AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા

રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અતિવૃષ્ટિ પ્રકારનો ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2026 | 9:02 PM
Share

હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. 4 જૂન સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની અનુમાન છે. જેમા પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં 2 થી 2.5 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે. આ તરફ 8 અને 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાની પણ ભીતિ સેવાઈ છે.

જ્યારે 19,20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની આગાહી કરાઈ છે. 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે. અલનીનોની અસરને કારણે રાજ્યમાં ઓછો વધતો વરસાદ રહેવાની શક્યતા છે.

Breaking News: 5 સેકન્ડના અંતરે જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ જામનગરનો ટાવર પડવાનો CCTV Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">