AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસ વિસ્તારમાં પોણા ચાર ઈંચ વરસાદ, જાણો

Sabarkantha Rainfall Report: સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉત્તરીય વિસ્તારના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસ વિસ્તારમાં સાડા ત્રણ થી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસ વિસ્તારમાં પોણા ચાર ઈંચ વરસાદ, જાણો
Rain in Sabarkantha
| Updated on: Jun 17, 2023 | 9:30 AM
Share

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જિલ્લાના ઉપરવાસ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ થી લઈને પોણા ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.

ઉપરવાસના ક્ષેત્રોમાં વરસાદ વરસવાને લઈ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થવાની આશા બંધાઈ છે. શનિવારે પણ આ જ પ્રમાણેનો માહોલ છે. શનિવારે સારો વરસાદ વિસ્તારની નદીઓને જીવંત બનાવશે અને જળાશયોમાં સિઝનની શરુઆતે જ નવા પાણીની આવક થઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં પણ ધનસુરા, ભિલોડા અને મોડાસા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Rain in Aravalli: અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ, જાણો ક્યા કેટલો વરસાદ વરસ્યો

વડાલી અને પોશીનામાં સૌથી વધારે વરસાદ

જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો, ઉત્તરના વિસ્તારના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ઉપરવાસ ગણાતા વિસ્તારોના પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વડાલી અને પોશીના વિસ્તારમાં નોંધાયો હતો. વડાલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વઘારે જિલ્લામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોશીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ઈડરમાં અઢી ઈંચ અને પ્રાંતિજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વિજયનગરમાં બે ઈંચ, હિંમતનગરમાં દોઢેક ઈંચ જેટલો, તલોદમાં સવા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સિઝનની શરુઆતે જ સારો વરસાદ નોંધાયો છે. સરેરાશ જિલ્લાનો વરસાદ સિઝનનો 10 ટકા સુધી પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે ભારે વરસાદ વરસવાની આગાહી છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતી (In mm)
તાલુકો વરસાદ (24 કલાક) સિઝનનો કુલ વરસાદ
હિંમતનગર 36 60
ઈડર 64 119
ખેડબ્રહ્મા 76 91
પોશિના 83 104
પ્રાંતિજ 42 59
તલોદ 29 51
વડાલી 88 115
વિજયનગર 48 75

આ પણ વાંચોઃ Shahid Afridi: અમદાવાદમાં રમવાને લઈ પાકિસ્તાનની બહાના બાજી સામે શાહિદ આફ્રિદીએ PCB ને લઈ નાંખ્યુ, કહ્યુ-ભૂત છે ત્યાં?

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">