09 મે ના મહત્વના સમાચાર : સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય, કોંગ્રેસને મળ્યો એક જ મત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 10:59 PM

Gujarat Live Updates : આજે 07 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

09 મે ના મહત્વના સમાચાર : સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય, કોંગ્રેસને મળ્યો એક જ મત

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને ચોથા તબક્કાના મતદાન માટે તમામ પક્ષો પોતાની પુરી તાકાત લગાવી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, તેલંગાણાના કરીમનગર અને સરૂર નગરમાં આજે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે જાહેર સભાનુ આયોજન છે.

આ સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ફતેહપુરના બિંદકી, કન્નૌજના રસુલાબાદ અને ચિત્રકૂટમાં જાહેર સભાઓને સંબોધિત કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાંચી અને ખુંટીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. જ્ઞાનવાપીમાં ધાર્મિક કાર્યક્રમોની માંગણી પર સુનાવણી હાથ ધરાશે. કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણી લડવા માટે આજે ઉમેદવારી નોંધાવશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 May 2024 10:04 PM (IST)

    હજુ 48 કલાક ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી

    ગરમીને લઇને હવામાન વિભાગની નવી આગાહી આવી છે. જે પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ તો ગરમીથી કોઇ રાહત મળવાની શકયતા નથી. અમદાવાદ-ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે. કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે. 48 કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. 14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી છે વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. 14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી છે.

  • 09 May 2024 08:46 PM (IST)

    અમદાવાદના વટવામાં ભાડાની ડિપોઝીટની તકરાર બની જીવલેણ, દંપતીએ કરી મહિલાની હત્યા

    અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ..વટવામાં ભાડાનાં ડિપોઝિટની તકરારમાં દંપતીએ મહિલાની હત્યા કરી નાંખી. ઘટનાની વાત કરીએ તો આરોપી દંપતીનો વટવાના નીલકંઠ એસ્ટેટમાં એક શેડ આવેલો છે.દંપતીએ આ શેડ મૃતક મહિલાના પતિને ભાડે આપ્યો હતો. ભાડુઆતે ડિપોઝિટ પેટે રૂપિયા 30 હજાર આપ્યા હતા. હવે ભાડૂઆતે માલિકને શેડ પરત કરી દીધો.પરંતુ ડિપોઝિટની રકમ અંગે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી. હવે તકરાર એટલી ઉગ્ર થઈ કે. આરોપી દંપતીએ મહિલા પર તલવારથી હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..પોલીસે ફરિયાદના આધારે દંપતીની ધરપકડ કરી છે. સામાન્ય ભાડાની તકરારમાં એક જિંદગી હોમાઈ ગઈ.

  • 09 May 2024 08:43 PM (IST)

    હવે શક્તિપીઠ અંબાજી પણ બનશે પ્લાસ્ટિક મુક્ત, ભાવિકોને કપડાની થેલીમાં મળશે પ્રસાદ

    અંબાજીમાં અત્યાર સુધી તમે જે પ્રસાદ પ્લાસ્ટિકની થેલીમાં લેતા હતાં એ હવે કપડાની થેલીમાં મળશે. હવે શક્તિપીઠ અંબાજી પણ પ્લાસ્ટિક મુક્ત બનશે. અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા હવે આ યાત્રાધામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવા આયોજન મુજબ યાત્રીકે આ થેલી વેન્ડિગ મશીન મારફતે મેળવવાની રહેશે અને તેના માટે 5 રૂપિયા ચાર્જ ચુકવવાનો રહેશે, અંબાજીમાં બે ઠેકાણે ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકશે. તેના માટે કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહીં.

  • 09 May 2024 08:40 PM (IST)

     કોંગ્રેસના વંદેભારત અંગે આરોપ પર રેલવે મંત્રીએ જણાવ્યું સત્ય

    ચૂંટણીના માહોલમાં કેન્દ્રની ભાજપ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી ત્યારે આ વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે વંદે ભારતનું ભાડું વધારે છે તેને લઈને મોટાભાગની ટ્રેનો ખાલી દોડી રહી છે . કોંગ્રેસે કહ્યું હતુ કે 50 % વંદે ભારત ટ્રેન ઓછા પેસેન્જર્સ સાથે દોડી રહી છે કે પછી સાવ ખાલી જઈ રહી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી કોંગ્રેસને વળતો જવાબ આપ્યો હતો.

    કોંગ્રેસના આ આરોપોનો જવાબ આપવા ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આગળ આવ્યા છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આનો જવાબ આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પરપોટો ફોડવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું કે 7 મે, 2024ના રોજ વંદે ભારત ટ્રેનોમાં ઓક્યુપેન્સી 98 રહી . તે જ સમયે, નાણાકીય વર્ષ 2024-25માં વંદે ભારત ટ્રેનોનોમાં ઓક્યુપેન્સી 103 ટકા રહી હતી. રેલ્વે મંત્રીએ આ અંગે કહ્યું કે શું કોંગ્રેસ વંદે ભારત ટ્રેનોને રોકવા માંગે છે?

  • 09 May 2024 08:38 PM (IST)

    શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ

    વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી ભારતીય શેરબજાર ફરીથી મોટા ઘટાડા સાથે બંધ થયું છે. BSE સેન્સેક્સ 73000ની નીચે અને નિફ્ટી 22000ની નીચે સરકી ગયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા વિક્સ લગભગ 7 ટકાના ઘટાડા સાથે એક વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

  • 09 May 2024 08:35 PM (IST)

    NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ

    પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે. હવે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે. યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. અમારા ધ્યાન દોરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા છે. યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ.

  • 09 May 2024 08:32 PM (IST)

    ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

    દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે ભવ્ય વિજય થયો છે. તો બિપીન ગોતાને 66 મત મળ્યા જ્યારે કૉંગ્રેસને માત્ર એક પોતાનો મત મળ્યો હતો. આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં પણ ભાજપની ભાજપ સામેની હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું હતુ. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો.

  • 09 May 2024 02:26 PM (IST)

    NEET exam Scam News : નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં રોય ઓવરસીઝના માલિકની ધરપકડ

    પંચમહાલના ગોધરા ખાતે પ્રકારમાં આવેલા નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં વડોદરાથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા SOG પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી ધરપકડ કરી હતી. પરશુરામ રોય, રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક છે. નીટની પરીક્ષા ચોરી કૌભાંડમાં તેમનુ પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ છે.

  • 09 May 2024 02:22 PM (IST)

    Bharuch News : ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

    ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર CID ક્રાઇમે, ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ વ્યક્તિએ, મિસાઈલ તથા ડ્રોનની ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ઇસ્લામાબાદ અને કરાંચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી હતી. પાકિસ્તાન આર્મીના હેન્ડલરને પણ માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ દ્વારા પહોંચાડતો હતો માહિતી.

  • 09 May 2024 02:13 PM (IST)

    Lok Sabha Election Booth Capturing News : સંતરામપુરના પરથમપુર બુથ પર 11 મે ના રોજ ફેર મતદાન યોજાઈ શકે

    સંતરામપુરના પરથમપુર લાઇવ બુથ કેપ્ચરિંગ મામલો સામે આવ્યા બાદ, આ બુથ ઉપર ફેર મતદાન યોજાઈ શકે છે. બુથ કેપ્ચરીગનો વીડિયો વાયરલ થયા બાદ, કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ફેર મતદાન હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ આગામી 11 મેના રોજ પરથમપુર બુથ ઉપર ફેર મતદાન યોજી શકે છે.

  • 09 May 2024 01:46 PM (IST)

    Gujarat Weather News : ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રીય છતા ગરમીથી નહી મળે રાહત, પ્રિ મોન્સુન એકટીવિટી થશે શરુ,

    ગુજરાતની ઉપર આસપાસ 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં 2 સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ છે. આગામી દિવસોમાં રાજ્યમાં પ્રિ મોન્સુન એકટીવિટીનો પ્રારંભ થશે. પ્રિ-મોન્સુન એકટીવિટીને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. આગામી 11 તારીખ બાદ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે હજુ પણ ગરમીમાંથી રાહત નહી મળે તેમ હવામાન વિભાગનું કહેવું છે. અમદાવાદમાં આજે પણ 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

  • 09 May 2024 01:13 PM (IST)

    Gir Somnath Talala Earthquake News : તાલાલામાં સતત બીજા દિવસે આવ્યો ભૂકંપ

    ગીર સોમનાથના તાલાલામાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે બપોરના 12:55 કલાકે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 3 કે તેથી વધુનો ભૂકંપનો આંચકો આવ્યો છે.

  • 09 May 2024 01:08 PM (IST)

    surendranagar news : સુરેન્દ્રનગરના જૂની હાઉસિંગ વિસ્તારમાં ધોળા દિવસે 3 રાઉન્ડ ગોળીબાર

    સુરેન્દ્રનગરના જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ધોળા દિવસે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે. જૂની અદાવતનું મનદુઃખ રાખીને એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ખાનગી ફાયરિંગમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 હત્યા અને ફાયરિંગની ઘટના બની છે.

  • 09 May 2024 12:54 PM (IST)

    Gujarat Live Updates : સુરતમાં કાપડ-કોલસાના વેપારી પર આવકવેરાના દરોડા

    સુરત આવકવેરા વિભાગ દ્વારા આજે વહેલી સવારથી કાપડ વેપારી સાથે કોલસાના વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસ. એન. ટ્રેડલિંક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કંપની સુરતની વિવિધ ડ્રાઈંગ મિલમાં કોલસા સપ્લાય કરવાનું કામ કરે છે. કંપની સંદર્ભે મધ્ય પ્રદેશમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એસ. એન. ટ્રેડલિંક કંપની દ્વારા વિદેશથી કોલસાની આયાત કરે છે. આવકવેરાના 25 થી વધુ અધિકારી, દરોડાની કામગીરીમાં જોડાયા છે. દરોડાના પગલે કાપડના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

  • 09 May 2024 12:47 PM (IST)

    Gujarat Live Updates : નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌંભાડ, વિદ્યાર્થી દિઠ રૂપિયા 10 લાખનો સોદો!

    પંચમહાલમાંથી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મોટું કૌભાંડ ઝડપાયુ છે. ગોધરા ખાતે લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લા કલેકટરને મળેલી અંગત બાતમીના આધારે નીટની પરીક્ષામાં ચોરી કરવવાનું કૌંભાડ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરી કરાવવા બદલ રૂપિયા 10 લાખનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

    જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે જિલ્લા કલેકટર, જિલ્લા અધિક કલેકટર અને DEO તપાસ માટે પરિક્ષા કેન્દ્ર પહોચ્યા હતા. પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી રૂ. 7 લાખની રોકડ રકમ મળી આવી છે. પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનુ ખુલ્યું છે.  એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.

    સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે  પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • 09 May 2024 11:26 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇ રાજ્યના શિક્ષણ પ્રધાને આપી પ્રતિક્રિયા

  • 09 May 2024 11:05 AM (IST)

    Gujarat Live Updates : માંદગીની રજા પર ગયેલા 25 ક્રૂ મેમ્બર્સને એર ઈન્ડિયા એક્સપ્રેસે કાઢી મૂક્યા

    એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સના લગભગ 25 કર્મચારીઓને કામ પર ન આવવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે અને તેમના વર્તનથી હજારો મુસાફરોને મુશ્કેલી પડી છે. એરલાઇન ટૂંક સમયમાં એક નિવેદન જાહેર કરશે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે.

Published On - May 09,2024 11:04 AM

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">