ઓડિશામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોલસાના વેન્ડર પાસેથી ₹30 હજારની લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા બાદ તેની મિલકતો પર રેડ પાડવામાં આવી હતી. કટક સર્કલ માઈન્સના ડેપ્યુટી ડાયરેક્ટર દેબબ્રત મોહંતીના ઘરે તપાસ દરમિયાન તેમના પૈતૃક નિવાસસ્થાનમાંથી ટ્રોલી બેગ અને કબાટમાં છુપાવેલી ₹4 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીની ધરપકડ બાદ રેડ દરમ્યાન મળેલી મોટી રકમ ગણવા માટે ખાસ મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ઓડિશા વિજિલન્સના ઈતિહાસની સૌથી મોટી રોકડ જપ્તી ગણાઈ રહી છે.
25 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ના કરાવવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનો આદેશ
આજે 25 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 25 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ના કરાવવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનો આદેશ
ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી બિન શૈક્ષણિક કામ ન લેવા સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રહિત માટે જરૂરી હોય તે સિવાય ના કામો ના કરાવવા માટે સૂચના અપાઈ છે. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તથા શાસનાધિકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી કરાવવાને લઈ લાંબા સમયથી ઉઠી રહ્યા હતા સવાલ, જો કે આ પત્રને કારણે હવે સ્થિતિ સુધરશે.
-
બેંક એકાઉન્ટ ભાડે આપવાનો કેસ, વધુ 3 આરોપી ઝડપાયા, 1 લાખની રકમે 400 સુધી કમિશન ચૂકવાતુ હતું
રાજકોટમાં મ્યુઅલ હંટ હેઠળ સાયબર ફ્રોડ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમ દ્રારા આરોપીની ધરપકડ કરાઇ છે. તેલંગાણાથી મુખ્ય આરોપી આદિલુદ્દીન મોહમ્મદ સહિત 3ની કરાઇ ધરપકડ. પોલીસ તપાસમાં 15 બેંક એકાઉન્ટમાં 1500 કરોડની લેવડ દેવડ થઇ હોવાનું પોલીસ તપાસનાં ખૂલ્યું છે. પોલીસ તપાસમાં 1500 કરોડ પૈકી 23 કરોડ રૂપિયા સાયબર ફ્રોડના, જ્યારે બાકીની રકમ ઓનલાઇન ગેમીંગ અને સાયબર ફ્રોડના હોવાનું સામે આવ્યું છે. દેશમાં કુલ 180 ફરિયાદ દાખલ જેમાં 21 ફરિયાદો ગુજરાતમાં દાખલ કરાઇ છે. 1 લાખે 300 થી 400 રૂપિયા કમિશન મળતા હોવાનું સામે આવ્યું.
-
-
અમદાવાદ શહેરમાં પશુ પક્ષી માટે જીવદયાનું કામ કરતી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ
અમદાવાદ શહેરમાં પશુ પક્ષી માટે જીવદયાનું કામ કરતી સંસ્થા માટે આનંદના સમાચાર છે. પશુ પક્ષી માટે નિશુલ્ક સેવા કરતી સંસ્થાને મિલકતવેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંસ્થા ચેરિટી કમિશનરમાં નોધાઇ હશે. સમયસર હિસાબો ઓડિટ કરાવતી હશે તેને જ આ લાભ આપવામાં આવશે..
-
વિધાનસભામાં ગુંજ્યો AI સમિટમાં કોંગ્રેસે કરેલા વિરોધનો મુદ્દો, કપડાં કાઢી નાખ્યા, હવે કઈ બાકી રહ્યું છે ?
વિધાનસભા ગૃહમાં ગાજ્યો દિલ્હી AI સમિટમાં કોંગ્રેસે કરેલા વિરોધનો મુદ્દો. ઋષિકેશ પટેલે વિરોધ પક્ષ પર સાધ્યું નિશાન. કપડાં કાઢી નાખ્યા, હવે કઈ બાકી રહ્યું છે ? તેવો વેધક સવાલ સ્વરૂપે કટાક્ષ કર્યો હતો. અત્યાર સુધી ભાજપનો વિરોધ કરતા હતા, હવે દેશનો વિરોધ કરવા લાગ્યા છે. આપણી એ સંસ્કૃતિ છે કે આપણા ગામમાં કોઈ મહેમાન આવે તો એને ખબર ન પડે કે ગામમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ગામના તમામ લોકો મહેમાનને ચા પીવા, જમવા લઈ જાય. કોંગ્રેસે કપડા કાઢી જે કામ કર્યું તે નિંદનીય
-
રાજકોટ શહેર-જિલ્લા, ભાવનગરમાં ગરીબ, લાચાર અને નાના લોકોના પોલીસે વરઘોડા કાઢ્યા, મોટા લોકોના વરઘોડા ના નીકળ્યા: ઇટાલિયા
રાજકોટ ભાવનગરમાં વરઘોડા બાબતે ગોપાલ ઇટાલિયાના વેધક સવાલ. કેસ બાદ આરોપીઓના રિ કન્સ્ટ્રક્શન અંગે સવાલ કર્યો હતો, જેના પર ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં રાજકોટ શહેર – જિલ્લા અને ભાવનગરમાં 96221 જેટલા ગુના નોંધાયા હતા. 96221 ગુનામાંથી 251 કેસમાં જ રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું ઇટાલિયાએ જણાવ્યું છે. ગૃહ મંત્રી કહેતા કે વરઘોડો તો નીકળશે જ , પરંતુ ગરીબ, લાચાર અને નાના લોકોના વરઘોડા નીકળ્યા, મોટા લોકોના વરઘોડા ના નીકળ્યા તેવો કટાક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. 96000 કેસમાં કોઈ વરઘોડો કાઢવામાં આવ્યો નથી. રાજકોટ શહેરમાં 25890 કેસ નોંધાયા જેમાંથી માત્ર 49 નું જ રિ કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજકોટ જિલ્લામાં 28825 ગુના નોંધાયા જેમાં માત્ર 48નું જ રિ કન્સ્ટ્રક્શન કરાયું છે. ભાવનગરમાં 41506 ગુના નોંધાયા અને 154નું રિ કન્સ્ટ્રક્શન કરાયું છે.
-
-
સુરતના પુણાગામમાં પનીર વેચતી A-1 ડેરી ફૂડ્સમાં SOG અને FSO ટીમના દરોડા, 329 કિલો નકલી પનીર હોવાની શંકાએ જપ્ત કરાયું
સુરતના પુણાગામમાં નકલી પનીરના વેપલા પર SOG પોલીસના દરોડા. SOG અને FSO ટીમે પુણાગામની ‘A-1 ડેરી ફૂડ્સ’ માં દરોડા પાડ્યા. ડેરી માંથી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો. ડેરી સંચાલક સત્યવીર ધાકરે ની અટકાયત કરવામાં આવી અને કાનુની કાર્યવાહી હાથ ધરી. સત્યવીર ધાકરે છેલ્લા અઢી વર્ષથી આ કૌભાંડ ચલાવતો હતો. આરોપી કડોદરા ચોકડીથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી 200માં પનીર ખરીદી 220માં શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં વેચતો હતો. આરોપી દરરોજનું અંદાજે 100 કિલો પનીર ચામુંડા ડેરી , માતા ડેરી, પટેલ ડેરી અને શ્યામ ડેરી જેવી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. પોલીસે કુલ 65,800 ની કિંમતનું પનીર અને ડેરીમાંથી પેકિંગ મશીન તથા પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કર્યું.
-
અમદાવાદના કે કે નગરમાં પુર ઝડપે આવેલ કાર લોખંડનો દરવાજો તોડીને ઘરના પ્રાંગણમાં ઘૂસી
અમદાવાદના કે કે નગર વિસ્તારમાં આવેલ સ્વીપાર્કમાં ઘરમાં કાર ઘૂસી ગઈ. પૂર ઝડપે ધસી આવેલ હોન્ડા સિટી કાર ઘરની આગળનો લોખંડનો દરવાજો તોડીને ઘરના પ્રાંગણમાં ઘૂસી. સદનસીબે કોઈને જાનહાનિ થયેલ નથી. કાર ચાલક ડોક્ટર હતા તેવું સ્થાનિકોનું કહેવું છે. કાર ચાલકને ઈજા થતા તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. ટક્કર એવી ભયંકર હતી કે એક ટુ વ્હીલર અને ઘરનો મુખ્ય ગેટ તૂટી પડ્યો છે.
-
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી પાસેથી મહિલા આરોપી પુનમે કુલ રૂપિયા 4 કરોડ પડાવી લીધા હતા, 2 દુકાન અને શાળા ઉપર જમાવ્યો હતો કબજો
શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. તપાસ અધિકારી ઝેડ આર દેસાઈએ માહિતી આપી કે, બિલ્ડર તુષાર ઘેલાણીએ આરોપી પૂનમ ભધોરીયાને બધા થઈને કુલ ચાર કરોડ રૂપિયા આપેલા હતા. આરોપી પૂનમ ભધોરીયાએ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી.
પોલીસે હાથ ધરેલ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પૂનમ ભધોરીયાના વધુ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. બેંક એકાઉન્ટના તપાસ કરાતા 92 લાખના વ્યવહાર મળ્યા છે. આ અગાઉ કરોડો રૂપિયા અને લેવડદેવડ પૂનમ ભદોરીયાએ કરી હતી. પૂનમ ભદોરીયા એ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી. ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર પણ કબજો જમાવી રાખ્યો હતો. પૂનમ ભદોરીયા પોલીસ તપાસમાં સહકાર આપી રહી નથી. પૂનમ ભદોરીયાની બહેન પ્રિયા ભદોરીયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
પોલીસે પૂછપરછ કરવા પ્રિયાને નોટિસ ફટકારી છે. તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુની રકમ ઉસેટી લીધી હોવાના વિવિધ પુરાવા એકત્રિત કરાયા છે. અલગ અલગ બેક વહેવારો પણ મળી આવ્યા પોલીસને. તપાસમાં 4 કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો. બીજી બાજુ પૂનમે પણ જમીન અરજીમાં પુરાવા રજૂ કર્યા હતા.
-
ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી
ગાંધીનગર ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી આવી છે. ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસની ઘટના. મૃતકના હાથ લાલ કપડાંથી બાંધેલી હાલતમાં મળ્યા છે. ઈન્ફોસિટી પોલીસ અને સ્થાનિક LCB પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે લાશનુ પંચનામું કરવાની તજવીજ હાથ ધરી PM માટે ગાંધીનગર સિવિલ ખસેડી છે. મૃતક યુ.પી. નો હોવાની પ્રાથમિક માહિતી. મૃતક ટેક્સાસ રિસોર્સ નામની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર મજૂરી કામ કરતો હતો. યુવકની હત્યા ને લઈ તપાસ શરૂ કર્યા બાદ અમુક શકમંદોની પણ અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરી હોવાના સમાચાર. પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવી તપાસ હાથ ધરી.
-
રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારી, કમળાથી પિડીત યુવતીને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દીધો
રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારી આવી સામે. કમળાથી પિડીત યુવતીને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દીધો. 18 વર્ષીય યુવતીને કમળો હોવાથી બ્લડ સેમ્પલ આપી રિપોર્ટ કરાવ્યો હતો. સિવીલ હોસ્પિટલ તંત્રે જ્યારે રિપોર્ટ સોંપ્યો તેમાં બ્લડ કેન્સર આવ્યું. પરિવારજનોએ જ્યારે રિપોર્ટમાં દર્દીની ઉંમર જોઇ તો તે રિપોર્ટ 40 વર્ષીય યુવતીનો હોવાનું ખુલતા શંકા ગઇ હતી. ખરાઇ કરતા રિપોર્ટ બદલાયો હોવાનો ખુલાસો થયો.
-
સુરતના લસકાણામાં જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી, એકનુ મોત, એકને ઈજા
લસકાણામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાઈ થઈ છે. જર્જરીત મકાનનો છજ્જા નો ભોગ તૂટી પડતા એકનું મોત થયું હતું. એકને ઇજા પહોચતા સારવાર અર્થે સ્મીમેર ખસેડાયો છે. વર્ષો જૂનું મકાન હોવાથી બની ઘટના. લસકાણાના રામદેવનગરની ઘટના. ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે. વર્ષો જૂની ઇમારત હોવા છતાં પાલિકાના આંખ આડા કાન. જર્જરીત ઇમારતનો ભાગ તૂટી પડતા બની ઘટના.
-
ગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ
ગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. નશાકારક પદાર્થોમાં વપરાતા ગોગો પેપર અંગે 16 ડિસેમ્બરે જાહેર કરાયેલા જાહેરનામા પછી નોંધાયેલી તમામ FIR પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. સાથે જ 16 ડિસેમ્બર બાદની કાર્યવાહીમાં પકડાયેલ મુદ્દામાલ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે 20 હજાર રૂપિયાના બોન્ડ પર મુદ્દામાલ પરત આપવાની પણ સૂચના આપી છે.
-
કચ્છના રણોત્સવની લાખો પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગૃહમાં આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છમાં આયોજિત રણોત્સવને લાખો પ્રવાસીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ સુધી યોજાતા આ રણોત્સવે વર્ષ 2024માં 8,55,565 પ્રવાસીઓને આકર્ષ્યા હતા, જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 9,41,637 પર પહોંચ્યો હતો. બે વર્ષ દરમિયાન રણોત્સવ પ્રવાસ દ્વારા પ્રીમિયમ મેનેજમેન્ટ ફી રૂપે કુલ ₹17,06,35,667ની આવક નોંધાઈ છે, જે ઉત્સવની વધતી લોકપ્રિયતા અને પ્રવાસન ક્ષેત્રે તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
-
ઓડિશાઃ સરકારી અધિકારીના ઘરેથી મળી કરોડોની રોકડ
-
અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં વેચાતા દારૂથી સરકારને અધધ કમાણી
અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં વેચાતા દારૂમાંથી સરકારને છેલ્લા બે વર્ષમાં મોટાપાયે આવક થઈ છે. સરકારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે માત્ર અમદાવાદમાં જ દારૂના વેચાણથી ₹1,16,39,62,900ની આવક નોંધાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરની કુલ 32 હોટલોમાં વેચાતા દારૂથી આ આવક થઈ હોવાનું પણ સરકારે ગૃહમાં સ્પષ્ટ કર્યું છે.
-
વડોદરા શહેરમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને શૈલેષ પરમારે ઉઠાવ્યા સવાલ
વડોદરા શહેરમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા છે. વિવિધ સંવર્ગમાં ખાલી જગ્યાઓની વિગતો મુજબ સંયુક્ત પોલીસ કમિશનર 1, મદદનીશ પોલીસ કમિશનર 4, બિનહથિયારી PSI 159, PI-વાયરલેસ 1, હથિયારી PSI 16, બિનહથિયારી ASI 4, હથિયારી ASI 1, બિનહથિયારી HC 1, હથિયારી HC 32, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1736 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 337 જગ્યાઓ ખાલી છે. સરકારની રજૂઆતમાં જણાવાયું છે કે વહીવટી તંત્રમાં બઢતી, બદલી અને નિવૃત્તિ સતત ચાલતી પ્રક્રિયા છે.
-
ગુજરાતમાં 2 જિલ્લામાં ડ્રગ્સ ઘુસાડવાના 2 વર્ષમાં 135 ગુના
ગૃહમાં ડ્રગ્સ અંગેનો પણ મુદ્દો ગુંજ્યો. ગુજરાતમાં 2 જિલ્લામાં ડ્રગ્સ ઘુસાડવાના 2 વર્ષમાં 135 ગુના દાખલ થયા છે. 24459412 કરોડના નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. પાડોશી દેશો દ્વારા ડ્રગ્સ ઘુસાડવાની નકામ કોશિશ થતી રહે છે.
-
ગૌવંશ અને ગૌમાંસ મામલે સરકારે કરેલી કાર્યવાહી અંગે ગૃહમાં સરકારે આપ્યો જવાબ
-
રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી મહદઅંશે પૂર્ણ
રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી મહદઅંશે પૂર્ણ થઇ છે. કુલ 1509 ગેરકાયદે બાંધકામો પર તંત્રએ બુલડોઝર કાર્યવાહી કરી છે. નદીના પટ પર આવેલ 948 જેટલા દબાણો દૂર કરાયા છે. દબાણ દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે. સૌથી પહેલાં ટીપી રોડ પરના બાંધકામનો કાટમાળ દૂર કરવામાં આવશે. ચોમાસા પહેલા કાટમાળ દૂર કરીને પ્રોટેકેશન વોલ કરવી જરૂરી છે.
-
રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝૂંબેશ
રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસે વિશેષ ઝૂંબેશ હાથ ધરી છે. રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે. કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીને મોકલવા આદેશ અપાયા છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા નિર્ણય લેવાયો. ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ, કાળા કાચ સહિતના ગુના સામે ઝૂંબેશ હાથ ધરાઇ છે. ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે LED લાઈટ, નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
-
નવસારી: ગણદેવીના બીલીમોરામાં ભયાવહ અકસ્માત
નવસારી: ગણદેવીના બીલીમોરામાં ભયાવહ અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત થયો. બાઈક ચાલક પાછળ બેઠેલા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ. સોમનાથ રોડ પરની દુર્ઘટના CCTVમાં કેદ થઇ છે. બીલીમોરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતઃ વેસુમાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
સુરતઃ વેસુમાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ થયો છે. વેસુ વિસ્તારની આવેલા હેપી એલિગનસ બિલ્ડીંગમાં રહેતા બાલમુકુન્દ પરિવાર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘટનામાં પતિ, પત્ની અને એક દીકરીનું મોત થયુ છે. એક દીકરીનો ઘટનામાં બચાવ થયો છે. આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કર્યાનું ખુલ્યું છે. પોલીસને એક સુસાઇડ મળી આવી છે. વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઇ “હેલ્પલાઇન” સેવાનો પ્રારંભ
સુરતમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે, જેનો નંબર “74340 95555” છે. ટ્રાફિક દરમિયાન વિદ્યાર્થીઓ હેલ્પલાઇન સેવા ઉપયોગ કરી શકશે. મહત્વના ટ્રાફિક વિસ્તારોમાં 80થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે અને 40 જેટલા વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂર જણાશે તો હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
-
મહીસાગરઃ નળ સે જળ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા
મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે મહીસાગર વાસ્મો કચેરી ખાતે એકાઉન્ટ વિભાગના વૈભવ સેંઘાણીને ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4ની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે કૌભાંડમાં કુલ 24 લોકોની ધરપકડ થઇ ચુકી છે. તપાસમાં બહાર આવ્યું કે 714 ગામમાં 620 ગામોમાં ગેરરીતિ થઈ હતી અને પાણીની પાઇપલાઇન આપવાની યોજનામાં પણ ગેરરીતિ આચરી હોવાના સંકેતો મળી છે.
-
Stock Market News: આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉપર તરફ
આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉપર તરફ

-
કચ્છ: છેલ્લા એક અઠવાડિયામાં SMCની બે મોટી કાર્યવાહી
કચ્છ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં SMC દ્વારા બે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પધ્ધર અને ભચાઉ વિસ્તારોમાં SMCએ દરોડા પાડી કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બુટલેગરો સાથે કેટલાક પોલીસકર્મીઓની સાંઠગાંઠ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી દારૂની હેરાફેરી થતી હોવાના સંકેતો પણ મળ્યા છે. મામલો ગંભીર બનતા આગામી સમયમાં સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાઈ શકે છે અને બદલી સુધીની કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝૂંબેશ
-
અમદાવાદ: વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દારૂ લેવાની બાબતે એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. સાથે જ પાણીના ધંધાના આડમાં દારૂનો ગેરકાયદે વ્યવસાય ચાલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિએ વીડિયો બનાવી પોલીસ કમિશનરને કાર્યવાહી કરવા ભલામણ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક પોલીસની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે વાડજ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
-
હિંમતનગરમાં ફરી દારૂની હેરાફેરીનો થયો છે પર્દાફાશ
સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી દારૂની હેરાફેરીનો થયો છે પર્દાફાશ. ગાંભોઈ પોલીસે બામણા ગામ નજીકથી પોર્ટર લખેલા એક બિનવારસી ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1 હજાર 476 દારૂની બોટલો સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ટીમ વોચમાં હતી તે દરમિયાન ભિલોડા તરફથી એક શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો. જો કે ચાલકે ટેમ્પો ઉભો રાખવાને બદલે બામણા ગામ તરફ ઝડપથી હંકારી મૂક્યો. જે બાદ પોલીસે પીછો કરતા ચાલક બામણા ત્રણ રસ્તા પાસે ટેમ્પો મૂકીને નાસી છૂટ્યો.
-
દિલ્લી: લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર ફાયરિંગ
દિલ્લીમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની લીગલ ટીમને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ તેના વકીલની કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં કારના કાચ તૂટી ગયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને આસપાસના CCTV ફૂટેજ સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા અને હુમલાના કારણો જાણવા માટે વિશેષ ટીમો ગઠિત કરી છે.
-
અફઘાનિસ્તાનના હુમલાથી હચમચ્યું પાકિસ્તાન
અફઘાનિસ્તાનને પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. અફઘાનિસ્તાનના હુમલાથી પાકિસ્તાન હચમચ્યું છે. પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ તબાહ થઇ. પાકિસ્તાની મિલિટ્રી ચોકી પર અફઘાનિસ્તાને કબજો કર્યો. અફઘાનિસ્તાનના હુમલાથી ચોકી છોડીને પાકિસ્તાની સેના ભાગી. બોર્ડરને અડીને આવેલા 10 વિસ્તારો પર જોરદાર હુમલો કર્યો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઇઝરાયલના ઐતિહાસિક પ્રવાસે
વર્ષ 2017 પછી પીએમ મોદીની આ બીજી ઇઝરાયલ મુલાકાત છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાત બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું મનાઇ રહ્યું છે. બંને નેતાઓ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. સાથે જ વિજ્ઞાન-ટેક્નોલોજી, ઇનોવેશન, સુરક્ષા, કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વધુ તકો પર ચર્ચા કરશે.
Published On - Feb 25,2026 7:41 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?