AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક જ બેંકમાં બે સેવિંગ્સ એકાઉન્ટ રાખવા યોગ્ય છે કે નહીં? ખાતું ખોલાવતા પહેલાં સમજી લો ફાયદા અને નુકસાન

ઘણા લોકો બચત અને ખર્ચને અલગ રાખવા માટે એક જ બેંકમાં બે ખાતા ખોલાવી લે છે, પરંતુ શું આ નિર્ણય તમારા માટે નફાકારક છે કે ખિસ્સા પર વધારાનો બોજ? મિનિમમ બેલેન્સ અને છૂપા ચાર્જીસ તમારા પૈસા કેવી રીતે કાપી શકે છે? જાણો બે એકાઉન્ટ રાખવાના ફાયદા અને ગેરફાયદા.

એક જ બેંકમાં બે સેવિંગ્સ એકાઉન્ટ રાખવા યોગ્ય છે કે નહીં? ખાતું ખોલાવતા પહેલાં સમજી લો ફાયદા અને નુકસાન
| Updated on: Sep 09, 2026 | 10:05 PM
Share

ઘણા લોકો પોતાની જરૂરિયાત મુજબ એક જ બેંકમાં બે અલગ-અલગ સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account) ખોલાવતા હોય છે. એક એકાઉન્ટમાં સેલરી કે નિયમિત આવક રાખે છે, જ્યારે બીજા એકાઉન્ટનો ઉપયોગ બચત, ઓનલાઇન શોપિંગ કે અન્ય ચોક્કસ કામ માટે કરે છે. જોકે, આમ કરવું ગેરકાયદેસર કે ખોટું નથી, પરંતુ સવાલ એ છે કે શું એક જ બેંકમાં બે બચત ખાતા રાખવા ખરેખર ફાયદાકારક છે? કેટલીક પરિસ્થિતિઓમાં આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થાય છે, તો સાથે તેના કેટલાક એવા ગેરફાયદા પણ છે જેને નજરઅંદાજ ન કરી શકાય.

એક જ બેંકમાં બે એકાઉન્ટ રાખવાના મોટા ફાયદા:

  • પૈસાનું યોગ્ય વર્ગીકરણ: બે અલગ ખાતા હોવાથી તમે તમારા પૈસાને વિવિધ જરૂરિયાતો માટે સરળતાથી વહેંચી શકો છો. ઉદાહરણ તરીકે, એક ખાતાનો ઉપયોગ દૈનિક ઘરખર્ચ માટે અને બીજા ખાતાનો ઉપયોગ માત્ર ઈમરજન્સી કે બચત માટે કરી શકાય છે. આનાથી ખર્ચ અને સેવિંગ્સને ટ્રેક કરવું ખૂબ સરળ બને છે.
  • બજેટ મેનેજમેન્ટમાં મદદ: જો તમે દર મહિને ચોક્કસ રકમ બચાવવા માંગતા હોવ, તો પગાર આવતાં જ તે રકમ બીજા બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આનાથી બચતના પૈસા અલગ રહેશે અને રોજિંદા ખર્ચમાં અજાણતાં જ વપરાઈ જવાની શક્યતા ઘટી જશે.
  • વિવિધ સુવિધાઓનો લાભ: બેંકો અલગ-અલગ સેવિંગ્સ એકાઉન્ટ વેરિઅન્ટ પર જુદી જુદી સુવિધાઓ આપતી હોય છે. કોઈ એકાઉન્ટમાં વધુ ડિજિટલ લાભ કે રિવોર્ડ પોઈન્ટ્સ હોય, તો બીજામાં ઝીરો બેલેન્સ કે અન્ય સવલતો હોઈ શકે છે. તમે તમારી અનુકૂળતા મુજબ બંનેનો લાભ લઈ શકો છો.
  • સરળ બેંકિંગ સંચાલન: એક જ બેંકમાં ખાતા હોવાના કારણે બંને એકાઉન્ટ્સને એક જ મોબાઈલ બેંકિંગ એપ કે નેટ બેંકિંગ આઈડીથી હેન્ડલ કરી શકાય છે. ઉપરાંત, જરૂર પડ્યે બંને ખાતાઓ વચ્ચે ક્ષણભરમાં અને કોઈપણ વધારાના ચાર્જ વગર ફંડ ટ્રાન્સફર કરવું અત્યંત સરળ બની જાય છે.

એક જ બેંકમાં બે એકાઉન્ટ રાખવાના ગેરફાયદા:

  • મિનિમમ બેલેન્સ જાળવવાની ઝંઝટ: જો બંને ખાતામાં સરેરાશ માસિક કે ત્રિમાસિક બેલેન્સ (MAB/QAB) જાળવવાની શરત હોય, તો બંને એકાઉન્ટમાં પૂરતા પૈસા બ્લોક રાખવા પડે છે. જો બેલેન્સ નિર્ધારિત મર્યાદાથી ઓછું થાય, તો બેંક તરફથી પેનલ્ટી કે ચાર્જ વસૂલવામાં આવે છે.
  • વધારાના બેંકિંગ ચાર્જીસ: બે એકાઉન્ટ હોવાથી બંને માટે ડેબિટ કાર્ડ (ATM) ના વાર્ષિક ચાર્જ, SMS એલર્ટ ફી, ચેકબુક ચાર્જ જેવા વધારાના શુલ્ક અલગ-અલગ ચૂકવવા પડી શકે છે. આનાથી તમારો વાર્ષિક બેંકિંગ ખર્ચ વધી જાય છે.
  • એકાઉન્ટ ટ્રેકિંગ અને ઇન-ઓપરેટિવ થવાનું જોખમ: બે ખાતા હોવાથી ઘણીવાર એ યાદ રાખવું મુશ્કેલ બને છે કે કયા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે. જો કોઈ એક ખાતામાં લાંબા સમય (સામાન્ય રીતે 1 થી 2 વર્ષ) સુધી કોઈ વ્યવહાર ન થાય, તો તે એકાઉન્ટ ડોર્મન્ટ (નિષ્ક્રિય) અથવા બંધ થઈ શકે છે.
  • બિનજરૂરી જંજાળ: જો તમને નાણાં અલગ રાખવાની ખાસ જરૂર ન હોય અને તમારું સામાન્ય કામકાજ એક જ ખાતાથી વ્યવસ્થિત રીતે ચાલતું હોય, તો બીજું ખાતું ખોલાવવાનો કોઈ વિશેષ આર્થિક ફાયદો મળતો નથી.

લાઈટ બિલ ભરતાં પહેલાં આ 5 બાબતો ખાસ ચકાસો, ઘરે આવેલું બિલ સાચું છે કે ભૂલભરેલું ? મિનિટોમાં કરો તપાસ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">