સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના જાળવણી પાછળ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મોટો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલના જવાબમાં સરકારે ગૃહમાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે કુલ રૂ. 56,66,32,421 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પાયલોટ પાછળ રૂ. 28,08,25,262 ખર્ચ થયો છે. આ ઉપરાંત અન્ય સ્ટાફ પાછળ પણ છેલ્લા બે વર્ષમાં રૂ. 1,58,97,848નો ખર્ચ થયો છે. માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન ટેકનિકલ ક્ષતિને કારણે બે વખત ઉડાન રદ કરવાની ફરજ પડી હતી.
09 માર્ચના મહત્વના સમાચાર : પ્રેમમાં ભગ્ન થવાથી હતાશ થતા, બે યુવતીઓએ આત્મહત્યા કરીઃ પોલીસ
આજે 09 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 09 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પ્રેમમાં ભગ્ન થવાથી હતાશ થતા, બે યુવતીઓએ આત્મહત્યા કરીઃ પોલીસ
ડીંડોલીના આત્મીય સંસ્કારધામમાંથી કોલેજીયન યુવતીઓના મૃતદેહ મળવાનો મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે સાયન્ટિફિક, ઇલેક્ટ્રોનિક, મૌખિક સહિતના પુરાવા મેળવ્યા હતા. Acp નીરવ ગોહિલે જણાવ્યું કે, આત્મહત્યા કરનાર બંને દીકરીઓને અલગ અલગ બે યુવકો જોડે પ્રેમ સંબંધ હતો. એક દીકરી ત્રણ ચાર માસથી જ્યારે અન્ય બીજી દીકરી દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. જે બંને દીકરીઓનું યુવકો જોડે બ્રેકઅપ થયું હતું. પ્રેમ સંબંધમાં બ્રેકઅપ થવાના કારણે બંને દીકરીઓ હતાશ હતી. જેના કારણે બંને દીકરીઓએ આપઘાત કર્યા હોવાના પુરાવા પ્રાથમિક તપાસમાં પોલીસને મળ્યા છે. 7 માર્ચે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેની તપાસ પ્રારંભિક તબક્કામાં છે.
બંને દીકરીઓ 18 અને 20 વર્ષની છે, જેથી પોલીસ સહાનુભૂતિ પૂર્વક તપાસ કરી રહી છે. આ તપાસ ખૂબ જ સંવેદનશીલ છે. અમુક બાબતો જાહેર કરી શકાય તેમ નથી. પુરાવા ના આધારે બંને દીકરીઓના અલગ અલગ વ્યક્તિઓ જોડે પ્રેમ સંબંધ હતા. જે બ્રેકઅપ ના કારણે માઠુ લાગી આવતા પ્રેમ સંબંધમાં દીકરીઓએ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મૌખિક પુરાવા મળ્યા છે અને સ્વતંત્ર નિવેદનો પણ લેવાયા છે. જે વ્યક્તિઓ જોડે પ્રેમ સંબંધ હતો તેઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પોલીસને મળ્યા છે. જે વ્યક્તિઓ જોડે પ્રેમ સંબંધ હતો અને બ્રેકઅપ થયું છે તેમણે આ વાત બંને વ્યક્તિઓએ સ્વીકારી છે.
-
કુખ્યાત ગુનેગારનો પોત્રે GLS કોલેજ બહાર થાર કારમાં કરી તોડફોડ
અમદાવાદ શહેરની GLS કોલેજ બહાર થાર કારમાં તોડફોડ કરાઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. બૂટલેગર કિશોર લંગડાના પોત્ર દ્વારા ગાડીમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ લગાવાયો છે. આદિત્ય નામના યુવકે કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડ ફોડ કરી હોવાનો આરોપ છે. જેની ઉપર આરોપ લાગી રહ્યો છે તેણે થોડા સમય પહેલા શાહીબાગમાં અકસ્માત કરેલ. મોપેડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ થયેલ. નવરંગપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે.
-
-
ચૈત્ર નવરાત્રીમાં પાવાગઢ કાલિકા માતાજીનુ મંદિર સવારના 6થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે, ખાસ તિથિએ સવારના 5થી રાતના 8 સુધી દર્શન કરી શકાશે
પંચમહાલ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામપાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રી દરમિયાન કાલિકા માતાજી મંદિરના દર્શનનો સમય જાહેર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા આવનાર ચૈત્ર નવરાત્રી નિમિત્તે પાવાગઢ મંદિરમાં દર્શન સમયમાં કરાયો ફેરફાર. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ 17 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 દરમિયાન માતાજીના દર્શન માટે મંદિરના દ્વારા સામાન્ય દિવસોમાં સવારના 6:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે. જ્યારે ખાસ તિથિઓ એટલે કે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમના દિવસે ભક્તો માટે મંદિર સવારના 5:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે.
-
રેન્જ આઈજીની અસર ! ગોંડલમાં આડેઘડ વાહનો પાર્ક કરનારા સામે પોલીસ કાર્યવાહી
રાજકોટના ગોંડલમાં જાહેર માર્ગ પર આડેધડ પાર્કિંગ કરનારા ચાલકો સામે પોલીસની લાલ આંખ. પોલીસે BNS હેઠળ ગુના નોંધી વાહનો કર્યા જપ્ત. રેલવે સ્ટેશન રોડ પર બેજવાબદાર રીતે વાહનો પાર્ક કરનારા વાહન ચાલકો સામે ગોંડલ પોલીસે કડક કાર્યવાહી કરી. પોલીસે અલગ અલગ ગુન્હામાં ત્રણ ટેમ્પો ટ્રાવેલર જપ્ત કરવામાં આવ્યા. સ્થળ પર તપાસ કરતા આ ટેમ્પોના ચાલકો કે માલિકો હાજર મળી આવ્યા ન હતા. પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે, ગોંડલ બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચાલકો, માલિકો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેનને શામળાજી રોડ સ્ટેશને સ્ટોપેજ ફાળવાયું
અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. શામળાજી રોડ સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ ફાળવાયું છે. ઉદયપુર-અસારવા વંદેભારત ટ્રેન શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપ કરશે. સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરી હતી રજૂઆત. સાંસદની રજૂઆતને લઈ શામળાજી સહિત અરવલ્લી જિલ્લાને મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે. રાજસ્થાન સહિતના શામળાજીના ભક્તોને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
-
-
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ મંગળવારે લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર બોલી શકે છે
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે લોકસભામાં, અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવા માટેના પ્રસ્તાવ પર બોલે તેવી શક્યતા છે. ગૃહમંત્રી આવતીકાલે સાંજે લોકસભાની ચર્ચાના અંતે જવાબ આપે તેવી શક્યતા છે. લોકસભાના સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર આવતીકાલે લોકસભામાં ચર્ચા થાય તેવી શક્યતા છે. વિપક્ષના હોબાળાને કારણે આજે ચર્ચા થઈ શકી નથી. સરકાર વતી ચર્ચાની શરૂઆતમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ બોલશે.
-
સંસદમાં સાંસદે પુછ્યું ગુજરાત અને મહેસાણામાં સ્ટેડિયમ ક્યારે કાર્યરત થશે, મંત્રીએ કહ્યું- રાજ્ય સરકારનો મુદ્દો છે
મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં ઉઠાવ્યો રમતગમત સ્ટેડિયમનો મુદ્દો. ઉત્તર ગુજરાત અને મહેસાણામાં નવા સ્ટેડિયમના નિર્માણ અંગે પૂછ્યો પ્રશ્ન. છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ મામલે સરકાર પાસે માંગી માહિતી. નવા સ્ટેડિયમ ક્યાં સુધીમાં બનશે તે અંગે પણ સાંસદે કર્યો સવાલ. રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ લોકસભામાં આપ્યો સવિસ્તાર પ્રત્યુત્તર. રમતગમત રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમ બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે તેમ રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની દરખાસ્તના આધારે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડે છે. ‘ખેલો ઇન્ડિયા’ અને ‘NSDF’ યોજના હેઠળ માંગ-આધારિત ભંડોળ ફાળવવામાં આવે છે.
-
હળવદના વેગડવાવ ગામે ખેતરમાં લાગી આગ, મોટાભાગનો મોલ સળગી ગયો
મોરબીના હળવદના વેગડવાવ ગામે ખેતરમાં લાગી આગ. ખેતરમાં ઘઉંના ઊભા મોલમાં આગ લાગી. આગને કારણે ખેતરમાં મોટાભાગનો મોલ સળગી ગયો. ખેડૂત અને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવા પ્રયત્નો કર્યા. ખેતર પરથી પસાર થતા વીજવાયરમાંથી તણખો પડ્યો હોવાથી આગ લાગ્યાનું ખેડૂતોનું અનુમાન.
-
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં 38 કરોડનો દારુ ઘૂસાડાયોઃ ખેડાવાલા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના જવાબમાં જણાવાયુ છે કે, આજે વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવે છે. 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો છે. સરકારે આપેલા આંકડા ચોંકાવનારા છે. આ ગાંધીના ગુજરાતમાં કાગળ પણ દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટ આપવામાં આવી છે. મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસી જાય છે. બોર્ડર પર sp અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ. સરકારે આપેલી માહિતી માત્ર બોર્ડર પરથી પકડાયેલો દારૂની વિગત છે એના સિવાય મોટા પ્રમાણ માંગુજરાત માં દારૂ ઘુસી ગયો હશે.
-
રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા અને ઘઉંની મબલક આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા અને ઘઉંની સીઝનમાં રેકોર્ડબ્રેક આવક નોંધાતા યાર્ડ ઉભરાઈ ગયું છે. અંદાજે ૨.૫૦ લાખ ગુણી ધાણા અને લગભગ ૧ લાખ કટ્ટા ઘઉંની આવક નોંધાઈ છે. ધાણાના એક મણના ભાવ રૂપિયા ૧૦૦૦થી ૨૨૦૦થી વધુ બોલાયા હતા, જ્યારે ટેકાના ભાવે ધાણાનો એક મણ રૂપિયા ૧૧૫૦થી ૨૪૦૦થી વધુ સુધી પહોંચ્યો હતો. બીજી તરફ ઘઉંના એક મણના ભાવ રૂપિયા ૪૩૦થી ૬૩૦ સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે આવકને કારણે માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા જાળવવા માટે આગામી જાહેરાત સુધી ધાણા અને ઘઉંની નવી આવક તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ અધધ ખર્ચ
-
રાજકોટઃ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાય સંભાળશે ચાર્જ
રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે Nirlipt Rai ચાર્જ સંભાળશે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એકશન મોડમાં જોવા મળ્યા છે. રેન્જના જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કર્યા બાદ તેઓ સીધા ગોંડલ જવાના છે, જ્યાં પોલીસકર્મીઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે. તેમની ગોંડલ મુલાકાતને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. અગાઉ તેમની બદલીનો ઓર્ડર આવ્યો ત્યારે ગોંડલમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ હતી. કડક અને કાર્યક્ષમ અધિકારી તરીકે ઓળખ ધરાવતા નિર્લિપ્ત રાયની મુલાકાતને કારણે ગોંડલમાં ફરીથી ચર્ચાઓનું વાતાવરણ બન્યું છે.
-
વડોદરા: ભાજપનું સંગઠન જાહેર થતા રાજનીતિમાં ગરમાવો
-
મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પરથી 2 વર્ષમાં 38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો
મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પરથી છેલ્લા બે વર્ષમાં 38 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. સરહદી ચેકપોસ્ટ પરથી કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો અને 1,56,265 બીયરની બોટલો પકડી આવ્યા છે, જેમાં દારૂની અંદાજિત કિંમત રૂ. 3,38,89,31,117/- અને બીયરના જથ્થાની કિંમત રૂ. 3,33,13,915/- છે. આ ઘટનામાં અત્યાર સુધી 1018 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે 141 દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ હજી પકડવાના બાકી છે. ગૃહમાં, કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર ગૃહમંત્રીએ આ તમામ કાર્યવાહી અંગે વિગતવાર જવાબ આપ્યો.
-
બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો
બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો અને રાજ્યમંત્રી નરેશ પટેલે આ પ્રસંગે દુઃખ વ્યક્ત કર્યું છે. બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું હોવાનું જણાવાતા તેમણે કહ્યું કે, “મને બે દિવસ સુધી ઊંઘ ન આવી.” આ ઉપરાંત તેમણે આદેશ આપ્યો કે, આદિવાસીઓના નામે મત માંગતા લોકોએ એક પણ શબ્દ બોલ્યો નથી, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
-
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હાઇકોર્ટ પરિસરમાં BDDS ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ : નવરંગપુરા સ્થિત ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બની ધમકી
અમદાવાદ : નવરંગપુરા સ્થિત ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. કોર્ટને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવાયું.
-
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને નિમણૂક કરી.
-
રાજકોટમાં તમાકુ અંગે શિક્ષકોને દંડ અંગેના પરિપત્રને લઈને રાજ્યભરમાં વિરોધ
રાજકોટમાં તમાકુ-ગુટકા નિયંત્રણને લઈને શિક્ષકોને દંડના પરિપત્રની વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. મહિસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના DDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળાની આસપાસ તમાકુ અને ગુટકા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નિષ્ફળ રહી શકે તે ગંભીરતાથી જોતા પરિપત્રને બહાર પાડવામાં આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. DDO દ્વારા પરિપત્ર પાછો ખેંચવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગ સામે હવે રાજયભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
-
ઇરાન યુદ્ધને કારણે ભારતીય શેરબજાર ફરી કડડભૂસ
ઇરાન યુદ્ધને કારણે ભારતીય શેરબજાર ફરી કડડભૂસ થયો છે. સેન્સેક્સમાં 2 હજારથી વધુ પોઇન્ટનો કડાકો થયો છે. તો નિફ્ટી પણ 630 પોઇન્ટ તૂટ્યો.
-
ઈરાનના તહેરાનમાં ઓઈલ સ્ટોરેજની આગને કારણે ધુમાડાના વાદળ ભારત પહોંચવાની શક્યતા
ઈરાનના તહેરાનમાં ઓઈલ સ્ટોરેજની આગને કારણે ધુમાડાના વાદળો બન્યા છે. ધુમાડાના વાદળોની અસર ભારત પર પણ પડે તેવી શક્યતા છે. વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધ્યા. ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ સુધી અસર દેખાય તેવી શક્યતા છેે.
-
યુદ્ધને કારણે એશિયાના બજારોમાં ભારે કડાકો
યુદ્ધની પરિસ્થિતિને કારણે એશિયાના શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જાપાન, કોરિયા અને મલેશિયા સહિતના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નીક્કી ઈન્ડેક્સ લગભગ 7 ટકા તૂટી ગયો છે, જ્યારે તાઈવાનનો ઈન્ડેક્સ પણ આશરે 6 ટકા ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લગભગ સાડા સાત ટકા જેટલો તૂટી ગયો છે. આ વૈશ્વિક પરિસ્થિતિના અસરથી ભારતીય શેરબજારમાં પણ ભારે કડાકો બોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
રાજકોટઃ ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્નીને સ્થાન
રાજકોટમાં ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને શહેર કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર પ્રમુખ દ્વારા શહેર કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંજલિ રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિશેષ આમંત્રિતોની યાદીમાં વિજય રૂપાણીના અંગત નિતીન ભારદ્રાજનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેર કારોબારીમાં 18 વોર્ડ પ્રભારી અને 70 કારોબારી સભ્યોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
-
અમરેલી: રાજુલા પોલીસે બેંગ્લોરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસે બેંગ્લોરમાં સફળ ઓપરેશન પાર પાડીને 19 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર રહેલા આરોપી બાબુ કાતરિયાની ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી કાયદાની નજરથી બચવા માટે વારંવાર મોબાઈલ નંબર બદલતો અને અલગ-અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો, પરંતુ રાજુલા પોલીસે ટેકનિકલ માહિતીના આધારે બેંગ્લોરમાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આ સફળ કામગીરી બદલ ઉપરી અધિકારીઓએ રાજુલા પોલીસની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે.
-
આજથી બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ
આજથી બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થશે. સંસદનું બીજું સત્ર પણ તોફાની બની રહેવાની શક્યતા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. સંખ્યા બળ ન હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષોની હાર નિશ્ચિત છે. વિપક્ષો ઇરાન યુદ્ધ, બંગાળમાં SIR સહિતના મુદ્દે હોબાળો કરી શકે છે.
-
અમદાવાદઃ શેલામાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં ચોરી
અમદાવાદઃ શેલામાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં ચોરી થઇ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ જૈનમ જ્વેલર્સમાં ચોરી કરી. 1.48 લાખની બે સોનાની બુટ્ટીઓ ચોરી મહિલાઓ ફરાર થઇ છે. શંકાસ્પદ મહિલાઓ સીસીટીવીમાં કેદ થઇ છે.
-
વિદેશ મંત્રી જયશંકર આજે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સંસદમાં નિવેદન આપશે
વિદેશ મંત્રી એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સંસદમાં નિવેદન આપશે. તેઓ લગભગ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે. તેઓ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ કરશે.
-
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અજમેરમાં ઉજવણી, ફટાકડાથી દુકાનમાં આગ લાગી
વર્લ્ડ કપ જીતની ઉજવણી માટે ફટાકડા ફોડવા દરમિયાન અજમેરના કેસરગંજમાં ગણપતિ મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ભીષણ આગ લાગી. દુકાનદારે મેચનું પ્રસારણ કરવા માટે દુકાનની નીચે LED લગાવ્યા હતા. મોટી ભીડને કારણે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, અને આ ફટાકડાથી દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
-
સૂર્યકુમાર યાદવે અમદાવાદના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ અમદાવાદના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી.
#WATCH | Gujarat | Team India Skipper Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #icct20worldcup2026 pic.twitter.com/QoCBEa6vPm
— ANI (@ANI) March 8, 2026
Published On - Mar 09,2026 7:24 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?