11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે પોલીસ અને AMCની ડ્રાઇવ, ડ્રાઇવ દરમિયાન કુલ 146 લોકોનું રેસ્ક્યૂ કરાયા
આજે 11 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે પોલીસ-એએમસીની કડક કાર્યવાહી, 146 લોકોનું રેસ્ક્યૂ
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે પોલીસ અને AMC દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન કુલ 146 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જેમાં 74 બાળકો અને 72 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોમાંથી 8 બાળકોને ચાઈલ્ડ હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બાળકોને તેમના માતા-પિતાને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભિક્ષાવૃત્તિ વિરુદ્ધની આ કામગીરી દરમિયાન પોલીસે 22 જેટલી FIR નોંધાવી છે. ખાસ કરીને બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવનાર લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અને AMCએ ભિક્ષાવૃત્તિમાં બાળકોનો ઉપયોગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આજે 11 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 10,2026 7:27 AM