AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આણંદની અમુલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, પાંચને ઈજા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2025 | 10:11 PM
Share

આજે 12 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આણંદની અમુલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, પાંચને ઈજા

આજે 12 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Sep 2025 09:58 PM (IST)

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 18 સપ્ટેમ્બરે ફરી આવશે ગુજરાત

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત. 18 તારીખે ફરી રાહુલ ગાંઘી આવશે ગુજરાત. પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં આવશે રાહુલ ગાંધી. પાલ આંબલિયાનું નિવેદન. ત્રણ કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધુરા છે. જેના જવાબ તેઓ 18મીએ આપશે તેવું કહ્યું.

  • 12 Sep 2025 09:57 PM (IST)

    આણંદની અમુલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, પાંચને ઈજા

    આણંદની અમુલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. આણંદમાં અમુલ ડેરીમાં બાયોગેસની લાઈનના બલૂનમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ETP પ્લાન્ટ પાસે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હોઈ શકે છે. આ દુર્ઘટના અંગે હજુ સુધી અમુલ ડેરી તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે દુર્ઘટનાને પુષ્ટિ આપવામાં આવી નથી.

  • 12 Sep 2025 08:46 PM (IST)

    ગાંધીધામમાંથી ઘીમાં ભેળસેળ માટે રૂપિયા 1.32 કરોડનો પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો

    રાજ્યના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના ગાંધીધામમાંથી ઘી માં ભેળસેળ માટેના પામ ઓઇલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે અંદાજે 1.32 કરોડની કિંમતનો 4800 કિલો મુદામાલ જપ્ત કર્યો છે. ભારત ફૂડ ઓપરેટિવ લિમિટેડ નામની પેઢીમાંથી સમગ્ર જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો દિવાળી દરમિયાન ઘીમાં મિલાવટ કરવા માટે રાખવામાં આવ્યો હતો.

  • 12 Sep 2025 07:31 PM (IST)

    અમદાવાદમાં સસ્તામાં વિદેશ પ્રવાસના નામે અનેક પાસેથી રૂપિયા પડાવીને દુકાનના પાટીયા પાડી નાખ્યાં

    અમદાવાદના શિવરંજની પાસે આવેલ કે સી હોલીડેએ પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લી ઘડીએ ટિકિટો કેન્સલ કરી પ્રવાસીઓને છેતર્યા. ગઈકાલે રાત્રે 10:30 કલાકે દુબઈ ટુર શરૂ થાય એ પૂર્વે અનેકની ટિકિટો રદ્દ કરી નાખી. ચાલુ પ્રવાસે હોય એવા પણ અનેક લોકોના હોટેલ બુકિંગ અને રિટર્ન ટિકિટ કેન્સલ કરી નાખી હતી. કે સી હોલી ડે પર પ્રવાસીઓ પહોંચતા માલિક બંધ કરી રવાના થઈ ગયો. છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. યુરોપના વર્ક વિઝા, દુબઈ, સિંગાપોર ટુરના નામે અનેક લોકોને છેતર્યા હતા. અન્ય ટુર ઓપરેટરોના પ્રમાણમાં સસ્તા પેકેજ કે સી હોલીડે ઓફર કરતું હતું.

  • 12 Sep 2025 06:52 PM (IST)

    દિવ દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ સામે દમણમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

    દિવ દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાસંદ ઉમેશ પટેલ સામે દમણમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રશાસકના જન્મ દિવસ અને ગણેશ વિસર્જન પર રોકને લઇ ઉમેશ પટેલ બોલ્યા હતા વિવાદાસ્પદ નિવેદન. UP બિહારના અધિકારીઓ અભ્યાસ કરે છે કે ચોરી કરીને IAS બન્યા જેવા શબ્દોનો પ્રયોગ કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

  • 12 Sep 2025 06:29 PM (IST)

    પીએમ મોદી ફરી આવશે ગુજરાત ! ભાવનગરમાં GMB અને શિપિંગના કાર્યક્રમમાં હાજર રહી શકે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે ગુજરાતમાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાવનગરમાં આવશે. ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMB અને શિપિંગના કાર્યક્રમમાં હાજર રહી શકે છે. આ કાર્યક્રમની સાથેસાથે ભાવનગર મનપાના 100 કરોડના વિકાસના કામોનું પણ કરશે ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

  • 12 Sep 2025 06:24 PM (IST)

    ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા ખેડૂત હવે 22 સપ્ટેમ્બર સુધી કરાવી શકશે નોંધણી

    ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ વાવેતર પહેલા જ જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા કરાયેલ જાહેરાત મુજબ, ટેકાના ભાવે પાક વેચવા ઈચ્છતા ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. પરંતુ રાજ્યના વધુને વધુ ખેડૂતો, ટેકાના ભાવે સરકારી ખરીદીનો લાભ મેળવી શકે તે માટે, નોંધણીની સમયમર્યાદા લંબાવીને 22 સપ્ટેમબરની કરાઈ છે. એટલે કે 22 સપ્ટેમ્બર સુધી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે.

  • 12 Sep 2025 06:24 PM (IST)

    આવતીકાલથી ફરી ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી,  14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

    વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી રાજ્યમાં ફરીથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાય 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે. ગુજરાતમાં સીઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 12 Sep 2025 03:49 PM (IST)

    અમદાવાદના 2 PI ની તાત્કાલિક અસરથી વડોદરા ખાતે કરાઈ બદલી

    અમદાવાદના બે પીઆઈની તાત્કાલિક અસરથી વડોદરા ખાતે કરાઈ બદલી. ડીજીએ અમદાવાદના બન્ને પોલીસ ઈન્સ્પેકટરની બદલીના આદેશ કર્યાં છે. એ.આર.ધવન અને એન.જી.સોલંકીની બદલી વડોદરામાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બદલી કરાયેલા બન્ને પોલીસ ઈન્સ્પેકટરની પત્નિ અમદાવાદમાં DCP તરીકે ફરજ બજાવે છે.

  • 12 Sep 2025 03:25 PM (IST)

    વડોદરા એરપોર્ટ પરથી વિદેશી નાગરિકની અટકાયત, લગેજમાંથી મળ્યું કારતુસનું ખોખુ

    વડોદરા એરપોર્ટ પરથી વિદેશી નાગરિકની અટકાયત કરવામાં આવી છે. યુકેનાં નાગરિકની બેગમાંથી કારતુસનું ખોખુ મળ્યું છે. વડોદરાથી દિલ્હી જઇ રહ્યો હતો વિદેશી નાગરિક. સાયમન જેફરી હેરીસને પોલીસ સ્ટેશન લઇ જવાયો. સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓ દોડતી થઇ. તપાસ એજન્સીઓ દ્વારા વિદેશી નાગરિકની પૂછપરછ કરવામાં આવી છે. બંદુકની કારતુસનું ખોખુ ક્યાંથી આવ્યું તેની તપાસ હાથ ધરાઈ છે. રણોલીની ગ્રુનર રિન્યુએબલ કંપનીમાં આવ્યો હતો. સાયમન એન્જિનિયર હોવાથી કંપનીમાં આવ્યો હતો.

  • 12 Sep 2025 02:21 PM (IST)

    અંબાલાલ પટેલે 24 અને 25 સપ્ટેમ્બરે વરસાદની કરી આગાહી

    વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે માહિતી આપી કે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 14થી 20 સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા ,સાબરકાંઠા અને પંચમહાલ માં વરસાદી ઝાપટા પડશે. આગામી 14 થી 20 સપ્ટેમ્બર સુધી પણ વરસાદી ઝાપટા પડી શકે.

  • 12 Sep 2025 01:55 PM (IST)

    બનાસકાંઠાઃ પાલનપુર RTO સર્કલ પર આવેલો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત

    બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલા RTO સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થતાં સ્થાનિક પ્રશાસનને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બ્રિજના એક ભાગમાં તિરાડો દેખાવા લાગતાં સુરક્ષાની દ્રષ્ટિએ તે સાઈડ તાત્કાલિક બંધ કરવી પડી છે. પ્રશાસને બંધ થયેલા ભાગમાં સમારકામની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે આ બ્રિજ અગાઉ પણ આવું જ ક્ષતિગ્રસ્ત બન્યું હતું, જેના કારણે ફરીવાર ઊભા થતા પ્રશ્નો સામે પોઝિબિલિટી અને કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો અને યાત્રીઓને પણ હાલ અવરજવર માટે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 12 Sep 2025 01:20 PM (IST)

    બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. ઈ-મેઈલથી ધમકીભર્યો મેઈલ મળ્યો. ધમકીને પગલે કોર્ટ પરિસરને ખાલી કરાવાયુ. બોમ્બ સ્કવોડ સહિત પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

  • 12 Sep 2025 12:30 PM (IST)

    દિલ્હી હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    દિલ્હી હાઈકોર્ટમાં એક ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતાં હોબાળો મચી ગયો. મેઈલમાં કોઈ ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ નહોતો, પરંતુ તેમાં કોર્ટ પરિસરનો ઉલ્લેખ હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મેઈલ થોડા સમય પહેલા મળ્યો હતો. આ પછી સાવચેતીના પગલા તરીકે, બધા જજોને કોર્ટની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને વકીલો અને કર્મચારીઓને તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઇમેઇલમાં 3 બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી છે.

  • 12 Sep 2025 12:21 PM (IST)

    અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત શિબિરમાં ગેરહાજર

    જૂનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરને લઇને મહત્વના રાજકીય સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત શિબિરમાં હાજર રહ્યા નહોતા, જેને લઇને પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પહેલો મોકો નથી, અગાઉની શિબિરમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. પ્રતાપ દૂધાતની સતત ગેરહાજરીની પરિસ્થિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ સંદેશો આપતા જણાવ્યું છે કે “કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહન મળશે અને જે લોકો કામ નહીં કરે તેઓની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે.” હાલ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ પ્રતાપ દૂધાતના સ્થાને નવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરી શકે છે.

  • 12 Sep 2025 11:56 AM (IST)

    રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, ધનખડ પણ હાજર રહ્યા

    સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ કાર્યક્રમમાં ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે, રાજીનામું આપ્યા પછી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા.

  • 12 Sep 2025 11:23 AM (IST)

    અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી, કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

    અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં કુલ 12માંથી 10 બેઠક પર ભાજપના ઉમેદવારો અને 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને વિજય મળ્યો છે. કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી રહ્યાં છે. વ્યકિતગત બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં વિજય પટેલને વિજય મળ્યો છે. કુલ 7 મતદાતાઓમાંથી વિજય પટેલે 4 મત મેળવ્યાં હતા. બોરસદ બેઠક માટે જાહેર કરાયેલા પરિણામમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વિજય મળ્યો છે. પેટલાદ બેઠક પરથી બીના તેજસ પટેલ વિજેતા જાહેર થયા છે, જ્યારે આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમાર અને ખંભાત બેઠક પરથી ફરી રાજેન્દ્રસિંહ પરમાર વિજયી થયા છે.

  • 12 Sep 2025 11:08 AM (IST)

    સાબરકાંઠા: હિંમતનગરમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

    સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભાવુક બનાવમાં એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, મહિલાએ ભોલેશ્વર બ્રિજ પરથી નદીમાં પડતી થવાની કોશિશ કરી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક યુવક ત્યાં પહોંચ્યો અને મહિલાને કૂદતા અટકાવી તેના જીવનને બચાવ્યું.

  • 12 Sep 2025 10:17 AM (IST)

    મહીસાગરઃ કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો

    મહીસાગરઃ કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. કડાણામાંથી 37 હજાર ક્યુસેક પાણી છોડાયું. 5 ગેટ 3 ફુટ સુધી ખોલવામાં આવ્યા. 16550 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું. મહિસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા.

  • 12 Sep 2025 10:14 AM (IST)

    અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી

    અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ છે. 12માંથી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ છે. 8 બ્લોક માટે અને સભાસદની એક બેઠકની મતગણતરી હાથ ધરાઇ છે. બે રાઉન્ડમાં ચાર ટેબલો પર મતગણતરી હાથ ધરાઇ છે. પ્રથમ 4 ટેબલ પર આણંદ, બોરસદ,પેટલાદ, ખંભાતની મતગણતરી, ત્યારબાદ નડિયાદ, માતર, કઠલાલ, કપડવંજની મતગણતરી, બે રાઉન્ડની ગણતરી બાદ પરિણામ જાહેર કરાશે. ચૂંટણીમાં કુલ 97.48 ટકા મતદાન નોંધાયું છે.

  • 12 Sep 2025 09:58 AM (IST)

    કુખ્યાત આરોપી સંગ્રામસિંહે PIની રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ

    સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદના રામોલમાં થોડા સમય પહેલા જમીન દલાલી કરતા વ્યક્તિનું અપહરણ કરી લાખોની ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી. આરોપીઓ રાજસ્થાનના કોટામાં રોકાયા હોવાની જાણ થતા જ રામોલ પોલીસએ રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને 6 આરોપીઓની ધરપકડ કરી 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો..સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો અને આરોપીઓમાંથી એક ફરિયાદીનો કૌટુંબિક ભાણિયો નીકળ્યો હતો.  આ મામલે પોલીસ આરોપીઓની કસ્ટડી મેળવી લઈ જતી હતી. ત્યાં આરોપી સંગ્રામ સિંહે PIની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો. જેના બદલામાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી. હાલ આરોપીને સારવાર અર્થે ખસેડી આગળની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી.

  • 12 Sep 2025 09:26 AM (IST)

    સુરત: આંતરરાષ્ટ્રીય ‘સાયબર ગુલામી’ રેકેટના વધુ બે આરોપી ઝડપાયા

    સુરત ખાતે આંતરરાષ્ટ્રીય ‘સાયબર ગુલામી’ રેકેટના વધુ બે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ ધરપકડ મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. રેકેટ માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ અન્ય દેશોના નાગરિકોને પણ મ્યાનમારમાં મોકલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના નાગરિકો પણ સામેલ છે. અત્યાર સુધીમાં કુલ 51થી વધુ લોકોને મ્યાનમારમાં મોકલવામાં આવ્યા છે, જેમાં 47 ભારતીય નાગરિકો છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સરકાર અને સાયબર પોલીસની ટીમ દ્વારા વિશેષ પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • 12 Sep 2025 08:44 AM (IST)

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ જૂનાગઢમાં ચાલી રહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના ૧૦ દિવસીય તાલીમ કેમ્પમાં હાજરી આપશે. આ તાલીમ શિબિર દરમિયાન રાહુલ ગાંધી પક્ષના નેતાઓને નેતૃત્વ અને સંઘટનના મૌલિક પાઠ શીખવશે. એ અગાઉ પણ તેઓ વિવિધ રાજ્યોમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનોને આ પ્રકારનું માર્ગદર્શન આપી ચૂક્યા છે. આગામી દિવસે, બપોરે ૧ વાગ્યે રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર લૅન્ડ કરશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢ ખાતે ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે અને સાંજે પોરબંદરથી દિલ્હી માટે રવાના થશે. આ મુલાકાતથી પ્રદેશ કોંગ્રેસને નવી ઉર્જા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 12 Sep 2025 08:42 AM (IST)

    અમદાવાદના પાલડી વિસ્તારમાં ભઠ્ઠા પાસે હત્યા

    અમદાવાદના પાલડી વિસ્તારમાં ભઠ્ઠા પાસે હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. ઓળખીતા યુવક નૈસલ ઠાકોરની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, સંદિગ્ધો નંબર પ્લેટ વગરની કારમાં આવી પહોંચ્યા હતા અને તેમણે પહેલા નૈસલને કારથી ટક્કર મારી હતી. ત્યારબાદ તીખી છરી વડે ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાઓના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતા સાથે વધુ તપાસ શરૂ કરી છે. હાલ હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે.

  • 12 Sep 2025 07:51 AM (IST)

    નેપાળને મળ્યા પ્રથમ મહિલા પીએમ, સુશીલા કાર્કીના નામ પર સર્વસંમતિ

    સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે. કુલમન ઘીસિંગનું નામ પણ વચગાળાના પ્રધાનમંત્રી પદની રેસમાં હતું. કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમણે ભ્રષ્ટાચાર સામે ઘણા નિર્ણયો લીધા અને યુવાનોમાં લોકપ્રિય બન્યા. તેઓ ભારત સાથે સારા સંબંધોના પક્ષમાં છે અને તેમણે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી છે.

  • 12 Sep 2025 07:49 AM (IST)

    નેપાળમાં ફસાયેલા 14 ભારતીયો ફર્યા પરત

    અમદાવાદ એરપોર્ટ ખાતે રાત્રે 14 ભારતીય જે નેપાળમાં ફસાયેલા હતા, તે લોકો ભારત સરકારની મદદથી રાત્રે એરપોર્ટ ખાતે સહી સલામત પરત લવાયા છે.

Published On - Sep 12,2025 7:49 AM

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">