29 નવેમ્બરના મહત્વના સમાચાર : સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલ એથોર કંપનીમાં લાગેલી આગની ઘટના, 7 કામદારો લાપતા
આજે 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ઉત્તરકાશીમાં ચાલી રહેલ બચાવ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે અને 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સત્ર ખૂબ ઘોંઘાટીયા હોઈ શકે છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આ છેલ્લો દિવસ છે. તે જ સમયે, મંત્રી પરિષદની બેઠક સાંજે 6 વાગ્યે યોજાઈ હતી. આ પછી કેબિનેટની બેઠક 8 વાગ્યાથી થઈ. આ બંને બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી. આજે 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
સચિન GIDC વિસ્તારમાં આવેલ એથોર કંપનીમાં લાગેલી આગમાં 7 કામદારો લાપતા
- સુરતની સચિન GIDC વિસ્તારમાં આવેલ એથોર કંપનીમાં લાગેલી આગની ઘટના
- હજુ 7 કામદારો લાપતા
- રાત્રીના સમયે લાગેલી આગ સવાર સુધી ચાલી હતી આગ
- સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 27 કારીગરો દાઝ્યા હતા
- તમામને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયા હતા
- સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં લાગી હતી ભીષણ આગ
- હજુ 7 કામદારો લાપતા હોવાથી શોધખોળ કરવામાં આવશે
- કંપનીમાં આગના કારણે સ્ટ્રક્ચર નબળું પડવાના કારણે અંદર જવું મુશ્કેલ
-
વડોદરા રાવપુરામાં આવેલ મરી માતાના ખાંચામાં SOGના દરોડા
- શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો
- SOGએ 2 શખ્સની અટકાયત કરી
- છૂટક ઓઇલનો જથ્થો બ્રાન્ડેડ ઓઇલના નામે વેંચતા હતા
- વિવિધ બ્રાન્ડના સ્ટીકર, કલર, ખાલી ડબ્બા તથા પેકેજીંગ મળી આવ્યા
- 400 લીટરથી વધુનો ઓઇલનો જથ્થો મળી આવ્યો
- મીની ફેકટરી ઉપરાંત અન્ય સ્થળે ગોડાઉન રાખી મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની SOGને આશંકા
- અટકાયતમાં લેવાયેલ આરોપીઓ
- 1)મોસીન યાકુબ મસ્કતવાલા
- 2)યાસીન યાકુબભાઈ મસ્કત વાલા
- બંને રાવપુરાના રહેવાસી છે
-
-
સાત રાષ્ટ્રીય સંસ્થાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાલે ગુજરાતમાં
- દેશની આંતરિક સુરક્ષા અને સાયબર ક્રાઇમ ઉપર કામ કરતી સંસ્થાઓના અધિકારીઓ ગુજરાતમાં
- ગાંધીનગરમાં નર્મદા હોલ ખાતે મળનારી કોન્ફરન્સમાં અનેક મહત્વના મુદ્દા ઉપર થશે મંથન
- ગુજરાતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આવતીકાલે કોન્ફરન્સનું આયોજન
- રાજ્યના દરેક પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇ.જી ખાસ રહેશે ઉપસ્થિત
- રાજ્યના પોલીસ વડા સહિત ડીજીપી કચેરીના ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ રહેશે હાજર
-
જૂનાગઢમાં દીપડાની દહેશત
જૂનાગઢમાં દીપડાની દહેશત ઓછી નથી થઇ રહી. છેલ્લા પાંચ દિવસમાં એક બાદ એક હુમલાઓ થયા અને નાના બાળકો દીપડાનો શિકાર થયા છે. લીલી પરીક્રમામાં 11 વર્ષની બાળકીનું મોત થયું. જ્યારે મંગળવારે 2 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. એક બાદ એક થઇ રહેલા હુમલાઓના કારણે સ્થાનિકોના નિશાને વન વિભાગ આવી ગયું છે. સ્થાનિકો વન વિભાગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
-
ગોંડલના ઐતિહાસિક બ્રિજ મુદ્દે હાઈકોર્ટની તંત્રને ફટકાર
ગોંડલના ઐતિહાસિક બ્રિજ મુદ્દે હાઈકોર્ટ તંત્રને વેધક સવાલ પૂછ્યા છે. 100 વર્ષ અને 125 વર્ષ જૂના ઐતિહાસિક બ્રિજ મુદ્દે હાઈકોર્ટે તંત્ર ફટકાર લગાવી. હાઈકોર્ટે સરકારને કહ્યું કે શા માટે ઐતિહાસિક બ્રિજ કેમ તોડવામાં આવે છે? હાઈકોર્ટે તંત્રને સવાલ કરતા કહ્યું કે શું અત્યાર સુધી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું? જો કે સરકારે કોર્ટમાં નવો બ્રિજ બનાવવાની પણ તૈયારી દર્શાવી. જ્યારે હાઈકોર્ટ ઐતિહાસિક બ્રિજના સમારકામને લઈને ચિંતા વ્યક્ત કરી. મોરબીની ઘટનાનું ઉદાહરણ આપીને હાઈકોર્ટે ટાંક્યું કે મોરબી જેવુ બ્રિજનું સમારકામ નથી જોઈતુ. સરકારને સમારકામ માટે નિષ્ણાત ઈજનેરની સલાહ લેવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે ઉપરાંત સમારકામ સહિતની બાબતો માટે હાઇકોર્ટે સમયાંતરે રિપોર્ટ રજૂ કરવા આપ્યા નિર્દેશ
-
-
મોરબીમાં કેનાલમાં ડૂબી જતાં બે યુવાનના મોત
- લાલપર ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં બે યુવાનના મોત
- ગત રાતે કેનાલ કાંઠેથી મોબાઈલ અને કપડાં મળતા શોધખોળ શરૂ કરાઇ હતી
- આજે સુરજ અને સાગર નામના બે યુવકના મૃતદેહ મળ્યા
- ફાયરની ટીમે મૃતદેહો બહાર કાઢી પરિવારજનોને સોંપ્યા
-
ગોંડલના જામવાડી નજીકથી પરિણીતાનો મૃતદેહ મળી આવવાની ઘટના
- મૃતદેહ રાજકોટની 20 વર્ષીય સોનલ વઢવાણીયાની હોવાનું ખૂલ્યુ
- સોનલનું અડધું ગળું કાપી, છાતી તેમજ પેટના ભાગે માર્યા હતા છરીના ઘા
- સોનલના પતિ રવિ દ્વારા ટ્રેન નીચે પડતું મૂકી કરવામાં આવ્યો આપઘાત
- સોનલની હત્યા તેના પતિ રવિએ કરી હોવાની શંકા
- ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે સીસીટીવીમાં પતિ પત્ની સાથે જોવા મળ્યા
- 4 મહિના પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયા હતા
-
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી
- કચ્છમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ સફેદ રણની મુલાકાત લીધી
- કચ્છનું લોકસંગીત માણ્યું તો સફેદ રણમાં ઊંટ સવારી માણી
- સાથે જ કચ્છની બોર્ડર પર સ્થિત ભેડિયા બેટ હનુમાનજી મંદિરના દર્શન કર્યા
- BSFના જવાનો સાથે પણ મુલાકાત કરી
-
રાહુલ દ્રવિડને ફરીથી ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવાયો
રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 જીતી શકી નથી. જો કે, તેમ છતાં, BCCIએ તેમને ફરીથી મુખ્ય કોચ બનાવ્યા છે. તેના સિવાય બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના અન્ય સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ વધાર્યો છે.
-
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર
- ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવે સંપૂર્ણ પેપર લેસ રહેશે
- ઉમેદવારોએ હવે સંપૂર્ણ પરીક્ષા કોમ્પ્યુટર પર આપવાની રહેશે
- કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે
- એજન્સી નક્કી કરી
- દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપનીને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે
- એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે
- સૌ પ્રથમ બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
- બીટ ગાર્ડની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં 4.5 લાખ ઉમેદવારો પરિક્ષા આપશે
- પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે
-
રેટ માઈનર્સ માટે CM ધામીની મોટી જાહેરાત, 50-50 હજાર રૂપિયા આપશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રેટ માઈનર્સ માટે મોટી જાહેરાત કરી છે. સીએમ ધામીએ કહ્યું છે કે સુરંગ ખોદનારા રેટ માઈનર્સને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
-
આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનને નડ્યો અકસ્માત
- અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે મોત, બે પોલીસ કર્મી ઘાયલ
- પોલીસ વાન અચાનક માર્ગ પર રહેલા ડિવાઇડર પર ચડી જતા સર્જાયો અકસ્માત
- 108 મારફતે ઇજાગ્રસ્ત પોલીસે કર્મીને ખસેડવામાં આવ્યા હોસ્પિટલ
- વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
-
વડોદરામાં આર આર કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા
- વડોદરા સહિત વિવિધ સ્થળોએ આર આર કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા
- વડોદરામાં 20 જેટલા સ્થળો પર દરોડા
- કંપનીના મલિક, ડિરેકટર અને તેઓના પરિવારજનોના નિવાસ પર દરોડા
- વડોદરા ઉપરાંત અમદાવાદ, સહિતના સ્થળો પર પણ દરોડા
-
ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન
- ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન
- આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે થયું અવસાન
- વારાણસી લોકસભા બેઠકની પણ જવાબદારી નિભાવી ચુક્યા હતા
- સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય, છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે થયા હતા સ્થાયી
-
નવસારીના એક પરિવારની અમેરિકામાં હત્યા મામલો
- નવસારી નિવૃત્ત PI દિલીપ બ્રહ્મભટ્ટ અને તેના પરિવારની અમેરિકામાં હત્યા મામલો
- અમેરિકન સાઉથ પ્લેન્ફિલ્ડ, ન્યુજર્સીના મિડલસેક્સ કાઉન્ટીના ઘરમાં થઈ હતી હત્યા
- દાદાની હત્યા કરનાર દોહિત્રની પોલીસે કરી ધરપકડ
- મૂળ આણંદના વિદ્યાનગરના રહીશ હતા મૃતક PI બ્રહ્મભટ્ટ
- ગુજરાતના પરિજનો અમેરિકા જવા રવાના
- હત્યા કરનાર દોહિત્ર ડ્રગ્સ એડીક્ટ હોવાની ચર્ચા
-
રખડતા પશુથી થયેલ અકસ્માતમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
- બનાસકાંઠામાં રખડતા પશુથી થયેલ અકસ્માતમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
- ડીસાના માલગઢ પાસે મોડી રાત્રીનો બનાવ
- રસ્તા વચ્ચે આખલો આવતા બાઈક ચાલકનો અકસ્માત
- અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત
-
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યુ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી. તો માત્ર એકાદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.
તો આજે બનાસકાંઠા,ભરુચ,ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,મહેસાણા,નવસારી,રાજકોટ,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી,બોટાદ,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ,જામનગર,જુનાગઢ,કચ્છ, મોરબી, નર્મદા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
-
સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગ મામલો
- સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ 20 કારીગરો દાજ્યા
- તમાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા
- ઘટનામાં ત્રણ કારીગરોની હાલત ગંભીર
-
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી
- સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગ
- એથર કંપનીમાં લાગી ભીષણ આગ
- સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા લાગી આગ
- બ્લાસ્ટની ઘટનામાં 10થી વધુ કારીગરો દાઝ્યા
- કારીગરોને હોસ્પિટલમાં ખસેડાયા
- ફાયરની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી
- આગ પર પાણીનો મારો ચલાવી કાર્યવાહી હાથ ધરી
-
શ્રમિકોના પરિવારજનોએ ઉજવણી કરી
કૂચ બિહાર, પશ્ચિમ બંગાળ: ઉત્તરકાશી ટનલમાંથી બચાવી લેવામાં આવેલા શ્રમિકોમાંના એક માણિક તાલુકદારના પરિવારના સભ્યોએ ઉજવણી કરી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત કરી.
#WATCH | Cooch Behar, West Bengal: Family members of Manik Talukdar, one of the workers who was rescued from the Uttarkashi tunnel, celebrated and had a conversation with him through video conferencing. (28.11) pic.twitter.com/pbCsCkE41P
— ANI (@ANI) November 29, 2023
-
પીએમ મોદીએ કામદારો સાથે ફોન પર વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા 41 કામદારો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ બધાની ખબર-અંતર પૂછ્યું હતા.
Published On - Nov 29,2023 6:39 AM