2 ઓગષ્ટના મહત્વના સમાચાર : પોલીસ કર્મચારી-અધિકારીની બદલી માટે નવા નિયમ
Gujarat Live Updates : આજે 2 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ગુજરાતના 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ TDO 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ઘરમાં તપાસ કરતા 73 લાખ રોકડ અને 4 લાખના સોનાનાં બિસ્કીટ મળી આવ્યા. રાજકોટ અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લિનચીટ મળી છે. સત્યશોધક સમિતિએ રિપોર્ટ આપ્યો. તો કોંગ્રેસે કહ્યું આ સત્ય છુપાવનારી કમિટી છે. ગીર સોમનાથના ધામળેજના દરિયાકાંઠેથી ફરી બિનવારસી ચરસ ઝડપાયું છે. SOGએ 4 કરોડની કિંમતના 9 પેકેટ જપ્ત કર્યા. સુરતમાં રિલ્સ જોવા માટે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા નાના ભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. અંબાજીમાં ધજા ચઢાવવાના નિયમો બદલાયા છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ જ ધજાનું વેચાણ કરશે, માઈભક્તોએ 2100થી 5100 સુધી રૂપિયા ચુકવવા પડશે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં સોસાયટીઓ-બહુમાળી મકાનો-એપાર્ટમેન્ટ્સમાં પરકોલેટિંગ વેલ બનાવવા સરકાર આપશે સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. રહેણાક સોસાયટીઓ-બહુમાળી મકાનો-એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે પરકોલેટિંગ વેલ બનાવાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વરસાદી પાણીના સંગ્રહના કામો માટે આ સહાય ફાળવાશે.
-
અમદાવાદમાં રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવા અંગે નોંધાઈ ફરિયાદ
બે દિવસ પૂર્વે અમદાવાદ શહેરની વિવિધ હોટલ અને સ્પામાં પોલીસે પાડેલા દરોડા દરમિયાન વસ્ત્રાપુરીન હોટલમાં તપાસ માટે ગયેલ પોલીસ સાથે રશિયન યુવતીએ મારામારી અને ઝપાઝપી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
-
પોલીસ કર્મચારી-અધિકારીની બદલી માટે નવા નિયમ
ગુજરાતમાં ફરજ બજાવતા, પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે, પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં 32 દિવસમાં પોક્સોના 32 કેસમાં આરોપીને ફટકારી સજા-હર્ષ સંઘવી
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે. દુષ્કર્મોના કેસોમાં નરાધમોને કડકમાં કડક સજા થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે.
હર્ષ સંધવી એ વધુમાં જણાવ્યુ કે, તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલ દુષ્કર્મના કેસમાં માત્ર 25 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 32 દિવસમાં પોક્સોના 32 જેટલાં કેસોમાં નામદાર કોર્ટ દ્રારા ચૂકાદા આપતાં, 32 પરિવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.
-
અમદાવાદમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને પોલીસે 17 કરોડ પાછા અપાવ્યા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ‘સાયબર સંવાદ’ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ સાયબર ક્રાઇમ અંગે લોકોને માહિતગાર કરી જાગૃતતા લાવવાનો હતો. ‘સાયબર સંવાદ’માં પોલીસ કમિશનર જી.એસ.મલિકે લોકો સાથે કેવી રીતે સાયબર ફ્રોડ થાય છે તેની વિગતવાર સમજ આપીને સૂચન કર્યા હતા. આ ઉપરાંત કમિશનરે સાયબર ક્રાઇમ થયેલા બનાવોની જાણકારી આપીને પણ માહિતગાર કર્યા હતા.
‘સાયબર સંવાદ’ અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે સાયબર ક્રાઇમ બાબતે પોલીસે કરેલી પ્રજાલક્ષી કામગીરીનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગઈ લોકઅદાલતમાં ભોગ બનનારના ફ્રિજ થયેલા નાણાં પરત અપાવવા અંદાજે 2998 જેટલા કોર્ટ ઓર્ડર કરી રૂ. 17 કરોડ જેટલી રકમ ભોગ બનનારને પરત આપવાની પ્રક્રિયા ચાલુ છે.
-
-
મહેસાણાના ગીલોસણના તળાવની ઝાડીમાંથી મળ્યુ માનવ હાડપિંજર
મહેસાણાના ગીલોસણ ગામના તલાવડી પાસેથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગામના તળાવ પાસે આવેલ ઝાડીમાંથી માનવ હાડપિંજર મળ્યુ છે. આ માનવ હાડપિંજરને 40થી વધુ દિવસ થયા હોવાનું પોલીસનું અનુમાન છે. હાડપિંજર પરથી પુરુષના કપડા પણ મળી આવ્યા છે. કંકાલના પેનલ પોસ્ટમોટર્મ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલીને પોલીસે વધુ તતપાસ હાથ ધરી છે.
-
લાંચ લેતા ઝડયાપેલા AMC ના ડેપ્યુટી TDO હર્ષદ ભોજક – આશિષ પટેલ 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર
રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ મહાનગરપાલિકાના બે કર્મચારીઓ એવા, ATDO હર્ષદ ભોજક અને આશિષ પટેલને, કોર્ટે આગામી 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના ત્રણ બેન્ક એકાઉન્ટ, એક લોકરની તપાસ કરવામાં આવશે.
-
ઓલપાડમાં પરવાના વિના આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેકટરી પર દરોડા
સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
-
ઓનલાઇન છેતરપિંડી કરતા 3 આરોપીને અડાજણ પોલીસે ઝડપ્યા
અડાજણ પોલીસે, ઓનલાઇન છેતરપિંડી કરતા ત્રણ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ Amazon પર અન્ય વ્યક્તિના જીએસટી નંબર અને પાનકાર્ડ વાપરી ગુનો આચરતા હતા. ફરિયાદીએ તેમના જીએસટીનો કોઈ અજાણ્યો વ્યક્તિ ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ જીએસટી નંબરનો ઉપયોગ કરી માલ મંગાવી ડુપ્લીકેટ માલ વેચતા હતા.
-
દરેક ઘટનામાં કલેકટર જ નહીં, અન્ય અધિકારીઓ પણ એટલા જ જવાબદારઃ હાઈકોર્ટ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ રહી છે. હાઈકોર્ટે જવાબદારી આપવામાં આવેલા અધિકારીઓ અને સંસ્થાકીય અધિકારીઓનું orientation કરવા સલાહ આપી છે. દરેક નાની મોટી ઘટનાઓમાં કલેકટરને જ જવાબદાર માનવા તે યોગ્ય નહીં હોવાનો હાઇકોર્ટે વલણ દાખવ્યું છે. અન્ય અધિકારીઓ પણ એટલા જ જવાબદાર હોય છે તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
-
કોંગ્રેસની ન્યાય યાત્રાનો 9 ઓગસ્ટથી થશે પ્રારંભ, દુર્ઘટનાના પીડિતો જોડાશે
9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રામાં સુરત તક્ષશીલા અગ્નિકાંડ ,રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, મોરબી પૂલ દુર્ઘટના, વડોદરાના હરણી લેક દુર્ઘટનાના પિડીતો ન્યાય યાત્રામાં જોડાશે. કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી થશે. રોજ 25થી 30 કિલોમીટરનું અંતર કાપીને, કુલ 300 કિલોમીટરમાં ન્યાય યાત્રા ફરશે. ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ અલર્ટ છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાઠા, ભરૂચ, તાપીમાં યેલો એલર્ટ જાહેર કરાયુ છે. અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાશે.
-
અમદાવાદઃ અસારવામાં ઇલેક્સ્ટ્રીક વ્હીકલના શો રૂમમાં લાગી આગ
અમદાવાદઃ અસારવામાં ઇલેક્સ્ટ્રીક વ્હીકલના શો રૂમમાં આગ લાગી. દુકાનમાં આગ લાગ્યા બાદ બેટરીઓમાં બ્લાસ્ટ થયો હતો. આસપાસની અને ઉપરની દુકાનો બંધ કરાવવામાં આવી. અભિષેક કોમ્પલેક્ષ, અસારવામાં શો રૂમ આવ્યો છે. ફાયરની 4 ગાડીઓએ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે.
-
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. એમ્યુઝમેન્ટના નિયમો અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે શું નિયમો ઘડ્યા છે? જો હા, તો નોટિફિકેશન જાહેર કરાયું? વિવિધ રમતો-સાધનો અંગે નિયમો નક્કી કર્યાનો સરકારે સ્વીકાર કર્યો. પ્રવેશ અને નિકાસ મામલે પણ નિયમો ઘડાયા. વિવિધ ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી હોવાનો જવાબ આપવામાં આવ્યો.
-
કેદારનાથમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ કરાયુ
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.
-
NEET-UG વિવાદ: SCએ કહ્યું- મોટા પાયે પેપર લીક થયું નથી
NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેપર મોટા પાયે લીક થયું નથી. પેપર લીક માત્ર પટના અને હજારીબાગ પૂરતું મર્યાદિત છે. નિર્ણય સિવાય જો કોઈ વાંધો હોય તો વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં જઈ શકે છે.
-
રાજકોટ: શહેરમાં દારૂ બંધીના ઉડ્યા ધજાગરા
રાજકોટ: શહેરમાં દારૂ બંધીના ધજાગરા ઉડ્યા. એક યુવતીએ અડધી રાતે નશાની હાલતમાં જોવા મળી. યુવતી ભાનમાં ન હોવાથી પોલીસ મૂંજવણમાં મુકાઇ. કિશાનપરા ચોકમાં સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા.
-
મહેસાણા: ખેરાલુમાં ધોળે દિવસે કેબલ ઓપરેટરની હત્યા
મહેસાણા: ખેરાલુમાં ધોળે દિવસે કેબલ ઓપરેટરની હત્યા થઇ. ખેરાલુના દેસાઈ વાડામાં છરીના ઘા મારી હત્યાને અંજામ અપાયો. 50 વર્ષીય ગૌતમ બારોટ નામના કેબલ ઓપરેટરની કરપીણ હત્યા કરાઇ. આર્થિક લેવડ-દેવડમાં હત્યા કરાયાની શંકા છે. ચૌહાણ ફીરોઝ ખાન રહીમ ખાન નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ખેરાલુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
-
મહીસાગર: 17 દિવસમાં બનેલા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતાં ઉઠ્યા સવાલ
મહીસાગર: 17 દિવસમાં બનેલા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતાં સવાલ ઉઠ્યા છે. સામાન્ય વરસાદમાં રસ્તો ધોવાતા લોકોમાં આક્રોશ છે. ખાનપુર તાલુકાના ભેવાડાથી લીમડીયા તરફ જતા હાઈવે પર ખાડા જોવા મળી રહ્યા છે. રૂપિયા 1 કરોડ 32 લાખના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. એક સાઈડ ધોવાતા ખાડા પડ્યા છે, જેને લઇને રોંગ સાઈડમાં વાહનો ચલાવવા વાહનચાલકો મજબૂર છે. સિંગલ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માતનો ભય છે. કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા બોગસ કામના કારણે પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે.
-
જૂનાગઢ: ગિરનાર પર્વત પર 2,100 પગથિયા પર શીલા ધસી આવી
જૂનાગઢ: ગિરનાર પર્વત પર 2,100 પગથિયા પર શીલા ધસી આવી. ભારે પવન અને વરસાદના કારણે શીલા ધસી આવી. સદનસીબે કોઈ યાત્રિકની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. શીલાને કારણે યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે.
-
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ પૂર અને વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યમાં આજે પણ વરસાદનું એલર્ટ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
-
આજે ગાંધીનગર નો 60 મો સ્થાપના દિવસ
આજે ગાંધીનગર નો 60 મો સ્થાપના દિવસ છે. 2 ઓગસ્ટ 1965 માં ગાંધીનગર ની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનના આ નગરનું નામ ગાંધીનગર આપવામાં આવ્યું છે. જે સમગ્ર ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટીની ઓળખ ધરાવે છે. ગાંધીનગર રાજ્યની રાજનીતિનું પણ કેન્દ્ર સ્થાન છે.
-
અમદાવાદ: CID ક્રાઇમની ટીમ સાથે શૈલી ઈન હોટેલમાં બબાલ
અમદાવાદ: CID ક્રાઇમની ટીમ સાથે શૈલી ઈન હોટેલમાં બબાલ થઇ. વિદેશી યુવતીઓની પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી થઇ હતી. પાસપોર્ટ સહિતની વિગતોના વેરીફીકેશન માટે પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે યુવતીઓ સિગારેટ સહિતનો નશો કરી રહી હતી. પોલીસે પાસપોર્ટ માંગતા કિર્ગીઝસ્તાનની આ યુવતીઓએ હુમલો કર્યો હતો. 4 કલાકની જહેમત બાદ 2 યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી.
-
અરવલ્લીઃ ATM તોડી 13 લાખ 29 હજારની ચોરી
અરવલ્લીઃ ATM તોડી 13 લાખ 29 હજારની ચોરી થઇ છે. મેઘરજમાં તસ્કરોએ ATMને નિશાન બનાવ્યું. તસ્કરોએ ATMમાં રહેલા CCTVને નુક્સાન કર્યું છે. આરોપીઓએ મોડાસાથી કારની પણ ચોરી કરી હતી. ચોરીની કારનો ATM ચોરીમાં ઉપયોગ કર્યો. કાર રાજસ્થાનમાંથી બિનવારસી હાલતમાં મળી આવી. આરોપીને ઝડપી પાડવા પોલીસની કવાયત શરુ થઇ છે.
-
અમદાવાદ: AMCના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
અમદાવાદ: AMCના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ખાનગી સાથીદાર સાથે આસિસ્ટન્ટ TDO 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ લાંચિયા અધિકારી અને તેના સાગરિતને સંકજામાં લીધો છે. ATDO હર્ષદ ભોજકની ACBએ ધરપકડ કરી છે. વડીલોપાર્જિત જમીન પર AMCએ દબાણો દૂર કર્યા હતા. વડીલોપાર્જિત જમીન પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 50 લાખની લાંચ માગી હતી. AMCએ જમીન પરની મિલકતો તોડી કબજે લીધી હતી.
Published On - Aug 02,2024 7:36 AM