26 જૂનના મહત્વના સમાચાર : હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, હજુ પણ 206 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:11 AM

આજે 26 જૂન સોમવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 જૂનના મહત્વના સમાચાર : હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, હજુ પણ 206 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ

આજે 26 જૂન સોમવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jun 2023 11:47 PM (IST)

    સુરતમાં ભાઈએ, લગ્નમંડપમાં ફેરા ફરતી બહેન પર કર્યો ચપ્પુથી કર્યો હુમલો

    સુરતના આરડી ફાટક નજીક આવેલી રામેશ્વર સોસાયટીમાં ભાઈએ જ તેની બહેન ઉપર ચપ્પુથી હિચકારો હુમલો કર્યો છે. લગ્નમંડપમાં ફેરા ફરતી બહેન ઉપર ભાઈ ચપ્પુ લઈને તુટી પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બહેનને, લગ્ન બાદ સાસરે જવાને બદલે હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

  • 26 Jun 2023 11:41 PM (IST)

    મુંબઈ-દિલ્હી ફ્લાઈટમાં સીટ પર શૌચ અને પેશાબ કરતો મુસાફર, એરપોર્ટ પર ધરપકડ

    હવાઈ ​​મુસાફરી દરમિયાન યાત્રીઓની એવી હરકતો સામે આવે છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરનો મામલો એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઈટનો છે, જેમાં એક યુવકે વિમાનમાં સીટ પાસે શૌચ અને પેશાબ કર્યો હતો. તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

  • 26 Jun 2023 10:41 PM (IST)

    Gujarat News Live: વધુ પેન્શન મેળવવા હવે 11 જુલાઈ સુધી કરી શકાશે અરજી

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠની કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વધુ પેન્શનના દાવેદારો માટે રાહતના સમાચાર છે. જો આવા પાત્ર કર્મચારીઓ 26 જૂનની છેલ્લી તારીખ સુધી વધુ પેન્શન માટે અરજી કરી શક્યા નથી, તો હવે તેમની પાસે વધુ 15 દિવસ છે. EPFOએ ઉચ્ચ પેન્શન મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂનને બદલે હવે 11 જુલાઈ સુધી લંબાવી છે.

  • 26 Jun 2023 10:08 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે 147 તાલુકામાં મેઘમેહર

    ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન ગુજરાતના 250માંથી 147 તાલુકામા મેઘમહેર થવા પામી છે. આજે દિવસ દરમિયાન વરસેલા વરસાદ પૈકી 11 તાલુકામાં બે ઈંચ, 30 તાલુકામાં એક ઈંચ કરતા વઘુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો છે. જ્યા સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. તો ખેડા જિલ્લાના નડિયાદ અને મહેમદાવાદમાં સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 26 Jun 2023 10:02 PM (IST)

    Gujarat News Live : ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલ ઈડન ગાર્ડન્સ અથવા વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ શકે છે

    ICC વર્લ્ડ કપ 2023ને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. વિશ્વકપ શરૂ થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેમી ફાઈનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સ અથવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

  • 26 Jun 2023 08:15 PM (IST)

    Gujarat News Live : GUVNL કર્મચારીઓનું 28મીથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન, 27 જૂને કર્મચારીઓ જશે માસ CL પર

    GUVNL મેનેજમેન્ટ અને વીજ કર્મચારીઓ વચ્ચેની મંત્રણા પડી ભાંગી છે. વીજ કંપનીના કર્મચારીઓએ 28 મીથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું છે. આવતીકાલે 27 મીએ તમામ વીજ કર્મીઓ માસ સીએલ પર જશે. ગાંધીનગર વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં GUVNL મેનજમેન્ટ તરફથી ડાયરેકટર એડમીન રવિશંકર, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે, GUVNL ના એચ આર વિભાગના જીએમ જે ટી રાય સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નો પૈકી 4 મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ એક પણ મુદ્દા પર હકારાત્મક અભિગમ નહીં બતાવતા વીજ કંપનીઓના વિવિધ યુનિયનોની સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આગામી 28મીથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

  • 26 Jun 2023 06:56 PM (IST)

    Gujarat News Live : કલોલમાં કોલેરાના 116 શંકાસ્પદ કેસ

    અસરગ્રસ્ત વિસ્તારમાં 2640 ઘરોમાં 9445 લોકોનો સર્વે હાથ ધરાયો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ORS પેકેટ, ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કલોલની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.

  • 26 Jun 2023 06:07 PM (IST)

    Gujarat News Live: દેવગઢ બારિયાના રમતગમત હોસ્ટેલના 30 બાળકોને થયું ફુડ પોઇઝનીંગ

    દેવગઢબારિયાના રમતગમત હોસ્ટેલમાં 30થી વધુ બાળકોને રાત્રિના સમયે ફુડ પોઇઝનની અસર થઈ હતી. બાળકોને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કર આવતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ફુડ પોઈઝનીંગનો ભોગ બનેલા બાળકો પૈકી કેટલાક બાળકોને રાત્રિના સમયે સારવાર કરાવી તો કેટલાક બાળકોને આજે વહેલી સવારે સારવાર અર્થે હોસ્પિટલ લવાયા હતા. જો કે હોસ્ટેલ કર્મી અને જિલ્લા રમત વિકાસ અધિકારીએ ફૂડ પોઈઝનીગ નહી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવાર હોવાથી બાળકોને 2 કલાક રજા આપવામાં આવી હતી અને બાળકોએ બહારનું ખાધુ હોવાનુ કહ્યું હતું. હાલ તમામ બાળકોની તબિયત સારી હોવાનુ જણાવાયું છે.

  • 26 Jun 2023 05:43 PM (IST)

    અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાતા અવર-જવરને અસર

    રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદ (Ahmedabad Rain) માં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો મીઠાખળી અંડરપાસ વરસાદી પાણીને લઈ બંધ કરી દેવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ જવા પામતા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. અંડર પાસ અમદાવાદમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાને લઈ બંધ થઈ જતા હોય છે.

  • 26 Jun 2023 05:16 PM (IST)

    Gujarat Rain : ખેડાના નડિયાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી

    ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબાણમાં ગયા છે. ત્યારે ખેડાના નડિયાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંક કરી. ભારે વરસાદને કારણે નડિયાદ શહેરમાં હાલ બેહાલ થયા છે.

    સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. એટલું જ નહીં શહેરના ચારેય ગરનાળા પાણીમાં ડૂબી ગયા છે. વૈશાલી, ખોડિયાર, શ્રેયસ અને માઈ મંદિર ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. જેને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યાં છે. તો કેડસમા પાણી ભરાતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 26 Jun 2023 04:52 PM (IST)

    મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

    ખેડા જિલ્લામાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મહેમદાવાદ (Mahemdavad Rain) અને નડીયાદ (Nadiad rain) માં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મહેમદાવાદમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નડીયાદમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદમાં સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લઈ નડીયાદ અને મહેમદાવાદમાં રસ્તાઓ પર પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • 26 Jun 2023 04:29 PM (IST)

    Gujarat News Live: હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, હજુ પણ 206 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ આવતાની સાથે જ તબાહી મચાવી દીધી છે. રાજ્યભરમાં ચોમાસાનો કહેર જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યના જાહેર બાંધકામ વિભાગને અત્યાર સુધીમાં રૂ.27 કરોડનું નુકસાન થયું છે.

  • 26 Jun 2023 04:02 PM (IST)

    Opposition Unity: વિપક્ષની એકતા પર AAP અને કોંગ્રેસ આમને-સામને, અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ

    પટનામાં મહાગઠબંધનની બેઠક થઈ છે ત્યારથી વિપક્ષી પાર્ટીઓ સતત એકબીજા પર પ્રહાર કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે છત્રીસનો આંકડો દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી 23 જૂને મળેલી બેઠક બાદથી કડક વલણ દાખવી રહી છે અને દિલ્હી સંબંધિત કેન્દ્રના વટહુકમને લઈને કોંગ્રેસ (Congress) પર પ્રહારો કરી રહી છે. AAPના આ સ્ટેન્ડ પર કોંગ્રેસ પણ ચૂપ નથી. હવે સુત્રો પાસેથી એવી માહિતી પણ આવી રહી છે કે ખુદ રાહુલ ગાંધી પણ આમ આદમી પાર્ટીના વલણથી નારાજ છે.

    સૂત્રોનું કહેવું છે કે પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ છે. રાહુલ ગાંધીનું માનવું છે કે પંજાબ અને દિલ્હીના કોંગ્રેસ એકમોના વિરોધ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે આમ આદમી પાર્ટી માટે નરમ વલણ અપનાવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓના નિવેદનો અને અરવિંદ કેજરીવાલનું વલણ જણાવે છે કે કોંગ્રેસના રાજ્ય એકમોની સલાહને અવગણી શકાય નહીં.

  • 26 Jun 2023 03:46 PM (IST)

    અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં SMCના દરોડા, લાખોના મુદ્દામાલ સહિત 2ની ધરપકડ

    રાજ્યમાં ચોપડાના પાને તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ગામતીપુર વિસ્તારમાંથી દારુ ઝડપી પાડ્યો છે. દારુ છુપાવવા માટે આરોપીએ બેડરૂમમાં ભોયરૂ બનાવ્યુ હતુ. આ ઉપરાંત આરોપીએ દારુ છુપાવવા માટે રસોડામાં પણ વ્યવસ્થા કરી હતી. SMCએ બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. અને પોણા પાંચ લાખના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

  • 26 Jun 2023 03:23 PM (IST)

    અમદાવાદ: વરસાદના કારણે પાણી ભરતા મીઠાખળી અંડર બ્રિજ બંધ કરાયો

    અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે પાણી ભરતા મીઠાખળી અંડર બ્રિજ બંધ કરાયો છે. અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો. એક થી દોઢ ઈંચ વરસાદમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય તો કેવી કામગીરી કરી.

  • 26 Jun 2023 03:17 PM (IST)

    Manipur Violence: પીએમ મોદીએ અમેરિકાથી પરત ફરતાની સાથે જ મણિપુરને લઈ મોરચો સંભાળ્યો

    અમેરિકા અને ઈજિપ્તનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મણિપુર હિંસા અંગે મોરચો સંભાળ્યો છે. રવિવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોમવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ગૃહમંત્રીએ વડાપ્રધાનને હિંસા પ્રભાવિત રાજ્યની તાજેતરની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરના સીએમ એન બિરેન સિંહને બરતરફ કરવાની માંગ કરી છે.

  • 26 Jun 2023 02:49 PM (IST)

    Dwarka Rain: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

    ચોમાસાના આગમન બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા, મોટીખોખરીમાં વરસાદ પડયો છે. શહેરના સોની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જોધપુરગેટ, નગરગેટ, લુહાર શાળ, મોચી શાળામાં પાણી ભરાયા છે. ચોમાસાની શરુઆતના વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 26 Jun 2023 02:15 PM (IST)

    Bengal Panchayat Election 2023: બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપીશું- શુભેંદુ અધિકારી

    પશ્ચિમ બંગાળમાં (West Bengal) પંચાયત ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. બંગાળમાં વિપક્ષના નેતા અને નંદીગ્રામના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ પંચાયત ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટું વચન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો રાજ્યની મહિલાઓને 500 રૂપિયાના બદલે 2000 રૂપિયા આપવામાં આવશે, જોકે ટીએમસીના નેતાઓએ બીજેપી નેતાના નિવેદન પર પ્રહારો કર્યા છે.

  • 26 Jun 2023 01:49 PM (IST)

    Ahmedabad Rain : ભારે પવન સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ મહેર

    અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. સોલા, ગોતા, ગુજરાત હાઇકોર્ટ (Gujarat high Court) પાસે ભારે વરસાદ ખાબક્યો છે. તો સાયન્સ સિટી, પકવાન, ઇસ્કોનમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જો કે એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

  • 26 Jun 2023 01:20 PM (IST)

    Vande Bharat Express: દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

    દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે. તેનાથી વિવિધ રાજ્યોના લોકોને ફાયદો થશે. પીએમ મોદી મંગળવારે 5 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. આ અઠવાડિયે જે 5 ટ્રેનો શરૂ થવા જઈ રહી છે, તેમાંથી એક ટ્રેન બિહારને મળવા જઈ રહી છે. આ ટ્રેનોને આજે જ રેકમાંથી બહાર કાઢીને રાંચી લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

  • 26 Jun 2023 12:54 PM (IST)

    Surat Monsoon News: સુરતના બારડોલી, કામરેજ,પલસાણા,મહુવા, માંગરોળમાં વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઇ

    સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત (Surat) શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. સુરત જિલ્લામાં ચોમાસું સક્રિય થયું છે. શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ગઈકાલ મોડી સાંજથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

  • 26 Jun 2023 12:36 PM (IST)

    અમેરિકા-ઈજિપ્તથી પરત ફર્યા બાદ PM મોદીની મહત્વની બેઠક, ગૃહમંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હાજર

    અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસેથી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હાજર છે.

  • 26 Jun 2023 12:21 PM (IST)

    Uttarakhand: ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત, CM ધામીએ એલર્ટ જાહેર કરી અધિકારીઓને સુરક્ષા વધારવા આપ્યા આદેશ

    Kedarnath: દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યુ છે. ત્યારે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી રૂદ્રપ્રયાગમાં વરસાદને કારણે સુરક્ષા વધારી દેવામાં આવી છે તેમજ વરસાદમાં ખાસ તકેદારી રાખવામાં પણ આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે કેદારનાથ યાત્રા પર પહોંચેલા મુસાફરોને સોનપ્રયાગમાં જ રોકી દેવામાં આવ્યા છે.

  • 26 Jun 2023 11:55 AM (IST)

    PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, મણિપુર અંગે આપી શકે છે માહિતી

    ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસ પરથી મોડી રાત્રે પરત ફર્યા છે. તે મણિપુરની સ્થિતિ અંગે પીએમને માહિતી આપી શકે છે.

  • 26 Jun 2023 11:24 AM (IST)

    Monsoon 2023: ચોમાસાના આરંભે જ વલસાડ જિલ્લામાં જળબંબાકાર, અનેક વિસ્તાર થયા જળમગ્ન

    Valsad : ગુજરાતમાં ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ ચુક્યુ છે. ગઇકાલથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની (Rain ) શરુઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરગામમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઉમરગામ પાવર હાઉસ નજીકના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પહેલા જ વરસાદમાં અહીં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. પહેલા વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે.

  • 26 Jun 2023 10:36 AM (IST)

    Mumbai Rains: ચોમાસા પહેલાના જ વરસાદમાં મુંબઈ પાણી પાણી, 2 દિવસમાં 6ના મોત, ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી !

    મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે રાજધાની મુંબઈ (Mumbai Weather))માં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસમાં શહેરમાં વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે. મુંબઈના ઘાટકોપરમાં વરસાદને કારણે ત્રણ માળના મકાનનો પહેલો માળ જમીનમાં ધસી ગયો હતો. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે વિલે પાર્લેમાં બાલ્કની પડતાં બે લોકોના મોત થયા હતા. આ સિવાય 2 અન્ય લોકોના મોતના સમાચાર છે.

  • 26 Jun 2023 10:34 AM (IST)

    મુંબઈની સેન્ટ્રલ લાઇનની લોકલ સેવા ખોરવાઈ, માલગાડી ટ્રેન અટકી પડી

    મુંબઈની સેન્ટ્રલ લાઇનની લોકલ સેવા ખોરવાઈ ગઈ છે. બદલાપુરથી અંબરનાથ વચ્ચે ગુડ્ઝ ટ્રેન રોકાઈ. એન્જિનમાં ખામી સર્જાતા ગુડ્ઝ ટ્રેન બંધ થઈ ગઈ. બદલાપુરથી અંબરનાથ વચ્ચે લોકલ ટ્રેનની અવરજવર બંધ.

  • 26 Jun 2023 09:56 AM (IST)

    Rajkot: રેસકોર્ષ ખાતે 14 વર્ષીય કિશોરે સર્જ્યો અકસ્માત, પુર ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા 2 લોકો ઈજાગ્રસ્ત

    રાજકોટના રેસકોર્ષ ખાતે 14 વર્ષીય કિશોરે અકસ્માત સર્જ્યો છે. પુર ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિલ્સ બનાવવાની ધેલછામાં કારની સ્પીડ 100થી પણ વધારે હતી. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. કારચાલક કોણ છે અને કિશોરને કાર કોણે આપી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. જો કે સદ્દનસીબે મોટો અકસ્માત થતા અટકી ગયો છે.

  • 26 Jun 2023 09:06 AM (IST)

    ગાંધીનગર: આવતીકાલે 11 વાગે PM દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને કરશે સંબોધન

    1. 2024 ચૂંટણી પહેલા PMનું કાર્યકર્તાઓને પ્રથમ વર્ચ્યુઅલ સંબોધન
    2. આવતીકાલે 11 વાગે PM દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને કરશે સંબોધન
    3. ગુજરાતમાં 51000થી વધુ બુથમાં કાર્યકર્તાઓ જોડાશે
    4. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, CM, સરકારના મંત્રી, MLA, ભાજપ પ્રદેશના હોદ્દેદારો પણ અલગ અલગ બુથથી જોડાશે
    5. 9 સાલ બેમિસાલ હેઠળ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યુ છે કેમ્પઈન
  • 26 Jun 2023 08:57 AM (IST)

    Gujarat Rains: ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર

     weather News : ચોમાસાનો (Monsoon 2023) સત્તાવાર ગુજરાતમાં થઈ ગયો છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાંથી 25 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાટણ અને વેરાવળમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, ધોરાજીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • 26 Jun 2023 08:30 AM (IST)

    ટેરર ફંડિંગ કેસઃ જમ્મુ-કાશ્મીરના 7 જિલ્લામાં NIAના દરોડા

    જમ્મુ-કાશ્મીરમાં 7 સ્થળો પર NIAના દરોડા યથાવત છે. NIA ટેરર ​​ફંડિંગ કેસમાં આ કાર્યવાહી કરી રહી છે. શોપિયાં, પુલવામા, બાંદીપોરા અને કુલગામ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે.

  • 26 Jun 2023 08:18 AM (IST)

    Gujarat News Live: મહેસાણામાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી સકંજામાં

    Mehsana : મહેસાણાના કડીમાં (Kadi) યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ બર્બરતા આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરનાર યુવક આર્યન ચાવડા ઘટનાના 24 કલાકમાં જ ઝડપાયો છે. પોલીસે કડીના કરણનગર વિસ્તારમાંથી આર્યન ચાવડાની ધરપકડ કરી છે. યુવતી સાથે બનેલી ઘટના સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય છે. 8 મહિના પહેલા આરોપી આર્યન અને વિરમગામની યુવતીએ બંનેના પરિવારજનોની સમજૂતિથી મૈત્રી કરાર કર્યો હતો.

  • 26 Jun 2023 07:41 AM (IST)

    ઓડિશા: ગંજમમાં બસ અકસ્માત, 10 લોકોના મોત, 8 ઘાયલ

    ઓડિશાના ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમકેસીએચ મેડિકલ કોલેજ, બેરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 26 Jun 2023 07:04 AM (IST)

    સિરિયામાં આ વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો, 13 લોકોના મોત

    રશિયાના હવાઈ હુમલામાં સિરિયાના 13 લોકોના મોત થયા છે. યુદ્ધ પર નજર રાખી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગઈ કાલે રવિવારે વિદ્રોહીઓના કબજા હેઠળ રહેલા ઉત્તર પશ્ચિમી સિરિયામાં રશિયાના હવાઈ હુમલામાં 13 લોકોના મોત થયા છે. આ હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મૃતકોમાં ઓછામાં ઓછા 9 નાગરિકોનો સામેલ છે, જેમાં 2 બાળકોનો સમાવેશ થાય છે.

  • 26 Jun 2023 06:30 AM (IST)

    Gujarat News Live: રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ, આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા

    • રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ
    • માધાપર ગામે આવેલા આજી 2 ડેમમાં પાણીની આવક
    • ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા
    • પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી

Published On - Jun 26,2023 6:29 AM

Follow Us:
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
g clip-path="url(#clip0_868_265)">