશે. 147 વર્ષ પહેલા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર દ્વારા પાકિસ્તાનના કરાચીમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. બંને દેશ વચ્ચે ભાગલા પડવાને કારણે વર્ષ 1948માં સમુદ્ર માર્ગે કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનની બે મૂર્તિ પૈકીની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં ખાણ ગામમાં પધરાવવામાં આવી હતી. હવે પાકિસ્તાનના કરાચીમાં સ્થિત સ્વામિનારાયણ ભગવાનના મંદિરના નવનિર્માણ માટે પ્લાન તૈયાર કરાયો છે. કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી કરાચીની મુલાકાત લેશે અને તેમના માર્ગ-દર્શનમાં મંદિરનો જીણોદ્ધાર કરાશે. મંદિર પરિસરમાં મહિલા ઉતારા ભવન, સત્સંગ સભા અને હોલ પણ બનાવાશે.
-
ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે હોસ્પિટલના CEO સહિત પાંચ આરોપીઓ સકંજામાં
જેના શિરે આ જવાબદારી હતી, તે ચિરાગ રાજપૂત છે ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુખ્ય સૂત્રધાર. ખ્યાતિકાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચિરાગ રાજપૂત મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે. ચિરાગ રાજપૂત ગુનાહિત ભુતકાળ ધરાવે છે. ચિરાગ બાદ અન્ય મુખ્ય સુત્રધાર રાહુલ જૈન હોવાનું સામે આવ્યું છે..રાહુલ જૈન અને મિલિંદ પટેલ સાથે મળી ચિરાગ રાજપૂત કાળા કામોને અંજામ આપતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી મળતી હતી. જ્યારે OPDમાંથી 30 ટકા આવક મળતી. ચિરાગ રાજપૂતની ગેંગમાં મિલિંદ પટેલ પણ હતો, જે માર્કેટિંગનું કામ સંભાળતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરાર થયા બાદ આરોપી ચાઇનીઝ અને રશિયન એપ્લિકેશન દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
-
શું સૌરાષ્ટ્રમાં પાટીદાર સંસ્થાઓમાં વર્ચસ્વની લડાઇ શરૂ થઇ છે?
રાજકોટમાં ગઇકાલે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર પીઆઇ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જયંતિ સરધારાએ તેના પર થયેલા હુમલા પાછળ ચેકી એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઇ સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. જયંતિ સરઘારાએ હુમલા પાછળ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે બીજી તરફ આ કિસ્સામાં પીઆઇ સંજય પાદરિયાએ હુમલા પાછળ જયંતિ સરધારાએ કરેલા ઉચ્ચારણોને જવાબદાર ગણાવ્યા છે.
જો કે આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરિયા સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઇ છે જેના આધારે તપાસ શરૂ થઇ છે. જયંતિ સરધારાએ હુમલાના બનાવમાં ખોડલધામના સંચાલકો સરદારધામની ઇર્ષા કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જયંતિ સરધારાના નિવેદનથી બે સંસ્થાઓ વચ્ચે સમાજભેદ સામે આવ્યો છે.
-
વડોદરાઃ વિશ્વામિત્રી પૂર નિવારણ કમિટીની બેઠક મળી
- વડોદરાઃ વિશ્વામિત્રી પૂર નિવારણ કમિટીની બેઠક મળી
- બી.એન.નવલવાલાની અધ્યક્ષતામાં યોજાઈ
- મુખ્યમંત્રીના સલાહકાર પણ બેઠકમાં જોડાયા
- વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવા અંગે બેઠકમાં ચર્ચા
- આજવા સરોવરની આગળ અન્ય એક ડેમ બનાવવા પર વિચારણા
- પ્રતાપ સરોવર, હરીપુરા, વડદલા તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા વિચારણા
-
જૂનાગઢ: ગિરનાર અંબાજી મંદિરની ગાદીનો વિવાદ
જૂનાગઢ: ગિરનાર અંબાજી મંદિરની ગાદીના વિવાદ મામલે ભવનાથના મહંત હરિગીરીના સમર્થનમાં મહેન્દ્રનંદગીરી આવ્યા. મહેન્દ્રનંદગીરી મુચકુંદ ગુફાના મહંત અને હરિગીરી બાપુના શિષ્ય છે. જો કે ગુરુ હરિગીરી પર મહેશગીરીએ કરેલાં તમામ આરોપોને ફગાવ્યા છે.
-
કચ્છ: ડિગ્રી-સર્ટીફિકેટ વિનાના તબીબ પકડાયા
કચ્છ: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમે ડિગ્રી-સર્ટીફિકેટ વિનાના 3 તબીબ પકડયા. આતી ક્લિનિક નામથી જગદીશ પટેલ દવાખાનું ચલાવતો હતો. ડિગ્રી નહીં હોવા છતાં તે પ્રેક્ટિસ કરતા હતા.
-
મોરબીના શનાળા રોડ પર બેકાબૂ કાર ચાલકે કાર અથડાવી
મોરબીના શનાળા રોડ પર બેકાબૂ કાર ચાલકે કાર અથડાવી હતી. કાર પર કાબુ ગુમાવતા થાંભલા સાથે કાર અથડાવી. રિવર્સમાં કાર લેતા ફરી વાહનો સાથે કાર અથડાવી. ત્રણ જગ્યાએ કાર અથડાવ્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરુ કરી છે.
-
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં 5 આરોપી ઝડપાયા
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ખ્યાતિ હોસ્પિટલના પાંચ આરોપી ઝડપાયા છે. મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક અને પંકિલની ધરપકડ થઇ. ચિરાગ રાજપૂતની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. ઉદયપુર, વડોદરા સહિત અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરી. ખ્યાતિ ગ્રુપનો ફાઉન્ડર કાર્તિક પટેલ હજી પોલીસ પકડથી દૂર છે.
-
નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને ચુકવાઇ સહાય
આ વર્ષે નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષના બજેટમાં આ યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષો દરમિયાન કુલ ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, યોજના અમલી થયેથી અત્યારસુધીમાં રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને કુલ ₹138.54 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
-
સુરત: ખટોદરામાં હત્યારા પુત્રની પોલીસે કરી ધરપકડ
સુરત: ખટોદરામાં હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. નજીવી બાબતે તકરાર થતા માતાની હત્યા કરી નાખી. પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપી કાપડ સંચા મશીનમાં કામ કરતો હતો.
-
ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક સંવિધાન પદયાત્રા નું આયોજન
સંવિધાન દિવસની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક સંવિધાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સંવિધાન દિવસ ની ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કેબિનેટ મંત્રી ભાનુંબેન બાબરીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.
-
ગાંધીનગરઃ જુના સચિવાલયમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ
ગાંધીનગરઃ જુના સચિવાલયમાં આગ લાગી હતી. જુના સચિવાલયમાં લાગેલી આગ પર હાલમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આગની ઘટનામાં સચિવાલયમાં રાખેલા અનેક દસ્તાવેજોને નુકસાન થયું છે.
-
વડોદરા: IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ
વડોદરા: IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યાં. iocl ડાયરેક્ટર, ચીફ કન્ટ્રોલર, સાઇટ કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CISF, પ્રાદેશિક અધિકારી GPCBને જવાબ માટે બોલાવ્યાં. PI, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી પણ સમિતિ સમક્ષ હાજર થયા. તમામ અધિકારીને જવાબ આપવા માટે નોટિસ અપાઈ હતી. IOCLમાં બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રિયલ તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસ મામલે ગ્રામ્ય SDM દ્વારા રિપોર્ટ લેવામાં આવશે.
-
વલસાડઃ મંદિરમાં ભક્તનું હાર્ટએટેકથી મૃત્યુ
વલસાડઃ મંદિરમાં ભક્તનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. પારનેરા ડુંગર પર મહાદેવ મંદિરમાં ભક્તને હાર્ટ એટેક આવ્યો છે. મંદિરમાં પૂજા કરતી વખતે જ ઢળી પડ્યો. CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
-
અમદાવાદઃ ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના
અમદાવાદઃ ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બની છે. દર્શન ચૌહાણ નામના યુવકનું મોત થયુ છે. હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું. હોસ્પિટલમાં ગાડીમાંથી ઉતરતા યુવક ઢળી પડ્યો. 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
-
ભરૂચ: જંત્રીના નવા ભાવ સામે વિરોધ
ભરૂચ: જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી જોવા મળી રહી છે. ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તુણા ગામ ખાતે ખેડૂતોની મહત્વની બેઠક યોજાઈ. તુણા ગામ સહિત અનેક ગામમાં જંત્રીના દર ઘટી ગયા. જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કયા કારણસર ભાવ ઘટ્યા તે અંગે સવાલ છે. સમગ્ર મામલે ખેડૂતો કલેકટરને રજૂઆત કરશે.
-
રાજકોટઃ ચોટીલા નજીક અકસ્માતમાં ચારના મોત
રાજકોટઃ ચોટીલા નજીક અકસ્માતમાં ચારના મોત થયા છે. બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, તો 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પિતૃકાર્ય માટે સોમનાથ જતા હતા ત્યારે અકસ્માત થયો. મૃતકો લીંમડીના શિયાણી ગામના રહેવાસી છે.
ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે, રાષ્ટ્રપતિ મુર્મુ આજે સંયુક્ત સભાને સંબોધિત કરશે. કેન્દ્ર સરકાર આખું વર્ષ કરશે ઉજવણી. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનને લઈને મંથન..દેવેન્દ્ર ફડણવીસ દિલ્લીમાં. મુખ્યપ્રધાનના નામને લઈ આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. પાકિસ્તાનમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે ઘર્ષણ. ગોળીબાર, પથ્થરમારા અને આગચંપીમાં 150ના મોત થયા તો 156થી વધુ લોકો ઘાયલ થયા. બાંગ્લાદેશમાં ઇસ્કોન ધાર્મિક નેતા ચિન્મય દાસની ધરપકડ.. સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ કરવાનો આરોપ.. હિંદુઓના સમર્થનમાં યોજી હતી રેલી. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ વધુ વકર્યો. સરદારધામના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો.,., ખોડલધામના નરેશ પટેલના કહેવા પર PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો જયંતિ સરધારાનો આરોપ. પારડી દુષ્કર્મ કેસની તપાસમાં મોટો ખુલાસો.. આરોપી હત્યારો નીકળ્યો સિરિયલ કિલર.. 25 દિવસમાં 5 હત્યાને આપ્યો અંજામ.. ચાલુ ટ્રેનમાં હત્યાની મોડસ ઓપરેન્ડી..
Published On - Nov 26,2024 8:56 AM