આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં ઉનાળા જેવો અહેસાસ થવાની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી,ભાવનગર,છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, મહીસાગર, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
બનાસકાંઠા, દાહોદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, કચ્છ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ડાંગ જિલ્લામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભરૂચ, બોટાદ, કચ્છ, નર્મદા, નવસારી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, મોરબી, ખેડા, જુનાગઢ, ગાંધીનગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.