09 જુલાઈના મહત્વના સમાચાર : ઊંઝામાંથી ફૂડ અને ડ્રગ વિભાગે 26 ટનનો 19.6 લાખની કિંમતનો કેમિકલ કલરનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો
Gujarat Live Updates : આજ 09 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 09 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.રાતીમાં સમાચાર, આજના ગુજરાતી સમાચાર
LIVE NEWS & UPDATES
-
સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં વીર દર્શન એપાર્ટમેન્ટ ભારે વરસાદથી એક તરફ નમી ગયું, એપાર્ટમેન્ટ જર્જરિત ગણાવાઈને તોડી પાડવાની SMCએ હાથ ધરી કાર્યવાહી
સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. પર્વતગામમાં આવેલ વીર દર્શન એપાર્ટમેન્ટ નમ્યું ! બપોરના લોકોને જાણ થતા બુમાબુમ થઇ જવા પામી હતી. લોકો ગભરાટના કારણે નીચે ઉતરી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ, પોલીસ અને SMC ટીમ સ્થળ પર પહોંચી. લોકો પોતાનો સમાન છોડી જીવ બચાવવાં ભાગ્યા. એપાર્ટમેન્ટ જર્જરિત થતા સીલ કરવામાં આવ્યું છે. લોકો પોતાનો સામાન લઈને રસ્તા પર બેસવા મજબૂર બન્યા. પોલીસ, પાલિકા દ્વારા લોકો, બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. જર્જરિત એપાર્ટમેન્ટ નીચે ઉતારવા હાથ ધરવામાં આવશે. હાલ એપાર્ટમેન્ટના રહીશો બેઘર બની રસ્તા પર રહેવા મજબુર બન્યા
-
ઊંઝામાંથી ફૂડ અને ડ્રગ વિભાગે 26 ટનનો 19.6 લાખની કિંમતનો કેમિકલ કલરનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો
રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગે, ભેળસેળ વાળો શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉંઝામાં કેમિકલ કલરનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે 26 ટનનો 19.6 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. સમગ્ર મામલે ફૂડ વિભાગે જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
અમદાવાદ એરપોર્ટ પરથી રુપિયા 5 કરોડની કિંમતનો આયાતી ગાંજો પકડાયો
અમદાવાદમાં કસ્ટમ વિભાગે ફરી એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી રુપિયા 5 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો છે. બેગમાં ગાંજો છુપાવીને લાવેલા એક શખ્સની કરાઈ ધરપકડ કરાઈ છે. બેગમાં બ્લેક પેકેટમાં સંતાડ્યું હતું ડ્રગ્સ.
-
વિવિધ ગેરરીતિ બદલ AMTS અને BRTSના 13 ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયા
AMTS અને BRTSના 13 ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સર પ્રાઈઝ ચેકીંગ દરમિયાન ખામીઓ સામે આવતા ફરજમુક્ત કરવામાં આવ્યા છે. બસ સ્ટોપ પર બસ ના રોકવી, મુસાફરો સાથે ગેરવર્તન કરવું, ઓવરસ્પીડમાં બસ ચલાવનાર ડ્રાઇવરો સામે તવાઈ બોલાવાઈ છે. કોન્ટ્રાક્ટ પરના 13 ડ્રાઈવરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. AMTSના 10 અને BRTS ના 3 ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
-
પાલતુ કુતરા બાદ હવે અમદાવાદમાં પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરાયું
અમદાવાદમાં હવે ડોગ બાદ બિલાડીનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાલતુ બિલાડીનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પાલતુ શ્વાન બાદ હવે પાલતુ બિલાડી રાખનારા લોકોએ પણ તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર 200 રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં બિલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરમાં રાખવામાં આવતા પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું જરૂરી છે. જેની નોંધણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી નોંધણી કરવી પડશે. જરૂરી ફી ચુકવી, વિગતો ભરી, પુરાવા સબમીટ કરી નોંધણી કરાવવાની રહેશે. પાલતુ શ્વાન માટે 2000 રૂપિયા અને બિલાડી માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે.
-
-
સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમના નામે અનેકને ઠગનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરાવવા હાઈકોર્ટમાં કરાઈ અરજી
કેટલાય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં જામીનમ મેળવનાપ ભૂપેન્દ્ર ઝાલાના જામીન રદ કરાવવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પોન્ઝી સ્કીમના નામે ભૂપેન્દ્ર ઝાલાએ ઉઘરાવ્યા હતા કરોડો રૂપિયા. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં થઈ અરજી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરવા 3થી વધુ અરજદારોની અરજી કરી છે. કોર્ટના આદેશ મુજબ હજુ સુધી રોકાણકારોને નથી ચૂકવ્યા રૂપિયા. રૂપિયા ન ચૂકવાતા રોકાણકારોએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા.
-
સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 2 ખલાસીના મોત, 12નો બચાવ
સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. સલાયાના મહેબૂબ-એ-બુખારી નામનું જહાજને ઓમાન નજીક ડૂબ્યું. ખરાબ હવામાનના કારણે બંને મુખ્ય એન્જિન બંધ પડતાં જહાજમાં દરિયાનું પાણી ઘૂસ્યું. 14માંથી 12 ભારતીય ખલાસીઓનો સફળ બચાવ કરાયો છે. ઘટનામાં બે ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ ગાંધર યાસીન નૂરમામદ અને ભાયા ઇમરાન ઇશાક તરીકે થઈ છે. ઓમાન નેવી અને નજીકના જહાજોએ ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન. બચાવાયેલા 12 ખલાસીઓ અને બંને મૃતદેહોને ઓમાન પહોંચાડાયા. જહાજ 3 જુલાઈએ દુબઈથી જિબૂતી માટે માલસામાન લઈને રવાના થયું હતું.
-
રાજકોટના મોકાજી સર્કલ નજીક ફાયરિંગ કરીને એકને મોતને ઘાટ ઉતારવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રણજીત વાળા અને તેના બે પુત્રોની અટકાયત કરી
રાજકોટના મોકાજી સર્કલ નજીક ગઈરાત્રે ફાયરિંગ કરીને એકને મોતને ઘાટ ઉતારવાના કેસમાં, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનાર શખ્સોની કરી અટકાયત. રણજીત વાળા અને તેના બે પુત્રોની અટકાયત કરી. અટકાયેત કરાયેલા રણજીત વાળાના એક પુત્રનુ નામ રાજવીર છે. ગઇકાલે રાત્રીના સમયે નજીવી બાબતમાં કૃષ્ણરાજસિંહ જાડેજા નામના યુવાનની ગોળી મારી હત્યા કરાઇ હતી.
-
ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું, વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 9 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ગુજરાત રિજીયનમાં અલગ અલગ સ્થળોએ છૂટા છવાયા હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સીઝનનો 162.5 મીમી વરસાદ થયો છે. જો કે, આજની તારીખે 178.7 મિમી વરસાદ વરસવો જોઈએ. રાજ્યમાં 9% ઓછો વરસાદ નોંધાયો છે. 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
-
ડોસવાડા ગામે આવેલ ડેમ ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા
તાપીના સોનગઢમાં ડોસવાડા ગામે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામના લોકોને સાવચેત કરાયા છે. નદીના પટમાં અવર જવર નહીં કરવા આદેશ કરાયો છે.
-
કોંગ્રેસે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી, સરકારને ઘેરવાના મુદ્દાઓ તૈયાર કર્યા, 2027ની ચૂંટણી માટેની તૈયારી
જામનગરમાં ગુજરાત કોગ્રેસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગરમાં સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ છે. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે. સંગઠનમાં નિષ્ક્રિયતા ચલાવી લેવાશે નહીં. નિષ્ક્રિય હોદ્દેદારો સામે કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે. જરૂર પડશે ત્યાં સંગઠનમાં મોટા ફેરફારો થશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે કર્યા વાક પ્રહારો. દરેક જિલ્લા અને શહેરની સમીક્ષા શરૂ કરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનું મંથન કરવામાં આવશે. નબળા પ્રદર્શનના કારણોની તપાસ કરાશે. જનતાના પ્રશ્નો વધુ અસરકારક રીતે ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવાશે. મિશન 2027 માટે રોડમેપ તૈયાર થશે.
-
ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામના સ્મશાન નજીક આવેલી ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો
ખેડાના ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામે માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો છે. ગામના સ્મશાન નજીક આવેલી એક ગટરમાંથી મૃતદેહ મળ્યો. પાપ છુપાવવા અથવા અન્ય કોઈ કારણોસર બાળક ત્યજીને ફરાર થયા છે. ડાકોર પોલીસે મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધીને, આ શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
-
શાહીબાગ પોલીસ હેડકવાટર્સ ખાતે યોજાયેલ મોક ડ્રીલમા વપરાયેલા ટિરયગેસના શેલની અસર રિવરફ્રન્ટ પર વાહનચાલકોને થઈ
અમદાવાદમાં આગામી રથયાત્રા લઈને પોલીસ હેડક્વાટર ખાતે યોજાયેલ મોક ડ્રીલની અસર સાબરમતી રિવરફ્રન્ટ સુધી વર્તાઈ છે. મોક ડ્રીલમાં ઉપયોગમાં લેવાયેલા ટિયરગેસના શેલની અસર વાહનચાલકોની આખમાં જોવા મળી છે. વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા, પાણી આવવાની ફરિયાદ કરી રહ્યાં છે. અચાનક અસરથી લોકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ ફેલાયો હતો. અનેક લોકોએ આંખો ધોઈને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો.. કેટલાક વાહનચાલકોએ સુરક્ષાના ભાગરૂપે વાહનો ધીમા કર્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં લાગી. ઘટનાને કારણે રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
-
પૂરગ્રસ્ત સુરતની મુલાકાતે પહોંચ્યો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી સ્થિતીને લઇને કરશે સમીક્ષા
સુરત શહેરમાં પડેલા વરસાદ અને ખાડી પૂર બાદ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી સ્થિતીને લઇને કરશે સમીક્ષા. તમામ કલેકટર અધિકારીઓ અને MLA સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતનાં ICCC ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
-
ગુજરાતે જાહેર કરી ડેટા સેન્ટર પોલીસી, ગ્રીન એનર્જીનો ઉપયોગ 51 ટકા કરવો ફરજિયાત રહેશે, 6 લાખ કરોડના રોકાણની સંભાવના
ગુજરાતમાં આજે ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે. જે ડેટા સેન્ટર બનશે એમાં ગુજરાત અને ભારત ડેટા માટે એપી સેન્ટર બનશે. યુએસમાં 5400 ડેટા સેન્ટરમાં 16 થી 17 ગીગા વોટ કેપેસિટી છે, જ્યારે ભારતમાં 200 ડેટા સેન્ટર છે. આ પોલિસી લોન્ચ થાય એ પહેલા 14 લોકોએ 10 ગીગા વોટની કેપેસિટી વાળું ડેટા સેન્ટર બનાવવા પ્રપોઝલ આપ્યું છે. ગુજરાત ડેટા સેન્ટર હબ બનશે. ધોલેરામાં 7 થી 8 ગીગા વોટ કેપેસિટીનું ડેટા સેન્ટર બનશે. રોજગારીનું સર્જન થશે. આ માટે પાણીની વધારે જરૂરી પડશે. દરિયામાંથી ડી સેલિનેશન કરીને પાણીનો ઉપયોગ કરવામાં આવશે. 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. જેથી કુદરતી સંસાધનો પર બોજ નહિ પડે. રોકાણની વધારે પ્રપોઝલ પણ ગુજરાતને મળી છે. આ હાઈપર સ્કેલ ડેટા સેન્ટર છે એટલે નાના રોકાણકારો છે. મેટા અને ગુગલ જેવી પાર્ટી આવશે. ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કરવામાં આવશે. આ પોલિસી થકી 6 લાખ કરોડનું રોકાણ થવાની સંભાવના છે.
-
ખેડૂતો સાવધાન ! સોલાર કંપનીના નામે ભાડે લેવાની લાલચ આપી 15 ખેડૂતના વાહનો લઈને ગેંગ ફરાર થઈ ગઈ
દાહોદના ઝાલોદમાં વાહન ભાડે રાખવાના બહાને ખેડૂતો સાથે મોટું કૌભાંડ સામે આવ્યું છે. સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના વાહનો પચાવી પાડી ગેંગ ફરાર થઈ ગઈ છે. 13 ટ્રેક્ટર, 1 તુફાન અને 1બોલેરો મળી કુલ 15 વાહનો લઈને ભેજાબાજો થઈ ગયા ફરાર. 1 કરોડથી વધુની કિંમતના વાહનો લઈને ભેજાબાજો ફરાર થયા છે. આરોપીઓએ માસિક ભાડાની લાલચ આપી ખેડૂતોને જાળમાં ફસાવ્યા હતા. બે મહિના સુધી ભાડું ન ચૂકવી આરોપીઓએ વિશ્વાસઘાત કર્યો. માલપુર જઈ તપાસ કરતા સોલાર કંપની મળી નહિ આવતા કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યું. આરોપીઓ મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર. ભોગ બનનાર ખેડૂતોએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
-
હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં રાજસ્થાનથી સારવાર માટે આવેલ બાળદર્દીનું ચાંદીપુરમથી મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે માથુ ઊંચક્યુ. પંચમહાલમાં 2 બાદ હિંમતનગરમાં 6 વર્ષનાં બાળકનું મોત થયુ છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાઈરસથી છ વર્ષના બાળકનું મોત થયુ. ચાર દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર માટે આવેલા બાળ દર્દીનુ મોત. અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં ચાંદિપુરા વાઈરસના પાંચ શંકાસ્પદ કેસ દાખલ હોવાનું સામે આવ્યું છે. એક બાળ દર્દીનુ મોત, 2 ના રીપોર્ટ નેગેટીવ તો અન્ય 2 ના રીપોર્ટની જોવાઈ રહી છે રાહ. હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને અપાઈ રહી છે સારવાર. આરોગ્ય વિભાગ બાળક નાં મોતને લઈને તંત્ર દોડતું થયુ.
-
અમદાવાદની નવી RTO કચેરીનું લોકાર્પણ, સોમવારથી AI ટ્રેક પર લેવાશે ટેસ્ટ
અમદાવાદની નવી RTO કચેરીનું નાયબ મુખ્યમંત્રી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી આરટીઓ કચેરીમાં આગામી સોમવારથી AI ટ્રેક પર લેવાશે ટેસ્ટ. 3 માળ બિલ્ડિંગ 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી નવી આરટીઓ કચેરી. સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી થતા અરજદારે દરેક બારી પર જવું નહીં પડે. કચેરીની એન્ટ્રી પર AC વેઇટિંગ હોલ તૈયાર કરાયો છે. AI બેઝ ટ્રેકિંગ સિસ્ટમ, CCTV થી સજ્જ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિક ફ્રેન્ડલી કચેરીથી નાગરિકોનું કામ સરળ થશે.
-
સુરત શહેરમાં ખાડી પૂર ઓસર્યા, ઠેર ઠેર કાદવના થર જોવા મળ્યા
સુરત શહેરમાં ખાડી પૂર ઓસર્યા. પાણી નીકળતા અનેક સોસાયટીઓમાં ગંદકી જોવા મળી. સોસાયટીમાં રહીશોનો આરોપ કે કોઈ સાફ-સફાઈ કરવા માટે હજુ આવ્યા નથી. સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન. લોકોના ઘરની તમામ વસ્તુઓ અનાજ કઠોળ, લાકડાની વસ્તુઓ બગડી ગયા. તમામ પાર્ટીના લોકો વોટ માટે સોસાયટીમાં આવે છે પણ આવી પરિસ્થિતિમાં કોઈ આવતું નથી. અનેક નાના પરિવાર માટે મોટી આફત આવી બની. ખાડી આજુબાજુ ના વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ ખરાબ કીચડ ના થર જોવા મળ્યા.
Published On - Jul 09,2026 11:00 AM

