AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગોડાદરામાં યુવકની લાશનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક યુવકનું નામ અખિલેશ રાધા સિંગ છે અને તેઓ ગોડાદરા ઋષિ નગર પાસે રહે છે. મૃતક તેમના જ ગામનો રહેવાસી હતો. દરમ્યાન ગત 11-06-2023  ના રોજ રવિવારની રજા હોય સાંજના ચારેક વાગ્યાના સુમારે ઝડપાયેલા બંને આરોપીઓ તથા મૃતક દેવધ ગામ પાસે ગયા હતા.

Surat : ગોડાદરામાં યુવકની લાશનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
Surat Murder Case
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 16, 2023 | 8:40 PM
Share

Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકની હત્યા(Murder) કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં મૃતકની ઓળખ પણ થઇ ન હતી. દરમ્યાન આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મૃતકની ઓળખ કરવા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગત 13-06-2023 ના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ દેવઘગામ પાસે એક ખેતરમાંથી એક 40 થી 45 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે બોથડ પદાર્થ મારીને ઈજા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મૂળ બિહારના વતની મનજી બીષણુનાથ ઉર્ફે બીશુ કહાર ( ઉમર 55 ) અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કેશવર કહાર [ઉ.૩૭] ની ધરપકડ કરી હતી

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક યુવકનું નામ અખિલેશ રાધા સિંગ છે અને તેઓ ગોડાદરા ઋષિ નગર પાસે રહે છે. મૃતક તેમના જ ગામનો રહેવાસી હતો. દરમ્યાન ગત 11-06-2023  ના રોજ રવિવારની રજા હોય સાંજના ચારેક વાગ્યાના સુમારે ઝડપાયેલા બંને આરોપીઓ તથા મૃતક દેવધ ગામ પાસે ગયા હતા.

આ  વખતે આરોપી જીતુ કહારનો મૃતક અખિલેશ સાથે ખોરાકીના તથા રૂમના ભાડાના પૈસાની લેતીદેતી અંગે અગાઉથી ચાલ્યો આવતો ઝઘડો ફરીથી થતા જીતુએ ઉશ્કેરાઈને બાજુમાં પડેલો પત્થર અખિલેશને માથાના અને શરીરના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનાવ અંગે ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં અજાણ્યા ઇસમની લાશ મળી હતી અને તેની ઓળખ પણ થઇ શકી ન હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઊંડાણ પૂર્વક તપાસ કરીને આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ પોટલા ઉપાડવાનું કામ કરે છે.

આ દરમ્યાન આરોપી જીતું અને મૃતક અખિલેશનો રૂમ પર રહેવા અને જમવા બાબતે વારંવાર માથાકૂટ થતી હતી અને ગત ૧૧ જુન ના રોજ ફરીથી આ જ બાબતે ઝઘડો થતા અખિલેશની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવમાં બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">