AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધુમ્મસ કે વરસાદ નહીં… તો પછી સૌથી વધુ કયા કારણોસર મોડી પડે છે ટ્રેનો? જાણી લો અસલી કારણો

શું તમે જાણો છો કે હવામાન સિવાય એવા કયા-કયા કારણો છે, જેના લીધે ટ્રેનો સૌથી વધુ મોડી પડે છે? સીએજી (CAG) ના ઓડિટ રિપોર્ટ અનુસાર ટ્રેન લેટ થવાના 33 થી વધુ કારણો છે.

ધુમ્મસ કે વરસાદ નહીં... તો પછી સૌથી વધુ કયા કારણોસર મોડી પડે છે ટ્રેનો? જાણી લો અસલી કારણો
| Updated on: Aug 04, 2026 | 9:30 PM
Share

જ્યારે પણ શિયાળાની ઋતુ આવે છે કે પછી ભારે વરસાદ પડે છે, ત્યારે ટ્રેનો મોડી પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે ગુજરાત, મુંબઈથી દિલ્હી તરફ આવતી ટ્રેનો 17 કલાક સુધી મોડી પડી હતી. આ સિવાય શિયાળામાં પણ ઘણી ટ્રેનો ધુમ્મસના કારણે મોડી પડે છે. પરંતુ, શું તમે જાણો છો કે ધુમ્મસ અને વરસાદ જ નહીં… ટ્રેન લેટ થવાના 33 થી વધુ કારણો છે, જેમાંથી મોટાભાગના કારણો રેલવેના પોતાના નિયંત્રણમાં છે. આ કારણોમાં કેટલાક તો એવા છે, જેના લીધે અડધાથી વધુ વાર ટ્રેન મોડી પડે છે અને તેમાં હવામાનનો કોઈ વાંક નથી હોતો. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આખરે ટ્રેન સૌથી વધુ કયા કારણોસર લેટ થાય છે.

કેટલાક વર્ષો પહેલા રેલવેની પ્રશિક્ષણ સંસ્થા IRITM દ્વારા CAG ના એક ઓડિટ રિપોર્ટના આધારે ટ્રેનો મોડી પડવા અંગેનો એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો. આમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન લેટ થવાના સામાન્ય રીતે 33 કારણો બતાવવામાં આવે છે, જેમાં ખરાબ હવામાન પણ સામેલ છે. ખરાબ હવામાનને કારણે પણ ઘણી ટ્રેનો મોડી પડે છે, પરંતુ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાંથી 27 કારણો રેલવેના નિયંત્રણ હેઠળના છે. આ 27 માંથી 6 કારણો એવા છે, જે 65 થી 66 ટકા ટ્રેનો મોડી પડવા માટે જવાબદાર છે. તેથી કહી શકાય કે મુખ્યત્વે 6 કારણોના લીધે જ મોટાભાગની ટ્રેનો લેટ થાય છે.

આ છે ટ્રેન મોડી કરાવતા મુખ્ય 6 કારણો

  • આઉટ ઓફ પાથ: જ્યારે કોઈ ટ્રેનને નક્કી કરેલા સમયે કે નક્કી કરેલા ટ્રેક પર ચલાવી શકાતી નથી અને તેને બીજી ટ્રેનોને રસ્તો આપવા માટે રોકવી પડે છે કે બીજા ટ્રેક પર મોકલવી પડે છે, ત્યારે મોડું થઈ જાય છે.
  • એન્જિનિયરિંગ: ટ્રેક, પુલ, સિગ્નલ કે અન્ય રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ અને જાળવણીના કામના કારણે ટ્રેનોની સ્પીડ ઓછી કરવી પડે છે અથવા તેમને થોડો સમય રોકી રાખવી પડે છે.
  • ટ્રાફિક: કોઈ રૂટ પર ટ્રેનોની સંખ્યા ખૂબ વધારે હોવાના કારણે કે ઓપરેશનલ પ્રેશરના લીધે ટ્રેનોને સિગ્નલ પર રાહ જોવી પડે છે.
  • પ્લાન બ્લોક: ટ્રેકના સમારકામ કે મેન્ટેનન્સ માટે અગાઉથી નક્કી કરેલા સમય માટે કોઈ રેલ લાઈન બંધ કરવામાં આવે છે. આ દરમિયાન પસાર થતી ટ્રેનો મોડી થઈ શકે છે.
  • ઝોન ડિફરન્સ: જો કોઈ ટ્રેન એક રેલવે ઝોનમાંથી બીજા ઝોનમાં જાય છે અને પહેલા ઝોનમાંથી જ મોડી પહોંચે છે, તો આગળનો ઝોન પણ તે જ વિલંબ સાથે ટ્રેનનું સંચાલન કરે છે.
  • રીશેડ્યુલ: ઓપરેશનલ કારણો, ટ્રાફિક, મેન્ટેનન્સ કે અન્ય પરિસ્થિતિઓને કારણે રેલવે ટ્રેનનો નિર્ધારિત ઉપડવાનો સમય બદલી નાખે છે, જેનાથી આખી મુસાફરીનો સમય પાછળ ઠેલાઈ જાય છે.

બાકી કયા કારણોસર મોડી પડે છે ટ્રેન?

આ સિવાય ખરાબ હવામાન, ચેઈન પુલિંગ, અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ, આંદોલન, અકસ્માત, ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિનમાં ખામી, કોચ અને વેગનમાં ખામી, ઓવરહેડ પાવર લાઈન, ગ્રીડ ફેલ થવી, સિગ્નલમાં સમસ્યા, રનઓવર (પ્રાણી કે માણસનું ટ્રેન નીચે આવી જવું), લેવલ ક્રોસિંગની સમસ્યા વગેરેના કારણે પણ ઘણીવાર ટ્રેનો મોડી પડતી હોય છે.

દેખાતી તો નથી, તો પછી ટ્રેનમાં ક્યાં હોય છે પાણીની ટાંકી? એક વારમાં ભરાય છે આટલું પાણી

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">