AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલાયો, 16 PI બદલાયા પણ પોલીસ હિંમત ન હારી, 13 વર્ષ જૂના ફોટાથી આરોપી પકડાયો!

અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 2014 ના અપહરણ અને પોક્સોના 12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલ્યો છે. 1800 સોશિયલ મીડિયા આઈડી તપાસી પોલીસે આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે.

12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલાયો, 16 PI બદલાયા પણ પોલીસ હિંમત ન હારી, 13 વર્ષ જૂના ફોટાથી આરોપી પકડાયો!
| Updated on: Aug 11, 2026 | 8:42 PM
Share

અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ 12 વર્ષથી વધુ જૂના એક ‘બ્લાઇન્ડ અને અનનેમડ’ કેસનો ઉકેલ લાવીને મોટો અપ્રતિમ સફળતા મેળવી છે. વર્ષ 2014 માં સગીર બાળકીના અપહરણ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં કોઈ અજાણ્યા આરોપી સામે પોલીસ તપાસ કરી રહી હતી. વર્ષો વીતી ગયા છતાં ગુમ થયેલી સગીરા કે આરોપીનો કોઈ પત્તો મળતો નહોતો. આ કેસની તપાસ દરમિયાન 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બદલાઈ ચૂક્યા હતા, છતાં પોલીસના હાથે કોઈ નક્કર કડી લાગી નહોતી.

આખરે, અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતના આદેશ બાદ AHTU ની ટીમે આ જૂના કેસની ફાઈલો ફરી ખંગાળી હતી. PI વી.પી. ગોલની ટીમે દસ્તાવેજો, સોશિયલ મીડિયા, મોબાઈલ નંબર અને બેંકિંગ વિગતોના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એક પછી એક કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું.

1800 સોશિયલ મીડિયા આઈડી અને 13 વર્ષ જૂનો ફોટો બન્યો મુખ્ય કડી

TV9 ની વિશેષ રજૂઆતમાં સામે આવ્યું કે, તપાસ દરમિયાન પોલીસને 13 થી 14 વર્ષ જૂનો એક ફોટો મળ્યો હતો, જે આ કેસની સૌથી મોટી અને મહત્વની કડી સાબિત થયો. પોલીસ ટીમે સગીરાની જન્મતારીખના આધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આશરે 1800 જેટલી પ્રોફાઈલ્સ અને આઈડી ફંગોળ્યા હતા. આ ઝીણવટભરી તપાસ દરમિયાન એક શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડી મળી આવ્યું, જેના પરથી મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. જૂના ફોટા અને ડિજિટલ માહિતીની ખરાઈ કર્યા બાદ તપાસની સોય મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી હતી.

વસ્તી ગણતરીના બહાને તપાસ અને આરોપીની ધરપકડ

સત્ય સુધી પહોંચવા માટે પોલીસ કર્મચારીઓએ ભલગામડા ગામમાં વસ્તી ગણતરીની કામગીરીના બહાને સ્થાનિક સ્તરે પૂછપરછ કરી હતી અને માહિતીની ખરાઈ કરી હતી. તપાસના અંતે પોલીસને જાણવા મળ્યું કે 12 વર્ષથી જે ભોગ બનનાર યુવતીની શોધ ચાલી રહી હતી, તે યુવતી ત્યાં જ પોતાના પરિવાર સાથે રહેતી હતી.

આ સફળતાના આધારે પોલીસે આરોપી સંજય રાજુભાઈ દેત્રોજા (ઉંમર 33 વર્ષ, રહે. ભલગામડા, તા. હળવદ, જી. મોરબી) ની અટકાયત કરી લીધી છે.

મનદુઃખ બાદ ઘર છોડ્યું હતું, હવે સંતાનોની માતા છે યુવતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014 માં પરિવાર સાથેના મનદુઃખના કારણે યુવતીને લાગી આવતા તે ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ આરોપીના સંપર્કમાં આવી હતી. સમયની સાથે તેનું જીવન આગળ વધ્યું અને હાલમાં તે પોતાના પતિ સાથે સુખરૂપ જીવન જીવી રહી છે તથા સંતાનોની માતા બની ચૂકી છે.

એક તરફ 12 વર્ષથી વધુ જૂનો કેસ હતો જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ અમરેલી પોલીસે હિંમત હારી નહીં. 12 વર્ષ બાદ ઉકેલાયેલો આ કેસ ગુજરાત પોલીસની સચોટ અને ઝીણવટભરી તપાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે.

(With Input: જયદેવ કાઠી)

ગૌતમ અદાણીને યુએસ કોર્ટ તરફથી ક્લીન ચિટ મળતાં અદાણી ગ્રૂપના શેરોમાં મોટો ઉછાળો, જાણો રોકાણકારો માટે આ ચુકાદો મહત્વનો રહ્યો કે સામાન્ય?

Follow Us
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">