રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, બે દિવસ ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં 4 વરસાગી સિસ્ટમ સક્રિય હોવાછી વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે. આવતીકાલે 12 ઓગસ્ટે પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમા દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશથી 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આ સાથે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.
વાત કરીએ મહિસાગર જિલ્લાની તો સવારથી અહીં મેઘરાજાની પધરામણી થઈ છે અને કોતરોમાં પાણી વહેતા થતા કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી છે. લુણાવાડા તાલુકાના સુવા ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા છે. નાયક ફળિયાના 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી આ તરફ સુવા ગામના 4 થી 5 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે અને રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ માર્ગો પર પાણી ભરાયેલા છે.
રાજ્યમાં ચાર વાગ્યા સુધી બે જિલ્લામાં અપાયુ વરસાદનું રેડ એલર્ટ, મહિસાગર અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી- Video
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
