આચાર્યના પુત્રએ ‘સંસ્કાર’ ભૂલીને કર્યું ‘કાળું કામ’, હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં મચ્યો ખળભળાટ – જુઓ Video
ગાંધીનગરના સેક્ટર-25 માં આવેલી રાજ સ્કૂલની હોસ્ટેલમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. વાત એમ છે કે, શાળાના આચાર્યના પુત્રએ જ એક સગીર વિદ્યાર્થીને બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે.
ગાંધીનગરના સેક્ટર-25 માં આવેલી રાજ સ્કૂલની હોસ્ટેલમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાના આચાર્યના પુત્રએ જ એક સગીર વિદ્યાર્થીને બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ખળભળાટ મચી ગયો છે અને શાળાની હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ મામલે પીડિત પક્ષની ફરિયાદના આધારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં આચાર્યના પુત્ર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આચાર્યના પુત્ર દ્વારા વિદ્યાર્થી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાનું સમગ્ર મામલે નિવેદન આવ્યું છે. શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસ કરાવવાનું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, “તપાસ કરાવીને અહેવાલ મંગાવી લઉં છું.” વિદ્યાર્થી સાથે દુષ્કૃત્યની આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ભાવનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કંઈ પડી નથી, વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા છે પરંતુ તંત્ર નથી કરી રહ્યુ કોઈ નક્કર કામગીરી
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ

