17 જૂનના મોટા સમાચાર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું – ગુજરાત સરકારને અભિનંદન !

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:55 PM

બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 જૂનના મોટા સમાચાર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું - ગુજરાત સરકારને અભિનંદન !

આજે 17 જુન શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jun 2023 10:46 PM (IST)

    Gujarat Live News : અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત

    અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મકાનના કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. બનાવની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર પાસે મોટા નવા વાસમાં એક મકાન ધરાશાયી થયું હતું.જેમાં એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ લોકો દટાયા હતા.

    ઈમારત ધરાશાયી થતા ત્રણ વ્યક્તિ દટાયા, એકનું મોત

    બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય લોકોને કાટમાળ નીચેની બહાર કઢાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ.

  • 17 Jun 2023 10:29 PM (IST)

    Gujarat Live News : ધોરાજીમાં 65 જેટલા વૃક્ષો ધરાશાયી, ફોરેસ્ટ અધિકારીએ જાતે વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો

    બિપરજોયની આફતના સમયે પણ ધોરાજીની મહિલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા જેમણે નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત છે ધોરાજીની કે જ્યાં આસપાસના 26 જેટલા ગામોમાં બિપરજોય વાવઝોડાના કારણે 65 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. તેવા કપરા સમયે ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ રાત દિવસ જોયા વગર તેમના સ્ટાફ સાથે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાની સાથે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બહેન સાથે મળી ને 65 જેટલા વૃક્ષો રસ્તા પરથી હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.

  • 17 Jun 2023 09:50 PM (IST)

    Gujarat Live News : ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં આવ્યા નીર, ધરોઈ જળાશયમાં ત્રણ કલાકથી આવક વધી

    ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠા ના પોશીના, બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તાર તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો અને સાબરમતી નદીના ઉપવારસ વિસ્તારમાં ભારે વરસાદ શુક્રવાર સાંજથી વરસી રહ્યો છે. વિસ્તારમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે. શનિવારે સાંજે 5 કલાકથી ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાવવી શરુ થઈ હતી. ધરોઈમાં નવા પાણીની આવક થતા જ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

    ઉત્તર અને મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 41 ટકા જેટલો જળ જથ્થો ભરેલો છે. આ દરમિયાન હવે શનિવારથી જ સાબરમતી નદીમાં નવા પાણીની આવક શરુ થતા ખેડૂતોને માટે રાહત શરુ થઈ છે. ધરોઈ જળાશયમાં 12,222 ક્યુસેક પાણીની આવક રાત્રીના 9 કલાકે નોંધાઈ હતી.

  • 17 Jun 2023 09:47 PM (IST)

    Gujarat Live News : નડાબેટમાં BSFની ચોકી ક્ષતિગ્રસ્ત, MLA ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરી

    બનાસકાંઠાના નડાબેટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનને કારણે BSFની ચોકીને નુકસાન થયું છે. જેમાં ભારે પવનને કારણે BSFની કેબિનના પતરા ઉડ્યા હતા. તેમજ BSFની કેબિનના પતરા ઉડી રોડની સામેની બાજુએ પડ્યા છે. તેમજ સતત વરસાદને કારણે દરિયાના પાણી રોડ સુધી પહોંચ્યા છે.જ્યારે નડાબેટનાં રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. જ્યારે અસર ગ્રસ્ત નડાબેડની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. નડાબેટમા રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય છે. તેમજ જો હજી વરસાદ આવશે તો ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી થશે. તેમજ વધુ વરસાદ પડે તો નડાબેટનો રસ્તો પણ બંધ થઇ શકે છે.

  • 17 Jun 2023 09:28 PM (IST)

    Gujarat Live News : સોમનાથ ટ્રસ્ટ બન્યુ નિરાધારનો આધાર, અસરગ્રસ્તોને 10 હજારથી વધુ ફુડ પેકેટનું કર્યુ વિતરણ

    કોઈપણ કુદરતી આપત્તિ પૂર, ભૂકંપ કે વાવાઝોડાની સ્થિતિ હોય સોમનાથ ટ્રસ્ટ હંમેશા જનસેવા માટે તત્પર રહેતુ હોય છે. તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી સ્થિતિમાં જરૂરતમંદો અને અસરગ્રસ્તોની મદદ માટે સોમનાથટ્રસ્ટ સતત કાર્યરત રહ્યુ હતુ. બિપરજોય વાવાઝોડામાં સોંમનાથ ટ્રસ્ટ નિરાધારનો આધાર બન્યુ અને જિલ્લામાં 10 હજારથી વધારે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ. આશ્રય સ્થાનોમાં ભોજન આપવામાં આવ્યું છે.

    દેવભૂમિ દ્વારકામાં 9000 અને વેરાવળમાં 1200થી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર થયેલા લોકો માટે સવાર સાંજ પર્યાપ્ત ભોજન મોકલવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ શહેરમાં ફુડ પેકેટ, અને ભોજન વિતરણમાં સેવાયજ્ઞમાં RSSના સ્વયંસેવકો પણ જોડાયા હતા.

  • 17 Jun 2023 08:57 PM (IST)

    Gujarat Live News : કચ્છમાં બાગાયત ખેતી માટે સરકાર સર્વે કરશે બહારથી ટીમ આવશે

    • કચ્છમા બાગાયત ખેતી માટે સરકાર સર્વે કરશે બહારથી ટીમ આવશે
    • સર્વે કરશે કેન્દ્ર સરકાર ત્યાર બાદ રાહત પેકેજ જાહેર કરી શકશે
    • મેન્યુઅલ મુજબ સરકાર જલ્દી રાહત પેકેજ જાહેર કરશે
  • 17 Jun 2023 08:25 PM (IST)

    Gujarat Live News : બનાસકાંઠાના ડીસામાં ઘરનાળ ગામે રેલવે નાળામાં પાણી ભરાયા

    બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ છે

  • 17 Jun 2023 07:11 PM (IST)

    Gujarat Live News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ શરુ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહી આ મોટી વાતો

    • બિપરજોય વાવાઝોડામાં એકપણ મોત ના થવું એ મોટી વાત, માત્ર 47 લોકો ઈજાગ્રસ્ત થયા
    • તમામ અધિકારીઓ અને ધારાસભ્યોએ સારી કામગીરી કરીને ઓછામાં ઓછું નુકશાન થાય તેની તકેદારી રાખી.
    • તમામ રાહત-બચાવ ટીમ અને ગુજરાત સરકારને સારી કામગીરી કરવા બદલ અભિનંદન
    • 20 જૂન સુધીમાં જે વિસ્તારોમાં વીજપરવઠો નથી તે તમામ વિસ્તારોમાં વીજળી પહોંચી જશે.
    • આજે મેં સ્થાંતરિત ગર્ભવતી મહિલાઓની મુલાકાત લીધી અને નવજાત બાળકોને પણ જોઈ
    • ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક Cyclone Biparjoyનો સામનો કર્યો, ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ
    • ગુજરાતના લોકો જલ્દી ઘર છોડતા નથી, પણ સરકારે 1 લાખ લોકોનું સ્થાળાંતર કરાવ્યું
    • 4 હજાર જેટલા હોલ્ડિંગ હટાવાયા, જેને કારણે ઓછી જાનહાનિ થઈ
    • 1 લાખ જેટલા માછીમારોને સમય પર દરિયાકાંઠે પરત બોલાવીને જાનમાનનું નુકશાન અટકાવાયું
    • રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓમાં સારો તાલમેલ જોવા મળ્યો
    • વાવાઝોડાને કારણે 234 પશુઓના મોત થયા
    • વડાપ્રધાન મોદી એ સંપૂર્ણ ઘટના પર નજર રાખી હતી.
  • 17 Jun 2023 06:17 PM (IST)

    Gujarat Live News : શકિતપીઠ અંબાજીમા બિપરજોય વાવાઝોડાની અસર, ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

    અંબાજી -દાંતા પંથકમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેમાં રાજસ્થાન તરફ ફંટાઈ રહેલા વાવાઝોડાને પગલે અંબાજી પંથકમાં ભારે વરસાદ થયો છે. જેમાં અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ કેટલીક જગ્યાએ દિવાલ ધરાશાયી થઇ છે તો કેટલાક સ્થળોએ માર્ગોમાં વૃક્ષ તૂટીને પડ્યા છે. તેમજ નીચાણ વાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. જેમાં વાવાઝોડાની આગાહીના પગલે અંબાજીમાં કેટલીક દુકાનો બંધ પણ રાખવામાં આવી છે.

  • 17 Jun 2023 05:46 PM (IST)

    Gujarat Live News : મુખ્યમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી એ લીધી કચ્છની મુલાકાત

    • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
    • વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
    • અમિત શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
    • ગૃહમંત્રી  અમિત શાહે માંડવી નલીયા રોડ પર આવેલા કાઠડા ખાતેના આર્ય ફાર્મની મુલાકાત લીધી હતી.
    • ત્યાં સ્થાનિક ખેડૂતો, કિસાન સંઘના આગેવાનો, ગામજનોને સાથે સંવાદ કરીને પાક નુકસાની વિગતો મેળવી હતી.
    • દાડમ અને ખારેકના પાકને નુકસાન થયું છે તે અંગે ખેડૂતોઓએ ગૃહમંત્રીને માહિતી આપી હતી.
    • આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.
  • 17 Jun 2023 05:44 PM (IST)

    Gujarat Live News : અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી સમીક્ષા માટે પહોંચ્યા હતા

    • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો
    • કેન્દ્રિય ગૃહમંત્રી એ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત શિશુ, પ્રસૂતા અને સગર્ભા માતાઓના ખબર અંતર પૂછ્યા
    • કેન્દ્રિય ગૃહમંત્રી એ કાઠડાના આર્ય ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી પાક નુકસાન વિશે વિગતવાર જાણકારી મેળવી
  • 17 Jun 2023 05:15 PM (IST)

    Gujarat Live News : અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી

    કચ્છમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માંડવીની મુલાકાત લીધી હતી. મહત્વનુ છે કે વાવાઝોડા બાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અમિત શાહ અને CMએ સમગ્ર પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સગર્ભા માતાઓની પણ મુલાકાત અમિત શાહે લીધી હતી. વાવાઝોડા સમયે સગર્ભા માતાઓને દાખલ કરાઈ હતી. અમિત શાહે હોસ્પિટલની કામગીરીની પણ મુલાકાત લીધી હતી. ખરાબ વાતાવરણના કારણે તેઓ પહેલા જખૌ આવ્યા. સમગ્ર કચ્છની સ્થિતિનો તેમણે તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

  • 17 Jun 2023 05:14 PM (IST)

    Gujarat Live News : ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર, કચ્છ, મહિસાગર,અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

    ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર હજુ પણ વર્તાઇ રહી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કચ્છ, મહિસાગર, અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની વરસી શકે છે. આ ઉપરાંત વાવાઝોડાની કપરી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે.બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

    જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, સૂઈગામ, વાવ, અંબાજી જિલ્લાનો કોઈ પંથક નથી જ્યાં વરસાદે બેટિંગ ન કરી હોય.. બનાસમાં ચારેબાજુ ભારે વરસાદ છે. તો આની જ અસર રાજ્યભરમાં પણ છે.. ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. હજુ આ માહોલ આવતીકાલ સુધી યથાવત્ રહી શકે છે.

  • 17 Jun 2023 04:22 PM (IST)

    Gujarat Live News : રથયાત્રાના દિવસ માટે વૈકલ્પિક માર્ગ

    • રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ ફુલબજાર, જમાલપુર બ્રિજ,ગીતા મંદિર
    • રાયખડ ચાર રસ્તા, જમાલપુર ગાયકવાડ હવેલી
    • આસ્ટોડિયા દરવાજા,ગીતા મંદિર,જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
    • કામદાર ચાર રસ્તા, હરિભાઇ ગોદાની સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઇદગાહ સર્કલ
    • કાલુપુર રેલવે સ્ટેશન, અનિલસ્ટાર્ચ મિલ રોડ, હરિભાઇ ગોદાની સર્કલ
    • ઇન્કમટેક્સ, ગાંધીબ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઇદગાહ સર્કલ
    • દિલ્હી દરવાજા, શાહપુર ચાર રસ્તા, ભવન્સ કોલેજ રોડ, લેમન ટ્રી, રુપાલી, વીજળીઘર, લાલ દરવાજા
  • 17 Jun 2023 04:22 PM (IST)

    Gujarat Live News : અમદાવાદમાં રથયાત્રા સમયે આટલા રુટ રહેશે બંધ

    • ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા,જમાલપુર ફુલ બજાર મોડી રાત્રે 2 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
    • રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા સવારે 5 કલાકથી 11 કલાક અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
    • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
    • સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
    • કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
    • દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક, ગોળ લીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
  • 17 Jun 2023 04:21 PM (IST)

    Gujarat Live News : રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં પાર્ક નહીં કરી શકાય વાહન

    • જમાલપુર દરવાજા બહાર
    • જગન્નાથ મંદિર
    • જમાલપુર ચકલા
    • વૈશ્યસભા
    • ખમાસા
    • ગોળલીમડા
    • આસ્ટોડિયા ચકલા
    • મદન પોળની હવેલી
    • રાયપુર ચકલા
    • ખાડિયા ચાર રસ્તા
    • પાંચકુવા
    • કાલુપુર સર્કલ
    • કાલુપુર ઓવરબ્રિજ
    • સરસપુર
    • પ્રેમ દરવાજા
    • જોર્ડન રોડ
    • બેચર લસ્કરનની હવેલી
    • દિલ્હી ચકલા
    • હકીમની ખડકી
    • શાહપુર ચકલા
    • રંગીલા ચોકી
    • ઔવતમ પોળ
    • આર. સી. હાઇસ્કૂલ
    • દિલ્હી ચકલા
    • ઘી કાંટા રોડ
    • પાનકોર નાકા
    • ફુવારા
    • ચાંદલા ઓળ
    • સાંકળી શેરીના નાકેથી માણેક ચોક શાક માર્કેટ
    • દાણાપીઠ
    • ખમાસાથી જગન્નાથ મંદિર
  • 17 Jun 2023 04:20 PM (IST)

    Gujarat Live News : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું

    અમદાવાદમાં 20 જૂન એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ -33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

  • 17 Jun 2023 03:52 PM (IST)

    અમદાવાદ: કાલુપુરમાં ઇમારત ધરાશાયી

    • અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયીની ઘટના બની છે. સ્વામીનારાયણ મંદિર પાછળનો આ બનાવ છે.
    • ફાયર બ્રિગેડની 9 ગાડી અને ટીમ રેસ્કયુ ઓપરેશનમાં જોડાઈ
    • ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા
    • ત્રણમાંથી એક બેભાન અવસ્થામાં બહાર કઢાયા
    • ત્રણેયને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી અપાયા
    • ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષ
    • મહિલાનું નામ નીલાબેન જ્યારે એક પુરુષનું નામ રાહુલભાઈ સામે આવ્યું
    • તો બેભાન અવસ્થામાં નીકળેલા પુરુષની ઓળખાણ કરવામાં આવી રહી છે
  • 17 Jun 2023 03:30 PM (IST)

    અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયી, 3 લોકો દટાયા, બેનો બચાવ

    અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયીની ઘટના બની છે. સ્વામીનારાયણ મંદિર પાછળનો આ બનાવ છે. ઇમારત ધરાશાયી થતા 3 લોકો દટાયા, બેનો બચાવ થયો છે. હજી એક વ્યક્તિની રેસ્ક્યૂની કામગીરી ચાલું છે.

  • 17 Jun 2023 02:51 PM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું તેમજ માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી હતી. તેમજ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત પણ લીધી હતી.

  • 17 Jun 2023 02:28 PM (IST)

    Ahmedabad : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

    Ahmedabad : 20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે નીચે મુજબ છે.

  • 17 Jun 2023 02:26 PM (IST)

    World’s Best Schoolની રેસમાં ભારતની 5 શાળા શોર્ટ-લિસ્ટ, અમદાવાદની એક શાળાનો પણ સમાવેશ

    World’s Best School Award 2023: દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થિત 5 ભારતીય શાળાઓને ગુરુવારે વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે વિવિધ શ્રેણીઓમાં ટોચની 10 ની યાદીમાં પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કારની ઈનામી રકમ US$2,50,000 છે. યુકેમાં સમાજની પ્રગતિમાં શાળાઓના યોગદાનની ઉજવણી કરવા અને વિશ્વભરની શાળાઓ માટે વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ સમાચાર અહીં વાંચો.

  • 17 Jun 2023 01:34 PM (IST)

    Assam Flood: આસામમાં પૂરને કારણે 34 હજાર લોકો પ્રભાવિત થયા, સિક્કિમમાં પણ 2 હજાર પ્રવાસીઓ ફસાયા

    Assam Flood:  એક તરફ દેશના પશ્ચિમ છેડે બિપરજોયનો (Cyclone Biparjoy) કહેર છે. વાવાઝોડા અને ભારે વરસાદે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બિપરજોય હવે રાજસ્થાન (Rajasthan) તરફ વળ્યું છે, તો આ બાજુ દેશના પૂર્વ છેડે આસામમાં પૂરને કારણે હાહાકાર મચી ગયો છે. આસામના 7 જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમાં લગભગ 34 હજાર લોકો પૂરથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. શુક્રવારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા 29 હજાર હતી. છેલ્લા 24 કલાકમાં વધુ 5 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા છે, ત્યારબાદ કુલ અસરગ્રસ્તોની સંખ્યા વધીને 34 હજાર થઈ ગઈ છે. તેમાંથી ત્રણ હજાર માત્ર બાળકો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 17 Jun 2023 01:33 PM (IST)

    સુરતના કતારગામમાં જમીન દલાલ પર હુમલો કરનાર સગીર સહિત 4 ઝડપાયા, પ્રેમપ્રકરણમાં હુમલો કર્યાનો ખુલાસો

    Surat : સુરતના કતારગામ લક્ષ્મીકાંત સોસાયટી પાસે જાહેર રોડ પર મોટરસાયકલ પર જઈ રહેલા જમીન-મકાન દલાલ અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ કરનાર ત્રણ લૂંટારુઓ અને એક સગીરને ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાન્ચે પુણા BRTS રોડના સાયોના પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં નવો ખુલાસો થયો છે. પુછપરછ દરમિયાન પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

  • 17 Jun 2023 01:33 PM (IST)

    હવે NIA અમેરિકા-કેનેડામાં પણ ખાલિસ્તાની ઉપદ્રવીઓની તપાસ કરશે, ગૃહ મંત્રાલયે આપ્યા નિર્દેશ

    Khalistan Protest: અમેરિકા અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાની તપાસ પણ કેન્દ્રીય તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી શકે છે. NIA પહેલાથી જ યુકે સ્થિત હાઈ કમિશન પર હુમલાની તપાસ કરી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં બ્રિટન, અમેરિકા, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. ભારતે પણ આ મુદ્દો સંબંધિત દેશોની સામે રાખ્યો અને સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 17 Jun 2023 12:53 PM (IST)

    કચ્છ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ભુજ એરપોર્ટ સ્ટેશન પહોંચ્યા

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ભુજ એરપોર્ટ સ્ટેશન પહોંચ્યા છે. આજે તેઓ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા માંડવી અને જખૌ વિસ્તારોની મુલાકાત લેશે. અમિત શાહ સાથે ભુજમાં વહીવટી તંત્ર સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી પરિસ્થિતિ સામાન્ય કરવા સૂચનો આપશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 12:48 PM (IST)

    Cyclone Biparjoy: બનાસકાંઠા: નડાબેટના રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નડાબેટ પહોંચ્યા

    બનાસકાંઠાના નડાબેટના રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. હાલમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નડાબેટ પહોંચ્યા છે. નડાબેટમાં રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય બન્યો છે તેવુ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 12:18 PM (IST)

    Cyclone Biporjoy Latest Update: બિપોરજોય વવાઝોડાની અસર મહેસાણામાં જોવા મળી

    • બિપોરજોય વવાઝોડાની અસર મહેસાણામાં જોવા મળી
    • વિસનગરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ
    • વિસનગરના ગુરુકુલ રોડ પર ભરાયા પાણી
    • પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી
    • વરસાદ ને લઈ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 11:57 AM (IST)

    Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા

    Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ પણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મોરબીમાં (Morbi) પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે માળીયા-પાલનપુર હાઈવે પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.

    મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 11:11 AM (IST)

    Cyclone Biparjoy Impact: જાલોર-બાડમેરમાં રેડ એલર્ટ, માંડવીમાં પૂર, ચક્રવાત બિપરજોય દિલ્હીને પણ અસર કરશે

    Cyclone Biparjoy Impact: ચક્રવાત બિપરજોય હવે ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. મોડી રાત્રે બાડમેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉદયપુર, જાલોર, જોધપુર, જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માંડવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 10:15 AM (IST)

    Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને પગલે PGVCLને મોટું નુકસાન, 23,340 વીજપોલ ધરાશાયી થયા

    Cyclone Biparjoy: ગુજરાતમાં PGVCLને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર (Jamnagar) સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 10:08 AM (IST)

    રાઘનપુરમાં જળબંબાકારની સ્થિતિ, 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

    • પાટણ: રાઘનપુરમાં જળબંબાકારની સ્થિતિ
    • ભારે પવન અને ધોધમાર વરસાદ
    • છેલ્લા 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
    • ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં પર પતરા ઉડ્યા
    • શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાયા
    • સાંતલપુર, વારાહી, રાઘનપુર અને સમી સહિત પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • ભારે પવનથી વીજથાંભલા ઘરાસાઇ થતા વીજ પુરવઠો છેલ્લા 2 દિવસથી ખોરવાયો

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 09:55 AM (IST)

    વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લો જળ બંબાકાર, ઠેર ઠેર પાણી ભરાયા, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

    Banaskantha : વાવાઝોડાએ બનાસકાંઠામાં તારાજી સર્જી છે. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે.બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ (Rain) છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર અતિભારે પવન ફૂંકાતા મોટાપાયે નુકસાન થયુ છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. પાણી ભરાતા એક તરફી માર્ગ બંધ કરાયો છે. તો ભારે પવન અને વરસાદના અનેક વૃક્ષો સહીત વીજ પોલ ધરાશાયી થયા છે. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 09:29 AM (IST)

    Cyclone Biporjoy: બનાસકાંઠા જીલ્લામાં જળ બંબાકાર

    • બનાસકાંઠાના જીલ્લામાં અનેક જગ્યાએ ભરાયા પાણી
    • પાલનપુર અમદાવાદ હાઈવે ઘૂંટણ સમા ભરાયા પાણી
    • અનેક વાહન ચાલકો અટવાયા
    • પાણી ભરાતા એક તરફીય માર્ગે બંધ કરાયો
    • ભારે પવન અને વરસાદના અનેક વૃક્ષો સહીત વીજ પોલો ધરાશાયી
    • બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 08:49 AM (IST)

    Rajkot: બિપોરજોય વાવાઝોડાંને લઇને પીજીવીસીએલને મોટું નુકસાન

    1. તાઉતે વાવાઝોડાં બાદ ફરી મોટું નુકસાન.
    2. વાવાઝોડાં દરમિયાન કુલ 23340 વીજપોલ ધરાશયી થયાં,સૌથી વધારે જામનગર સર્કલમાં 21115 વીજપોલને નુકસાન.
    3. 4582 ટીસીને નુકસાન
    4. કુલ 3889 ફિડર હાલમાં બંધ
    5. 2609 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
    6. 24 શહેરોમાં વીજપુરવઠો હાલમાં બંધ,
    7. પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓના કચ્છ ભૂજ અને દ્વારકા જામનગરમાં ધામા

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 08:36 AM (IST)

    Cyclone Biporjoy: બનાસકાંઠામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી, કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ

    Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે તો કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 07:28 AM (IST)

    Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે રાજ્યમાં મોડી રાતથી સતત વરસાદ, કચ્છમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો

    Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 06:38 AM (IST)

    Cyclone Biporjoy Latest News: બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી તબાહી, આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો

    Cyclone Biporjoy Latest News: બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન થયું છે. સાંજના સમયે આવેલા ભારે પવને રાત્રે 10 વાગ્યા પછી અતિ ભારે વાવાઝોડાનું રૂદ્ર રૂપ ધારણ કરી તબાહી મચાવી છે. જિલ્લામા અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 17 Jun 2023 06:25 AM (IST)

    Cyclone Biporjoy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે કચ્છ, અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત

    Cyclone Biporjoy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે શનિવારે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે આવશે. અમિત શાહ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છની મુલાકાત દરમિયાન સાથે રહેશે.સવારે 9 વાગ્યે અમિત શાહ મુલાકાત લેશે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - Jun 17,2023 6:24 AM

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">