આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદાજપત્રીય કુલ રૂ.12,240 કરોડની માંગણીઓ વિધાનસભાગૃહમાં પસાર
અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડની સંખ્યામાં વધારો કરવાના કામો ઉપરાંત અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં કાર્ય કરવાની જોગવાઈ છે.
અંદાજપત્ર (budget) માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (Health and Family Welfare Department) ની કુલ રૂ.૧૨,૨૪૦ કરોડની જોગવાઈમાં અબાલવૃધ્ધને સાંકળતી આરોગ્યસેવાઓ સહિત માળખાગત સુવિધાઓ અને નવતર અભિગમનો સમાવેશ કરાયો છે. આ માંગણીઓ વિધાનસભા (Legislative Assembly) ગૃહમાં મંજૂર કરી દેવામાં આવી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલ (Government Hospital) માં દર્દીઓ માટેની સુવિધામાં વખારો કરવાના કાર્યો અને ખાસ કરીને વયોવૃદ્ધોને ઘરે બેઠા સારવાર (Treatment) મળી રહે તે માટેના કાર્યોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ હેલ્થ યુનિટો પહોંચાડવા ઉપરાંત કિશોરીઓ તેમજ મહિલાઓના હેલ્થ અને હાઇજીન તથા આયર્નની ઉણપના નિવારણ માટેના કામનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડની સંખ્યામાં વધારો કરવાના કામો માટે જોગવાઇઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં કાર્ય કરવાની જોગવાઈ છે.
અંદાજપત્રમાં રજૂ કરવામાં આવેલી મહત્ત્વની જોગવાઈઓ
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૦૦ બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં કરવામાં આવેલ ૬૮ કરોડની જોગવાઇ આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવશે
- સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં આ વર્ષના અંદાજપત્રમાં સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે ૨૩ કરોડની કરેલી જોગવાઇ અને દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ , વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે ૨૩ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.
- શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા નવીન સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરીને આરોગ્ય કર્મીઓની ૧૨૩૮ નવી જગ્યાઓ ઊભી કરવામાં ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- અમદાવાદના સીંગરવા અને ડીસા ની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરી ૩૬ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવીને દર્દીઓને નજીકના અંતરે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- તદઉપરાંત વાપીમાં ૧૦૦ બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.
- વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં આરોગ્ય સંસ્થાઓ ખાતે ૨ કરોડ ના ખર્ચે ટેલી- રેડીયોલોજી, ટેલી-આઇ.સી.યુ., ટેલી-મેડિસીન અને ટેલી-મેન્ટલ હેલ્થની સેવાઓનો નવતર અભિગમ રાજ્યમાં મેડિકલ સેવાઓના નવાયુગનો પ્રારંભ કરશે.
- વયોવૃધ્ધ નાગરિકોને પણ ઘરે બેઠા આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા નવતર અભિગમ દાખવીને ૫ કરોડના ખર્ચે ઘરે બેટા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શનની સુવિધા કાર્યરત કરવામાં આવશે.
- દુર્ગમ વિસ્તારોમાં મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા કરેલી ૨ કરોડની જોગવાઇ આરોગ્ય સેવાઓને રાજ્યના અંતિમ માનવી સુધી વધુ સુગમતાથી પહોંચાડાશે.
- રાજ્યના ૮૦ લાખ કરતા વધુ કુટુંબોને PMJAY-MA યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આપી ૫ લાખનું આરોગ્ય કવચ પુરૂ પાડવા ૧૫૫૬ કરોડની જોગવાઇ
- રાજયની કિશોરીઓ તેમજ મહિલાઓના હેલ્થ અને હાઇજીનની દરકાર કરીને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા ૪૫ કરોડની જોગવાઇ કરાઇ છે.
- કિશોરીઓમાં આયર્ન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આયર્ન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્જેનકશન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે ૫ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.
આ પણ વાંચોઃ Surat : બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળે સુરતના ઉદ્યોગપતિઓને ફેશન વીકમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં મે મહિના સુધી પીવાના પાણીની કોઇ ચિંતા નહિ, ગોંડલની સ્થિતિ કટોકટી ભરીઃ કલેક્ટર