AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, બદમાશોના 12 બંકર કર્યા નષ્ટ, હિંસા ભડકાવતા 135ની ધરપકડ

રવિવારને મોડી રાત સુધીમાં સુરક્ષા દળોએ બદમાશોના 12 બંકરો નષ્ટ કર્યા હતા. અપરાધીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં આ બંકરો બનાવ્યા હતા. આ બાબતે એક નિવેદન જાહેર કરીને મણિપુર પોલીસે કહ્યું કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળે સંયુક્ત રીતે તામેનલોંગ, પૂર્વ ઇમ્ફાલ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન મુજબ બદમાશોના 12 બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા.

Manipur Violence: મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, બદમાશોના 12 બંકર કર્યા નષ્ટ, હિંસા ભડકાવતા 135ની ધરપકડ
Major action of police in Manipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:45 AM
Share

Manipur News: મણિપુરમાં (Manipur) ફાટી નીકળેલી હિંસાને હવે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તેમની તેમ જ છે. હજુ પણ ઘણા વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. તાજેતરમાં એક મંત્રીના ગોડાઉનમાં કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા આગ લાગાવવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં 2-3 દિવસ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરક્ષા દળો બદમાશોને કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બદમાશોના 12 બંકર નષ્ટ

ત્યારે આ પ્રયાસ હેઠળ, રવિવારેને મોડી રાત સુધીમાં સુરક્ષા દળોએ બદમાશોના 12 બંકરો નષ્ટ કર્યા હતા. અપરાધીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં આ બંકરો બનાવ્યા હતા. આ બાબતે એક નિવેદન જાહેર કરીને મણિપુર પોલીસે કહ્યું કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળે સંયુક્ત રીતે તામેનલોંગ, પૂર્વ ઇમ્ફાલ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશન મુજબ બદમાશોના 12 બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન દરમિયાન સાહુમફાઈ ગામના ડાંગરના ખેતરમાંથી પોલીસના જવાનોને ત્રણ 51 એમએમ મોર્ટાર અને ત્રણ 84 એમએમ મોર્ટાર શેલ મળી આવ્યા હતા. આ ઉપરાંત કાંગવાઈ અને એસ કોટલિયા ગામની વચ્ચે ડાંગરના ખેતરમાંથી પણ એક આઈઈડી મળી આવ્યો છે.

દંગા ફેલાવવા બદલ 135ની ધરપકડ

હિંસા બાદથી મણિપુરની સ્થિતિ તંગ છે ત્યારે ગઈકાલના ઓપરેશન પહેલા પોલીસના જણાવ્યા અનુસાર કર્ફ્યુ ઉલ્લંઘન, ચોરી અને આગચંપીના મામલામાં 135 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં 1100 હથિયાર, 13702 દારૂગોળો, 250 વિવિધ પ્રકારના બોમ્બ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1100 હથિયાર, 13702 દારૂગોળો અને વિવિધ પ્રકારના 250 બોમ્બ મળી આવ્યા છે. હાલમાં અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ તંગ છે પરંતુ કેટલીક જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બન્યા છે પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો: Manipur Violence: મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ, બદમાશોએ મંત્રીના ગોડાઉનમાં લગાવી આગ, જુઓ Video

રાજ્યમાં લોકોને સહકારની અપિલ

પોલીસે પણ સામાન્ય લોકોને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપવા અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે મણિપુરને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, પહેલા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ નંબર 9233522822 પર ફોન કરીને કોઈપણ સમાચારની ચકાસણી કરો. જો તેની સાથે કોઈ હથિયાર અને દારૂગોળો મળી આવે, તો તેને તરત જ પોલીસને પરત કરો.

અમિત શાહે કરી મહત્વની બેઠક

હિંસાની સ્થિતિને જોતા મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં મણિપુરના સીએમ એન બિરને સિંહના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી અને રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. બેઠકમાં 18 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">