અમદાવાદઃ PMO ઓફિસરની ઓળખ આપીને નેતાઓને છેતરતી ગેંગ ઝડપાઈ, 6ની ધરપકડ

હવે નેતાઓ કે કાર્યકરો પણ ચીટરોથી સુરક્ષિત નથી, નેતાઓને છેતરતી ગેંગ ઝડપાઈ છે. પીએમઓના અધિકારીની ઓળખ આપી નેતાઓ અને કાર્યકર્તાઓને છેતરતી આ ગેંગના 6 સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

અમદાવાદઃ  PMO ઓફિસરની ઓળખ આપીને નેતાઓને છેતરતી ગેંગ ઝડપાઈ, 6ની ધરપકડ
નેતાઓને છેતરતી ગેંગ ઝડપાઈ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 27, 2024 | 9:09 AM

વડાપ્રધાન તમારી કામગીરીથી ખુશ થયા છે, તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઇવે પરના ફાર્મહાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો. પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ આપ અત્યારે 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે. આવા કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે.

સામાન્ય રીતે અલગ અલગ બહાનાઓથી લોકો પાસે પૈસા પડાવતી અને ગેંગ અને અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે પરંતુ રાજકીય કાર્યકરો અને આગેવાનો પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે આ ગેંગના છ જેટલા સભ્યોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા ગેંગના સભ્યોની પૂછપરછ કરવામાં આવતા અનેક ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવી છે.

નેતાઓ અને કાર્યકરોને કઈ રીતે છેતરતા હતા, જાણો

મુખ્યત્વે આ મેવાતી ગેંગનો ધંધો સાયબર ફ્રોડ કરી લોકોને પોતાનો શિકાર બનાવતી હતી અને રૂપિયા પડાવતી હતી, પરંતુ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આ ગેંગ દ્વારા નેતાઓને અને કાર્યકરોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. જોકે સમગ્ર મામલે પોલીસે મેવાતી ગેંગના ભરતસિંહ જાટવ, ઈર્શાદખાન મેવ, ઈર્શાદ મેવ, સાબિર મેવ, રાકીબ મેવ અને મહોમદજહાન મેવ ની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ પી.એમ.ઓ ના ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ આપતા હતા. વડાપ્રધાન તમારી ભાજપના કાર્યકર્તા તરીકેની કામગીરીથી ખુશ થયા છે તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઇવે પરના ફાર્મહાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો. આ પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે પણ આપ અત્યારે 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે.

આ પ્રકારની વાતો કરીને આરોપીઓ સામેવાળા વ્યક્તિને વોટ્સએપ માં પ્રોજેક્ટના ફોટા મોકલતા હતા. આ પ્રકારે અલગ અલગ સ્કીમના ફોટાઓ લઈ સામેવાળી વ્યક્તિને મોકલી તેમને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આવી જ ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેવાતી ગેંગના છ સભ્યોની ધરપકડ કરી છે.

આરોપીઓ પહેલા કરતા હતા સાઇબર ફ્રોડ

પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે, કે પકડાયેલા આરોપીઓ પહેલા નટરાજ કંપનીની પેન્સિલ પેકિંગ કરવા માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકતા હતા. જે જાહેરાતને આધારે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો તેમને વર્ક ફોર્મ હોમ માટે કામ કરવાનું જણાવી તેમને દર મહિને 15 હજાર રૂપિયા આપવાનું કહી રજીસ્ટ્રેશનના 620 રૂપિયા ગૂગલ પે અથવા ક્યુઆર કોડ થી મોકલવાનું કહેતા હતા.

આ પ્રમાણે 8 થી 10 લોકોના રૂપિયા આવી જાય એટલે આરોપીઓ સીમકાર્ડ તોડી ફેંકી દેતા હતા. જોકે આ કામમાં ઓછા રૂપિયા મળતા હોવાથી આખરે તેઓએ પોતાની ઓળખ પી.એમ.ઓ ના અધિકારી તરીકેની આપી મોટા લોકો સાથે ઊંચી રકમની છેતરપિંડી કરવાનું નક્કી કર્યું.

સિમ કાર્ડ વેચાણની માયાજાળ

આરોપી ભરતસિંહ પોતાના નામે સીમકાર્ડ ખરીદી ઈર્શાદખાન મારફતે એક કિશોરને સીમકાર્ડ વેચતો હતો. જે બાદ કિશોર ઈર્શાદ અને સાબીર જાફરને વેચાણ કરતો હતો. ઈર્શાદ અને સાબીર બંને આરોપીઓ રાકીબને સીમ કાર્ડ વેચતા હતા અને રાકીબ તેના કાકા મોહમ્મદજહાન અને તાહિર હુસેનને સીમકાર્ડ વેચાણ કરતો હતો. આખરે મોહમ્મદ જહાન આ સીમ કાર્ડ નો ઉપયોગ સાયબર ફ્રોડ કરવા માટે કરતો હતો.

હાલ તો પોલીસે સમગ્ર મામલે મેવાતી ગેંગના સભ્યોની ધરપકડ કરી લીધી છે અને આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેમ જ વધુ કોઈ વ્યક્તિ આ ગેમનો શિકાર થયો છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">