Gujarati Video: વલસાડમાં રખડતા ઢોરે વૃદ્ધ રાહદારીને લીધા અડફેટે, ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
અવારનવાર રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ( stray cattle ) જોવા મળે છે. આવી જ એક ઘટના વલસાડમાં પણ જોવા મળી છે. જેના સીસીટીવી સામે આવ્યા છે. વલસાડના ઘડોઈ ફાટક પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળ્યા હતા.
Valsad : અવારનવાર રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ( stray cattle ) જોવા મળે છે. આવી જ એક ઘટના વલસાડમાં પણ જોવા મળી છે. જેના સીસીટીવી સામે આવ્યા છે. વલસાડના ઘડોઈ ફાટક પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળ્યા હતા. રાહદારીને રખડતા પશુએ અડફેટે લેતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકો દ્વારા રખડતા ઢોર પર અંકુશ લાવવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ અગાઉ આવી જ એક ઘટના વડોદરામાં જોવા મળી છે. વડોદરામાં પણ રખડતા ઢોરે ન્યુ અલકાપુરી વિસ્તારના વૃદ્ધનું ઢોરની અડફેટે લેતા મોત થયુ હતુ.
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
