1 ઓગષ્ટના મહત્વના સમાચાર : ઓગષ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
Gujarat Live Updates : આજે 1 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

દિલ્હીમાં ધોધમાર વરસાદમાં શહેર જળમગ્ન થયુ છે. નવા સંસદ ભવનનાં પગથિયા સુધી પાણી પહોંચ્યું છે. ઉત્તરાખંડ અને દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. વાયનાડમાં ભૂસ્ખલનથી 243નાં મોત થયા છે, 240થી વધુ લોકો લાપતા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સપ્તાહ પહેલા કેરળને એલર્ટ કરાયું હતું. રાજ્યમાં બે ઓગસ્ટથી ફરી ચોમાસું ગતિ પકડશે. ચાર ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જોરદાર મેઘમહેર વચ્ચે રાજકોટમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. સિઝનનો માત્ર 14 ટકા જ વરસાદ છે. આજીમાં માત્ર 411 MCFT પાણીનો જથ્થો છે. રાજ્યમાં IAS અધિકારીઓનાં ચાર્જમાં ધરખમ ફેરફાર થયા છે. 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી, અમદાવાદના વસ્ત્રાપુરની ગ્રાન્ડ હયાત હોટલમાં સાંભરમાંથી વંદો નીકળ્યો. ફરિયાદને પગલે હોટેલનું કિચન AMCએ સીલ કર્યુ છે.
LIVE NEWS & UPDATES
-
ઓગષ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં વરસાદનું જોર કેવુ રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઓગષ્ટના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
આ તરફ કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં કૂલ વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 43.43 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં 43.60 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં 60.78 ટકા વરસાદ થયો છે.
-
જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્ય કર વિભાગને 9726 કરોડની થઈ આવક
જુલાઈ માસમાં ગુજરાતના રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાથી કુલ 9726 કરોડ રૂપિયાની આવક થઈ છે. જીએસટી હેઠળ રાજ્યને રૂપિયા 5838 કરોડની આવક થવા પામી છે. જ્યારે વેટ હેઠળ રૂપિયા 2974 કરોડની આવક નોંધાઈ છે. વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 892 કરોડ તો વ્યવસાય વેરાની રૂપિયા 21 કરોડની આવક થવા પામી છે. ગયા વર્ષના જુલાઈ 2023 કરતા આ વર્ષના જુલાઈની આવકમાં રૂપિયા 3868 કરોડનો વધારો નોંધાયો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ચાર માસમાં ગુજરાત રાજ્યની કરની આવક રૂપિયા 39,350 કરોડ થઈ છે. જે ગત નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનાની સરખામણીએ 14 ટકા વધુ છે.
-
-
સૂત્રાપાડાના ધામળેજ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 9 પેકેટ મળ્યા
ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવે છે. આવા બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાિક પોલીસે આ બિનવારસી ચરસના પેકેટ કબજે લઈને FSLની તપાસ અર્થે કામગીરી હાથ ધરી છે.
-
ભારતીયોને તાકીદે લેબનોન છોડવા દૂતાવાસની સલાહ
બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે કહ્યું કે લેબનોનમાં રહેતા તમામ ભારતીયોએ તાત્કાલિક દેશ છોડી દેવો જોઈએ. જે નાગરિકો કોઈ કારણસર ત્યાં રોકાયા છે તેઓએ ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ.
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું, સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર
કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે, ગુજરાતમાં ચોમાસામાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ, ખેડૂતોએ કરેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં સારો અને સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થયો છે. ખેડૂતોએ વિવિધ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. જરાતમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું, સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. ગયા વર્ષની સરખામણીએ 2.5 લાખ હેકટરના વધારા સાથે મગફળીનું 18.80 લાખ હેક્ટરમાં વાવેતર; કુલ તેલીબીયા પાકોનું 22.90 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
-
-
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત અધ્યક્ષ રણછોડ ભરવાડની ગત રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ ઉત્તર ગુજરાતના પ્રાંત કાર્યધ્યક્ષ બચુભાઇ લાડવાની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં મંદિરો તોડવા મુદ્દે કરેલી ટિપ્પણી બાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને તેમની ધરપકડ કરવામાં આવી છે.
-
ધોળકા નગરપાલિકાની કચેરીએ કર્મચારીએ આપઘાતનો કર્યો પ્રયાસ
અમદાવાદના ધોળકા નગરપાલિકાની કચેરીએ કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફિનાઇલ પી લીધા બાદ શરીર પર પેટ્રોલ છાંટ્યુ હતું. ધોળકા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસ આગળની આ ઘટના બનવા પામી છે. પેટ્રોલ છાંટી આગ ચાપે તે પહેલા જ તેને પકડીને બચાવી લેવાયો છે. ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
-
સ્વપ્નિલ કુસાલેને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સ્વપ્નિલ કુસાલેને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે સ્વપ્નિલ કુસલેનું પ્રદર્શન અસાધારણ હતું. કુસલેએ 50 મીટર રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Exceptional performance by Swapnil Kusale! Congrats to him for winning the Bronze medal in the Men’s 50m Rifle 3 Positions at the #ParisOlympics2024.
His performance is special because he’s shown great resilience and skills. He is also the first Indian athlete to win a medal in… pic.twitter.com/9zvCQBr29y
— Narendra Modi (@narendramodi) August 1, 2024
-
અંબાજી મંદિરમાં આજથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે
અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા છે. અંબાજી મંદિરમાં આજથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે. આજથી અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કર્યું. ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધજા ચઢાવી શકાશે નહીં. માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે. હાલમાં થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે.
-
ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બંધ
ભાવનગરની નવ નિર્મિત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ 200 કરોડના ખર્ચે તૈયાર તો કરી દેવાઇ છે. હોસ્પિટલમાં MRI અને સીટી સ્કેન જેવા મશીનો પણ ઇન્સ્ટોલ કરાયા છે. પરંતુ 3 વર્ષ વીતી ગયા હોવા છતાં, હજી સુધી હોસ્પિટલનું લોકાર્પણ થયું નથી. સર.ટી. હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ નિર્માણ થયા પછી કોર્પોરેશન પાસે પ્લાન અને BUની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. બિલ્ડિંગના ઉપયોદની મંજૂરી પણ મળી ગઇ છે. છતાં લોકાર્પણ નથી કરાયું. જો કે, આરોગ્ય કમિશનરે એવી સૂચના પણ કરી છે કે અહીં, ઇન્સ્ટોલ કરાયેલા સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવે. છતાં સાધનો પણ શરૂ નથી કરાયા. જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
-
વડોદરાની SSGમાં શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 18 બાળકોના મોત
વડોદરામાં ચાંદીપુરા રોગનો કહેર યથાવત છે. વડોદરાની SSGમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 18 બાળકોના મોત થયા છે. કુલ 6 બાળકોમાં ચાંદીપુરા પોઝિટિવ છે. હોસ્પિટલમાં કુલ 32 શંકાસ્પદ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. કુલ 32 બાળકો હોસ્પિટલમાં શંકાસ્પદ બાળકો દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં 4 બાળકો હજુ પણ આઇ સી યુમાં સારવાર હેઠળ છે. કુપોષણના કારણે સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
-
અમરેલીમાં અનાજ માફિયાઓ સામે હાથ ધરાઇ કાર્યવાહી
અમરેલીમાં અનાજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. સાવરકુંડલા મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ઝડપ્યું છે. લીલીયા રોડ પર અમૃતવેલ રેલવે ફાટક પાસે જથ્થો ઝડપાયો છે. વાહનમાંથી 25 બોરી ઘઉંનો જથ્થો જપ્ત કરાયો છે. જથ્થો એકત્ર કરીને ફેરિયા દ્વારા બારોબાર વેચાતો હોવાના અહેવાલ છે.
-
પંચમહાલ: પ્રોપર્ટી કાર્ડ ઈશ્યૂ કરવામાં મોટા કૌભાંડની આશંકા
પંચમહાલ: પ્રોપર્ટી કાર્ડ ઈશ્યૂ કરવામાં મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. ગોધરા ખાતે આવેલ સીટી સર્વે કચેરીમાં કૌભાંડની શંકા છે. અંદાજિત 3500 પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ અપાયાના આક્ષેપો છે. ખાનગી રાહે મળેલી રજૂઆતને પગલે ગાંધીનગરની ટીમ એક્શનમાં આવી છે. શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ, ડોક્યુમેન્ટ કબજે લઇ તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં આક્ષેપો પૂરવાર થશે તો જવાબદારો કડક કાર્યવાહી સામે થશે
-
દિલ્હી : ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ
દિલ્લી: ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. એક કલાક ધોધમાર વરસાદ બાદ દિલ્લી પાણી-પાણી થયુ છે. ભારે વરસાદને પગલે 2ના મોત થયા, 2 ઘાયલ થયા છે. 22 વર્ષીય મહિલા અને તેના બાળકનું મોત થયુ છે. પ્રગતિ નગર મેદાન વિસ્તારમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તિલક બ્રિજ, અનુવ્રત માર્ગ, આઈટીઓ વિસ્તારમાં પાણી ભરાયા છે. પંજાબી બાગ અંડરપાસ, કિરાડી વિસ્તાર જળમગ્ન છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે.
-
અમદાવાદ: 35 શાળાઓને શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ
ઉલ્લેખનીય છે, વિદ્યાર્થીઓને આર્થિક રીતે લાભ અપાવવા માટે સરકારે આ બંને યોજના જાહેર કરી છે. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને કુલ 50 હજાર રૂપિયાની સહાય અપાય છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25 હજારની સહાય અપાય છે. જો કે કેટલીક શાળા આ યોજનાને પહોંચાડવામાં બેદરકારી દાખવી રહી છે. જેને લઇ શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.
-
ઉત્તરાખંડમાં ફરી એકવાર તારાજી સર્જાઈ
ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓ માટે વરસાદ આફત બની ગયો છે. બુધવારે રાત્રે ટિહરીના ભીલંગાણા બ્લોકના નૌતાદ ટોકમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ હતી. અચાનક પહાડની ટોચ પરથી આવેલા પાણીએ એક હોટલને ધોઈ નાખી. આ જ પાણીમાં ઘણા પ્રાણીઓ પણ વહેવા લાગ્યા. દુર્ઘટના સમયે હોટલમાં કોઈ મુસાફરો નહોતા. ત્યાં માત્ર હોટલના માલિક , તેમની પત્ની , અને પુત્ર વિપિન હતા. ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળથી 100 મીટરના અંતરે ભાનુ પ્રસાદ અને તેમની પત્ની નીલમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પુત્ર વિપીનની શોધખોળ ચાલુ છે.
Published On - Aug 01,2024 7:36 AM





