27 નવેમ્બરના મહત્વના સમાચાર : વડનગર થી અયોધ્યા સુઘીની પદ યાત્રા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતનથી યાત્રાનો આરંભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 12:06 AM

આજે 27 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

27 નવેમ્બરના મહત્વના સમાચાર : વડનગર થી અયોધ્યા સુઘીની પદ યાત્રા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતનથી યાત્રાનો આરંભ
Gujarat latest live news and Breaking News today 27 November 2023 politics weather updates daily breaking news top headlines in gujarati

રાજ્યમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તરથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર વર્તાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રવિવારની સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. રાજ્યના 230થી વધુ તાલુકામાં કમોસમી વરસાદે કેર વરસાવ્યો છે. જેમા 45 તાલુકા એવા છે જ્યાં 1 થી 4ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પછી પડ્યો ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસ્યો. જેમના ઘરે શુભ પ્રસંગો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની સ્થિતિ તો બદથી બદતર થઈ છે.. પાક ઢળી પડ્યો છે, રવિપાકને લઈને ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Nov 2023 12:06 AM (IST)

    વડનગર થી અયોધ્યા સુઘીની પદ યાત્રા

    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતનથી યાત્રાનો આરંભ
    • હાટકેશ્વર મહાદેવના મંદિર થી જયોત લઈ ૧૧યુવાનો અયોઘ્યા જવા થયા રવાના
    • 1241 કિમી નુ અંતર કાપી 41 દીવસ ચાલતા યુવાનો પહોંચશે અયોધ્યા
    • ખેરાલુના યુવા ભાજપ નેતા પવન ચૌધરી અને ટીમ જયોત લઈ અયોધ્યા જવા થયા રવાના
    • યુવાનોને શુભકામના આપવા મોટી સંખ્યમાં લોકો ઉમટ્યાં
    • ડીસા ના ધારસભ્ય પ્રવીણમાળી, ખેરાલુ ના ધારાસભ્ય સરદાર ચોધરી, દુઘ સાગર ડેરીના ચેરમેન અશોક ચોધરી, જિલ્લા ભાજપ
    • પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
  • 27 Nov 2023 10:45 PM (IST)

    ન્યૂમોનિયા અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન

    દેશમાં ન્યૂમોનિયાના જોખમ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ચીનમાં હજી સુધી કોઈ મોત નથી નોંધાયું. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતે પૂરતી કાળજી લઈ રહ્યા છીએ.

  • 27 Nov 2023 09:17 PM (IST)

    જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું અવસાન

    • 2001ના ભૂકંપ અને 1998ના કચ્છના વાવાઝોડાની તસ્વીરો કેમેરામાં કંડારી હતી
    • 2018માં પહ્મ શ્રી એવોર્ડથી સન્માનીત કરાયા હતા
    • અમદાવાદ ખાતે જૈફ વયે નિધન થયું
    • આવતીકાલે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે
  • 27 Nov 2023 08:05 PM (IST)

    ભારતીય પ્રવાસીઓ માટી ખુશખબર

    જો તમે વિદેશ પ્રવાસ પર જવા માંગતા હોવ તો સૌથી મોટી મુશ્કેલી વિઝાની છે. હા, આ સમસ્યા એવા દેશોમાં ઊભી થતી નથી જ્યાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે, એટલે કે તમે આ દેશોમાં વિઝા વગર જ જઈ શકો છો. હવે આવા દેશોની યાદીમાં ખૂબ જ સુંદર મલેશિયા પણ સામેલ થઈ ગયું છે. તમે 30 દિવસ માટે કોઈપણ વિઝા વિના મલેશિયા જઈ શકો છો.

  • 27 Nov 2023 08:04 PM (IST)

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કેસનો ભેદ ઉકેલ્યો

    • કોમલના પતિ જયસિંઘ ઉર્ફે રાણાએ જ ફાયરિંગ કર્યું હતું
    • ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી મકરપુરા પોલીસને સોંપ્યો
    • જયસિંઘનો ગુનાહિત ઇતિહાસ
    • જયસિંઘ ના પિતા નો પણ ગુનાહિત ઇતિહાસ
    • ગત 20મીએ જસદણ પોલીસે જયસિંઘના પિતા શેરાસિંઘની કરી છે ધરપકડ
  • 27 Nov 2023 06:42 PM (IST)

    મહીસાગર નદી પર આવેલા તાંત્રોલી પુલ પરથી યુવતીએ ઝંપલાવ્યું

    • યુવતી લુણાવાડાના મોવડિયા ગામની હોવાનું અનુમાન
    • આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
    • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • 27 Nov 2023 05:18 PM (IST)

    પગાર માગતા મોંહમાં પગરખા પકડાવાના કેસમાં વધુ બે આરોપીના ખુલ્યા નામ, વિભૂતિ સહીત 3ની અટકાયત

    મોરબીના ચકચારી કેસની આરોપી વિભૂતિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ છે. આ ઉપરાંત અન્ય બે આરોપી પણ પોલીસ સ્ટેશને હાજર થયા છે.પોલીસે હાથ ધરેલ પુછપરછમાં વધુ બે આરોપીના નામ ખુલ્યા છે. જેમાં પ્રીત અને ક્રિસ નામના બે યુવાનના નામ ખુલતા, બંનેને ઝડપવા પોલીસ કાર્યવાહી શરૂ છે.

  • 27 Nov 2023 04:21 PM (IST)

    મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા

    ઉત્તર-પૂર્વ રાજ્ય મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. ભૂકંપ આજે સોમવારે બપોરે 2.12 વાગ્યાની આસપાસ નોંધાયો હતો.

  • 27 Nov 2023 02:46 PM (IST)

    રૂપિયાની લેતીદેતીમાં સુરત રેલવે સ્ટેશને મારામારી કરીને એક યુવકનુ બે વેપારીઓએ કર્યું અપહરણ

    રેઈનકોટ બનાવતા બે વેપારીઓએ, રૂપિયાની લેતીદેતી મુદ્દે, એક યુવકનું રેલવે સ્ટેશને મારામારી કરીને અપહરણ કર્યું હતું. યુવકનું અપહરણ કર્યા બાદ, તેને મુંબઈ ખાતે લઈ જવાયો હતો. અપહરણ અને મારામારીની ઘટના સીસીટીમા કેદ થઈ હોવાથી મહિધરપુરા પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે વેપારીઓની ધરપકડ કરીને અપહૃત યુવાનનો છુટકારો કરાવ્યો છે. યુવક કામદારને એડવાન્સ પગાર પેટે વેપારીઓએ 53 હજાર આપ્યા હતા. યુવક કામદારે તે રકમ પરત ના કરતા વેપારીઓએ તેને માર મારીને અપહરણ કર્યું હતું.

  • 27 Nov 2023 02:27 PM (IST)

    રાપરના ત્રંબો પેટ્રોલપંપ પર છરીની અણીએ 12 લાખની લૂંટ

    કચ્છના રાપરના ત્રંબો પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. છરીને અણીએ 12 લાખની લૂંટ કરવામાં આવી છે. પેટ્રોલ પંપના કર્મચારીને છરીથી ઇજા પહોચાડીને બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 27 Nov 2023 01:43 PM (IST)

    ખેડૂતો માટે મોટી જાહેરાત, માવઠાંથી નુકસાનનો કરાશે સર્વે

    ગુજરાતમાં ત્રાટકેલી માવઠાની આફત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુક્સાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુક્સાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.

  • 27 Nov 2023 12:52 PM (IST)

    અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માત

    • થલતેજ અંડર બ્રિજ પાસે ત્રિપલ અકસ્માત
    • ત્રણ કાર વચ્ચે થયો અકસ્માત
    • ઇનોવા કાર પાછળ અન્ય બે કાર અથડાતા સર્જાયો અકસ્માત
  • 27 Nov 2023 12:30 PM (IST)

    મોરબી યુવકને માર મારવાનો મામલો

    • વિભુતી પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા
    • પરીક્ષિત પટેલ નામનો આરોપી હાજર થાય એની જોવાઇ રહી છે રાહ
    • LCB અને DySP સમક્ષ આરોપીઓ હાજર થતા અટકાયતની પ્રક્રિયા હાથ ધરાઇ
    • નિલેશ દલસાણીયા નામના દલિત યુવકને પગાર માંગવા બાબત માર્યો હતો માર
  • 27 Nov 2023 12:12 PM (IST)

    મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો ફોન

    ગઈકાલે એટલે કે 26મી નવેમ્બરની રાત્રે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમ પર એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે મુંબઈમાં આતંકવાદીઓની હાજરી અંગે પોલીસને જાણ કરી હતી. ગઈકાલે 26/11ના આતંકવાદી હુમલાની પણ વરસી હતી. છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફોન કરનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

  • 27 Nov 2023 12:01 PM (IST)

    બિહારના પટનામાં ગઝવા-એ-હિન્દ કેસમાં NIAની કાર્યવાહી

    • ગઝવા-એ-હિન્દ આતંકી મોડ્યુલ કેસમાં NIAના દરોડા
    • ગુજરાત, યુપી, કેરળ, એમપી સહિત રાજ્યોમાં દરોડા
    • ગીર સોમનાથ જિલ્લામાં શંકાસ્પદ લોકોના ઘરે રવિવારે NIAની ટીમના દરોડા
    • ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડીવાઈસ કરાયા જપ્ત
    • શંકાસ્પદ લોકો પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયા હોવાની કરાઇ તપાસ
  • 27 Nov 2023 11:21 AM (IST)

    ભાવનગર શહેરમાં ફરી એક વખત અનુસૂચિત સમાજના મહિલાની હત્યા

    • આખલોલ જગાતના 25 વરિયામાં રહેતા ગીતાબેન મારુ નામના પરિણીત મહિલાની હત્યા
    • ત્રણ વર્ષ પહેલા થયેલ ઝઘડામાં સમાધાન કરવા બાબતે સામે પક્ષ દ્વારા હત્યા કરાઇ
    • મહિલાની હત્યાથી પરિવારમાં ભારે રોષ
    • હત્યાના બનાવને લઈ સમાજના આગેવાનો સરટી હોસ્પિટલમાં એકઠા થયા
  • 27 Nov 2023 10:49 AM (IST)

    દિલ્હી-નોઈડાનો AQI 400, આજે વરસાદની શક્યતા

    આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 400થી વધુ છે. આજે દિલ્હીનો એકંદર AQI 389 છે. જ્યારે ગુરુગ્રામનો AQI 375 અને નોઈડાની AQI 436 છે. દિલ્હીના હવામાનની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે વરસાદ બાદ પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની આશા છે.

  • 27 Nov 2023 10:19 AM (IST)

    પીએમના ડેપ્યુટી સેક્રેટરી પહોંચ્યા સિલ્ક્યારા, સુરંગમાં મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ

    પીએમ મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રા ઉત્તરકાશીમાં ચાલી રહેલા 41 મજૂરોના બચાવ અભિયાનની સ્થિતિ જાણવા માટે સિલ્ક્યારા ટનલ પહોંચ્યા છે. મુખ્ય સચિવ બચાવની વર્તમાન સ્થિતિ અને તેને લગતી તમામ યોજનાઓ વિશે માહિતી લેશે. તમને જણાવી દઈએ કે ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ ગયું છે. કુલ 11 લોકોની ટીમ મેન્યુઅલ ડ્રિલ વર્કમાં રોકાયેલ છે. ટીમના સભ્યો પાઇપની અંદર હાજર છે.

  • 27 Nov 2023 09:40 AM (IST)

    ખંભાળીયાના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત, અન્ય યુવક ઈજાગ્રસ્ત

    રાજ્યમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.

  • 27 Nov 2023 09:13 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા છે. પીએમ મોદી આજે સવારે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત છે, જ્યાં તેઓ પ્રાર્થના કરશે અને પછી તેલંગાણા માટે રવાના થશે. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

  • 27 Nov 2023 08:25 AM (IST)

    રાજ્યમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાથી કુલ 17 લોકોના થયા મોત

    રાજ્યમાં વીજળી પડવાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે.બોટાદના બરવાળા-ધોલેરા હાઈવે પર વીજળી પડતાં 22 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે.તો અમરેલીના રોહિસામાં વીજળીએ 16 વર્ષના કિશોરનો જીવ લીધો.તો વિરમગામમાં ખેતરમાં કામ કરતાં ખેડૂત પર વીજળી પડતાં મોત થયું છે. તો મહેસાણાના કડીમાં વીજળી પડતાં એક યુવક અને 3 પશુના મોત નિપજ્યા હતા.

  • 27 Nov 2023 07:58 AM (IST)

    ગાઝા પ્રવાસ પર નેતન્યાહૂ, કહ્યું- જીત સુધી યુદ્ધ ચાલુ રહેશે

    ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સૈનિકોની વચ્ચે ગાઝા પહોંચ્યા છે. તેમણે હમાસની ટનલની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે જીત સુધી યુદ્ધ ચાલુ રહેશે.

  • 27 Nov 2023 07:05 AM (IST)

    કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તોએ ગંગા નદીમાં લગાવી આસ્થાની ડૂબકી

    હરિદ્વાર, ઉત્તરાખંડ: કારતક પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

  • 27 Nov 2023 07:02 AM (IST)

    PM મોદી આજે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિર જશે, કરશે પૂજા- અર્ચના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા છે. મોદી આજે સવારે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રાર્થના કરશે અને પછી તેલંગાણા માટે રવાના થશે. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

  • 27 Nov 2023 06:30 AM (IST)

    રાજ્યમાં ભરશિયાળે જામ્યો માવઠાંનો માહોલ

    રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કુલ 230 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમા 45થી વધુ તાલુકામાં 1 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબુત સિસ્ટમ સક્રિય થતા માવઠાની સ્થિતિ જોવા મળી છે.

Published On - Nov 27,2023 6:29 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">