06 નવેમ્બરના મહત્વના સમાચાર : MVA એ મહારાષ્ટ્ર ચૂંટણી માટે 5 ગેરંટી કરી જાહેર, ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ, 25 લાખ સુધીનો આરોગ્ય વીમો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2024 | 8:23 PM

આજે 06 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

06 નવેમ્બરના મહત્વના સમાચાર : MVA એ મહારાષ્ટ્ર ચૂંટણી માટે 5 ગેરંટી કરી જાહેર, ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ, 25 લાખ સુધીનો આરોગ્ય વીમો

ઈરાન પર ઇઝરાયેલ કરી મોટો પ્રહાર શકે છે. 400 મિસાઈલથી ઇઝરાયેલ હુમલો કરે તેવો રિપોર્ટમાં દાવો. હુમલામાં ફોર્થ જનરેશનની મિસાઈલ ‘ખુરમશહર-4’ના ઉપયોગની શક્યતા. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયુ. ન્યુ હેમ્પશાયર ટાઉનના પરિણામમાં પડી ટાઇ. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા સરખા વોટ. કેનેડામાં ઉગ્રવાદી સંગઠનોને મળી રહી છે રાજકીય જમીન.  વિદેશપ્રધાન એસ.જયશંકરનો ટ્રુડો સરકાર પર પ્રહાર. કહ્યું, ગુનેગારો સામે થાય કાયદેસરની કાર્યવાહી. રણથંભોર નેશનલ પાર્કમાંથી 25 વાઘ ગુમ થતાં ખળભળાટ. ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડને આપ્યા તપાસના આદેશ. એક વર્ષથી વાઘ જોવા ન મળતા સામે આવી ઘટના. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપનું એડીચોટીનું જોર. 8 નવેમ્બરથી PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર. તો શાહ ગજવશે 20થી વધુ સભા. આણંદના વાસદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાયો. પિલ્લરોના બ્લોક નીચે દટાતા 3 શ્રમિકોનાં મોત થયા. નેશનલ હાઇસ્પીડ રેલ્વે કોર્પોરેશને મૃતકોનાં પરિજનો માટે રૂ.20લાખની સહાયની કરી જાહેરાત.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Nov 2024 08:18 PM (IST)

    અમદાવાદના બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલના ટ્રસ્ટી સહિત ત્રણ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

    વિદ્યાના ધામને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલના ટ્રસ્ટી સહિત ત્રણ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. ગઈકાલે સ્કૂલની અંદર જ દારૂની માણી હતી મહેફિલ. ત્રણ લોકોની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. ચેતન યાદવ, મનોજસિંગ રાજપૂત અને ભૂપેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનીક લોકોને ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી

  • 06 Nov 2024 08:09 PM (IST)

    રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે

    પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવાર અને ગુરુવાર દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે.

  • 06 Nov 2024 08:01 PM (IST)

    MVA એ મહારાષ્ટ્ર ચૂંટણી માટે 5 ગેરંટી કરી જાહેર, ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ, 25 લાખ સુધીનો આરોગ્ય વીમો

    મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે 5 ગેરંટી જાહેર કરી છે, આ અંતર્ગત મહિલાઓને મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા મળશે અને મહિલાઓ અને યુવતીઓને બસમાં મફત મુસાફરી કરવાની સુવિધા અપાશે.

    • ખેડૂતોની રૂ. 3 લાખ સુધીની લોન માફી અને નિયમિત લોનની ચુકવણી પર રૂ. 50 હજારનું પ્રોત્સાહન.

    • જાતિમુક્ત વસ્તીગણતરી હાથ ધરશે અને 50 ટકા અનામતની મર્યાદા દૂર કરવાનો પ્રયાસ કરશે.

    • રૂ. 25 લાખ સુધીનો આરોગ્ય વીમો અને મફત દવાઓ.

    • બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 4000 સુધીની સહાય.

  • 06 Nov 2024 07:02 PM (IST)

    CBSE એ 21 શાળાઓની માન્યતા રદ કરી, 6 ડાઉનગ્રેડ પણ કરી

    CBSEએ દિલ્હી અને રાજસ્થાનની 21 શાળાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તેમની માન્યતા રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 6 શાળાઓને પણ ડાઉન ગ્રેડ કરવામાં આવી છે. આ શાળાઓ સામે ડમી ક્લાસની ફરિયાદો સતત આવતી રહી હતી.

  • 06 Nov 2024 04:38 PM (IST)

    મંદિરના પૂજારીઓ નથી સુરક્ષિત ! ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંતનું 4 શખ્સોએ કર્યું અપહરણ

    સુરેન્દ્રનગરના ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંતનું 4 શખ્સોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. રૂપિયાની લેતી દેતી મુદ્દે મહંત ગૌતમગિરી ગોસાઈનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણની સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કંડારાઈ ગઈ છે. મંદિરના મહંત સાથે મારામારી કરી રૂપિયા 10 લાખની ખંડણી વસુલ કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

  • 06 Nov 2024 03:28 PM (IST)

    એક પરિવારને ઘર વિહોણો કરનાર સુરત મનપાના અધિકારીઓને હાઈકોર્ટની નોટિસ

    અધિકારીઓના મનસ્વી વલણ સામે ગુજરાત હાઇકોર્ટ નારાજ થઈ છે. સુરત મનપાના અધિકારીઓને હાઈકોર્ટે  નોટિસ ફટકારી છે. એક પરિવારને ઘર વિહોણા કરતા હાઈકોર્ટે સુરત મનપાના અધિકારીઓને ફટકારી નોટિસ. જાણ કર્યા વગર જ મકાન તોડી પાડતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અધિકારીઓના આવા કૃત્યથી આર્થિક અને માનસીક નુકસાન થયુ હોવાની અરજીમાં રજૂઆત કરાઈ હતી. યોગ્ય વળતર ચૂકવવા તથા અધિકારીઓ સામે પગલા લેવા અરજીમાં માગ કરવામાં આવી હતી.

  • 06 Nov 2024 03:26 PM (IST)

    લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતમાં 2 ના મોત

    લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતમાં 2 ના મોત થયા છે. બલદાણા ગામના પાટીયા પાસે કાર આગળ જતા ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક પુરૂષ અને અને મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ છે. મૃતદેહ કારમાં ફસાઈ ગયો હતો જેને ક્રેનની મદદ અને કારના પતરા ચીરીને બહાર કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

  • 06 Nov 2024 02:31 PM (IST)

    મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં ઐતિહાસિક જીત પર અભિનંદન – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ચૂંટણી જીતવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, ‘મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ ધપાવો છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું. ચાલો આપણે બધા આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.

  • 06 Nov 2024 01:03 PM (IST)

    ભવ્ય જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન

    અમેરિકા માટે આ સારો સમય છે. જનતાએ મને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનાવ્યા છે. આવી ભવ્ય જીત અમેરિકાએ પહેલા ક્યારેય નથી જોઇ. અમેરિકાને ફરી મહાન રાષ્ટ્ર બનાવીશું. હું દરેક દિવસ તમારા માટે લડતો રહીશ. મારી લડાઇમાં સાથે રહેલા તમામ લોકોનો આભાર માનું છુ.

  • 06 Nov 2024 01:00 PM (IST)

    સરકારે કૃષિ સહાય પેકેજની ચૂકવણી શરૂ કરી

    સરકારે કૃષિ સહાય પેકેજની ચૂકવણી શરૂ કરી છે. જુલાઈ 2024ના પેકેજમાં અંદાજે 95 કરોડની સહાય ચૂકવાઈ. અરજીઓની ચકાસણી કરી ચૂકવણી કરવાની કામગીરી ચાલુ કરી. 1.25 લાખ પાક નુકસાનીની અરજીઓ સરકારને મળી. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024ના રાહત પેકેજ માટે અરજીઓ સ્વીકારવાનું હાલ ચાલુ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના રાહત પેકેજ માટે અંદાજે 6.30 લાખ કરતા વધુ અરજી. ઓગસ્ટ સપ્ટેમ્બરના પેકેજ માટે 10 નવેમ્બર સુધી અરજી કરી શકાશે.

  • 06 Nov 2024 12:51 PM (IST)

    સુરત: પહેલીવાર મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી

    સુરત: પહેલીવાર મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી થઇ. પાલિકાએ વિવિધ વિસ્તારમાં 9 લાખનો દંડ ફટકાર્યો. દિવાળી-નવા વર્ષ સહિત રોડ પર થૂંકનારા 5200 લોકોને દંડ ફટકારાયો. બ્રિજ, ડિવાઈડર, રસ્તા અને સર્કલોના રંગરોગાનને નુકસાન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી.

  • 06 Nov 2024 12:50 PM (IST)

    ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ !

    ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ! બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના પદ પર ટ્રમ્પ આરૂઢ થશે. મતગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતનો આંકડો પાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ 277, કમલા હેરિસ 226 ઈલેક્ટોરલ વોટમાં આગળ છે. બહુમત માટે 270 ઈલેક્ટોરલ વોટનો આંકડો ટ્ર્મ્પે પાર કર્યો. 7 સ્વિંગ સ્ટેટ ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પનો દબદબો. શરૂઆતમાં કાંટાની ટક્કર બાદ કમલા હેરિસની હાર જોવા મળી.

  • 06 Nov 2024 10:15 AM (IST)

    આણંદઃ બુલેટ ટ્રેન પ્રોજેકટ દુર્ઘટનામાં અપાયા તપાસના આદેશ

    આણંદઃ બુલેટ ટ્રેન પ્રોજેકટ દુર્ઘટનામાં અપાયા તપાસના આદેશ અપાયા છે. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ અપાયા. પ્રાથમિક દ્રષ્ટિએ દુર્ઘટના પાછળનું ટેક્નિકલ કારણ સામે આવ્યું છે. ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

  • 06 Nov 2024 09:07 AM (IST)

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ 226, કમલા હેરિસ 108 ઈલેક્ટોરલ વોટમાં આગળ છે. બહુમત માટે 270 ઈલેક્ટોરલ વોટ મેળવવા જરૂરી છે. કુલ 538 ઈલેક્ટોરલ વોટ માટે મતદાન થઇ રહ્યુ છે.

  • 06 Nov 2024 07:43 AM (IST)

    આજે મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક

    આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. દિવાળી બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક હશે. મગફળી સહિત અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રકિયા મુદે ચર્ચા કરાશે. રાજ્યમાં લાભ પાંચમ બાદ પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રકિયા મુદે ચર્ચા કરાશે. શિક્ષણ, આરોગ્ય અને મહેસુલ જેવા વિભાગોના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા થશે. વિવિધ જિલ્લા અને તાલુકામાં સ્નેહમિલન કાર્યકમ આયોજિત કરવા મુદે ચર્ચા થશે.

  • 06 Nov 2024 07:41 AM (IST)

    સુરેન્દ્રનગરઃ જોરાવરનગરમાં ફાયરિંગમાં એકનું મોત

    સુરેન્દ્રનગરઃ જોરાવરનગરમાં ફાયરિંગમાં એકનું મોત થયુ છે. લુખ્ખા તત્વોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીબારમાં પાન પાર્લરના માલિકનું મોત થયુ. ગોળીબાર કરી 6 શખ્સો ફરાર થઇ ગયા. અગાઉની દિવાળીના ફટાકડાના રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ થયાનો ખુલાસો થયો છે. ફાયરિંગની ઘટનામાં LCB, SOG, સહિત DySP સ્કોર્વોડ સહિતની ટીમ તપાસમાં લાગી છે.

Published On - Nov 06,2024 7:37 AM

Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">