AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

07 ઓકટોબરના મહત્વના સમાચાર : બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણીના મતદારોનું અપહરણ ! બળવંતપુરા ગામના લોકો પહોંચ્યા પોલીસ મથકે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2025 | 9:53 PM
Share

આજે 07  ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 ઓકટોબરના મહત્વના સમાચાર : બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણીના મતદારોનું અપહરણ ! બળવંતપુરા ગામના લોકો પહોંચ્યા પોલીસ મથકે

આજે 07  ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Oct 2025 09:44 PM (IST)

    સુરેન્દ્રનગર SOG એ લખતરના દેવળીયા ગામના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો ગેરકાયદે જથ્થો ઝડપ્યો

    સુરેન્દ્રનગર SOG પોલીસે યુરિયા ખાતરનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડ્યો છે. સરકારી સબસિડી વાળુ યુરિયા ખાતરની થેલી બદલાવીને અન્ય થેલીમાં ભરી વેચાણ કરતા હતા. લખતરના દેવળીયા ગામના ક્રિપાલ ભવાનસિંહ રાણા પોતાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર યુરિયા ખાતરની હેરાફેરી કરતા ઝડપાયા છે. યુરિયા ખાતરની 597 થેલી, ખાતરની ખાલી થેલી, સિલાઈ મશીન, ટ્રક,મોબાઈલ સહિત કુલ 19 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી આઠ મજુરો, ટ્રક ડ્રાઇવર, કલીનર મળી આવ્યા છે. સ્થળ પર ગેરકાયદેસર જોડાણ મળી આવતા પીજીવીસીએલ ટીમને બોલાવી વીજ જોડાણ કટ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ક્રિપાલ ભવાનસિંહ રાણા અને અજય બળવંતસિંહ રાણા સામે જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 07 Oct 2025 09:41 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર 50 લાખથી વધુની ફોરેન કરન્સી જપ્ત કરાઈ

    અમદાવાદ કસ્ટમ વિભાગે એરપોર્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. બ્લેક ટેપમાં લપેટીને ફોરેન કરન્સી લઈ જતા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ DRIના ઇનપુટ્સના આધારે કસ્ટમ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર 50 લાખથી વધુની ફોરેન કરન્સી જપ્ત કરાઈ છે. ભારતીય પ્રવાસી પાસેથી 30,000 યુરો અને 22,500 USD મળી આવ્યા છે. FEMA અને Customs Act ના કાયદા મુજબ ફોરેન કરન્સી જપ્તીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

  • 07 Oct 2025 09:22 PM (IST)

    નાગપુરથી અમદાવાદ જતી ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમયમાં જ પાછી ફરી

    મંગળવારે સવારે નાગપુરથી અમદાવાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી તરત જ એરપોર્ટ પર પાછી ફરી હતી.

  • 07 Oct 2025 08:22 PM (IST)

    હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બસ ઉપર પર્વતમાંથી પથ્થરો અને કાટમાળ પડ્યો, આઠ લોકોના મોત

    હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક મોટો અકસ્માત થયો છે. ભૂસ્ખલન સમયે પસાર થઈ રહેલ બસ ઉપર જ પર્વતમાંથી મોટા મોટા પથ્થરો પડ્યા હતા અને કાટમાળ પણ બસ ઉપર પડ્યો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઘટના ખૂબ ગંભીર હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય માટે વિવિધ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયું છે.

  • 07 Oct 2025 08:13 PM (IST)

    અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે મકતમપુરાના રહીશોએ કર્યો હલ્લાબોલ

    અમદાવાદ મનપાની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે, મકતમપુરાના રહીશોએ હોબાળો મચાવ્યો છે. મક્તમપુરા વોર્ડના રહેણાંક વિસ્તારમાં AMC ની સૂચિત ડમ્પ સાઈટને લઈ વિરોધ કરવામાં આવ્યો છે.  લોકોએ અધિકારીઓની ચેમ્બર બહાર અડિંગો જમાવ્યો હતો. ડમ્પ સાઈટ, પશુ સ્મશાન, STP સહિતના એકમો ઉભા કરી આરોગ્ય સાથે ખેલ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈપણ હિસાબે ડમ્પ સાઇટ ઉભી નહીં થવા દઈએ તેમ સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું. ડમ્પ સાઈટના સ્થાને ગાર્ડન, હોસ્પિટલ, સ્પોર્ટ સંકુલ અથવા સ્કૂલ બનાવવાની માંગ કરી હતી.

  • 07 Oct 2025 07:50 PM (IST)

    બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણીના મતદારોનું અપહરણ ! બળવંતપુરા ગામના લોકો પહોંચ્યા પોલીસ મથકે

    બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણીને લઈને દાતા તાલુકાના બળવંતપુરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 70 થી 80 મહિલાઓ સાથે ગ્રામજનો દાતા પોલીસ મથકે પહોંચ્યા છે. બનાસ ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં જેમને વોટ આપવાનો અધિકાર છે એમને ઉપાડી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. વોટર ઉપાડી ગયાના આક્ષેપ તો બળવંતપુરા મંડળીને સાત લાખનો બનાસ ડેરીએ દંડ ફટકાર્યાની પણ રજૂઆત કરાઈ છે. બળવંતપુરા દુધ મંડળીમાં એક તરફ વોટર ગયું તો બીજી તરફ બનાસ ડેરીની ભીંસ વધી છે. બળવંતપુરા ગામના મતદારો ગયા,  દૂધ બંધ થયું અને સાત લાખનો દંડ આવ્યો. ડિરેક્ટરની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ દિવસ છે ત્યારે મતદારો ઉપાડવાની અને ગાયબ કરવાની પ્રવૃત્તિઓએ જોર પકડ્યું છે. દાતમાં દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર વચ્ચે ચૂંટણી યોજવાની છે.

  • 07 Oct 2025 06:23 PM (IST)

    ગુજરાત સરકારના કર્મચારીઓને મળી દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કેન્દ્રના ધોરણે વધારો અપાશે

    રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2025થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો નિર્ણય મુખ્ય પ્રધાને કર્યો છે. ગુજરાત સરકારના નિર્ણયથી 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સ થશે સીધો લાભ. મુખ્યમંત્રીએ લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે, છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને લાભ થશે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો મળશે. ત્રણ માસની રકમ એક હપ્તામાં ચૂકવાશે. રાજ્ય સરકાર એરિયર્સ તરીકે કુલ 883.24 કરોડ રૂપિયાચૂકવશે. જ્યારે. વાર્ષિક રૂ. 1932.92 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે.

  • 07 Oct 2025 05:58 PM (IST)

    આ વૈજ્ઞાનિકોને એનાયત થશે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

    વૈજ્ઞાનીક જોન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જોન એમ. માર્ટિનિસને ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટાઇઝેશનની શોધ માટે 2025 નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થશે.

  • 07 Oct 2025 04:23 PM (IST)

    કચ્છના લખપતના ગુનાઉ પાસે આવેલા મોટાપીર ટાપુ પર ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવ્યા

    કચ્છના સરહદી વિસ્તારમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે લખપતના ગુનાઉ પાસે આવેલા મોટાપીર ટાપુ પર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફને સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ડ્રગ્સના બે પેકેટ મળ્યા હતા. ડ્રગ્સના પેકેટને વાયોર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે. છેલ્લે ગત 31 ઓગષ્ટના મોટા પીર ટાપુના કિનારા પરથી 6 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. ડ્રગ્સ મળી આવતા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • 07 Oct 2025 04:15 PM (IST)

    વાવ-થરાદના ખેતરોમાં એક મહિનાથી ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓનો ઉપદ્વવ

    થરાદ તાલુકાના લેડાઉ ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે. એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા રહેતા પાણીમાં માછલીઓનો ઉપદ્રવ જોવાં મળ્યો છે. દિવસે ને દિવસે ખેતરોમાં માછલીઓનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદી પાણીમા માછલીઓના ઉપદ્રવથી આવનાર સમયમાં રોગ ચાળાની ભીતી સેવાઈ રહી છે.

  • 07 Oct 2025 04:10 PM (IST)

    PM મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી “મેરા દેશ પહેલે” અનોખી પ્રસ્તુતિ ગિફ્ટ સિટી ખાતે 10 ઓક્ટોબરે યોજાશે

    વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 શુક્રવારે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાશે. 10 ઓક્ટોબર શુક્રવારે સાંજે 6:00 વાગ્યે ગિફ્ટ સિટીમાં આ શો નિહાળવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવેલી છે. આ માટે www.giftgujarat.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

  • 07 Oct 2025 04:03 PM (IST)

    સુરતમાં તીસરી આંખે ઝડપ્યા પાન-માવાની પિચકારી મારનારાઓને, રૂપિયા 5.85 લાખ દંડ વસૂલ્યો

    સુરત મહાનગર પાલિકાએ, જાહેર મિલકતો, બ્યૂટીફિકેશનના સ્થળોએ પાન માવાની પિચકારી મારનારા સામે કાર્યવાહી કરી છે. સીસીટીવીના આધારે પોલીસની જેમ SMC પણ કાર્યવાહી શરૂ કરી છે. જાહેરમાં પાન-માવાની પિચકારી મારતા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 3819 લોકોને પકડી પાડ્યા છે. જેમની પાસેથી રૂપિયા 5.85 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેરમાં પાન-માવાની પિચકારી મારનાર સામે 4 હજાર કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે મોનિટરિંગ પાલિકાના CCC સેન્ટર ઉપરથી કરવામાં આવે છે. જેથી પાન-માવાની પિચકારી મારતા લોકો હવે રસ્તા પર થૂંકતા પહેલા ચેતી જાજો. બાઈક કે ફોર વહીલમાંથી જાહેર રોડ પર થુક્તાં પકડાયા તો આકરો દંડ કરાશે. જ્યારે કેટલીક સોસાયટીની બહાર કે રોડ પર કચરો નાખવામાં આવે તો પણ પાલિકા કાર્યવાહી કરી રહી છે.

  • 07 Oct 2025 03:56 PM (IST)

    પાટણમાં આતંરરાષ્ટ્રીય સરહદેથી ઝડપાયો પાકિસ્તાની

    પાટણથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. આતંરરાષ્ટ્રીય સરહદે આવેલ પિલ્લર નંબર 981 નજીકથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. 49 વર્ષીય પાકિસ્તાની નાગરિક ઝડપાયો. ઝડપાયેલ પાકિસ્તાની નાગરિક પાકિસ્તાનના ચિનિયોટ જિલ્લાનો રહેવાસી છે. ઝડપાયેલ પાકિસ્તાની નાગરિકની જોઇન્ટ ઇન્ટ્રોગેશનની કાર્યવાહી શરૂ.

  • 07 Oct 2025 03:44 PM (IST)

    મોડાસામાં બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

    મોડાસામાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડાસા શહેરમાં સર્વોદય સહકારી બેંકમાં વિગતો તપાસવાની કાર્યવાહી ચાલી રહી છે. 10 જેટલા વાહનમાં આવેલા અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોડાસા શહેરના અગ્રણી બિલ્ડર્સ, ડૉકટર, વેપારીઓના ત્યાં દરોડા બાદ તપાસ હાથ ધરાઈ છે. બેંકમાંથી બિનહિસાબી નાણાંકીય એન્ટ્રીઓના સગડ મળવાની આશંકા છે.

  • 07 Oct 2025 03:35 PM (IST)

    ખેડા-પંચમહાલને જોડતો બ્રિજ શરૂ કરાવવા પાંચ ગામના સરપંચોએ શરૂ કર્યુ આંદોલન

    ​ખેડા જિલ્લાથી પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ પુનઃ શરૂ કરવા માટે પાંચ ગામના સરપંચોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ​સેવાલિયા ગામે રસ્તાની બાજુમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરાયો છે. ગત જુલાઈ માસમાં ​ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરિત બ્રિજ સરકાર દ્વારા બંધ કરાયા હતા. ​તે સમયે ખેડા જિલ્લાથી પંચમહાલ જિલ્લાને જોડતો સેવાલિયા ખાતેનો મહીસાગર નદીનો બ્રિજ બે મહિના માટે બંધ કરાયો હતો. 10 જુલાઈ 2025ના રોજ બંધ કરાયેલો આ બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ ના કરતાં મહીસાગર, ખેડા અને વડોદરા જિલ્લાના સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. ​બ્રિજ પુનઃ શરૂ કરવા માટેની ભૂખ હડતાળમાં વડોદરા જિલ્લાના વચ્ચેસર ગામના સગર્ભા મહિલા સરપંચ પણ જોડાયા છે. ​આ સરપંચો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને અગાઉ બ્રિજ પુનઃ શરૂ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ​આવેદનપત્ર સમયે અધિકારીએ દસ દિવસમાં બ્રિજ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી.

  • 07 Oct 2025 02:35 PM (IST)

    સુરેન્દ્રનગર: ખોડુ ગામના પશુપાલકો આવ્યા મેદાને

    સુરેન્દ્રનગર: ખોડુ ગામના પશુપાલકો મેદાને આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીએ જઇ ગૌચર જમીન મુદ્દે રજૂઆત કરી. ગૌચર સહિત વિવિધ ખરાબાની જમીનમાં ખનન થતું હોવાની રાવ ઉઠી છે. ગેરકાયદે થતું ખનન અટકાવવા લોકોએ માગ કરી. માથાભારે શખ્સો બ્લાસ્ટ કરીને પથ્થરો કાઢતા હોવાની રાવ છે. ખનન અટકાવીને જમીન ખુલ્લી કરવા લોકોની માગ છે.

  • 07 Oct 2025 02:10 PM (IST)

    જમ્મુ: વૈષ્ણો દેવી યાત્રા ફરી સ્થગિત રાખવામાં આવી

    જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે વૈષ્ણો દેવી યાત્રા ફરી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે, “હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ખરાબ હવામાન સલાહને ધ્યાનમાં રાખીને, વૈષ્ણો દેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર, 2025 સુધી સ્થગિત રાખવામાં આવશે અને 8 ઓક્ટોબરના રોજ ફરી શરૂ થશે.”

  • 07 Oct 2025 01:21 PM (IST)

    જમ્મુ કાશ્મીર: હિમવર્ષાથી પથરાઈ બરફની ચાદર

    કાશ્મીરમાં તાજી હિમવર્ષાએ ઘાટી વિસ્તારમાં મનોહર દૃશ્યોમાં સર્જ્યા. ચારેકોર પથરાયેલી સફેદ ચાદર અને બરફથી ઢંકાયેલા પર્વતોનો અદભૂત નજારો જોવા મળ્યો. ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ, અરુ ખીણ, ચંદનવારી અને કોકરનાગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ. જેનાથી ફરવા પહોંચેલા પ્રવાસીઓમાં આનંદ છવાયો છે.

  • 07 Oct 2025 01:18 PM (IST)

    ગુજરાત સરકારે કફ સીરપ બનાવતી બે કંપની ઉપર પ્રતિબંધ લગાવ્યો

    ગુજરાત સરકારે આ બંને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. કફ સીરપ બનાવતી ગુજરાત ની આ બે કંપની સામે પ્રતિબંધ લગાવ્યો છે. ગુજરાતમાં 624 પેઢીઓ આવી દવા બનાવે છે. તમામ દવાઓ ની સરકાર તપાસ કરશે. બાળકો માટેની આવી દવાઓની સરકાર ગંભીરતાથી તપાસ કરશે. ગુજરાતમાં બંને કંપનીઓની દવાનો જથ્થો મળ્યો નથી. શંકાસ્પદ જે કંપનીઓ ના નામ આવ્યા છે તેની સામે તપાસ કરી છે. આ બે કંપનીઓ કોલ્ડ સીરપ બનાવે છે. ગુજરાતમાં આવી દવાઓના વેચાણની તપાસ કરવાના આદેશ આપ્યા છે. શેપ ફાર્મા પ્રા. લી. અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લી. સામે એક્શન લેવાશે.

  • 07 Oct 2025 11:56 AM (IST)

    કચ્છઃ મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના

    કચ્છઃ મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાતના સમયે કાર ચાલકે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકને ટક્કર મારી અને કારની ટક્કરથી યુવક દૂર ફંગોળાયો. ટુ-વ્હીલર ચાલક યુવકને પહોંચી ગંભીર ઈજા. કાર ચાલક ટક્કર બાદ ફરાર થઈ ગયો. લોકો એકઠા થઈ જતાં ચાલકે રિવર્સમાં કાર લઈને ફરાર થયો.

  • 07 Oct 2025 10:21 AM (IST)

    હીરા વેપારી સાથે છેતરપિંડી કરનારા સકંજામાં

    સુરતના હીરા ઉદ્યોગમાં ઓનલાઈન પોર્ટલથી કરોડોની છેતરપિંડી આચરનારા બે આરોપીઓને પોલીસની ઈકો સેલ શાખાએ ઝડપી પાડ્યા છે.. ઠગબાજોએ 6 હીરા વેપારીઓ પાસેથી કુલ 4.80 કરોડ રૂપિયાના હીરા મંગાવીને તેનું પેમેન્ટ ન ચૂકવીને મોટી છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાના સાથીઓ સાથે મળીને અમેરિકાના મોબાઈલ નંબર મેળવી તેના વોટ્સએપ નંબર એક્ટિવ કરીને આરોપીઓએ સુરતના જાણીતા હીરા વેપારીનો સંપર્ક કર્યો હતો અને અમેરિકાની ડાયમંડ કંપનીના ખરીદદાર તરીકેની ઓળખ આપીને હીરાની ખરીદી માટે વેપારીઓને કહ્યું હતું. આરોપીઓએ અમેરિકાની કંપની માટે હીરા જોઈએ છે તેમ કહીને દુબઈ હીરાની ડીલીવરી મંગાવી હતી. આરોપીઓએ હીરાના પેમેન્ટનો સાત દિવસનો વાયદો આપ્યો હતો પરંતુ હીરા મળ્યા બાદ ઠગબાજોએ પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. પોલીસે હાલ બે આરોપીને ઝડપીને અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે.

  • 07 Oct 2025 09:54 AM (IST)

    એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

    દેવભૂમિદ્વારકાઃ લાંબા ગામે કાળજું કંપાવનારી ઘટના બની છે. એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો. પિતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણનાં કરૂણ મોત થયા છે. ત્રણેય સભ્યોએ ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક પિતા લાંબા સમયથી બીમાર હોવાનું અનુમાન છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 07 Oct 2025 09:45 AM (IST)

    સુરતઃ ઉનમાંથી 2 લાખ 33 હજારની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

    સુરતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભેસ્તાન પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સફળતા મેળવી છે. પોલીસે 2.33 લાખ રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસે યાસીન સલમાન શેખ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 23.360 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા છે..પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યાસીન શેખ ટેલરીંગનો ધંધો કરતો હતો અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પણ સંડોવાયેલો હતો.

  • 07 Oct 2025 09:22 AM (IST)

    સાબરકાંઠાઃ પ્રાંતિજમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ

    સાબરકાંઠાઃ પ્રાંતિજમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદને લઈ ડાંગરની ખેતીમાં નુકસાનની ભીતિ છે. ખેતરમાં ઉભેલો ડાંગરનો પાક પડી ગયો. ડાંગરનો તૈયાર પાક વરસાદ અને પવનથી આડો પડી ગયો. સલાલ, પોગલુ, સોનાસણ સહિતના વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

  • 07 Oct 2025 09:21 AM (IST)

    જૂનાગઢ: સાસણની જંગલ સફારીનો આજથી પ્રારંભ

    જૂનાગઢ: સાસણની જંગલ સફારીનો આજથી પ્રારંભ થયો છે. ચાર માસ બંધ રહ્યા બાદ જંગલ સફારી ફરી શરૂ થઇ. આ વખતે 9 દિવસ વહેલી જંગલ સફારી શરૂ કરાઈ. પ્રથમવાર 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરે સફારી શરૂ કરાઈ. લીલી ઝંડી બતાવી સફારીનો પ્રારંભ કરાવાયો. પ્રવાસીઓના મોં મીઠા કરાવી પ્રથમ ટ્રીપ જંગલમાં રવાના કરાઈ. જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

  • 07 Oct 2025 07:53 AM (IST)

    અમદાવાદઃ હેવમોરના આઈસક્રિમમાંથી વાળ નીકળ્યાનો દાવો

    અમદાવાદઃ હેવમોરના આઈસક્રિમમાંથી વાળ નીકળ્યાનો દાવો છે. અંકુર વિસ્તારની હેવમોરની આઉટલેટની આ ઘટના છે. ગ્રાહકે ખરીદેલા આઇસક્રિમમાંથી વાળ નીકળ્યાનો આરોપ છે.

Published On - Oct 07,2025 7:48 AM

આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
g clip-path="url(#clip0_868_265)">