Breaking News: પેપર લીક બાબતે PM મોદીની ‘મોટી જાહેરાત’, નંદન નિલેકણીના નેતૃત્વમાં બનશે ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’
દેશમાં ચાલતા પેપર લીક વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો વિડીયો મેસેજ જાહેર કર્યો છે. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં આવા કૌભાંડ રોકવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 26 July ના રોજ વધુ એકવાર વિદ્યાર્થીઓ માટે નવો વિડીયો જાહેર કર્યો. આ વિડીયોમાં PM મોદીએ જણાવ્યું કે, એક્ઝામ રિફોર્મ માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણીની આગેવાનીમાં એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીટ પેપર લીક વિવાદ વચ્ચે PM મોદીનો વિદ્યાર્થીઓ માટે આ ત્રીજો વિડીયો મેસેજ છે. પહેલો વિડીયો મેસેજ 23 જુલાઈની રાત્રે 11:52 વાગ્યે જાહેર કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે, કેબિનેટ મીટિંગમાં પેપર લીકને લઈને કડક નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ પછીના જ દિવસે તેમણે વધુ એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
હવે રવિવારે વડાપ્રધાન મોદીએ 1 મિનિટ 20 સેકન્ડનો નવો વિડીયો જાહેર કર્યો છે. પહેલા બે વિડીયોની જેમ જ આ વિડીયોની શરૂઆત પણ PM મોદીએ ‘ફ્રેન્ડ્સ’ કહીને કરી છે.
શું કહ્યું PM મોદીએ?
PM મોદીએ પોતાના આ વિડીયોમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ… વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભારત સરકાર સતત અનેક પગલાં ભરી રહી છે. બીજું કે, જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે, તેઓ જેલમાં સડી રહ્યા છે. આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી ચૂક્યા છીએ. આપણે કાલે પાર્લામેન્ટની અંદર કડક જોગવાઈઓ સાથે નવો કાયદો બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. આપણે ભવિષ્ય માટે વિચારવાનું છે.’
ટેકનોલોજીથી બદલાશે ‘પરીક્ષા પદ્ધતિ’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણી પરીક્ષા પદ્ધતિ વિશ્વસનીય હોય, આપણી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ (પારદર્શક) હોય, આપણી પરીક્ષા પદ્ધતિમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે, જે એક્ઝામ રિફોર્મ તરફ ફોકસ કરશે અને ટૂંક સમયમાં આવનારી પરીક્ષાઓની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવાનું કામ આના રિપોર્ટના આધારે કરવામાં આવશે.’
