01 નવેમ્બરના મહત્વના સમાચાર : આજે અમિત શાહ ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ઘાટન કરશે, પીપળજમાં PPP ધોરણે તૈયાર થયો છે પ્લાન્ટ
News Update : આજે 01 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભીષણ પૂરને પગલે સ્પેનમાં 155ના મોત, અનેક લોકો ગૂમ
ભીષણ પૂરને પગલે સ્પેનમાં તબાહીનું તાંડવ જોવા મળી રહ્યુ છે. 155ના મોત થયા છે,તો અનેક લોકો ગૂમ થયા છે. વેલેન્સિયા પ્રાંતમાં સૌથી વધુ તબાહી અને મોત થયા છે. વેલેન્સિયામાં વરસાદે 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રસ્તાઓ પર કાદવના થર જામ્યા છે. ‘ડાના’ તોફાનના કહેરને લીધે સ્પેનના વેલેન્સિયામાં સ્થિતિ વણસી છે.
-
આજથી 6 મોટા નિયમોમાં ફેરફાર
આજથી 6 મોટા નિયમોમાં ફેરફાર થશે. ભારતીય રિઝર્વ બેન્કે ઘરેલુ મની ટ્રાન્સફર માટે નવા નિયમોની જાહેરાત કરી છે. ક્રેડિટકાર્ડ, LPG, ટ્રેનની ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. તહેવારોને લીધે નવેમ્બર મહિનામાં 13 દિવસ બેન્ક રહેશે બંધ. અન-સિક્યોર્ડ SBI કાર્ડ પર દર મહિને રૂપિયા 3.75 ચૂકવવા પડશે. વીજળી, પાણીની સેવાઓમાં 50 હજારથી વધારે પેમેન્ટ પર એક ટકા એક્સ્ટ્રા ચાર્જ લાગશે. આજે રાંધણ ગેસની કિંમતોમાં ફેરફાર થવાની શક્યતા છે. 14 કિ.ગ્રા. LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની લોકોને આશા છે.
-
-
આજે અમિત શાહ ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કરાશે. અમદાવાદના પીપળજ ખાતે AMC અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ પ્લાન્ટમાં કચરો પ્રોસેસ કરીને કલાક દીઠ 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. આમ, કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે દરરોજ 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.
-
અમદાવાદ: મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભિષણ આગ
અમદાવાદ: મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભિષણ આગ લાગી છે. અચાનક સળગતું રોકેટ આવી જતા આગ લાગી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ભયનો માહોલ ફેલાયો છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નહીં.
ભારત-ચીન બોર્ડરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી. રાજનાથસિંહે કહ્યું, ડિસએંગેજમેન્ટ સાથે આગળ વધવાના પ્રયાસ કરાશે. કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાદ PM મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી મનાવી. કહ્યું- દુશ્મનની વાતો પર નહીં, સેનાના સકંલ્પ પર ભરોસો છે. ગાંધીનગરના સરગાસણમાં CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે દિવાળી ઉજવી. PM આવાસ યોજના હેઠળ બનેલી વસાહતમાં ઉજવણી કરી. રાજકોટ TRP અગ્નિકાંડમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લીન ચીટ આપી. ઓરિજનલ રેકર્ડ જોયા બાદ હાઇકોર્ટે હુકમ કર્યો. આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લીન ચીટ આપી. વાવ બેઠક જીતવા ભાજપે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો. લવિંગજીએ મતદારો સમક્ષ પાઘડી ઉતારી. તો સ્વરૂપજીએ કહ્યું મને 36 કોમનો સાથ છે. પાક નુકસાનના સહાય પેકેજ બાદ પણ ખેડૂતોની સમસ્યા યથાવત છે. અનેક ખેડૂતો અરજી કરવાથી વંચિત. કૃષિપ્રધાને ફરિયાદના નિવારણનું આશ્વાસન આપ્યું.
Published On - Nov 01,2024 7:29 AM