26 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, રાજ્યમાં આગામી ત્રણ કલાક કરી વરસાદની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 11:57 PM

આજે 26 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, રાજ્યમાં આગામી ત્રણ કલાક કરી વરસાદની આગાહી
Breaking News, Gujarat latest News, Gujarati Samachar, Breaking News gujarati,

આ દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો, જેને કોઈ ભૂલી શકે તેમ નથી. આ હુમલાની 15મી વર્ષગાંઠ છે. આ હુમલામાં વિદેશી નાગરિકો અને સુરક્ષા દળો સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરશે. તે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત વિશે વાત કરે છે. આ કાર્યક્રમનો આ 107મો એપિસોડ છે. અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ રમાશે. છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા જશે. રાષ્ટ્રપતિ ભવને આ માહિતી આપી હતી. ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ જણાવ્યું હતું કે બચાવમાં લાંબો સમય લાગી શકે છે, કારણ કે હોરીઝોન્ટલ ડ્રિલિંગ માટેનું ઓગર મશીન વારંવાર ખરાબ થઈ રહ્યું છે અને હવે બચાવ કાર્યકરો વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Nov 2023 11:55 PM (IST)

    આગામી 3-4 કલાકમાં મુંબઈ સહિત આ જિલ્લાઓમાં વરસાદનું IMDનું એલર્ટ

    હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, રાયગઢ, બીડ અને સતારા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વીજળી અને હળવો વરસાદ થવાની સંભાવના છે.

  • 26 Nov 2023 11:54 PM (IST)

    PM મોદી પહોંચ્યા તિરુપતિ, કહ્યું- ભવ્ય સ્વાગત માટે આભાર

    પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુપતિ પહોંચ્યા છે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી અને અન્ય મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે થોડા સમય પહેલા જ તિરુપતિ પહોંચ્યો છું, ઉષ્માભેર સ્વાગત કરવા બદલ આભાર.

  • 26 Nov 2023 10:43 PM (IST)

    અમદાવાદ: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, રાજ્યમાં આગામી ત્રણ કલાક કરી વરસાદની આગાહી

    1. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદની આગાહી
    2. 40 કિલોમીટરની ઝડપે ફુકાઈ શકે છે પવન
    3. હળવાથી સામાન્ય વરસાદની કરવામાં આવી આગાહી
    4. વડોદરા તાપી છોટાઉદેપુર નર્મદા ભરૂચ નવસારી વલસાડ દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી
    5. જ્યારે મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા માં વરસાદની આગાહી
    6. અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા માં પણ વરસાદની આગાહી
    7. સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ભાવનગર અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી
  • 26 Nov 2023 10:10 PM (IST)

    હમાસે 13 ઈઝરાયેલ અને ચાર વિદેશી બંધકોને મુક્ત કર્યા

    અલ જઝીરાના અહેવાલ મુજબ, હમાસનું કહેવું છે કે તેણે 13 ઈઝરાયેલ અને ચાર વિદેશી નાગરિકોના ત્રીજા જૂથને રેડ ક્રોસને સોંપી દીધો છે.

  • 26 Nov 2023 08:35 PM (IST)

    કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને વેલનેસ સેન્ટરનું નામ બદલ્યુ

    કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને વેલનેસ સેન્ટરનું નામ બદલીને આયુષ્માન આરોગ્ય મંદિર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલ્યો છે. રાજ્યોને AB-WHC પોર્ટલ પર બદલાયેલા નામો સાથે આ કેન્દ્રોના ફોટા અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

  • 26 Nov 2023 07:40 PM (IST)

    ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

    ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. મોરબી, રાજકોટ, સુરત, ભાવનગર, નવસારીમાં કરા પડ્યા છે. રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. લગ્નનો સમય હોવાથી લગ્ન પ્રસંગ ખોરવાઈ ગયો હતો. કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. અમરેલી જિલ્લાની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ છે.

  • 26 Nov 2023 06:58 PM (IST)

    PM મોદી 30 નવેમ્બરે દુબઈ અને UAEના પ્રવાસે જવા થશે રવાના

    વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2023 દરમિયાન વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે દુબઈ, સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે.

  • 26 Nov 2023 06:22 PM (IST)

    મહેસાણા: વિજાપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી, મુખ્ય રોડ પર ભરાયા વરસાદી પાણી

    મહેસાણા જિલ્લામાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોધમાર કમોસમી વરસાદ વરસવાને લઈ જાણે કે ચોમાસુ બરાબર જામ્યુ હોય એવો માહોલ સર્જાયો હતો. મહેસાણા જિલ્લાના કડી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. વિજાપુરમાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

  • 26 Nov 2023 04:38 PM (IST)

    ગુજરાતમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 220 તાલુકામાં 53 મીલીમીટર સુધીનો વરસ્યો વરસાદ

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે, ગુજરાતભરમાં આજે રવિવારે કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આજે સવારના છ વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 251 તાલુકામાંથી 220 તાલુકામાં એક મીલીમીટરથી લઈને 53 મીલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભરમાં 53 મીલીમીટર વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાભરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કરા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.

  • 26 Nov 2023 04:18 PM (IST)

    માવઠાંને લઈને જાપાન ગયેલ સીએમ એ વ્યક્ત કરી ચિંતા, કૃષિ પ્રધાન સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મેળવી

    ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદને લઈને, જાપાન ગયેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે. જાપાનથી ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતના કૃષિ પ્રધાન રાધવજી પટેલ સાથે ટેલિફોન ઉપર વાત કરી હતી અને કમોસમી વરસાદને લઈને સર્જાયેલ સ્થિતિની સમિક્ષા કરી હતી.

  • 26 Nov 2023 01:54 PM (IST)

    બારડોલીના મઢી ગામમાં વીજળી પડતા 8 મહિલાઓ દાઝી ગઈ

    સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની છે. ખેતરમાં વીજળી પડતા ખેતમજુરો દાઝી જતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી . ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી.

  • 26 Nov 2023 01:25 PM (IST)

    વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 40 થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે

    • સૌરાષ્ટ્રમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ રહશે
    • ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે
    • કેટલાક જગ્યાઓએ ભારે વરસાદ રહી શકે
    • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે
    • આજના દિવસ માટે વરસાદ રહેશે
    • આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે
    • હાલ વેસટર્ન ડિસ્ટર્બન્સ, ઇસ્ટરલી ટ્રફ અને સાયકલોનીક સર્ક્યુલેશન ના કારણે વરસાદ રહેશે
    • આવતી કાલથી વરસાદનું જોર ઘટશે
    • દક્ષિણ ગુજરાતનાં માછીમારોને આજના દિવસે દરિયો ન ખેડવા સૂચના
    • એકાદ કલાક માટે પવનની ઝડપ રહેશે
    • 40 થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે
    • આજે 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે
  • 26 Nov 2023 01:22 PM (IST)

    મહેસાણા: ખેતરમાં વીજળી પડતાં યુવકનું મોત

    • કડીના શિયાપુરામાં પડી વીજળી
    • ખેતરમાં કામ કરતા યુવકનું થયું મોત
    • વાડામાં બાંધેલ ત્રણ પશુ પર વીજળી પડતાં મોત
  • 26 Nov 2023 01:06 PM (IST)

    રાજકોટમાં વાવાઝોડાને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન

    • SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું
    • મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફને નુકસાન થયું
    • સ્ટેડિયમમાં ચાલી રહેલી ટ્રોફીની મેચ રદ
    • સ્ટેડિયમમાં અંદાજિત દોઢથી બે કરોડનું નુકસાન
  • 26 Nov 2023 01:00 PM (IST)

    રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

    • આણંદપર,કોઠારીયા, બાધી, નારણકા,ખંઢેરી,પીપળીયા, ડુંગરકા,બેડી,હડાળા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુક્સાન થયું
    • એરંડા,કપાસ,તુવેર અને ચણાના પાકમાં ભારે નુક્સાન થયું
    • હજારો વીઘા જમીનમાં પાક થયો નિષ્ફળ
    • કપાસ અને એરંડાનો તૈયાર પાક નિષ્ફળ ગયો
    • ખેડૂતોને 3થી 4 મહિનાની મહેનત માથે પડી
    • સરકાર પાસે યોગ્ય સર્વે કરીને સહાયની માગ કરી રહ્યાં છે ખેડૂતો
  • 26 Nov 2023 12:46 PM (IST)

    બનાસકાંઠાના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ

    • ભાભરના ચાત્રા, રડકા, તેતરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
    • વરસાદના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા સહિતના પાકોમાં નુકશાનની ભીતિ
    • વહેલી સવારથી કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ
  • 26 Nov 2023 11:50 AM (IST)

    રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ

    • વાગુદડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા
    • હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો
    • સવારથી બપોરના 10 વાગ્યા સુધી ધીમીધારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો
  • 26 Nov 2023 11:27 AM (IST)

    રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આપ્યા અલર્ટ

    • કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ
    • સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ
    • અમદાવાદ સહીત તાપી ડાંગ,દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ
    • સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ
    • રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ
  • 26 Nov 2023 11:04 AM (IST)

    સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો

    • ખેડૂતોને તેમજ પશુપાલકો માટે આફતરૂપ કમોસમી વરસાદ સાબિત થઈ રહ્યો છે
    • ઓલપાડના માસમાં ગામે ભારે પવનના કારણે માલધારીઓના તબેલાઓ જમીન દોસ્ત થયા
    • માલધારીઓએ પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસ ચારો પણ પલળી ગયો
    • કમોસમી વરસાદને લઈને માલધારીઓને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો
  • 26 Nov 2023 11:02 AM (IST)

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો વરસાદ

    હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો આજે વહેલી સવારથી રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો કેટલીક જગ્યાએ વરસાદ સાથે કરા પણ પડ્યા છે.

  • 26 Nov 2023 11:00 AM (IST)

    અમદાવાદ વિરમગામ પંથકમાં માવઠાની અસર

    • માંડલ, વિરમગામ, સાણંદ તાલુકામાં વરસાદી ઝાપટા
    • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી માવઠું
    • સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું
    • ધુમ્મસવાળા વાતાવરણના કારણે વાહનચાલકોએ લાઇટો ચાલુ રાખવી પડી
  • 26 Nov 2023 10:53 AM (IST)

    અમરેલીના લીલીયા પંથકમા કમોસમી વરસાદ

    અમરેલીના લીલીયા પંથકમા કમોસમી વરસાદ પડ્યો છે. લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી નાવલી નદીમાં પાણી વહેતા થયા છે.

  • 26 Nov 2023 10:41 AM (IST)

    મોરબી કમોસમી વરસાદનું રોદ્ર સ્વરૂપ

    • થોડીવાર માટે મોરબીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા
    • ભારે પવન સાથે બરફના કરા પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
  • 26 Nov 2023 10:04 AM (IST)

    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

    • ઉપલેટા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
    • ઉપલેટામાં એક કલાકમાં અડધા ઇંચથી વધુ વરસાદ
    • વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ
    • ઉપલેટામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા
    • ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
    • ધોધમાર વરસાદને પગલે ઉપલેટાના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા
    • ઝકરિયા ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી
    • કમોસમી વરસાદને કારણે ઘઉં, ઘણા, ચણા, ડુંગળી, કપાસ, મગ અને તુવેર જેવા વિવિધ પાકોને નુકસાનની ભીતિ
  • 26 Nov 2023 09:53 AM (IST)

    ભરૂચ આમોદ ધર્માંતરણ કેસ, કોર્ટે કલમ 82 હેઠળ વોરન્ટ ઈશ્યુ કર્યું

    • ભરૂચ આમોદ ધર્માંતરણ કેસમાં એનઆરઆઈ મુખ્ય આરોપી સામે કોર્ટે કલમ 82 હેઠળ વોરન્ટ ઈશ્યુ કર્યું
    • એનઆરઆઇ અબ્દુલ્લા ફેફડાવાલાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ભરૂચ પોલીસના ચોપડે વોન્ટેડ છે
    • ધર્માન્તરણ માટે ફંડિંગના કેસમાં ફંડ મોકલ્યું હતું
    • પોલીસે તેમના નબીપુર ખાતેના રહેઠાણ પર અને યુ.કે.નું સરનામું મેળવી સમન્સ મોક્લ્યું હતું પરંતુ ત્યાં તેઓ મળી આવ્યા નથી
    • કલમ 82 હેઠળ મિલકત, જંગમ અથવા સ્થાવર અથવા બંનેને જપ્ત કરવાનો કોર્ટ આદેશ આપી શકે છે
    • મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં રજુઆત કરી આદેશ મેળવ્યો
  • 26 Nov 2023 09:45 AM (IST)

    અમદાવાદમાં અકસ્માત, ટેમ્પો ચાલકે 3 લોકોને લીધા હતા અડફેટે

    • અમદાવાદમાં ઇસનપુરમાં બબા પટેલની ચાલી નજીક મોડી રાત્રે અકસ્માતનો મામલો
    • કેનાલ પાસે બહાર સૂતેલા લોકોને ટેમ્પો ચાલકે મારી હતી ટક્કર
    • ટેમ્પો ચાલકે 3 લોકોને લીધા હતા અડફેટે
    • સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું
    • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડાયા હત
    • અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ જે ડિવિઝન ટ્રાફિક પોલીસે કરી કાયદેસર કાર્યવાહી
  • 26 Nov 2023 09:17 AM (IST)

    રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ

    • ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ, ડુંગળી, મરચા સહિતની જણસીઓ પલળી
    • કમૌસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની આપી હતી સૂચના
    • યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓએ પાલન નહી કરતા યાર્ડમાં પલળી જણસી
    • યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયા હોવાની પણ વિગતો
  • 26 Nov 2023 09:05 AM (IST)

    જામનગરમાં પ્રેમિકાની માસુમ બાળકી પર જીવલેણ હુમલો

    • ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત
    • 22 નવેમ્બર રોજ માતાના પ્રેમીએ બાળકીને પેટમાં બચકુ ભરી વેલણથી જીવલેણ હુમલો કર્યો હતો
    • 5 વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી
    • પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલો કર્યો
    • જે બાળકીએ સારવાર દરમિયાન દમ તોડતા હત્યાનો ગુનો દાખલ કરાયો
  • 26 Nov 2023 08:57 AM (IST)

    જૂનાગઢ લીલી પરિક્રમાનો આજે ચોથો દિવસ

    • પરિક્રમા દરમિયાન મૃત્યુનો આંકડો
    • લીલી પરિક્રમામાં 5 યાત્રીકોના મૃત્યુ
    • 11 વર્ષની બાળકીનું દીપડાનાં હુમલાથી મૃત્યુ
    • 54 વર્ષીય યાત્રાળુને તબિયત લથડતાં થયું મોત
    • 65 વર્ષીય યાત્રાળુને આવ્યો હૃદયરોગનો હુમલો
    • 56 વર્ષીય યાત્રાળુને માથામાં ડાબી આંખ પર પથ્થર વાગતા થયું મૃત્યુ
    • 38 વર્ષીય મહિલા બેભાન થઈને ઢળી પડતાં મોત
  • 26 Nov 2023 08:51 AM (IST)

    મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવરનો જીવ બચ્યો

    મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ચાલતી વખતે એક ટ્રકમાં આગ લાગી હતી. સદનસીબે આગ લાગતાની સાથે જ ટ્રકનો ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો, પરંતુ આ અકસ્માતમાં ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. થોડા સમય બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો, ટ્રકમાં આગ લાગવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.

  • 26 Nov 2023 08:31 AM (IST)

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી T20 મેચ

    વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચમાં રનનો વરસાદ થયો હતો. ગુરુવારે 23 નવેમ્બરે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં 400થી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આપેલા 209 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો આજે રવિવારે 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં ટકરાશે.

  • 26 Nov 2023 07:56 AM (IST)

    આસામઃ દારંગમાં 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકા

    આસામના દારંગમાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. સવારે 7.36 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3 હતી.

  • 26 Nov 2023 07:22 AM (IST)

    રાજસ્થાનમાં 74 ટકાથી વધુ મતદાન, 2018નો રેકોર્ડ તૂટ્યો

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ વખતે રાજ્યમાં લગભગ 74.96 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન તિજરામાં થયું હતું. અહીં 85.15 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 પર મતદાન થયું હતું, જ્યારે એક બેઠક પર હવે પછી મતદાન થશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજસ્થાનમાં આ વખતે બમ્પર વોટિંગના સંકેત મળી રહ્યા છે. મતદાન પૂર્ણ થતાં હવે 1862 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે, જેમની જીત-હારનો નિર્ણય 3 ડિસેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે 2018માં રાજસ્થાનમાં 74.06 ટકા મતદાન થયું હતું.

  • 26 Nov 2023 07:13 AM (IST)

    દિલ્હી-એનસીઆરની હવામાં કોઈ સુધારો નહીં, નોઈડામાં AQI 436

    દિલ્હી-એનસીઆરની હવા ખરાબ થઈ રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 389 છે. જ્યારે નોઈડામાં AQI 436, ગાઝિયાબાદમાં 342, ગુરુગ્રામમાં 375 છે.

  • 26 Nov 2023 06:31 AM (IST)

    તમિલનાડુમાં આફતનો વરસાદ

    તમિલનાડુમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો છે. ચેન્નાઈમાં તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ દ્રશ્ય તિરુચિરાપલ્લીનું છે, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Published On - Nov 26,2023 6:30 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">