25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસા મુદ્દે સરવેની કામગીરી પૂર્ણ, સરકારે કહ્યું, જરૂર જણાશે તે વિસ્તારોને જાહેર કરાશે દુષ્કાળગ્રસ્ત, કોંગ્રેસે કામગીરીને નાટક ગણાવતા તુરંત સહાયની કરી માગ
Gujarat Live Updates આજ 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 25 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
લીંબડી DYSP સ્ક્વોડે હાઈવે પરથી ગેરકાયદે પેટ્રોલ પંપ ઝડપ્યો
સુરેન્દ્રનગરઃ લીંબડી DYSP સ્ક્વોડે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગેરકાયદે ચાલતા પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો છે. સાયલા તાલુકાના વણકી ગામના પાટિયા પાસે કોઈપણ સરકારી મંજૂરી વિના પંપ ચલાવવામાં આવતો હતો. પોલીસની તપાસ દરમિયાન બાયો ડીઝલ જેવું શંકાસ્પદ કેમિકલ 400 લિટર જથ્થામાં મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 36,800 હોવાનું જાણવા મળ્યું છે. પંપ પાસે જરૂરી સરકારી મંજૂરી કે ફાયર સેફ્ટીનાં સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદ કેમિકલનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે છેલ્લા 48 કલાકમાં બે ગેરકાયદે પંપ ઝડપી પાડ્યા છે.
-
વોટચોરીના આક્ષેપો મુદ્દે નીતિન પટેલની કોંગ્રેસને ઓપન ચેલેન્જ
મહેસાણાઃ વોટચોરીના આક્ષેપોને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સાંસદ શ્યામકુમાર બરવે દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે અમિત ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓને જાહેરમાં ડિબેટ કરવા આમંત્રણ આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી માત્ર આક્ષેપો કરવાની ટેવ ધરાવે છે. કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરીને હવાતિયાં મારે છે અને તેની પાસે પ્રજાહિતના વાસ્તવિક મુદ્દાઓ બચ્યા નથી. વિપક્ષ ગેરકાયદે ઘૂસણખોરોનો પક્ષ લઈને રાજકીય રોટલા શેકતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
-
-
ખડગેના નિવેદનથી ભાજપમાં રોષ, સાંસદ ધવલ પટેલના પ્રહાર
સુરતઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. ખડગેની ટિપ્પણીને લઈને ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ ધવલ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ખડગે વારંવાર અયોગ્ય ટિપ્પણીઓ કરે છે. અગાઉ પણ તેમણે ગુજરાતીઓને અભણ કહ્યા હોવાનો ઉલ્લેખ કરી ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. વડાપ્રધાન અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું છે. આ નિવેદનથી ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ વકર્યો છે.
-
ભાવનગરમાં 9 કલાકના વીજકાપથી લોકો પરેશાન
ભાવનગરઃ દિવાળીના તહેવારો વચ્ચે ભાવનગરમાં વીજ કંપની દ્વારા 9 કલાકનો વીજકાપ મૂકવામાં આવતાં લોકોની મુશ્કેલી વધી છે. 40થી વધુ ફીડરોમાં વીજકાપને કારણે શહેરના અડધા વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી છે. અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા અને ઘોઘા સહિતના વિસ્તારોમાં વીજકાપની અસર જોવા મળી છે. વીજળી ન હોવાથી ઇલેક્ટ્રિક અને દરજીની દુકાનો સહિતના વેપારી એકમોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વૃદ્ધો, બાળકો અને દર્દીઓ પણ પરેશાન થયા છે. લાંબા સમયના વીજકાપને કારણે ઔદ્યોગિક એકમોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
-
ભાવનગરમાં મહિલા બની યુવક સાથે ₹40.85 લાખની છેતરપિંડી
ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગ્નેશ દેસાઈ સાથે સોશિયલ મીડિયા મારફતે ₹40.85 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ, 12 એપ્રિલે સોનલ ઝાલા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા બાદ યુવકની એક મહિલા સાથે વાતચીત શરૂ થઈ હતી. મહિલાએ માતાની સારવાર અને પારિવારિક જમીનના વેચાણ સહિતનાં કારણો જણાવી અલગ-અલગ સમયે નાણાં મેળવ્યાં હતાં. એપ્રિલથી જુલાઈ દરમિયાન વિવિધ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવાયાં હતાં. કુલ ₹45.95 લાખમાંથી ₹5.10 લાખ પરત મળ્યા હતા. બાકીના ₹40.85 લાખ ન મળતાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
-
-
ખડગેના નિવેદન પર અમિત શાહના આકરા પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગેના નિવેદનને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખડગે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે કહ્યું કે ખડગેએ તમામ હદ વટાવી દીધી છે. સતત 12 વર્ષથી હારનો સામનો કરવાને કારણે કોંગ્રેસમાં હતાશા છે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાનના પરિવાર અંગે અગાઉ પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દરરોજ અભદ્રતાની હદ વટાવી રહી છે. અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાસે ન નીતિ બચી છે, ન કોઈ મુદ્દા. વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી થાય ત્યારે જનતા કોંગ્રેસને જવાબ આપે છે.
-
ગીર સોમનાથમાં 105 વર્ષનાં વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા
ગીર સોમનાથઃ ઉનાના ભીંગરણ ગામમાં લૂંટના ઇરાદે 105 વર્ષનાં વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી છે. ઘરમાં એકલાં રહેતાં વૃદ્ધા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ તેમના શરીર પર પહેરેલાં ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતકના દીકરાના જણાવ્યા અનુસાર, હત્યારાઓ વૃદ્ધાનાં ત્રણ જેટલાં ઘરેણાં લઈને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
-
જામનગર: રેલવે કર્મચારીના આપઘાતથી ચકચાર
જામનગરની હાપા રેલવે કોલોનીમાં રેલવે કર્મચારી રવિચંદ્ર કોટાઈએ આપઘાત કરતાં ચકચાર મચી છે. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારના દાવા મુજબ, આ અંગે એક મહિના પહેલાં પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. કર્મચારીના આપઘાત બાદ પરિવારજનોએ જવાબદાર રેલવે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે આ મામલે તપાસમાં શું સામે આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
-
વેરાવળ બંદરે માછીમારોની મુશ્કેલી વધી, ગેરકાયદે ફિશિંગના આક્ષેપ
ગીર સોમનાથઃ વેરાવળ બંદરે માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. વેરાવળથી દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતીય બોટો દ્વારા ગેરકાયદે માછીમારી કરવામાં આવતી હોવાના સ્થાનિક માછીમારોએ આક્ષેપ કર્યા છે. માછલીઓની આવક ઘટતાં વેરાવળ બંદરે બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ફિશિંગ બોટ ધરાવતા બંદરના માછીમારોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે માછીમાર એસોસિએશનના પ્રમુખે મંત્રી, પોલીસ, કોસ્ટગાર્ડ અને ફિશરીઝ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. ગેરકાયદે માછીમારીની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
-
શિક્ષણ વિભાગના પરિપત્ર મુદ્દે નણંદ-ભાભી આમનેસામને
શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં નયનાબા જાડેજાએ રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પર આકરા પ્રહાર કર્યા છે. નયનાબાએ આક્ષેપ કર્યો કે શિક્ષણ રાજ્યમંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે શાળામાં જવાનો તમામને અધિકાર છે. અવ્યવસ્થા છુપાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકતો પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ત્યારે નયનાબાએ પોતાના ભાભી અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા સામે સવાલો ઉઠાવ્યા છે.
-
ભાવનગરમાં 9 કલાકના વીજકાપથી લોકો પરેશાન, વેપારીઓને ફટકો
ભાવનગરઃ દિવાળીના તહેવારો વચ્ચે ભાવનગરમાં વીજ કંપની દ્વારા 9 કલાકનો વીજકાપ મૂકવામાં આવતા લોકોની મુશ્કેલી વધી છે. શહેરના 40થી વધુ ફીડરોમાં વીજકાપને કારણે અડધા ભાવનગરમાં વીજળી ગુલ થઈ છે. અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા અને ઘોઘા સહિતના વિસ્તારોમાં વીજકાપની અસર જોવા મળી છે. વીજળી ન હોવાથી ઇલેક્ટ્રિક અને દરજીની દુકાનો સહિતના વેપારી એકમોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વૃદ્ધો, બાળકો અને દર્દીઓ પણ પરેશાન થયા છે. લાંબા સમયના વીજકાપને કારણે ઔદ્યોગિક એકમોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
-
અઝીઝ ટંકારવીએ ગઝલ અંગે કરી સ્પષ્ટતા કરી?
માહિતી ખાતાના દિપોત્સવી અંકમાં પ્રકાશિત ગઝલને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે અઝીઝ ટંકારવીએ સ્પષ્ટતા કરી છે કે તેમની રચનાનો હેતુ પ્રેમભાવ અને આત્મશુદ્ધિનો સંદેશ આપવાનો છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રેમને ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથી. રામ અને ભરતના ઉદાહરણ દ્વારા તેમણે રામને ઊંચા દરજ્જા પર દર્શાવ્યા છે. જ્યારે શેખ મીરાનાં મદરેસામાંથી પાઠ ભણવાની વાતનો અર્થ પોતાની અંદર શુદ્ધતા લાવવાનો છે. ટંકારવીએ કહ્યું કે રામ, ભરત અને સૂફી સંતોના ઉદાહરણો દ્વારા જીવનને વધુ સારું બનાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
-
જામનગરમાં રેલવે કર્મચારીનો આપઘાત, અધિકારીઓ પર ત્રાસનો આક્ષેપ
જામનગરઃ જામનગરની હાપા રેલવે કોલોનીમાં રેલવે કર્મચારી રવિચંદ્ર કોટાઈએ આપઘાત કરતાં ચકચાર મચી છે. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકના પરિવારજનોએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના દાવા મુજબ, આ અંગે એક મહિના પહેલાં પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. હવે કર્મચારીના આપઘાત બાદ પરિવારજનોએ જવાબદાર રેલવે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે, અધિકારીઓ સામેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને તપાસના પરિણામની વિગતો સામે આવવાની બાકી છે.
-
પટનામાં ખડગેની સભામાં હંગામો, મોદી સમર્થકની પીટાઈ
પટનાઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં હંગામો થયો છે. સભા દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ ખડગેની હાજરીમાં વડાપ્રધાન મોદીનું સમર્થન કરતાં કહ્યું કે, “PM મોદી ક્યારેય નહીં જાય.” આ નિવેદનથી સભામાં માહોલ ગરમાયો હતો. ત્યારબાદ કોંગ્રેસના સમર્થકોએ મોદીનું સમર્થન કરનારા વ્યક્તિ સાથે મારપીટ કરી હોવાના અહેવાલ છે. ખડગેની ટિપ્પણી અને સભામાં થયેલી મારપીટને પગલે રાજકીય વિવાદ ઊભો થયો છે.
-
સરકારી અધિકારી સામે સરકારી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત સરકારના વર્ગ-1ના અધિકારી ડૉ. નયન જાની સામે સરકારી નોકરીની સાથે ખાનગી કંપનીઓ મારફતે સરકારી ખરીદીમાં ગેરરીતિ કર્યાના આક્ષેપો થયા છે. આક્ષેપ મુજબ, પત્નીના નામે બનાવેલી ફર્મને ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટેના પાવડર સપ્લાયનો વર્ક ઓર્ડર મળ્યો હતો. આ ઉપરાંત, મિત્ર સાથેની ભાગીદારીમાં જનઔષધિ કેન્દ્રના નામે ત્રણ વર્ષમાં 60 લાખ રૂપિયાથી વધુનો વેપાર થયાનો પણ દાવો છે. સરકારી કર્મચારીઓના ખાનગી વેપારને લઈને સેવા નિયમોના ઉલ્લંઘનના સવાલો ઊઠ્યા છે. આ મામલે આરોગ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
-
ગુજરાતમાં પાણીની ઘટ અંગે મંગળવારે અંતિમ નિર્ણય
સુરતઃ ગુજરાતમાં પાણીની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક કરશે. આ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી છે. જોકે, ગુજરાતને જરૂરી પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મંગળવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજાશે. આ રાજ્યોમાંથી ગુજરાતને પાણી મળી રહે તે માટે પ્રયાસો કરાશે. સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ પૂરી કરવા ખાતરી આપી છે. બીજી તરફ, જળસંચય અભિયાન અંતર્ગત કામગીરીને વધુ વેગ આપવાની પણ તૈયારી છે.
-
સૌરાષ્ટ્રના માલધારી માટે ઘાસચારો, પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘાસચારા અને પાણીની તંગીના મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. રાજકોટ કોંગ્રેસના માલધારી આગેવાને સરકાર પાસે માંગ કરી. ઓછા વરસાદના કારણે ઘાસચારાને લઈને માલધારીઓ મુશ્કેલીમાં. માલધારી સમાજ દ્વારા ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માંગ. સૌરાષ્ટ્રના પશુઓ માટે મકાઈ અને લીલા ચારા ની અછત, સરકાર સસ્તા કે રાહત ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવે. તાત્કાલિક કેટલકેમ્પ શરૂ કરી પશુપાલકોને રાહત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે..
-
ગુજરાતમા 24 કલાક વીજળીની હવે વાતો જ રહી, ભાવનગરમાં 9 કલાક વીજકાપ
ભાવનગરમાં વીજ કંપની દ્વારા 9 કલાકના વીજકાપથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે. દિવાળીના તહેવારો વચ્ચે વીજકાપથી વેપારીઓની મુશ્કેલી વધી છે. 40થી વધુ ફીડરોમાં વીજકાપથી અડધા ભાવનગરમાં વીજળી ગુલ રહે છે. અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા, ઘોઘા વિસ્તારોમાં વીજકાપ જોવા મળે છે. ઈલેક્ટ્રિક અને દરજીની દુકાનો સહિતના વેપારી એકમોને હાલાકી. વીજકાપના કારણે વૃદ્ધો, બાળકો અને દર્દીઓ પણ પરેશાન. 9 કલાકના વીજકાપથી ઔદ્યોગિક એકમોને આર્થિક નુકસાન.
-
બનાસકાંઠા સ્થિત IRM કંપનીએ CNGના ભાવમાં કર્યો રૂ. 4 નો વધારો
બનાસકાંઠા સ્થિત IRM કંપનીએ CNGના ભાવમાં કર્યો વધારો. IRM કંપનીના CNGમાં રૂ.4નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ રૂ.94.94 ભાવ હતો જે વધીને 98.94 થયો છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થતાં સીએનજી આઘારિત વાહન ચાલકોને હાલાકી.
-
સુરત મોટા વરાછાનાં પિતા-પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળ્યા મૃતદેહ
સુરત મોટા વરાછાનાં પિતા-પુત્રના કેનાલમાંથી મળ્યા મૃતદેહ. કઠોર ગામ નજીક કાકરાપાર કેનાલ પાસેથી સ્કુટર મળી આવ્યુ. સ્કુટર પાસેથી કેનાલમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો. રહસ્યમય સંજોગોમાં બંને પિતા-પુત્રના મળ્યા મૃતદેહ. મજૂરોને કપડાં આપવા જવાનું કહીને નીકળ્યા અને પરત ન ફર્યા. સાંજે ઓલપાડ સાયણ આઉટપોસ્ટ નજીક કેનાલમાંથી પુત્રનો મૃતદેહ મળી આવ્યો. આર્થિક સંકડામણને કારણે તેમજ દીકરાની બિમારીથી પગલું ભર્યાની આશંકા. આપઘાત કર્યાની આશંકાએ પોલીસે આગળની તપાસ શરુ કરી.
-
ભૂજમાં સરકારી જમીન પચાવી પાડી તેના પર કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું
કચ્છના ભુજમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર લુખ્ખાઓએ કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. ભુજ સિટી એ ડિવિઝન વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવાયું. અંદાજે 54 લાખની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ. આશરે 450 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે. ઓધવ વંદના સોસાયટીના 4 ઈસમો દ્વારા કરાયેલું દબાણ દૂર કરાયું. નૂરમામદ અજડિયા, અરમાન અજડિયા, ઈરફાન અજડીયા અને શબ્બીર હુશેન અજડીયાના દબાણ સામે કાર્યવાહી. પશ્ચિમ કચ્છ LCB અને મહેસૂલ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ. મામલતદારનાં હુકમ બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન દબાણમુક્ત કરાવાઈ.
-
AICCના દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની મુલાકાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ
મહારાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાત પ્રવાસે છે. AICCના દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. SIR પ્રક્રિયાને લઈને કોંગ્રેસના કાર્યકરોને અપાશે માર્ગદર્શન. મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાની આશંકા વચ્ચે મતદારોને જાગૃત કરવાના પ્રયાસ. મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે ચકાસવું અને નામ ઉમેરાવવા શું કરવું તે અંગે અપાશે જાણકારી. કાર્યકરોને SIR પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવા ગુજરાત પ્રવાસે પહોંચ્યા. જૂના સાથીઓને મળીને આનંદ થયો હોવાની પૃથ્વીરાજ ચૌહાણે વ્યક્ત કરી લાગણી.
-
સર્વેની કામગીરી પૂર્ણ, આગામી દિવસોમાં જરૂરીયાતવાળા વિસ્તારને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરશેઃ કુંવરજી બાવળીયા
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નહિવત વરસાદનો મુદ્દાને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આવનારા દિવસોમાં જે વિસ્તારમાં જરૂર લાગશે તે વિસ્તારને દુષ્કાળ ગ્રસ્ત સરકાર જાહેર કરશે. હાલ જરૂર વાળા વિસ્તારોમાં ઘાસચારો અને વધારાનું પાણી આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે યોજાયેલા સરસ મેળાના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું નિવેદન.
-
ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા
ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા હતા. તાલાલા પંથકમાં ફરી એક વાર ધરતી ધ્રૂજી ઉઠી. આજે વહેલી સવારે 3:22 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. તાલાલાથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલ હોવાનું નોંધાયું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. તાલાલા પંથકમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
-
દ્વારકાના સલાયામાં મચ્છીપીઠ પાસે મોડી રાત્રે બે યુવકો પર છરી વડે કરાયો હુમલો
દ્વારકાના સલાયામાં મોડી રાત્રે બે યુવકો પર છરી વડે હુમલો કરવાની ઘટના નોંધાઈ છે. મચ્છીપીઠ નજીક અજાણ્યા શખ્સોએ બે યુવકો પર કર્યો હુમલો. માથા અને છાતીના ભાગે છરીના ઘા વાગતાં બંને ગંભીર રીતે ઘાયલ. પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા. ઇજાગ્રસ્ત યુવકો ઓખા અને જામનગરના હોવાની પ્રાથમિક માહિતી. ધાર્મિક કાર્યક્રમમાં આવેલા યુવકો સાથે બબાલ થયા બાદ હુમલો થયાનું અનુમાન. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો. હુમલા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી.
-
રુ. 10 કરોડના ખર્ચે વિકસાવેલા મોઢેરાના કમળ તળાવમાં બાવળ ઊગી નીકળ્યા !
મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર બહારના કમળ તળાવમાં બાવળ ઊગી નીકળ્યા છે. દસ કરોડના ખર્ચે કમળ તળાવનું બ્યુટીફિકેશન કરાયું હતું. ચાર વર્ષમાં જાળવણીના અભાવે કમળ તળાવ બેહાલ બન્યું. પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા હજુ શરૂ થઈ નથી. હવામહેલ અને પ્રોમેનાડના વિકાસના નામે લાખો રૂપિયા વેડફાયા. બોટિંગ ચાલુ નહીં થતાં આવતા પ્રવાસીઓ નિરાશ થયા.
-
જાપાનમાં ધરતીકંપના જોરદાર આંચકા, બોનિન ટાપુઓ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનના બોનિન ટાપુઓ વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ઈમારતો અને ઘરોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
-
હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે કન્ટેનરની અડફેટે આવતા બેના મોત એકને ઈજા
વડોદરાના સાવલીમાં હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે, ગત રાત્રે કન્ટેનરની અડફેટે આવતા બેના મોત એક ને ઈજા થઈ છે. કંબોલા ગામ નજીક કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે બાઈકને અડફેટે લીધી. અકસ્માતમાં બે લોકોનાં મોત, એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટ્યા. બે લોકોનાં મોતને પગલે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ.
-
દાહોદના છાપરી રોડ પર ડામરના પ્લાન્ટની ટાંકીમાં લાગી આગ
દાહોદ નજીક છાપરી રોડ પર આવેલી શિવ ક્વોરીના ડામર પ્લાન્ટની ટાંકીમાં અચાનક લાગી ભીષણ આગ. આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. દાહોદ ફાયર વિભાગ ની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સમયસર આગ પર કાબૂ મેળવાતા મોટી દુર્ઘટના ટળી. ઘટનામાં કોઈ જાન હાની નહીં.
-
AMC એ જ કર્યો નિયમનો સરેઆમ ભંગ ! FSSAIના લોગો વગરની પાણીની બોટલોનું કર્યું ખુલ્લેઆમ વેચાણ
કાંકરિયા ખાતે યોજાનાર ગરબામાં નિયમોના લીરેલીરા ઉડ્યાનો વીડિયો થયો વાયરલ. જેમણે નિયમો પળાવવાની કામગીરી કરવાની છે એ જ નિયમોનો કરે છે ભંગ. કાકરિયા ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં FSSAI વગર પાણીની બોટનું ખુલ્લાઆમ કરાયું વેચાણ. AMC JALની બોટલ પર FSSAIનો લોગો ના હોવાનું સામે આવ્યું. હાલ સૃષ્ટિ લાઈફ સાઈન્સ પ્રા.લિમિટેડ સંચાલન કરી રહી હોવાનું ખુલ્યું. શું આરોગ્ય વિભાગ AMC JAL ઉપર કરશે કાર્યવાહી ?
-
મધ્ય પૂર્વમાં તણાવ : એર ઈન્ડિયાએ રિયાધ અને દમ્મામ આવતી-જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી રદ કરી
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રિયાધ અને દમ્મામ આવતી-જતી ફ્લાઈટ્સ આગામી 7 નવેમ્બર સુધી સ્થગિત રહેશે, જ્યારે જેદ્દાહ આવતી-જતી સેવાઓ 31 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે.
Published On - Oct 25,2026 7:12 AM