રાજકોટ જિલ્લામાં મે મહિના સુધી પીવાના પાણીની કોઇ ચિંતા નહિ, ગોંડલની સ્થિતિ કટોકટી ભરીઃ કલેક્ટર
રાજકોટ જિલ્લામાં હાલમાં પાણીની સ્થિતિ સારી છે જો કે બામણબોર નજીક આવેલા રાજકોટ જિલ્લાના અંતિમ ગામોમાં પાણીનો કોઇ અન્ય સ્ત્રોત ન હોવાથી આવા ત્રણ ગામોમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઉનાળો આવી રહ્યો છે અને પીવાના પાણી (drinking water) નું આયોજન કરવું સરકાર માટે મોટો પડકાર છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં મે મહિનાના અંત સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી તેવો દાવો જિલ્લા કલેકટર (Collector) અરૂણ મહેશ બાબુએ કર્યો છે.આજે પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે પીવાના પાણીની સ્થિતિને લઇને તંત્ર ચિંતિત છે અને સમયાંતરે રિવ્યુ બેઠક લેવામાં આવી રહી છે.હાલમાં જિલ્લામાં મે મહિનાના અંત સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહિ જ્યારે તંત્ર દ્રારા ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) માં પાણીની સ્થિતિ ચિંતાજનક છે અને મે મહિના પહેલા ત્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ છે,જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનામાં આવ્યું છે જેથી સૌની યોજના થકી ગોંડલને વધારાના પાણીની વ્યવસ્થા થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરે દાવો કર્યો હતો કે ત્યાં પણ પાણીની સમસ્યા નહિ રહે.
ત્રણ ગામડાંઓમાં ટેન્કરથી પાણી વિતરણ
રાજકોટ જિલ્લામાં હાલમાં પાણીની સ્થિતિ સારી છે જો કે બામણબોર નજીક આવેલા રાજકોટ જિલ્લાના અંતિમ ગામોમાં પાણીનો કોઇ અન્ય સ્ત્રોત ન હોવાથી આવા ત્રણ ગામોમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્રારા જ્યાં પણ પાણી માટેની માંગ મુકવામાં આવી રહી છે ત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.ત્રણ ગામો પણ ટેન્કરમુક્ત થાય તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાય રહી છે.
સિંચાઇ માટે ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વધુમાં કહ્યું હતું કે પીવાના પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ માટેના પાણીની પણ વ્યવસ્થા સારી છે.જિલ્લામાં સિંચાઇ માટે ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી છે.જ્યાં પણ ખેડૂતોની ડિમાન્ડ આવે છે ત્યાં સિંચાઇ વિભાગ અને કૃષિ વિભાગ સાથે સંકલન કરીને પાણી વિતરણ કરવામાં આવશે.
આ પ ણ વાંચોઃ ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્યાઓ ખાલી
આ પણ વાંચોઃ નર્મદા, જળસંપતિ અને પાણીપુરવઠા વિભાગની રૂ. 13810 કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ