6 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરાના ભાયલી ગામના પૂર્વ સરપંચે કરી જાહેરાત, સગીરા સાથે સામુહિક દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને અપાશે રોકડ ઈનામ
આજે 06 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
6 ઓક્ટોબરના મહત્વના સમાચારોની વાત કરીએ જેમા સૌપ્રથમ નજર કરીએ નેશનલ ન્યૂઝ પર
National Updates:
- હરિયાણામાં બની શકે છે કોંગ્રેસની સરકાર, ચાર એગ્ઝિટ પોલમાં બમ્પર બહુમતી, 90માંથી 60 જેટલી બેઠકો કરી શકે છે કબ્જે
- જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પક્ષને બહુમતી નહીં, તારણો મુજબ મહેબૂબા 6-12 સીટ જીતીને બની શકે છે કિંગમેકર
Gujarat Updates:
- રાજ્ય સરકારના કર્મચારીઓને લઈ આજે સરકાર કરી શકે મોટી જાહેરાત, ઋષિકેશ પટેલે કહ્યું તમામ બાબતોની થશે જાહેરાત અને પરિપત્ર
- મોડી રાત્રે સુરતમાં BRTSની અડફેટે આધેડનું મોત, રોષે ભરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ
- નવરાત્રિ મુદ્દે સંતોના વિવાદીત વેણ, સ્વામીનારાયણ સંત અનુપમ સ્વામીએ કહ્યું મહિલાઓ ડ્રેસના નામે કરે છે અંગ પ્રદર્શન
- પાલનપુર ST બસ સ્ટેશનમાં યુવક અને યુવતીઓનો અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ
LIVE NEWS & UPDATES
-
આસામમાં પીજી કરતી વિદ્યાર્થિનીઓને દર મહિને 2500 રૂપિયા મળશેઃ સીએમ હિમંતા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, બાળ લગ્ન રોકવાનો અમારા પ્રયાસના ભાગરૂપે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતી વિદ્યાર્થિનીઓને 1000 રૂપિયાની સ્કોલરશિપ અપાશે. પીજી કરતી વિદ્યાર્થિનીઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય એ છે કે મહિલાએ જાતે અભ્યાસ કરવો જોઈએ અને આર્થિક રીતે તેના માતા-પિતા પર નિર્ભર ન રહેવું જોઈએ. આનાથી આસામમાં બાળ લગ્નમાં ઘટાડો થશે.
-
ગીર સોમનાથના તાલાલા પથંકમાં નવરાત્રીમાં વરસાદ બન્યો વિલન
ગીર સોમનાથના તાલાલાના ગીર પંથકના ગામોમા નવરાત્રીના રંગમા ભંગ પડ્યો છે. ધાવા આંકોલવાડી સહીત ગ્રામ્ય વિસ્તારોમા બપોર બાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નવરાત્રીમાં ગરબા રમવા ઉત્સુક ખૈલયાઓ નિરાશ થયા હતા.
-
-
વડોદરાના ભાયલી ગામના પૂર્વ સરપંચે કરી જાહેરાત, સગીરા સાથે સામુહિક દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને અપાશે રોકડ ઈનામ
વડોદરાના ભાયલી ગામના પૂર્વ સરપંચે, સગીરા સાથે સામુહિક દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. સગીરા સાથે દુષ્કર્મ થયાને 48 કલાક થયા છતા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ સંજોગોમાં ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલ, આરોપી અંગે માહિતી આપનારને 50 હજાર રોકડ આપવાની જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રખવાની ખાતરી ઉચ્ચારી છે.
-
ફિક્સ પગારે 2005 પહેલા નોકરીએ લાગેલા કર્મચારીને જુની પેન્શન યોજનાનો લાભ આપવા ગુજરાત સરકારનો નિર્ણય
ગુજરાતમાં 1-4- 2005 પહેલા ફિક્સ પગારમાં નોકરીએ લાગેલા કર્મચારીઓને ops આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલા આ નિર્ણયને પગલે, ગુજરાતની સરકારી તિજોરી ઉપર વર્ષે દહાડે 200 કરોડનો બોજો આવશે. આ અંગેનો પરિપત્ર પણ ઝડપથી બહાર પાડવામાં આવશે. ઘર ભાડા ભથ્થા, કેસલેશ મેડિકલ સહિત અન્ય ભથ્થા પર અભ્યાસ કરીને વહેલી તકે નિવારણ લાવવાની સૂચના આપવામાં આવી છે.
-
નરેન્દ્ર મોદીના સેવાક્ષેત્રે સફળ 23 વર્ષ, ગુજરાતમાં દર વર્ષે 7થી 15 ઓક્ટોબરે યોજાશે વિકાસ સપ્તાહ
આવતીકાલ 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીને સેવા ક્ષેત્રે 23 સફળ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વર્ષ 2001 માં 7 ઓક્ટોબરે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના14 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2014માં દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2001થી અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા, ગુજરાતમાં દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે.
-
-
ગાંધીનગરની ગુમ થયેલ બે સગીરા સરગાસણથી મળી
ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી બે સગીરા ગુમ થયા બાદ, સરગાસણથી મળી આવી છે. ગતરાતે ગુમ થયેલી બંને સગીરા સરગાસણથી મળી આવતા રાહતનો શ્વાસ લીધો છે. બન્ને સગીરા સરગાસણના બર્ગર કિંગ પાસેથી મળી આવી છે. ગુમ થયેલ બન્ને સગીરાની ગાંધીનગર પોલીસે પૂછતાછ શરૂ કરી છે. કેવી રીતે ગુમ થઈ કે પછી અપહરણ કરાયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.
-
ગાંધી-સરદારના ગુજરાતમાં યુવાનોને સરકાર ક્યા સુધી અન્યાય કરશે: શક્તિસિંહ
ગુજરાતમાંથી ફિક્સ પે રદ્દ કરવા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલે લખ્યું છે કે, સમાન કામ – સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે. હાઈકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ ચુકાદા બાદ ગુજરાત સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી. પાંચ વર્ષ સુધી યુવાનોને ફિક્સ પે ઉપર રાખવા એ તો શોષણપ્રથા કહેવાય. OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારવી જોઈએ. કર્મચારીઓ, સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગછે. કર્મચારીઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે. આખરે ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી કરાશે.
સમાન કામ – સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવાય. OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે… pic.twitter.com/WnHdsptkDk
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) October 6, 2024
-
અમરેલી શહેરની એન્જલ લોર્ડ્સ હોટલમાં જુગાર રમતા 11 જુગારી ઝડપાયા
અમરેલી શહેરની જાણીતી એન્જલ લોર્ડ્સ હોટલમાં LCBએ દરોડા પાડીને જુગાર રમતા 11 જુગારીને ઝડપી પાડ્યા છે. એન્જલ લોર્ડ્સ હોટલના રૂમ નંબર 110માં LCBએ દરોડા પાડીને જુગાર રમતા 11 શખ્સની ધરપકડ કરી છે. એન્જલ લોર્ડ્સ હોટલ જૂના માર્કેટિંગ યાર્ડમા આવેલી છે. 1,19,200ની રોકડ રકમ, 10 મોબાઈલ ફોન, 5 બાઇક, સહિત કુલ રૂ. 4,63,200નો મુદામાલ જપ્ત કર્યો છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 11 ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
-
અડાલજ ગામના ગૌચર જમીનમાં કરાયેલ દબાણો દૂર કરી 4600 ચો.મી જમીન ખુલ્લી કરાઈ
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અડાલજ ખાતે ગૌચર જમીનમાં ઉભા થયેલ દબાણો દૂર કરવાની ઝુંબેશ કરવામાં આવી હતી. અડાલજ ગામની ગૌચરમાં આવેલા કાચા- પાકા 100 જેટલા દબાણ દૂર કરીને 4600 ચો.મી જમીન દબાણ મુકત કરવામાં આવી છે.
-
પ્રસુતાના મોત બાદ છોટાઉદેપુરના કવાટ તાલુકાના તુરખેડાનો 9 કિ.મી.નો રોડ મંજૂર
છોટા ઉદેપુરના તુરખેડા ખાતે એક પ્રસુતાનું રોડના અભાવે રસ્તામાં જ બાળકીને જન્મ આપીને મૃત્યુ થયું હતું. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટ થતા, સરકારે રાતોરાત છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાના તુરખેડા ખાતે રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો છે. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક આ રોડને મંજૂર કર્યો છે. તુરખેડા ગામના હાંડલાબારી ફળિયા, હાંડલાબારી ફળિયાથી ગીરમટીયા આંબા ફળિયા અને બસ્કરીયા ફળિયાને જોડતો 9 કિલોમીટર લાંબો રોડ મંજૂર કરાયો છે.
-
ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની તબિયત લથડતા તેમને ટીએમએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક નિવેદન જાહેર કરીને પૂર્વ સીએમએ કહ્યું કે ડોક્ટરોના મતે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું જલદી સ્વસ્થ થઈશ અને તમારા બધાની વચ્ચે પાછો આવીશ.
-
વડોદરાના નંદેસરી GIDCમાં ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા થયું મોત
વડોદરા શહેરના નંદેસરી GIDCમાં ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનુ મોત થયું છે. ક્રેનની અડફેટે આવેલા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ક્રેન ચાલક સ્થળ પર જ ક્રેન મૂકી ફરાર થયો હોવાની માહિતી સામે આવી છે. નંદેસરી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
-
સુરત માંડવીના નરેણ ગામની આશ્રમ શાળાના આચાર્ય યોગેશ પટેલની ધરપકડ
સુરત માંડવીના નરેણ ગામની આશ્રમ શાળાના નરાધમ આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 24 વર્ષથી આશ્રમ શાળામાં બજાવે છે ફરજ આચાર્ય. આશ્રમ શાળામાં સગીરા સાથે આચાર્યે અડપલા કર્યા હતા. નરેણ આશ્રમ શાળા ઉપર પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોક્સો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
-
બહુચરાજીમાં ઐયર રેસ્ટોરન્ટમાંથી મળેલ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગે ઐયર રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવતા સ્થળ પર જ, તે જથ્થાનો નાશ કરાયો છે. ઐયર રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની ટીમે હાથ ધરેલી તપાસમાં, ગ્રેવી, સડેલા બટાકા, બટર સહિતના જથ્થાનો કરાયો સ્થળ પર નાશ કરાયો હતો. તેલ અને અન્ય ચીઝ વસ્તુઓના ફૂડ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. સ્વચ્છતા બાબતે જ્યાં સુધી રેસ્ટોરન્ટ ક્લીન ના થાય ત્યાં સુધી બંધ રાખવા પણ સૂચના અપાઈ છે.
-
ગરબા રમવા જવાનું કહીને ગયેલ બે સગીરા ભેદી રીતે થઈ ગુમ, પોલીસે CCTVના આધારે હાથ ધરી તપાસ
ગાંધીનગરમાં રાત્રે ગરબા રમવા ગયેલી બે સગીરા ભેદી રીતે થઈ ગાયબ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગર પોલીસે અલગ અલગ 7 ટિમો બનાવી તપાસ હાથ ધરી છે. વવોલમાં રહેતી 14 વર્ષની બે દીકરી ભેદી રીતે ગાયબ થઈ છે. બન્ને બાળકી સરગાસણ ખાતે કલાસીસ કરતી હતી. કલાસીસના સંચાલક દ્વારા ગરબાનું આયોજન કર્યું છે, તેવું જણાવી બન્ને બાળકી ગરબા રમવા ગયેલી અને ગાયબ થઈ છે. અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસે 20 જેટલા CCTV તપાસી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
-
વડોદરામાં પોલીસ પર હુમલાનો વીડિયો વાયરલ, ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કરાઈ ધરપકડ
વડોદરામાં રાવપુરા પોલીસ પર હુમલાનો વીડિયો વાયરલ થયો છે. જે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારની ઘટના હોવાનું સામે આવ્યું છે. વર્દીધારી પોલીસ સાથે મહિલાનું અશોભનીય વર્તન વીડિયોમાં જણાય છે. પુરુષ અને મહિલાની બબાલ રોકવા જતા પોલીસ પર હુમલો થયો હતો. ખાખી વર્ધીના બટન તોડ્યા હતા. પોલીસે બન્ને વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
-
સુરત પોલીસે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને ઝડપ્યો
કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. કલમ 370 હટાવ્યા બાદ આખા ગુજરાતમાં સુરત એસઓજી પોલીસે” પહેલું મિશન કાશ્મીર “ઓપરેશન પાર પાડ્યું છે. સુરત SOG પોલીસે કાશ્મીર SOG પોલીસના 10 જવાનોને સાથે રાખીને, હાઈ ટેકનોલોજી હથિયાર સાથે ડ્રગ્સ ડિલરના ઘરમાં ઘૂસીને આરોપીને પકડી પાડ્યો છે. 19 વર્ષ બાદ આરોપી નિશાર અહેમદને ઝડપાયો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પયોરિફાય ડ્રગ્સ લાવતો હતો. આરોપી કાશ્મીરથી ડ્રગ્સનો જથ્થો સમગ્ર ભારતમાં સપ્લાય કરતો હતો. વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ચરસનાં કેસમાં SOG પોલીસે એક આરોપી ધરપકડ કરી હતી. આ કેસમાં આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લા નીશાર અહેમદ ગુલાબનમી દારનું નામ ખુલ્યું હતું. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો. જે તે સમયે અનંતનાગથી પોલીસને ચકમો આપી આરોપી ભાગી છૂટ્યો હતો. 370 રદ થયા આખા ગુજરાતમાં પહેલી વખત, સુરત શહેરની પોલીસે કાશ્મીરમાં ઘૂસીને આરોપીને પકડી પાડ્યો છે.
-
વડોદરા સગીરા સામુહિક દુષ્કર્મનો મામલોઃ પીડિતાનું E.N.T, સર્જરી અને ગાયનેક તબીબોએ કર્યું મેડીકલ ચેકઅપ, ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાયુ
પીડિતાનુ ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયુ હતું. પ્રાથમિક તબક્કે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાઈ આવ્યું છે. બપોરે 12 વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરાયું હતું. E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ મેડિકલ ચેકઅપ કર્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ પોલીસે આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે. શકમંદોની પૂછપરછ શરૂ કરાઇ છે. ભોગ બનનાર સગીરા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ સગીરાએ તેના મિત્ર સાથે જુદાજુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી છે. દુષ્કર્મના આરોપીઓને પકડવા માટે વડોદરા શહેર અને જિલ્લા પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. ઠેરઠેર નાકાબંધી પણ કરાઈ હતી. અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
-
પાટણમાં આંજણા ચૌધરી સમાજની સાધારણ સભામાં બે જૂથના ટેકેદારો વચ્ચે મારામારી, કેટલાક લોહીલુહાણ થયા
પાટણમાં યોજાયેલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભામાં બે જૂથના ટેકેદારો વચ્ચે મારામારી થવા પામી હતી. જેમા કેટલાક લોહીલુહાણ થયા હતા. હોદ્દેદારોની નિમણૂક મામલે આંજણા ચૌધરી સમાજના બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો. ઘટનાને પગલે, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. બંને જૂથના લોકો ઇજાગ્રસ્ત થતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.
-
ગુજરાત ATS અને NCB દિલ્લીનું મધ્યપ્રદેશના ભોપાલમાં ઓપરેશન, 1814 કરોડનું ડ્રગ્સ મટીરીયલ જપ્ત
ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્લી દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલમાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ભોપાલની એક ફેકટરીમાં ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્લીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમા ફેકટરીમાંથી 1814 કરોડનું ડ્રગ્સ મટીરીયલ જપ્ત કર્યું છે. અંદાજે 1000 કિલો એમડી ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ બનાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભોપાલની આ ફેકટરીમાં બનાવાતુ ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશમાં પણ મોકલાતું હતુ.
-
સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયુ ભવ્ય ગરબાનું આયોજન
હાલ નવરાત્રિને લઈને ઠેર-ઠેર પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે. ત્યારે ખેલૈયાઓની સુરક્ષામાં સતત પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીઓ પણ ગરબા રમવાનો આનંદ માણી શકે. તે માટે સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબા આયોજન પણ હાજર રહ્યાં હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સાથે તેમના પરિવારના સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી હતી. તમામ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ પોલીસકર્મીઓ સહિત તમામ લોકો ગરબે ઘૂમ્યા હતા.
-
પોરબંદરનું કમલાબાગ પોલીસ સ્ટેશન PIના પ્રયાસોથી બન્યુ ડિજિટલ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની ચર્ચા સમગ્ર શહેરમાં છે . જેનું કારણ છે પોલીસ સ્ટેશનનનું ડિઝિટલાઈઝેશન. શિક્ષકમાંથી PI બનેલા રાજેશ કાનમિયાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં PI તરીકે વરણી થતા તેમણે પોલીસ સ્ટેશનને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કર્યો અને આવતાની સાથે જ પોલીસ સ્ટેશનનો ભંગાર જાહેરાત આપીને નિકાલ કર્યો તો સાથે હજારો પૂર્ણ થઈ ગયેલા કેસના કાગળોનું વર્ગીકરણ કરી સમગ્ર મુદ્દામાલને હેડ ક્વાર્ટર મોકલી પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટરાઈઝ્ડ અને પેપર લેસ બનાવવાની કવાયત હાથ ધરી અને માત્ર 90 દિવસમાં જ સમગ્ર પોલીસ સ્ટેશનની કાયા પલટ થઈ.
-
સુરત: પાંડેસરામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત
- સુરત: પાંડેસરામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત
- BRTS રૂટમાં બસની અડફેટે યુવક ગંભીર રીતે થયો હતો ઈજાગ્રસ્ત
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું મોત
- BRTS કોરિડોરની રેલિંગ કૂદી રસ્તો ઓળંગવા જતો હતો યુવક
- સ્થાનિકોએ BRTS બસના કાંચ ફોડી મચાવ્યો હતો હોબાળો
-
ગાંધીનગર: અડાલજમાં ગૌચરની જમીન પરથી દૂર કરાયા દબાણો
- ગાંધીનગર: અડાલજમાં ગૌચરની જમીન પરથી દૂર કરાયા દબાણો
- ત્રી-મંદિર, અડાલજ ત્રણ રસ્તા પાસે ડિમોલિશનની કામગીરી
- ટ્રાફિકની સમસ્યાને કારણે હોટેલ સહિતના બાંધકામો તોડી પડાયા
- દબાણો અને આડેધડ વાહનોના પાર્કિંગને કારણે થતો હતો ટ્રાફિકજામ
- જિલ્લા કલેક્ટરની સૂચના બાદ મામલતદાર સહિતની ટીમની કાર્યવાહી
- પોલીસના બંદોબસ્ત વચ્ચે વર્ષોથી કરેલા બાંધાકામો હટાવાયા
-
સુરેન્દ્રનગર: 3 તાલુકાને આરોગ્ય વિભાગે ડેંગ્યુગ્રસ્ત જાહેર કર્યા
- સુરેન્દ્રનગર: 3 તાલુકાને આરોગ્ય વિભાગે ડેંગ્યુગ્રસ્ત જાહેર કર્યા
- ડેંગ્યુના કહેર વચ્ચે આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો
- થાન, વઢવાણ, અને ચોટીલામાં સૌથી વધુ શંકાસ્પદ ડેંગ્યુના કેસો
- 131 જેટલી આરોગ્યની ટીમો કામે લગાવામાં આવી
- 63 જેટલા શંકાસ્પદ ડેંગ્યુના કેસો દાખલ
- આરોગ્ય વિભાગની જિલ્લા વાસીઓને ખાસ અપીલ
- ઘરમાંથી વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા અપીલ
- ઘરમાં પડેલા ટાયર અન્ય પાત્રોમાંથી પાણીનો નિકાલ કરવો
- ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ દર્દીઓની સંખ્યામાં વધારો
-
અમદાવાદઃ ચાંદખેડામાં ડૉક્ટરની દાદાગીરી આવી સામે, સિક્યોરિટી ગાર્ડ પર કર્યો હુમલો
- અમદાવાદઃ ચાંદખેડામાં ડૉક્ટરની દાદાગીરી આવી સામે
- સિક્યુરિટી ગાર્ડ વાહન પાર્ક કરવા માટે સૂચના આપતા કર્યો હુમલો
- ડૉક્ટરએ બહારના શખ્સોને બોલાવીને સિક્યુરિટી ગાર્ડને માર્યો માર
- પુષ્પમ હોસ્પિટલના ડોક્ટરે માર્યો માર
- સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા
- ચાંદખેડામાં ઉપવન રેસિડેન્સીની ઘટના
- પોલીસે ડોકટર વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાતા રોષ
-
લુધિયાણામાં નવરાત્રિના જાગરણમાં સર્જાઈ દુર્ઘટના, સ્ટેજનો ભાગ ધરાશાયી થતા 3 લોકોના મોત
- લુધિયાણામાં નવરાત્રિના જાગરણમાં સર્જાઈ દુર્ઘટના
- કાર્યક્રમ માટે બનાવવામાં આવેલો સ્ટેજનો ભાગ ધરાશાયી
- સ્ટેજનો ભાગ ધરાશાયી થતા 3 લોકોના કરૂણ મોત
- અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત
- ચાલુ કાર્યક્રમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
-
સુરતમાં ગરબા સ્થળો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચાંપતી નજર
- સુરતમાં ગરબા સ્થળો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચાંપતી નજર
- ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત કરી
- મોડી રાત્રે આકસ્મિક સુરત પોલીસ કંટ્રોલરૂમ ખાતેની મુલાકાત લીધી
- ગરબા સ્થળો પર હર્ષ સંઘવી દ્વારા નજર રાખવામાં આવી
- પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહેલોત સહિતના અધિકારીઓ રહ્યા હાજર
- ડોમમાં અને શેરી ગરબાઓમાં પોલીસની ચાંપતી નજર
- તમામ સ્થળ પરથી કેમેરા મારફતે કંટ્રોલરૂમમાં પોલીસની બાજ નજર
-
ગુજરાત ATS અને NCB દિલ્લીનું સંયુક્ત ઓપરેશન, 1000 કિલો MD ડ્રગ્સ જપ્ત
- ગુજરાત ATS અને NCB દિલ્લીનું સંયુક્ત ઓપરેશન
- ભોપાલમાં દરોડા પાડી મોટી માત્રામાં MD ડ્રગ્સ પકડ્યું
- ભોપાલથી MD ડ્રગ્સની સામગ્રી બનાવતી ફેક્ટરી પકડી
- રૂ.1814 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી
- અંદાજે 1 હજાર કિલો MD ડ્રગ્સ પકડાયુ
- ડ્રગ્સ બનાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી
- ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશમા મોકલાતુ હતુ
- ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અંભિનદન પાઠવ્યા
-
જુનાગઢ: માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરોનો તરખાટ
- જુનાગઢ: માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરોનો તરખાટ
- સ્વામિનારાયણ મંદિરની દાનપેટી અને એગ્રોની દુકાનમાં ચોરી
- ત્રણથી વધુ તસ્કરોએ 55 હજારની ચોરી કરી
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
પાર્ટી પ્લોટ્સમાં ગરબાને બદલે અન્ય ગીતો વગાડવાનો મામલો
- પાર્ટી પ્લોટ્સમાં ગરબાને બદલે અન્ય ગીતો વગાડવાનો મામલો
- નડિયાદના માઈ મંદિરના હરેન્દ્ર પ્રસાદ મહારાજે વ્યક્ત કર્યું દુ:ખ
- “ગરબામાં માતાજીની આરાધનાને બદલે અન્ય ગીતો વગાડવા અયોગ્ય”
- “મંદિરના ગરબા અને બહારના ગરબામાં અંતર જોવા મળ્યું”
- “મા આદ્યાશક્તિની આરધનાનો પર્વ હોય છે નવરાત્રિ”
- “માતાજીના ગીતો સાથે પણ આનંદથી ગરબા રમી શકાય”
-
વડોદરા ગેંગરેપની વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા. યુવતી સાથે બીજા નોરતે થયેલી ઘટના અંગે ગૃહરાજ્યમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતની દીકરી સાથે બનેલી ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટના બાદ મારુ અને પોલીસનું લોહી ઉકળી ગયુ છે. નરાધમોને પકડવા પોલીસ મા અંબાને શક્તિ આપે. આરોપીઓને દુનિયાના કોઈપણ ખૂણેથી શોધી કાઢીશુ.
-
સુરતના માંડવીમાં વિદ્યાર્થિની સાથે આચાર્યએ કર્યા અડપલા
- સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો
- માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં બન્યો બનાવ
- આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
- નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ
- યોગેશ પટેલ છેલ્લા 24 વર્સથી આશ્રમ શાળામાં બજાવે છે ફરજ
- બાળકીના પરિવારે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી
- પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચી શરૂ કરાઈ તપાસ
- આચાર્ય વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની કલમો સાથે ફરિયાદ
-
પંચમહાલઃ હમીરપુર ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા પશુના મૃતદેહ
- પંચમહાલઃ હમીરપુર ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા પશુના મૃતદેહ
- 2 દિવસમાં 10થી વધુ મૃત પશુ નાંખવામાં આવ્યાની ફરિયાદ
- પાલિકા અને પાંજરાપોળ દ્વારા મૃત પશુ નખાતા હોવાનો આરોપ
- મૃત પશુઓના કારણે દુર્ગંધ ફેલાતી હોવાનો સ્થાનિકોનો આરોપ
-
આજે રજાના દિવસે મળશે કેબિનેટની બેઠક, ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
આજે સાંજે 4.30 કલાકે કેબિનેટમની બેઠક મળશે. જેમા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહેલા સરકારી વેતનધારકો માટે આજની બેઠકમાં સરકાર કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતા છે. 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના જાહેર વહીવટી ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂરા થશે. 23 વર્ષના કાર્યક્રમોની ઉજવણીને લઈને પણ રવિવારે બેઠક યોજાઈ રહી હોવાનું એક અનુમાન સેવાઈ રહ્યુ છે. તહેવારોને લઈને પણ કાર્યક્રમો તેમજ વિકાસલક્ષી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજકીય ચર્ચાઓ વચ્ચે કેબિનેટની બેઠકના નિર્ણય પર સરકારની નજર રહેશે.
-
નવસારીમાં આદમખોર દીપડો પાંજરે પુરાયો, 10 દિવસમાં 3 લોકો પર કર્યો હુમલો
- નવસારીમાં આદમખોર દીપડો પાંજરે પુરાયો
- વાંસદાના મોટીવાલઝર ગામે દીપડો પાંજરે પુરાયો
- 10 દિવસમાં 3 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો
- એક દીપડી મળીને બે દીપડા પાંજરે પુરાયા
- બે બાળકી અને એક યુવાન પર હુમલો કર્યો હતો
- હુમલા બાદથી વનવિભાગની ટીમો કામે લાગી હતી
- શિકારની શોધમાં આવેલો દીપડો અંતે પાંજરે પુરાયો
- દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
-
અમદાવાદઃ સનાથલમાં કારમાં આગ લાગી
- અમદાવાદઃ સનાથલમાં કારમાં આગ લાગી
- આગ લાગેલી કારમાં મળ્યો દારૂનો જથ્થો
- ફાયર બ્રિગેડની ટીમને મળ્યો દારૂનો જથ્થો
- કાર માલિક અને કારચાલક અંગે થઈ રહી છે તપાસ
-
અમદાવાદઃ પાંચકુવા હરણવાળી પોળમાં આમેના ફ્લેટ્સમાં આગ
- અમદાવાદઃ પાંચકુવા હરણવાળી પોળમાં આમેના ફ્લેટ્સમાં આગ
- 70 લોકોને અગમચેતીના ભાગ રૂપે સલામત સ્થળે લઈ જવાયા હતા
- એપાર્ટમેન્ટના મીટર સેક્શનમાં આગ લાગી હતી
- ફાયરની ટીમ પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ
- વહેલી સવારે બનેલી ઘટનામાં રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
-
બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત
- બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત
- ધાનેરાના ખીંમત પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો
- મોડી રાત્રે અકસ્માતમાં બાઇક સવાર 4માંથી 3ના ઘટના સ્થળે મોત
- અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
- યુવકો નવરાત્રિ જોઈ પરત ફરતા હતા ત્યારે ઘટના બની
- પાંથાવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
-
સાબરકાંઠા: નાના અંબાજીમાં 660.43 ગ્રામ સોનાનો મુઘટ અર્પણ
- સાબરકાંઠા: નાના અંબાજીમાં 660.43 ગ્રામ સોનાનો મુઘટ અર્પણ
- ચોથા નોરતાએ મા અંબિકાને ચોથો સુવર્ણ મુઘટ અર્પણ કરાયો
- નવીન સુવર્ણ મુઘટની કિંમત આશરે 53 લાખ રૂપિયા
- અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને સુવર્ણ મુઘટ અર્પણ
-
દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ બાદ ખેડૂતોનો પારાવાર નુકસાની
દ્વારકાના કલ્યાણપુર પંઠકમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. રાવલ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. ભારે વરસાદ પડતા પાકને નુકસાન અને નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ. વર્તુ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા નદીમાં પાણી છોડાયું હતું. જે બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધતા પૂરની સ્થિતિ સર્જાઈ અને નદીકાંઠે આવેલા તમામ ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં મોટા ગાબડા પણ પડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે ત્યારે સરકાર પાસે ખેડૂતોએ સહાયની માગ કરી.
-
બનાસકાંઠા: પાલનપુર ST બસ સ્ટેશન બન્યો અસમાજિક તત્વોનો અડ્ડો
- બનાસકાંઠા: પાલનપુર ST બસ સ્ટેશન બન્યો અસમાજિક તત્વોનો અડ્ડો
- યુવક અને યુવતીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
- જાહેરમાં જ અશ્લીલ હરકતોનો વીડિયો વાઇરલ
- ST બસ સ્ટેશનની છત પર યુવક અને યુવતી કરી રહ્યા હતા અશ્લીલ હરકત
- અગાઉ 2 યુવતીઓએ પોલીસના ડરથી ત્રીજે માળેથી જંપલાવ્યું હતું
- પાલનપુર ન્યૂ ST બસ સ્ટેશનમાં કેફેમાં તપાસ જરૂરી હોવાની માગ
-
સુરત: બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત, 5 પૈકી 1નું મોત
- સુરત: બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત
- શ્વાન આવી જતા કારચાલકે ગુમાવ્યો કાબૂ
- કારમાં સવાર પાંચ લોકો પૈકી એકનું મોત
- પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા
- બારડોલીમાં નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેવા આવતા હતા તે દરમિયાન બની ઘટના
- 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું આવ્યું બહાર
- ઘટનામાં 5 પૈકી 1નું મોત 2ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
Published On - Oct 06,2024 8:20 AM