AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 મેના મહત્વના સમાચાર : ગુજરાતના અનેક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2026 | 8:54 PM
Share

આજે 06 મે અને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 મેના મહત્વના સમાચાર : ગુજરાતના અનેક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ

આજે 06 મે અને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 May 2026 08:54 PM (IST)

    સુરેન્દ્રનગરના ચુડાના ખાંડીયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ

    સુરેન્દ્રનગરના ચુડાના ખાંડીયા ગામે બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ થયો છે. બન્ને જૂથના લોકો હથિયાર વડે સામ સામે મારામારી કરતા પડે છે નજરે પડે છે. બે થી ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

  • 06 May 2026 08:53 PM (IST)

    પંચમહાલના હાલોલ, કાલોલ તાલુકા પંથકમાં વરસાદ, દેલોલમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો

    પંચમહાલના હાલોલ, કાલોલ તાલુકા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ. કાલોલના દેલોલમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો. રાબોડ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે ઝાપટુ. ભરઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

  • 06 May 2026 08:52 PM (IST)

    ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

    ખેડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ​ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કાળઝાળ ગરમી વચ્ચે ઠાસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી. ​ઠાસરા તાલુકાના આગરવા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

  • 06 May 2026 08:51 PM (IST)

    સતત બીજા દિવસે, અરવલ્લીના ભિલોડા અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ

    અરવલ્લીના ભિલોડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાંજના અરસા દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો. ભિલોડા, ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ વિસ્તારમાં વરસાદ. સતત બીજા દિવસે સાંજના સુમારે કમોસમી વરસાદ વરસ્યો. મકાઈ ,બાજરીના પાકને લઈ ખેડૂતોમાં ચિંતા.

  • 06 May 2026 08:49 PM (IST)

    હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

    સાબરકાંઠાના હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા. સ્ટેટ હાઇવે પર પણ વૃક્ષો પડી જતા વાહનચાલકોને મુશ્કેલી. ભારે પવન સાથે હિંમતનગરના ગાંભોઈ આસપાસના વિસ્તારમાં વરસાદ. આડા હાથરોલ, બામણાં, પુનાસણ વિસ્તારમાં કમોસમી વરસાદ

  • 06 May 2026 07:26 PM (IST)

    “સરકે ચુનર” ગીતના વિવાદમાં અભિનેત્રી નોરા ફતેહીને મહિલા આયોગનું તેડું, આવતીકાલ 7મી મે એ NCW સમક્ષ થશે હાજર

    રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આવતીકાલે “સરકે ચુનર” ગીત સંબંધિત મામલામાં સુનાવણી કરશે. આ કેસના સંદર્ભમાં સમન્સ પાઠવવામાં આવેલી અભિનેત્રી નોરા ફતેહી આવતીકાલ 7મી મેના રોજ સવારે 11:30 વાગ્યે કમિશન સમક્ષ હાજર થશે.

  • 06 May 2026 06:13 PM (IST)

    તમિલનાડુમાં બનશે TVK ની સરકાર, રાજ્યપાલને મળીને વિજયે 118 ધારાસભ્યોના ટેકાવાળો પત્ર સુપરત કર્યો

    તામિઝગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા-અભિનેતા વિજયે તમિલનાડુમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ટીવીકેના પ્રમુખ વિજયે બુધવારે ચેન્નાઈના ગિન્ડી સ્થિત રાજભવનમાં કાર્યકારી રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમને 118 ધારાસભ્યોના ટેકાવાળો એક પત્ર પણ સુપરત કર્યો હતો. .

  • 06 May 2026 05:45 PM (IST)

    અરવલ્લીના મેઘરજમાં લાંચ લેતા ઈન્ચાર્જ તલાટી ઝડપાયા

    અરવલ્લીના મેઘરજમાં લાંચિયા ઈન્ચાર્જ તલાટી ઝડપાયો છે. મુડશી ગ્રામ પંચાયતનો ઈન્ચાર્જ તલાટી લાંચ લેતા ઝડપાયો. વારસાઈમાં નામ ચઢાવવા માટે માંગી હતી રૂ.5000ની લાંચ. ACBએ રેવન્યુ તલાટી ગુમાનસિંહ વાઘેલાને રંગે હાથ ઝડપ્યા,

  • 06 May 2026 04:56 PM (IST)

    ગીર સોમનાથના ઉના શહેરમાં વિજળીના કડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ

    ગીર સોમનાથના ઉના શહેરમાં કાળા ડીબાંગ વાદળો ઉમટી પડ્યા અને પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનથી ધુળની ડમરીઓ ઉડી. વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે.

  • 06 May 2026 02:51 PM (IST)

    ગાંધીનગરના ચિલોડા પાસે જમીન સંપાદનની કાર્યવાહી સામે ખેડૂતોએ કર્યો વિરોધ, અધિકારીઓને પાછા ફરવુ પડ્યું

    ગાંધીનગરના ચિલોડા પાસે જમીન સંપાદનની કાર્યવાહી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.  15થી વધુ ખેડૂતો એકત્રિત થયા છે. NHAI દ્વારા જમીન સંપાદન અંગે વિરોધ કરાયો છે. સિંહોલી મોટી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જમીન વળતર ન મળતાં વિરોધ. સર્વિસ રોડ ના કામ શરૂ થતાં વિરોધ. જમીન કબ્જો મેળવવા આવ્યા તંત્રના અધિકારી. પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા અધિકારીઓ. જમીન સંપાદનના પુરાવા ન હોવાનો આક્ષેપ. અધિકારીને સ્થાનિકોએ ધક્કે ચડાવ્યા. અધિકારીઓને સ્થળ છોડવા ફરજ પડી. સ્થાનિકો સાથે આગામી સમયમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ વચ્ચે તંત્રને કામગીરી રોકવી પડી.

  • 06 May 2026 02:21 PM (IST)

    અમદાવાદ: SMCના પોલીસ કર્મીએ યુવકને માર્યો માર

    અમદાવાદના ખાનપુર વિસ્તારમાં સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવન ખાતે પોલીસકર્મી દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. વાડીમાં રૂમ આપવા બાબતે થયેલી તકરાર દરમિયાન SMCના કોન્સ્ટેબલ નવાઝ ગુલામ રસુલે યુવકના વાળ ખેંચીને ધડાધડ લાફા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણવા મળ્યા મુજબ આ કોન્સ્ટેબલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં પાટણ ખાતે ફરજ બજાવે છે. ઘટનાના અંતે કોન્સ્ટેબલે યુવક પાસે માફી માંગી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાએ પોલીસના વર્તન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

  • 06 May 2026 02:09 PM (IST)

    ખેડાઃ મહેમદાવાદના ધારાસભ્યની હથોડીએ ભ્રષ્ટાચારના ગાબડાં ઉઘાડા પાડ્યા

    ખેડા જિલ્લાના મહેમદાવાદ વિસ્તારમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા સામે આવી છે. વાંઠવાડી ગામ નજીક બની રહેલી કેનાલની ગુણવત્તા અંગે સવાલો ઊભા થતાં સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પોતે જ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે હથોડી લઈને કેનાલના નિર્માણનું નિરીક્ષણ કર્યું, જેમાં સામાન્ય ફટકા મારતાં જ સિમેન્ટના પોપડા ઉખડી જતા કામની નબળી ગુણવત્તા બહાર આવી ગઈ. આશરે ₹2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ કેનાલમાં મોટા પાયે ગેરરીતિઓ થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાએ તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે અને હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી રહી છે.

  • 06 May 2026 01:35 PM (IST)

    બે સિસ્ટમ અને ભેજવાળા પવનને કારણે વરસાદની શક્યતા

    રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા અને ભેજવાળા પવનના પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ મુજબ કચ્છ, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના પ્રભાવને કારણે આ બદલાવ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગરમીમાં થોડો રાહત મળવાની શક્યતા છે.

  • 06 May 2026 12:53 PM (IST)

    બ્લાસ્ટને લઇને પંજાબના CM ભગવંત માને ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

    પંજાબમાં થયેલા બ્લાસ્ટની ઘટનાઓને લઈને રાજનીતિ ગરમાઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે રાજ્યમાં થયેલા વિસ્ફોટોની પાછળ ભાજપનો હાથ હોઈ શકે છે. માનના જણાવ્યા મુજબ આ ઘટના આવનારી પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ લોકોમાં ડર અને ભયનું માહોલ ઊભું કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે અને આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

  • 06 May 2026 11:43 AM (IST)

    વડોદરા: ખોરાક શાખાના અનેક એકમો પર દરોડા

    વડોદરામાં ખોરાક શાખા દ્વારા શહેરના અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 8 એકમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં નામાંકિત સ્થળોના ખોરાક પણ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ગોકુલનો કેસર રસ અને જનતાનો આઈસ્ક્રીમ સહિતના ઉત્પાદનો શંકાસ્પદ જણાયા હતા. કુલ 8 નમૂનાઓ અખાદ્ય હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલે ખોરાક શાખાએ ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

  • 06 May 2026 11:28 AM (IST)

    અમદાવાદ: મેમ્કો પાસેની ખાનગી કંપનીમાં કામદારોનો હોબાળો

    અમદાવાદમાં મેમ્કો નજીક આવેલી LUBI નામની ખાનગી કંપનીમાં પગાર મુદ્દે કામદારોમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો ન આપવામાં આવતા રોષ વ્યક્ત કર્યો હતો. કામદારોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓએ ધારાધોરણ મુજબ 18 હજાર રૂપિયા સુધીના પગાર વધારાની માગ કરી છે. આ મુદ્દે 500થી વધુ કામદારો એકઠા થઈને પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

  • 06 May 2026 11:03 AM (IST)

    સુરત: ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં આનંદ

    સુરતમાં ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. શહેરભરમાંથી કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા નોંધાવી છે, જેના કારણે તમામ શાળાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ઢોલ-નગાડા વગાડીને સારા પરિણામની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને અને સાફો પહેરાવી અભિનંદન આપવામાં આવ્યા હતા. ઉત્તમ પરિણામ મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક બની ખુશીના આંસુ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા. આ સફળતા સાથે વિદ્યાર્થીઓ હવે પોતાના ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધતા જોવા મળશે.

  • 06 May 2026 10:28 AM (IST)

    અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કુલ સામે નારાજગી

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ સામે વાલીઓમાં નારાજગી જોવા મળી છે. વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સ્કૂલ સામે દેખાવો યોજીને શાળા પ્રશાસનના વલણનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમિતિએ દાવો કર્યો છે કે શાળા સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કાયદાકીય લડતમાં પણ વાલીઓને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. આ મુદ્દે સમિતિએ વાલીઓને સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ ન લેવા માટે અપીલ પણ કરી છે. સાથે જ શાળા પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તેની માન્યતા રદ્દ થવાની શક્યતા હોવાનું સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

  • 06 May 2026 09:45 AM (IST)

    રાજકોટ જિલ્લામાં 88.11 ટકા પરિણામ

    રાજકોટ જિલ્લામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યભરમાં 83.86 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે રાજકોટ જિલ્લાનું પરિણામ 88.11 ટકા નોંધાયું છે. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 ટકા હતું, જેમાં આ વર્ષે થોડો સુધારો જોવા મળ્યો છે. જિલ્લામાં 130 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 3 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સારા પરિણામને લઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને વાલીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

  • 06 May 2026 09:25 AM (IST)

    સુરત: ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં આનંદ

    સુરતમાં ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સારા પરિણામને પગલે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ઢોલ-નગાડા વગાડીને વિદ્યાર્થીઓની સફળતા ઉજવાઈ. વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને અને સાફો પહેરાવી અભિનંદન આપવામાં આવ્યા. ઉત્તમ પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક બની ખુશીના આંસુઓ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા.

  • 06 May 2026 09:15 AM (IST)

    અરવલ્લી: મોડાસામાં ભારે પવન ફૂંકાયો

    અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારે પવન ફૂંકાતા બસ પોર્ટમાં નુકસાન થયું છે. બસ પોર્ટની રેલીંગ ગ્રીલ અચાનક તૂટી પડી હતી, જેના કારણે સ્થળ પર ચિંતા ફેલાઈ હતી. નોંધનીય છે કે આ બસ પોર્ટનું લોકાર્પણ માત્ર એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં આવી ઘટના સામે આવતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. સદનસીબે તે સમયે ત્યાં અવરજવર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

  • 06 May 2026 09:10 AM (IST)

    અમદાવાદ: ભરઉનાળે ભુવો પડવાનો સિલસિલો યથાવત

    અમદાવાદમાં ભરઉનાળે પણ ભુવો પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વટવા વિસ્તારમાં એક બાઈકચાલક અચાનક પડેલા ભુવામાં પડી જતા હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ બાઈકચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. તાજેતરના ભારે વરસાદના પગલે વટવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

  • 06 May 2026 08:54 AM (IST)

    ન્યૂયોર્કના નેવાર્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટના

    ન્યૂયોર્કના નેવાર્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેમાં યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનની ટ્રક સાથે ટક્કર થઈ હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેન ટ્રક અને લાઈટના થાંભલા સાથે અથડાતા ભારે નુકસાન થયું હતું. અમેરિકાનું બોઈંગ 767 પ્લેન અંદાજે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે હતું, જેના કારણે અકસ્માત ગંભીર બન્યો. આ દુર્ઘટનામાં ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે પ્લેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

  • 06 May 2026 08:52 AM (IST)

    ગાંધીનગર: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક

    ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે, જે આજે શરૂ થઈ 8 મે સુધી CM નિવાસ સ્થાને ચાલશે. આ બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેના નામો નક્કી કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી પર પણ ચર્ચા થશે. અગાઉ મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતો માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને તમામ જિલ્લાઓની સંકલન બેઠક પણ યોજાઈ હતી. હવે 15 મહાનગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે અંતિમ કવાયત હાથ ધરાશે.

  • 06 May 2026 08:51 AM (IST)

    પંજાબ: 3 કલાકમાં બ્લાસ્ટની 2 ઘટનાથી દહેશત

    પંજાબમાં માત્ર 3 કલાકના અંતરમાં બ્લાસ્ટની 2 ઘટનાઓ સામે આવતાં દહેશતનો માહોલ સર્જાયો છે. અમૃતસર અને જાલંધરમાં થયેલા વિસ્ફોટોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અમૃતસરમાં ખાસા આર્મી કેન્ટ નજીક વિસ્ફોટ થયો હતો, જ્યારે જાલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર ધડાકો થતાં ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક તપાસમાં IEDનો ઉપયોગ થયો હોવાની પોલીસને આશંકા છે. બંને ઘટનાઓને ગંભીરતાથી લઈને પોલીસ અને સુરક્ષા દળો હુમલાખોરોની શોધખોળમાં જોડાઈ ગયા છે.

  • 06 May 2026 08:46 AM (IST)

    ધોરણ-10માં બેઝિક ગણિતમાં 106504 વિદ્યાર્થીઓ નાપાસ

    વિષયવાર પરિણામમાં બેઝિક ગણિત સૌથી મુશ્કેલ વિષય સાબિત થયો છે, જેમાં 106504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 94645, ગુજરાતીમાં 49321 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તે જ રીતે અંગ્રેજીમાં 44482 વિદ્યાર્થીઓ અને સોશિયલ સાયન્સમાં 44229 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 109 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

  • 06 May 2026 08:45 AM (IST)

    ધોરણ 10નું પરિણામ 83.86 ટકા જાહેર, દીકરીઓએ મારી બાજી

    ધોરણ ૧૦નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં રાજ્યભરમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ વર્ષે કુલ 1697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત કરીએ તો 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા મેળવી છે અને ગત વર્ષ કરતા 7453 વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં દીકરીઓએ ફરી એકવાર આગળ રહીને 88.28 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12 ટકા રહ્યું છે. આ રીતે દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું છે. માધ્યમ મુજબ જોવામાં આવે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા રહ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે.

  • 06 May 2026 08:24 AM (IST)

    ધોરણ-10નું પરિણામ જાહેર, આ વખતે 1.30 ટકા ઉંચુ પરિણામ આવ્યુ

    ધોરણ 10નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પરિણામ ગત વર્ષની 82.56 ટકાની સરખામણીએ 1.30 ટકા જેટલું વધ્યું છે. કેન્દ્રવાર જોવામાં આવે તો ગાંધીનગરના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યારે દાહોદના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 33.74 ટકા નોંધાયું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે આગળ રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42 ટકા સૌથી ઓછું રહ્યું છે. રાજ્યભરમાં 1697 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 39 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. આ સાથે 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ સફળતા નોંધાવી છે.

  • 06 May 2026 07:45 AM (IST)

    અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરીજનોની ચિંતા વધારી

    અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરના નાગરિકોમાં ચિંતા વધારી છે. ખાસ કરીને નિકોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજ સિસ્ટમ ઓવરફ્લો થતી જોવા મળી, જેના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ ગયું અને જનજીવન પ્રભાવિત થયું. આ પરિસ્થિતિએ મનપા પ્રશાસનની તૈયારી અને કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં હવે આ ચિંતા વધી રહી છે કે જ્યારે સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચોમાસાના ભારે વરસાદ દરમિયાન શું હાલત થશે.

Published On - May 06,2026 7:36 AM

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">