AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 એપ્રિલના મહત્વના સમાચાર : ગાંધીનગર કલેકટર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2026 | 9:04 PM
Share

આજે 17 એપ્રિલને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 એપ્રિલના મહત્વના સમાચાર : ગાંધીનગર કલેકટર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ઝડપાયો

આજે 17 એપ્રિલને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2026 08:55 PM (IST)

    RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે 23 એપ્રિલ સુધી કરી શકાશે અરજી

    RTE ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આજે છેલ્લા દિવસે જ શિક્ષણ વિભાગે તારીખ લંબાવી છે. 23 એપ્રિલ રાતના 12 કલાક સુધી વાલીઓ ઓનલાઇન અરજી કરી શકશે.  ચૂંટણીનું કામ ચાલી રહ્યું હોવાથી વાલીઓને જરૂરી દસ્તાવેજો મેળવવામાં સમસ્યા થતી હોવાની થઈ હતી રજૂઆત. વાલીઓ અને શૈક્ષણિક સંઘોને રજૂઆતને ધ્યાને લઈ લેવાયો નિર્ણય

  • 17 Apr 2026 08:54 PM (IST)

    ગાંધીનગર કલેકટર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ઝડપાયો

    ગાંધીનગર કલેકટર કચેરીનો નાયબ મામલતદાર રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ઝડપાયો. ACB ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. જમીન ફાળવણીમાં ફરજ બજાવતો બાબતો હતો નાયબ મામલતદાર. બિપિન પરમાર નામનો નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયો, કલોલમાં રહે છે અધિકારી. ACB ટીમે વધુ તપાસ શરૂ કરી. મકાનનુ પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરતાં આરોપીઓએ ફરીયાદી પાસે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે અભિપ્રાય આપવા અને કાગળોમાં ક્ષતિ નહી કાઢવા લાંચ માંગી હતી.

  • 17 Apr 2026 08:49 PM (IST)

    અમરેલીમાં ખાંભાના ભૂંડણી ગામના એક જ પરિવારના બે બાળકના નદીમાં ડૂબી જવાથી મોત

    અમરેલીમાં ખાંભાના ભૂંડણી ગામના એક જ પરિવારના બે બાળકના નદીમાં ડૂબી જતા મોત થયા છે. 108ને જાણ કરતા બંને બાળકોને રાજુલા ખસેડવામાં આવ્યા હતા. રાજુલા સરકારી હોસ્પિટલમાં બંને બાળકોને લાવતા મૃત જાહેર કરાયા હતા. રુદ્ર નાજાભાઈ મહીડા ઉમર 10 અને પાર્થ નાજાભાઈ મહીડા ઉમર વર્ષ 8 ના બંને ના થયા મોત. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 17 Apr 2026 08:46 PM (IST)

    ખેડાના ​ઠાસરા શહેરમાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 12 લોકોને ભર્યા બચકા

    ખેડાના ​ઠાસરા શહેરમાં શ્વાનનો આતંક. ​ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને ભર્યા બચકાં. ​મહિલા, પુરુષ અને બાળકો સહિતના લોકોને બનાવ્યા નિશાન. ​ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર ઠાસરા સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ, વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યા. ​14થી વધુ લોકોને થઈ ગંભીર ઈજા. ​ઠાસરા શહેરમાં કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ. આજે ​એક જ દિવસમાં 12થી વધુ લોકોને ભર્યા બચકાં.

  • 17 Apr 2026 08:37 PM (IST)

    બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની સાણંદ-કડી રોડથી કરાઈ ધરપકડ

    બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. સાણંદ પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે. સીએમ બન્યાના એક દિવસ અગાઉ આપી હતી ધમકી. સમ્રાટ ચૌધરીના પીએ ને ફોન કરી આપી હતી ધમકી. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રીને મારી નાખવાની આપી ધમકી. શેખર યાદવ નામના આરોપીની કરાઈ ધરપકડ. સાણંદ પોલીસે સાણંદ કડી રોડ પરથી આરોપીને પકડી પાડ્યો. આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું.

  • 17 Apr 2026 08:13 PM (IST)

    રાજકોટ મનપાની ચૂંટણીમાં લોહાણા સમાજને પુરતુ પ્રાધાન્ય ના મળ્યું હોવાની રાવ, ભાજપ વિરુદ્ધ સંમેલન યોજાશે

    રાજકોટ મહનગરપાલિકાની ચૂંટણી વચ્ચે લોહાણા સમાજમાં ભાજપ સામે નારાજગી વ્યાપી છે. લોહાણા સમાજ સાથે ભાજપે અન્યાય કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આગામી શનિવારે લોહાણા સમાજની બેઠક મળશે તેવી પત્રિકા વાયરલ થવા પામી છે. ભાજપ દ્રારા માત્ર ત્રણ મહિલાને જ ટિકીટ આપવામાં આવી છે. લોહાણા સમાજના કોઇ પુરૂષને ટિકીટ ના મળતા લોહાણા સમાજમાં ભાજપ વિરુદ્ધ નારાજગી પ્રવર્તી છે. સમાજની લાગણીને વાચા આપવા માટે આવતીકાલે રાત્રે ૮ વાગ્યે સંમેલનનું આયોજન કરાયું છે.

  • 17 Apr 2026 07:39 PM (IST)

    લોકસભામાં મહિલાને 33 ટકા અનામત-નવા સિમાંકનને લગતા 131માં બંધારણીય સુધારા બિલની તરફેણમાં 278 તો વિરોધમાં પડ્યા 211 મત

    લોકસભામાં રજૂ કરાયેલ 131માં બંધારણીય સુધારા બિલ ઉપર હાથ ધરાયેલા મતદાનના પ્રથમ ચરણમાં,  બિલની તરફેણમાં  278  મત પડયા હતા. જ્યારે બિલના વિરોધમાં  211 મતો પડ્યા હતા. આ મતદાનની પ્રક્રિયામાં  489 સભ્યોએ ભાગ લીધો હતો. જો કે આ બિલ બંધારણમાં સુધારા માટેનું છે તેથી બિલની તરફેણમાં 326 મતની આવશ્યકતા રહે છે.

  • 17 Apr 2026 07:19 PM (IST)

    દેશ, રામસેતુ માટે યોગદાન આપનાર ખિસકોલીને પણ યાદ રાખે છે અને હવનમાં હાડકા નાખનાર તાડકાને પણઃ શાહ

    અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંભળાવતા કહ્યું કે, મોદી માટે કાયર, સરેન્ડર, તમે ડરો છો જેવા શબ્દો ઉચ્ચારીને ગૃહની ગરીમા જાળવવાને બદલે અસંસદીય ભાષાનો ઉપયોગ કરો છો. આ દેશ બધુ જોવે છે. ફ્લાઈંગ કિસ, ધક્કામુક્કી કરે છે. સત્ર છોડીને વિદેશ જતા રહે છે. આ ભાષામાં ભાવના વ્યક્ત ના થાય. સદનમાં બોલવાની ભાષા વરિષ્ઠ અથવા તો પ્રિયંકા ગાંધી પાસેથી શીખે. રામ સેતુ બનાવવામાં ખિસકોલીના યોગદાનને યાદ રાખવામાં આવે છે અને હવનમાં હાડકા નાખનાર તાડકાને પણ યાદ રાખે છે.

  • 17 Apr 2026 07:15 PM (IST)

    કોંગ્રેસે, મહિલા અનામત માટે જ નહીં, શાહબાનો કેસ, ત્રિપલ તલ્લાક મામલે પણ પીછેહઠ કરી હતી- શાહ

    મોદી સરકારની ઈચ્છા છે કે,  દરેક રાજ્યમાં 50 ટકા બેઠક વધારીને મહિલાઓને તેમાંથી 33 ટકા બેઠકો આપવાનો સરકારનો હેતુ છે. 2023માં ગૃહમાંથી જે વચન આપ્યું હતું તેમાંથી પીછે હઠ કરી છે. આ પહેલીવાર નથી. અગાઉ શાહબાનો, ત્રિપલ તલ્લાક મામલે પણ કોંગ્રેસે પીછેહઠ કરી છે તેમ અમિત શાહે જણાવ્યું હતુ.

  • 17 Apr 2026 07:07 PM (IST)

    કોંગ્રેસે તેમના સત્તાકાળમાં નહોતા બનાવ્યા એટલા માટે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન ભાજપે બનાવ્યા

    ભાજપે, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં પહેલીવાર મહિલા મુખ્ય પ્રધાન બનાવ્યા. આ એટલા માટે થયું કે, કોંગ્રેસે તેમના સત્તાકાળમાં એક પણ મહિલાને મુખ્યપ્રધાન બનાવ્યા નહોતા.

  • 17 Apr 2026 06:54 PM (IST)

    આ દેશમાં OBC નો સૌથી મોટો વિરોધ કરનાર રાજકીય પક્ષ કોંગ્રેસ છેઃ અમિત શાહ

    લોકસભામાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, ઓબીસીનો સૌથી મોટો વિરોધ કરનારો પક્ષ કોઈ હોય તો કોંગ્રેસ છે. ચૌધરી ચરણસિંહ અને સિતારામ કેસરીને તેમનો કાર્યકાળ પૂર્ણ ના થવા દીધો. મંડલ કમિશન વી પી સિંહ લાવ્યા. એ વખતે વિપક્ષમાં રાજીવ ગાંધી હતા. તેમણે સૌથી લાંબુ પ્રવચન મંડલ કમિશનના વિરોધમાં કર્યું હતું. કોંગ્રેસે એક પણ ઓબીસી વડાપ્રધાન નથી બનાવ્યા. મોદી ઓબીસી સમાજમાંથી આવે છે. જે પછાત જ્ઞાતિ છે. મોદી પ્રધાન મંડળના 27 પ્રધાનો ઓબીસી છે. જે મોદી સરકારના પ્રધાનોના 40 ટકા છે.

  • 17 Apr 2026 06:51 PM (IST)

    INDI એલાયન્સ તૃષ્ટિકરણ માટે મુસ્લિમ આરક્ષણની વાત કરે છેઃ અમિત શાહ

    ચૂંટણીમાં જ્યારે મતવિસ્તારમાં જશો ત્યારે દેશની માતૃશક્તિ હિસાબ માગશે એ સમયે ભાગતા પણ નહીં આવડે. અહીંયા તો હો-હા હોબાળો કરીને બચી જશો પણ ત્યાં કયા જશો. વિપક્ષે એવો એક ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો કે, સરકાર, સંવિધાન અને ભાજપની નીતિ અંગે જાહેરાત કરુ છુ કે, ધર્મ આધારિત નીતિ નથી. આરક્ષણ લેવાની યોગ્યતા એવી ના હોવી જોઈએ કે જે પ્રાપ્ત કરી શકે. અન્ય ધર્મના લોકો કે જેમને આરક્ષણ મળે. મુસ્લિમ બની જવાથી આરક્ષણ નહી મળે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત હોય અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આરક્ષણ આપવાની વાત છે. ઈન્ડિ જોડાણે તૃષ્ટિકરણ માટે મુસ્લિમ આરક્ષણની વાત કરે છે.

  • 17 Apr 2026 06:47 PM (IST)

    દેશની મહિલા જોઈ રહી છે કે તેમને મળતી અનામત આડે રોડા કોણ નાખે છેઃ અમિત શાહ

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, મહિલા અનામત અને નવા સિમાંકન અંગેના બંધારણીય સુધારા બિલ ઉપરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, વેણુગોપાલે કહ્યું કે, બિલમાં સુધારો કરવા તમે સહમત છો તો હુ કહું છુ કે, અમ સહમત છુ. આ દેશની માતૃશક્તિને કહેવા માગુ છું કે, કોંગ્રેસની એવી ચાલ છે કે, મહિલાઓેને 2029 સુધીમાં અનામતનો લાભ ના મળે. પરંતુ મોદી સરકાર ઈચ્છે છે કે, મહિલાઓને 2029ની ચૂંટણીમાં અનામતનો લાભ મળે. આજે દેશની મહિલા જોઈ રહી છે કે તેમને મળતી અનામત આડે રોડા કોણ નાખે છે.

  • 17 Apr 2026 06:38 PM (IST)

    અમિત શાહે વિપક્ષને કહ્યું, તમારા વાળ સફેદ થઈ જશે તો પણ સંસદમાં નહીં બેસી શકો એવી હાલત થશે

    વસ્તી ગણતરી જાતિ આધારિત કરવામાં આવશે. 140 કરોડ જનતાના મનમાં કોઈ ભ્રાંતિ ના રહે તે માટે મોદી કેબિનેટે, 2026ની વસ્તી ગણતરી જાતિના આધારે કરવાનું ઠરાવ્યું છે તે જણાવવા માંગુ છું. આ બિલ જ્યારથી આવ્યુ ત્યારેથી વિપક્ષે કેટલાક ભ્રમ ફેલાવવાનું શરૂ કર્યું છે, કે આ બિલ મારફતે જાતિ આધારિત વસ્તી ગણતરી ટાળવા માટે આ બિલ લવાયું છે. પછી ઉત્તરની સામે દક્ષિણના મુદ્દે સામ સામે કરવાનો વિપક્ષે પ્રયાસ કર્યો પરંતુ એ કહેવા માંગુ છુ કે, હાલમાં દક્ષિણ ભારતના જેટલા સાંસદો છે એટલી જ સંખ્યાબળ જળવાઈ રહેશે. વિપક્ષ ઉત્તર દક્ષિણનો ભેદ કરવા માગે છે. અહીંયા શપથ લેનારા ભારતને અખંડ રાખવાની શપથ લઈ રહ્યાં છે. જો આવી ભ્રાંતિ ફેલાવવા ઈચ્છતા હશો તો વાળ સફેદ થઈ જશે તો પણ અહીં નહી બેસી શકો.

  • 17 Apr 2026 06:30 PM (IST)

    દરેક રાજ્યમાં લોકસભાની 50 ટકા બેઠક વધશેઃ અમિત શાહ

    અમિત શાહે કહ્યું કે, સિમાંકન આયોગનો એક નિયમ છે કે, દરેક મતવિસ્તારમાં જઈને જાહેર સુનાવણી કરવી પડે. જો 2029માં 33 ટકા મહિલા અનામત સાથે ચૂંટણી યોજવી પડે તો નવા સિમાંકનને આજે લાગુ કરવું પડે. અહીં એ કહેવત છે કે, જે સુઈ રહ્યાં હોય તેને જગાડી શકાય પરંતુ જે જાગતા હોય તેને ઉઠાડી ના શકાય. દરેક રાજ્યમાં 50 ટકા બેઠક વધશે. જેમાંથી 20 ટકા બેઠકો મહિલા માટે અનામત રહેશે.

  • 17 Apr 2026 06:25 PM (IST)

    1972માં પણ સિમાંકનથી કોંગ્રેસે વંચિત રાખ્યા હતા, 2026માં પણ વચિંત રાખવા માંગે છેઃ અમિત શાહ

    અમિત શાહે કહ્યું કે, 1971માં ઈન્દિરા ગાંધીએ કેટલીક બેઠકો ફ્રિઝ કરી નાખી હતી. આ બધી બેઠકોને ફ્રિ કર્યા બાદ,  નવી જોગવાઈ લાગુ થશે. આજે દેશમાં 120 બેઠકો એવી છે કે જ્યાં 48 લાખ મતદારો છે. 127 બેઠકો એવી છે 120 લાખ કરતા વધુ મતદારો છે. ડિલિમિટેશન બાદ તમામ બેઠકમાં મતદારોનું મુલ્ય એક સમાન થઈ જશે. 1972માં ઈન્દિરા ગાંધીએ 525થી વધારીને 543 કરી. 76માં સરકાર બચાવવા  પરિસીમન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એ વખતે પણ કોંગ્રેસે વંચિત રાખ્યા હતા. આજે પણ વંચિત રાખી રહ્યાં છે.

  • 17 Apr 2026 06:16 PM (IST)

    સિમાંકનનો વિરોધ કરનારા SC, STની વધનારી બેઠકનો વિરોધ કરી રહ્યાં છેઃ અમિત શાહ

    અમિત શાહે એમ પણ કહ્યું કે, જે પક્ષ એસસી એસટીના નામે સિમાંકનનો વિરોધ કરી રહ્યાં છે તેઓ એક પ્રકારે એસસી એસટીની વધનારી બેઠકોનો પણ વિરોધ કરી રહ્યાં છે.

  • 17 Apr 2026 06:14 PM (IST)

    વિપક્ષ બિલનો નહીં, મહિલા અનામતનો વિરોધ કરી રહ્યાં છેઃ અમિત શાહ

    અમિત શાહે ગૃહમાં કહ્યું કે, બિલના તથ્યનુ એટલે કે મહિલા અનામતનો વિરોધ છે. આ ત્રણ બિલનો ઉદ્દેશ સ્પષ્ટ કરવા માંગુ છુ કે, મહિલા સશક્તિકરણ માટે બંધારણ સુધારો કરીને 2029ની ચૂંટણી નવી જોગવાઈ અનુસાર કરવામાં આવે. એક વ્યક્તિ એક મતનો સિદ્ધાતને અનુસરવાનો પ્રયાસ કર્યો. 543 સભ્યો બેસે છે. કોઈની બેઠકમાં 39 લાખ તો કોઈની બેઠકમાં 60 લાખ મતદારોની સંખ્યા છે. કેટલાક સભ્યો તેમના મતદારોને મ્હો પણ નથી બતાવી શકતા.

  • 17 Apr 2026 06:11 PM (IST)

    INDI એલાયન્સ સાથે જોડાયેલ પક્ષોએ મહિલા અનામત બિલનો વિરોધ કર્યોઃ અમિત શાહ

    લોકસભામાં બંધારણ સુધારણા બિલ ઉપરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ બિલ ઉપર 56 મહિલાઓએ ભાગ લીધો છે. ગઈકાલ રાત્રે 1.25 કલાક સુધી ગૃહની કાર્યવાહી ચાલી હતી. બધાએ મહિલા અનામત બિલની તરફેણ કરી છે. ઈન્ડિ એલાયન્સ સાથે જોડાયેલા પક્ષોએ મહિલા બિલનો વિરોધ કર્યો છે.

  • 17 Apr 2026 05:02 PM (IST)

    સુરત જિલ્લા કોંગ્રેસે, મેન્ડેટ છતા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેનારા 34ને આજીવન સસ્પેન્ડ કર્યા

    સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેન્ડેટ મળ્યા બાદ ફોર્મ ખેંચી લેનાર  34 જેટલા ઉમેદવારોને પક્ષમાંથી આજીવન બરતરફ કર્યા છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ગદ્દારી અને વિશ્વાસઘાત કરનાર માટે પક્ષના દરવાજા કાયમી બંધ કર્યા છે. પક્ષ વિરોધી કાર્ય કરનારને સુરત જિલ્લામાં ભાજપ 6 વર્ષ માટે સસ્પેડ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસે આજીવન ડિસમિસ કરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લામાં ચાર જિલ્લા પંચાયત બેઠકો, 21 તાલુકા પંચાયત બેઠકો, 18 નગરપાલિકા બેઠકો બિન હરીફ થઈ છે.

  • 17 Apr 2026 04:13 PM (IST)

    પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પંચમહાલ જિલ્લામાં ભાજપના 17 કાર્યકર-નેતાને પક્ષમાંથી બરતરફ કરાયા

    પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા પક્ષ સાથે બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારોને સમર્થન કરનાર કાર્યકર્તાઓને કરાયા બરતરફ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખ ની સૂચના અન્વયે કાર્યકર્તાઓને પક્ષ માંથી કરાયા સસ્પેન્ડ. જીલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી અને વર્તમાન જીલ્લા ભાજપ કારોબારી સભ્ય ધવલ દેસાઈ સહિત કુલ 17 કાર્યકર્તાઓને ભાજપ માંથી પાંચ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ. સસ્પેન્ડ કરાયેલા 17 કાર્યકરોમાં કેટલાક સક્રિય સભ્યો અને હોદ્દેદારોનો સમાવેશ. મોરવા હડફ તાલુકાના ચાર,ઘોઘંબા તાલુકાના ચાર, કાલોલ તાલુકાના છ અને ગોધરા નગરના ત્રણ મળી કુલ 17 કાર્યકર્તાઓનો સમાવેશ. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો પૈકી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી જે પૂર્ણ નહિ થતાં હાલ અપક્ષ દાવેદારી નોંધાવી ભાજપના જ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે.

  • 17 Apr 2026 02:12 PM (IST)

    મતદાન પહેલા પીએમ મોદીની પોસ્ટ, વિપક્ષી પાર્ટીઓને કરી અપીલ

    લોકસભાના મહત્વપૂર્ણ મતદાન પહેલા, પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટમાં કહ્યું, “સંસદ હાલમાં નારી શક્તિ વંદન કાયદામાં સુધારા પર ચર્ચા કરી રહી છે. ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી ચર્ચા ચાલુ રહી. બિલ વિશેની કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે એક સુવિચારિત પ્રતિભાવ આપવામાં આવ્યો છે. દરેક આશંકાને દૂર કરવામાં આવી છે. દરેક સભ્યને તેમની પાસે જે માહિતીનો અભાવ હતો તે પૂરી પાડવામાં આવી છે. તેમને જે પણ ચિંતાઓ હતી તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે.”

  • 17 Apr 2026 02:10 PM (IST)

    રાજકોટઃ કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર મતદારોને રીઝવવાની ભાજપની કવાયત

    રાજકોટમાં કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પાટીદાર મતદારોને રીઝવવા ખાસ કવાયત હાથ ધરાઈ છે. આ સંદર્ભમાં પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ Naresh Patel સાથે ભાજપના ઉમેદવારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સરદાર ભવનમાં યોજાયેલી આ બેઠકમાં લેઉવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોના ઉમેદવારો ખાસ હાજર રહ્યા હતા અને વિવિધ વોર્ડના ઉમેદવારોે નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય Ramesh Tilala પણ ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

  • 17 Apr 2026 01:54 PM (IST)

    19થી 21 એપ્રિલ દરમ્યાન માવઠાંની આગાહી

    રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 19થી 21 એપ્રિલ દરમિયાન માવઠાં વરસી શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 20 એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 એપ્રિલે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરત જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ખાસ કરીને ખેડૂતોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

  • 17 Apr 2026 01:01 PM (IST)

    મહેસાણાના રામપુરા કુકસ ગામના લોકોનો મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ

    મહેસાણા જિલ્લાના રામપુરા કુકસ ગામના લોકો દ્વારા મનપામાં ભળવાના મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ટીપી-ડીપી યોજના હેઠળ આશરે 40 ટકા જમીન કપાત કરવામાં આવી રહી છે, જેના કારણે ખાસ કરીને નાના ખેડૂતો જમીન વિહોણા બનવાની ભીતિ અનુભવી રહ્યા છે. ગ્રામસભામાં વિરોધનો ઠરાવ પસાર થયા છતાં બળજબરીથી મનપામાં ભેળવવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ પણ સ્થાનિકોએ લગાવ્યો છે. મનપા અને ટીપી-ડીપી યોજનાના વિરોધમાં ગ્રામજનોએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લગભગ 997 મતદારો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તમામ ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

  • 17 Apr 2026 11:55 AM (IST)

    કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિકના આયોજનની વાત વચ્ચે મોટા સમાચાર

    કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિક આયોજન જેવી મોટી રમતગમત યોજનાઓની ચર્ચા વચ્ચે ગુજરાતમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોટેરા આશ્રમ સંબંધિત તમામ કાયદાકીય ગૂંચવણો હવે દૂર થઈ ગઈ છે. સિંગલ જજના આદેશને પડકારતી Asaram Ashram ની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલ જી. એચ. વીર્કની દલીલોને માન્ય રાખતાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે આસારામ હેબીચ્યુઅલ ઓફેન્ડર છે, તેથી તેમને કોઈ રાહત આપી શકાય નહીં. આ નિર્ણયથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ અન્ય સ્ટેડિયમ બનાવવાનો માર્ગ પણ સાફ થયો છે. લગભગ 50,000 ચોરસ મીટરથી વધુ જમીન હવે આશ્રમ પાસેથી સરકાર દ્વારા પરત લેવામાં આવશે. હાઇકોર્ટના આ ચુકાદાને કારણે ભવિષ્યના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને વધુ વેગ મળશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • 17 Apr 2026 11:38 AM (IST)

    26 એપ્રિલે PM મોદી ગુજરાતમાં આવી કરશે મતદાન

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. 26 એપ્રિલે ગુજરાતમાં આવી મતદાન કરશે. બંને નેતાઓ અમદાવાદ ખાતેના મતદાન મથકે મત આપશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 17 Apr 2026 11:36 AM (IST)

    રાજ્યસભા: હરિવંશ સતત ત્રીજા કાર્યકાળ માટે ઉપસભાપતિ બન્યા

    હરિવંશ સતત ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. તેઓ બિનહરીફ ચૂંટાયા. ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેમને અધ્યક્ષસ્થાને બેસાડ્યા.

  • 17 Apr 2026 11:15 AM (IST)

    ડાંગ: ચૂંટણીમાં મામા સસરા સામે મેદાને પડી ભાણેજ વહુ

    ડાંગ જિલ્લામાં ચૂંટણીના માહોલમાં અનોખો રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યાં એક જ પરિવારમાં સંબંધીઓ સામસામે મેદાને ઉતર્યા છે. જિલ્લાની એકમાત્ર આહવા-2 (SC) બેઠક પર મામા સસરા અને ભાણેજ વહુ વચ્ચે સીધી ટક્કર બની છે. Indian National Congress એ આ બેઠક પર દિપક પીંપરેને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે Bharatiya Janata Party તરફથી કોંગ્રેસ ઉમેદવારના સગા ભાણેજની વહુ શ્રદ્ધા તુષાર ખરેને મેદાને ઉતારવામાં આવ્યા છે. ભાણેજ વહુ શ્રદ્ધાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય ગણિત રમવાનો આરોપ મૂક્યો છે. આ અનોખી સ્પર્ધાને લઈને જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

  • 17 Apr 2026 10:56 AM (IST)

    સુરતઃ શહેર BJP ઉમેદવારની એફિડેવિટ બની ચર્ચાનો વિષય

    સુરત શહેરમાં ભાજપના વોર્ડ નં. 29ના ઉમેદવારની એફિડેવિટને લઈને વિવાદ ઉભો થયો છે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં દર્શાવાયેલી વિગતો મુજબ BA પહેલા MA પૂર્ણ કર્યું હોવાનું નોંધાયું છે, જેના કારણે ચર્ચાનો વિષય ગરમાયો છે. દસ્તાવેજ અનુસાર ઉમેદવારે BA 1997માં પૂર્ણ કર્યું છે જ્યારે MA 1996માં પૂર્ણ કર્યાની માહિતી દર્શાવવામાં આવી છે, જે ક્રમ વિરુદ્ધ હોવાનું જણાઈ રહ્યું છે. આ ભૂલભરેલી વિગતો હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હવે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

  • 17 Apr 2026 10:27 AM (IST)

    રાજકોટઃ ભાજપની સભામાં છુટ્ટાહાથની મારામારી

    રાજકોટ જિલ્લામાં આનંદપર નવા ગામ ખાતે યોજાયેલી ભાજપની સભા દરમિયાન અચાનક હંગામો સર્જાયો હતો. સભા વચ્ચે બે મહિલાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેમાં એકબીજાના ચોટલા ખેંચવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બાદમાં સભામાં હાજર ભાજપના કાર્યકરોએ વચ્ચે પડીને બંને મહિલાઓને છૂટા પાડ્યા હતા. હાલ બંને મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનું ચોક્કસ કારણ અકબંધ છે.

  • 17 Apr 2026 09:50 AM (IST)

    રાજકોટઃ નકલી પોલીસ બની તોડ કરતી બેલડી

    રાજકોટ ખાતે આજી ડેમ નજીક નકલી પોલીસ બની તોડફોડ અને વસૂલી કરતી બેલડીનો ભાંડો ફૂટ્યો છે. માહિતી મુજબ, બે શખ્સો રસ્તા પર વાહનો રોકીને પોલીસ તરીકે ચેકિંગ કરતા હતા અને લોકો પાસેથી તોડ કરતા હતા. જોકે એક જાગૃત નાગરિકે તેમની પાસે ઓળખપત્ર (આઈકાર્ડ) માંગતા બંને ગભરાઈ ગયા અને તેમનો ભાંડો ફૂટ્યો. બાદમાં બંને આરોપીઓ કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે તેની આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  • 17 Apr 2026 07:54 AM (IST)

    મોરબીઃ હળવદમાં આપના હોદેદારો ચાલુ કારમાં દારૂની મેહફીલ માણતા ઝડપાયા

    મોરબી જિલ્લાના હળવદમાં Aam Aadmi Party સાથે જોડાયેલા હોદેદારો ચાલુ કારમાં દારૂની મેહફીલ માણતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે Hitesh Varmora અને Vikas Vijaykumar ની અટકાયત કરી છે. માહિતી મુજબ હિતેષ ચરાડવા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે કાર્યરત છે જ્યારે વિકાસ વિજયકુમાર દિલ્હીમાં આપ સાથે જોડાયેલા કાર્યકર છે. બંને ચૂંટણી પ્રચારની કામગીરી દરમિયાન કારમાં બેઠા દારૂ પીતા ઝડપાયા હતા. પોલીસે તેમના પાસેથી બે વિદેશી દારૂની બોટલ, એક કાર અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. સાથે જ કારમાંથી આપના ખેસ અને પ્રચાર પત્રિકાઓ પણ મળી આવી છે, જેને લઈને સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

  • 17 Apr 2026 07:53 AM (IST)

    ઇરાન-અમેરિકા શાંતિવાર્તા મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન

    ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિવાર્તા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ મોટું નિવેદન આપતાં કહ્યું છે કે Iran પરમાણુ હથિયાર ન રાખવા માટે સહમત થયું છે અને તે એટલી હદ સુધી તૈયાર છે કે “એટમિક ડસ્ટ” પણ પરત સોંપશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે ઇરાન જેવા દેશ પાસે પરમાણુ હથિયાર હોવું સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ઇરાન અમેરિકાની મોટાભાગની શરતો પર સહમત થઈ ગયું છે અને બંને દેશો વચ્ચે ડીલ થવાની પ્રક્રિયા ખૂબ નજીક પહોંચી ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આવનારા સપ્તાહના અંત ભાગમાં ઇરાન સાથે ફરી એક વખત મહત્વપૂર્ણ ચર્ચા યોજાવાની છે, જે અંતિમ સમજૂતી માટે નિર્ણાયક બની શકે છે.

  • 17 Apr 2026 07:53 AM (IST)

    ઇઝરાયલ સાથે સીઝફાયર મુદ્દે લેબનોનના PMનું નિવેદન

    ઇઝરાયલ સાથે થયેલા સીઝફાયર અંગે લેબનોનના વડાપ્રધાન Najib Mikati એ સકારાત્મક પ્રતિસાદ આપતા યુદ્ધવિરામની જાહેરાતનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાનએ ખાસ કરીને મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા દેશોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના પ્રયાસોથી જ બંને પક્ષો વચ્ચે તણાવ ઘટાડવામાં સફળતા મળી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સીઝફાયર લાંબા ગાળાની શાંતિ તરફ આગળ વધવા માટેનો મજબૂત આધાર સાબિત થશે.

  • 17 Apr 2026 07:25 AM (IST)

    ઈઝરાયલ-લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ

    ઇઝરાયલ અને લેબનોન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે 10 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત કરવામાં આવી છે, જે રાત્રે 2:30 વાગ્યાથી અમલમાં આવી હોવાનું જણાવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ આ સીઝફાયરની જાહેરાત કરતાં જણાવ્યું કે બંને દેશો આ સમયગાળા માટે લડાઈ રોકવા સંમત થયા છે. તેમણે કહ્યું કે Benjamin Netanyahu અને જોસેફ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી અને વોશિંગ્ટનમાં બંને દેશોના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે અત્યાર સુધી 9 યુદ્ધોને પૂર્ણ કરાવવામાં તેમણે ભૂમિકા ભજવી છે અને આ તેમનું 10મું પ્રયત્ન છે. આ સીઝફાયરમાં Hezbollah પણ સામેલ રહેશે. તેમણે યોગ્ય સમયે લેબનોનની મુલાકાત લેવાની વાત પણ કરી. શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માટે JD Vance અને Marco Rubio ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

Published On - Apr 17,2026 7:24 AM

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">