Ahmedabad : બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય, 30.09.23 સુધી બાર એસોસિએશનના સભ્ય બનનારા કરી શકશે મતદાન
Ahmedabad: બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળેલી મીટિંગમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા 30 સપ્ટેમ્બર સુધી બાર એસોસિએશનના સભ્ય બનનારા મતદાન કરી શકશે એવુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ છે.
Ahmedabad: બાર કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયામાં મતદાનને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેકશન ટ્રીબ્યુનલની બેઠક મળી હતી. ચૅરમૅન નલિન પટેલ, સિનિયર સભ્ય અનિલ કેલ્લા, ભરત ભગત, દિપન દવેનાઓની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મિટીંગ મળી હતી. ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ, 2015 અનુસાર “One Bar One Vote” હેઠળ દર વર્ષે અથવા દર બે વર્ષે ગુજરાતના 272 બાર એસોસિએશનમાં જે ચૂંટણી યોજાય છે. “One Bar One Vote” હેઠળ ઘણી વાર જુદા-જુદા બાર એસોસિએશનમાં મતદારયાદીમાં ખામીઓ જોવા મળે છે. જેને કારણે દર વર્ષે 15 ઉપરાંતના બાર એસોસિએશનનોની મતદારયાદીના સભ્યોને મત આપવાના અધિકાર ઉપર ટ્રીબ્યુનલ સમક્ષ પિટિશન દાખલ થતી હોય છે અને ચૂંટણીઓની પ્રક્રિયાને પડકારવામાં આવતી હોય છે.
30-09-2023 સુધી બાર એસોસિએશનના સભ્ય બનનાર મતદાન કરી શકશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મીટિંગમાં સર્વાનુમતે એવુ નકકી કરવામા આવ્યું કે ડિસેમ્બર માસમાં આવનાર ગુજરાતના 272 બાર એસોસિએશનોની ચૂંટણીમા તા. 30-09-2023, સુધીમા “One Bar One Vote” હેઠળ મતદાર બનાવી શકશે અને તા. 30.09.2023 સુધીના જ સભ્ય બનનાર ધારાશાસ્ત્રીઓ આગામી ડિસેમ્બર,2023ની એસોસિએશનની ચૂંટણીમા મતદાન કરી શકશે. ત્યારબાદ સભ્ય બનનાર મતદાર વર્ષ-2023ની એસોસિએશનની ચૂંટણીમા મત આપી શકશે નહિ. મતદારયાદીમા કોઇપણ ક્ષતિ ન રહે તે માટે દરેક બાર એસોશિએસનના તા.30.09.23 સુધીમા “One Bar One Vote હેઠળના પોતાના એસોસિએશનના સભ્યોની સહી સિકકાવાળા યાદી તા.10.10.2023 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે.
ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી તે મતદારયાદીની ચકાસણી કરીને આખરી મતદારયાદી દરેક બાર એસોસિએશનને મોકલી આપશે. જો કોઇપણ એસોસિએશન આ ઠરાવનો અમલ નહિ કરે તો તેવા બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી યોગ્ય કાર્યવાહી કરવામા આવશે.
આ પણ વાંચો : હોકી અમદાવાદ 5’s ચેમ્પિયનશિપ સીઝન અમદાવાદમાં યોજાઈ, પ્રથમ વખત દરેક ટીમમાં મહિલાને અપાયું સ્થાન
ONE BAR ONE VOTEના રૂલ હેઠળ યોજાય છે ચૂંટણી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજની મળેલ ઇલેકશન મીટિંગમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પડેલી વેરાવળ, અંકલેશ્વર, વ્યારા અને ગઢડા બાર એસોસિએશને નોટિસ કાઢી તા. 08.07.2323ના રોજ ઇલેક્શન ટ્રીબ્યુનલ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ડાકોર સિવિલ એન્ડ ક્રિમીનલ બાર એસોસિએશન તરફથી મળેલ ફરીયાદમા બાર એસોસિએશનની ચૂંટણી “One Bar One Vote હેઠળ ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ, 2015 મુજબ કરવામા આવેલ ન હોય તે નામંજુર કરી તે ચૂંટણીને રદબાતલ ઠેરવી નવેસરથી ચુંટણી યોજવાનો હુકમ કરવામા આવેલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો