25 મેના મહત્વના સમાચાર : પીએમ મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
Gujarat Live Updates : આજ 25 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 25 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પીએમ મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. જ્યાં તેઓ દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલા એક સત્તાવાર પ્રકાશન અનુસાર, 26 મેના રોજ, પ્રધાનમંત્રી ભુજમાં 53,414 કરોડ રૂપિયાના 33 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ દાહોદના ખારોડમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
-
ઉન્નાવ-આગ્રા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, એક મહિલા સહિત 3 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ઉન્નાવ-આગ્રા એક્સપ્રેસ વે પર એક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ચારેય કાર દ્વારા લખનઉથી ગાઝિયાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગ્રા એક્સપ્રેસ વેના કિલોમીટર નંબર 229 પર, એક ઝડપી કાર પાછળથી આવતા કન્ટેનર નીચે આવી ગઈ. પોલીસ તપાસમાં વ્યસ્ત છે.
-
-
તમારા નિવેદનનું ખંડન કરો… નડ્ડાએ સાંસદ રામચંદર જાંગરાને ઠપકો આપ્યો
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ હરિયાણાના રાજ્યસભા સાંસદ રામચંદર જાંગરાને ઠપકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપી નડ્ડાએ જાંગરાને તેમના નિવેદનનું જાહેરમાં ખંડન કરવા કહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જાંગરાને ટૂંક સમયમાં દિલ્હી બોલાવવામાં આવી શકે છે.
-
પંચમહાલ: નકલી નોટ સાથે પકડાયો શખ્સ
- નકલી નોટ સાથે પકડાયો શખ્સ
- ₹ 500ના દરની 361 નકલી નોટ
- બાઇકમાં છુપાવીને હતી નકલી નોટો
- મોરવા હડફના વંદેલી રોડ પાસે પકડાયો
-
CBSE એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી
નવા શૈક્ષણિક વર્ષ માટે CBSEએ તમામ શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટાભાગની ખાનગી શાળાઓમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે, માતૃભાષા પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ આ અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
જેમાં CBSEની તમામ સંલગ્ન શાળાઓને શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓની માતૃભાષાનો નકશો બનાવવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં દેશભરની CBSE શાળાઓમાં પ્રાથમિક વર્ગોમાં અંગ્રેજી પ્રાથમિક શિક્ષણ ભાષા છે અને તમામે જાણવું જ જોઈએ કે CBSE દેશનું સૌથી મોટું સ્કૂલ બોર્ડ છે, જેની સાથે 30,000 થી વધુ શાળાઓ જોડાયેલી છે.
-
-
ગાંધીનગર : PM મોદીના રોડ શોને લઇને તડામાર તૈયારીઓ
- PM મોદીના રોડ શોને લઇને રિહર્સલ
- રિહર્સલમાં SPGની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઇ
- રાજભવનથી મહાત્મા મંદિર સુધી યોજાશે રોડ શો
- PM મોદી 4 લેયરની અભેદ સુરક્ષા વચ્ચે કરશે રોડ શો
- PM મોદીની સુરક્ષા માટે 3 હજારથી વધુ પોલીસ કર્મીઓ રહેશે ખડપગે
- 9 જેટલા SP રેન્જના અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત
-
બરેલી પોલીસે AIMIM નેતા નદીમ કુરેશીને નજરકેદ કર્યા
ઉત્તર પ્રદેશની બરેલી પોલીસે AIMIM નેતા નદીમ કુરેશીને ઘરમાં જ નજરકેદ કર્યા છે. મૌલા નગર સ્થિત તેમના નિવાસસ્થાન અને કેમ્પ ઓફિસમાં નજરકેદ કરવામાં આવી હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના આહ્વાન પર, વક્ફ બિલ વિરુદ્ધ માનવ સાંકળ વિરોધ પ્રદર્શન યોજાવાનું હતું. આ માટે બપોરે 2 વાગ્યે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે પરવાનગી વિના વિરોધ કરવો એ નિયમોની વિરુદ્ધ છે અને તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. જો કે નજરકેદ હોવા છતાં, કેમ્પ ઓફિસની અંદર માનવ સાંકળ બનાવવામાં આવી હતી.
-
લાલુએ પોતાના પુત્ર તેજ પ્રતાપને RJDમાંથી હાંકી કાઢ્યા
રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે એક મોટો નિર્ણય લીધો છે અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવને આરજેડીમાંથી હાંકી કાઢ્યા છે. તે તેના પરિવારથી પણ દૂર થઈ ગયો છે.
निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025
-
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ
મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. રાયગઢ અને બુલઢાણા શહેરના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
-
ભરૂચના અંકલેશ્વર સબ જેલમાં તસ્કર ગેંગના સાગરીતનું મોત !
ભરૂચના અંકલેશ્વર સબ જેલમાં તસ્કર ગેંગના સાગરીતનું મોત થયું છે. ધરપકડ બાદ બીમાર પડેલા આરોપીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ટૂંકી સારવાર બાદ મૃત્યુ પામ્યો. અંકલેશ્વરના માયાનગરીના મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનામાં પોલીસે સિકલીગર ગેંગના સાગરીત અમરજીતસિંગ સિકલીગરની ધરપકડ કરી હતી. પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
વડોદરામાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર PSI સસ્પેન્ડ
વડોદરામાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર PSI સસ્પેન્ડ કરાયા છે. નશામાં ધૂત PSIએ GSFC બ્રિજ પર સર્જ્યો હતો અકસ્માત. PSI વાય.એચ. પઢીયારે એક પછી એક 3 વાહનોને લીધા હતા અડફેટે. અકસ્માત બાદ પણ સ્થાનિકો સાથે કરી હતી ઝપાઝપી. PSI પઢીયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. PSIની કારમાંથી મળી આવી હતી દારૂની બોટલો.
-
ગુજરાતમાં આ તારીખે બેસશે નૈઋત્યનુ ચોમાસુ, અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે તે ચોમાસાનો નથી. આ વરસાદમાં વાવણી કરવી હિતાવહ નથી. મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય બન્યું છે. ડિપ્રેશનને કારણે રત્નાગિરી કોંકણ અને દ.મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ થશે.
વરસાદી સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દ.ગુજરાતમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. દરિયાકાંઠે 65-70 કિ.મી ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળશે.
28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકશાન થશે. 6 જુન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની શકયતા રહી હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમણે ખેડૂતોને અપિલ કરતા કહ્યું છે કે, હાલના વરસાદમાં વાવણી ન કરવી હિતાવહ છે. 21 જુન બાદ વાવણી કરવી ફળદાયી રહેશે.
-
જામનગરના બેડીમાં લગ્નના નામે છેતરપિંડી, લગ્નના બીજા જ દિવસે દુલ્હન રફુચક્કર
જામનગરના યુવાનને લગ્નના અરમાન મોંધા પડયા. લગ્ન કરવા માટે વચેટિયાને લાખો રૂપિયા આપ્યા અને બાદ લગ્ર થયા. પરંતુ બીજા દિવસે દુલ્હન રફુચક્કર થતા યુવાન લુંટાયો. બેડી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન સાથે લગ્નના નામે થઈ છેતરપીંડી. યુવાન સાથે વચેટિયા શખ્સે મહારાષ્ટ્રના આકોટા ગામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે યુવાને રૂપિયા 1 લાખ 80 હજાર આપ્યા હતા. પરંતુ લગ્નના બીજા જ દિવસે દુલ્હન ફરાર થઇ જતાં યુવાને, દુલ્હન યુવતિ સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી 2 આરોપીઓને પોલીસે પકડી પાડેલ અને વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરેન્દ્રનગરના રતનપરમાં શ્વાને 10 લોકોને ભર્યા બચકા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોમાં ડરનો માહોલ વર્તાઈ રહ્યો છે. શહેરના રતનપર વિસ્તારમાં એક જ દિવસમાં 10 લોકોને શ્વાને બચકા ભરતા દોડધામ મચી જવા પામી હતી અને પાલીકા તંત્ર રખડતા શ્વાનોને પાજરે પુરે તેવી માંગ ઉઠવા પામી છે.
-
ભાવનગરના મહુવાના એપીએમસીમાં ડુંગળી પકવતા ખેડૂત માટે થઈ જાહેરાત, ડુંગળીની થશે હરાજી
વરસાદી આગાહી વચ્ચે ડુંગળી પકવતા ખેડૂતને થોડી રાહત થઈ હોય તેવી જાહેરાત માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવી છે. થોડા દિવસથી વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી આપવામાં આવી રહી હતી તેના અનુસંધાને ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. આજ સાંજે પાંચ કલાકથી લાલા એને સફેદ કાંદાની આવક શરૂ કરવાની જાહેરાત માર્કેટિંગ યાર્ડ દ્વરા કરવામાં આવી છે. ઉભા વાહનમાંજ ડુંગળીની હરજી કરવમાં આવશે. ખેડૂતોને ડુંગળીને ઢાંકવા માટે ફરજિયાત પ્લાસ્ટિક લાવવાની સૂચના અપાઈ છે. ડુંગળી વેચવા આવતા ખેડૂતે પોતાની સફેદ ડુંગળી તેમજ લાલ ડુંગળી મહુવા યાર્ડમાં જ લાવવાની રહેશે. આવતી કાલે સવારે 9/30 કલાક થી રાબેતા મુજબ હરાજી શરૂ કરવમાં આવશે.
-
ભાવનગરની અક્ષરપાર્ક સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ, એક્ટિવા ચાલકને અડફેટે લીધો
ભાવનગરની શહેરના અક્ષરપાર્ક સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે અન્ય એક ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. ગત 23મી મેના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ભાવનગર શહેરની અક્ષર પાર્ક સોસાયટીમાં 40 ફૂટના રોડ પર ગત 23 મેના રોજ એક રખડતા ઢોર સાથે એક્ટિવા ચાલક યુવકનો અકસ્માત થયો હતો તેમજ તે જ ઢોરે ત્યાં રહેલા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો.
-
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીમાં ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મ્સને લઈને આહલાદક વાતાવરણ સર્જાયું છે. બે દિવસના ઝરમર વરસાદ બાદ ધુમ્મસછાયુ વાતાવરણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદને કારણે ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
-
ગોંડલમાં શેઢા બાબતે રાજકીય વગ ધરાવનારે કર્યું ફાયરિંગ, ઈજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલમાં કરાયો દાખલ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધોધાવદર ગામે વાડીના શેઢા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમા જોટાળીમાંથી ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાભીના ભાઈએ જોટા માંથી કર્યું ફાયરીંગ. દિપકભાઈ ડાભી દ્વારા ફાયરિંગ સહિત બોથડ પદાર્થ વડે હુમલો પણ કર્યો હતો. સામા પક્ષે શખ્સને ઇજા પહોંચતા ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. શેઢા પર ચાલતા પ્રશ્નના જુનાં મન દુઃખમાં ફાયરીંગ કર્યુ હોવાની વિગતો સામે આવી છે. દિપકભાઈ ડાભી પર હુમલો થતા તેમણે હવામાં કર્યુ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા ચાલી છે. ઘટના અનુસંધાને બંદૂક સાથેનો વીડિયો અને કાર્ટિસના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે.
-
રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આજુબાજુના સ્થાનિકોને પણ સુરક્ષા માટે હટાવાયા
રાજકોટમાં મોડી રાત્રે વધુ એક આગની ઘટના બની હતી. મેટોડા GIDCમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે રાજકોટ અને શાપરથી પણ ફાયર ફાઈટર પહોચ્યા હતા. ફેક્ટરીની અંદર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને આગ લાગતાની સાથે જ બહાર કાઢી લેવાયા હતા. આગ વિકરાળ હોવાથી નજીકના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને પણ ત્યાંથી હટાવી લેવાયા હતા. ફેક્ટરીની અંદર પ્લાસ્ટિકનો કાચો માલ હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
-
અમદાવાદના ડ્રાઇવઈન રોડ પરના પેટ્રોલ પંપ પાસે અકસ્માત, પાનના ગલ્લામાં કાર ઘૂસી
અમદાવાદના ડ્રાઇવઈન રોડ પરના ગઈકાલ શનિવારની રાત્રે પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો. પાનના ગલ્લામાં બેકાબૂ કાર ઘૂસી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી ગઈ હતી. કાર ચાલકે આગળ અન્ય કેટલાક વાહનચાલકોને અડફેટમાં લીધા હોવાનુ સ્થાનિકો એ આક્ષેપ કર્યો હતો. અકસ્માતની જાણ થતાજ અમદાવાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
-
શશિ થરૂર અને તેમની ટીમે 9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી
અમેરિકા સ્થિત 9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે, આ આતંકવાદ સામે વિશ્વભરના તમામ લોકો દ્વારા અનુભવાયેલી એકતાની યાદ અપાવે છે. એ દુઃખદ યાદ અપાવે છે કે આપણે ભારતમાં પણ આવા જ ઘા સહન કર્યા છે. અમે અહીં એકતાની ભાવના સાથે આવ્યા છીએ.
Published On - May 25,2025 7:20 AM