27 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીમાં 28મીએ ઉજવાશે ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2024 | 9:12 PM

આજે 27 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીમાં 28મીએ ઉજવાશે ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી છે. હવામાન વિભાગે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી કરી છે. બનાસકાંઠાના પાલનપુર, દાંતા, વડગામમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. પાટણના રાધનપુરના નાનાપુરા ગામે જૂથ અથડામણ થઇ છે.જેમાં  10થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Dec 2024 08:56 PM (IST)

    જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીમાં 28મીએ ઉજવાશે ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ

    જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીમાં, આવતીકાલ 28મી ડિસેમ્બરના રોજ રિલાયન્સના સ્થાપક અને અગ્રણી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ ઉજવવામાં આવશે. ધીરૂભાઇ અંબાણીના 93મા જન્મદિવસ અને રિલાયન્સ રિફાઇનરીના 25 વર્ષ પૂરા થવાની નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં બોલિવુડ સ્ટાર્સનો મોટો જમાવડો થયો છે. મુકેશ અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં યોજાનારા વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, સાહિલ ખાન, હેલન, સલમાન ખાન પરિવાર સહિત પહોંચ્યા છે. તેશ દેશમુખ, જેનીલીયા સહિતના ફિલ્મ સ્ટાર્સ અને હિરોઈન પણ પહોચ્યાં છે.

  • 27 Dec 2024 08:50 PM (IST)

    વડગામના જલોત્રા-ધાણધા રોડ પર સળગેલી કારમાં કોણ થયું બળીને ખાક, પોલીસે શરૂ કરી તપાસ

    બનાસકાંઠાના વડગામના જલોત્રા-ધાણધા રોડ પર કારમાં જીવીત વ્યક્તિ સળગી જવાનો કેસમાં ખુલાસો થવા પામ્યો છે. મૃતદેહના DNA અને FSLની તપાસ બાદ સામે આવ્યું છે કે, કારમાં સળગી ગયેલ વ્યક્તિ  ઢેલાણાનો ભગવાનસિંહ નહીં હોવાનું સામે આવ્યું છે. કારમાં સળગી ગયેલી  વ્યક્તિ અન્ય હોવાનું ખુલ્યું છે. કારમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી છે. સાથોસાથ કારમાં મૃતદેહ કોનો અને ક્યાંથી આવ્યો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 27 Dec 2024 06:39 PM (IST)

    BZ કૌંભાડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો, CID ક્રાઈમ મહેસાણાથી ગાંધીનગર લાવશે

    બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 6000 કરોડના આ કૌંભાડમાં ભૂપેન્દ્ર ઝાલા મુખ્ય સુત્રધાર હોવાનું કહેવાય છે. ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના વિસનગરથી  ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.

  • 27 Dec 2024 06:10 PM (IST)

    મનમોહન સિંહના પાર્થિવ દેહને આવતીકાલ શનિવારે સવારે કોંગ્રેસ મુખ્યાલય લઈ જવાશે

    આવતીકાલ શનિવારે સવારે 8 વાગ્યે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય ખાતે લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. 9.30 પછી તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થશે.

  • 27 Dec 2024 04:54 PM (IST)

    કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર વિના મૂલ્યે જવા આવવા STની સવલત

    કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

  • 27 Dec 2024 04:40 PM (IST)

    PMJAY કૌંભાડમાં વધુ 3 ની પોલીસે કરી ધરપકડ

    PMJAY  યોજનાના કૌંભાડમાં પોલીસે, ડોકટર સહિત વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. PMJAY ના જનરલ મેનેજર ડો.શૈલેષ આનંદ, PMJAY ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ અને એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

    ડો. શૈલેષ આનંદ હાલમાં ખેડા જિલ્લાના વસો સીએચસી સેન્ટરમાં ફરજ બજાવે છે. ખ્યાતિ હોસ્પિટલના વિવાદીત કાંડ બાદ બીજા દિવસે ડો. શૈલેષ આનંદની બદલી થઈ હતી. pmjay ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ કોન્ટ્રાકથી આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો. મિલાપ પટેલ અને ડો.શૈલેષ આનંદ સાથે મળી કામ કરતા હતા. ડો.શૈલેષ આણંદ અને મિલાપ પટેલ સાથે મળી PMJAY યોજનાના કાર્ડને એપ્રુવ કરતા હતા.

    એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની જવાબદારી આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરિફાઈ કરવાનું હતું. નિખિલ તેના માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો હતો. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી.

  • 27 Dec 2024 03:40 PM (IST)

    ગુજરાતમાં 30 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન, વરસશે કમોસમી વરસાદ

    આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રિઝનમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે,  થંડર સ્ટ્રોમ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેશે તેવી પણ આગાહી કરી છે.

  • 27 Dec 2024 03:38 PM (IST)

    અમદાવાદમાં હુક્કાબાર પર ત્રાટકી સરખેજ પોલીસ

    અમદાવાદના મુમદપુરા રોડ પર સરખેજ પોલીસ ત્રાટકી હતી. મુમદપુરા રોડ પર આવેલ લુશ કાફે એન્ડ લોન્ચમાં ગેરકાયદેસર હુકાબાર ચાલતું હતું. પોલીસે દરોડા પાડીને ગેરકાયદે ચાલતા હુકાબારમાંથી 38 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ  કબજે કર્યો છે. સરખેજ પોલીસે હુક્કાબારનો સામાન જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરીને હુક્કાબાર ચલાવતા હોવાની માહિતીને આધારે સરખેડ પોલીસે દરોડા પાડ્યા હતા. હુક્કાબાર માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 27 Dec 2024 03:00 PM (IST)

    તાપીઃ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળીમાંથી નરેશ પટેલનું રાજીનામું

    તાપીઃ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળીમાંથી નરેશ પટેેલે રાજીનામું આપ્યુ. સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો થયો.  માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટના આક્ષેપ સાથે રાજીનામું આપ્યુ. સભાસદોના હિત વિરૂદ્ધ કામગીરી કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે.

  • 27 Dec 2024 02:17 PM (IST)

    સુરત: મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન

    સુરત: મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. સરકારી જમીન પર કરાયેલા તમામ બાંધકામ દૂર કરાયા છે. કતારગામ, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઇ છે. મંજૂરી વગરના દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. મામલતદારની હાજરીમાં ડિમોલિશનની કામગીરી કરાઈ છે. શહેરમાં સરકારી ગૌચરની જમીન પરના બાંધકામો તોડી પડાશે.

  • 27 Dec 2024 02:15 PM (IST)

    પાકિસ્તાન સ્થિત લશ્કરના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

    મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સાળા અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં હાઈ ડાયાબિટીસના કારણે તેમની સારવાર ચાલી રહી હતી.

  • 27 Dec 2024 01:02 PM (IST)

    મહેસાણાઃ વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ

    મહેસાણાઃ વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. રેલવે પુલ ઉપર બાઈક લઈને જતા સમયે ઘટના બની હતી. મિતેષ જોશી નામનો યુવાન ચાઈનીઝ દોરીથી ઘાયલ થયો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર અપાઇ. અગાઉ ચાઈનીઝ દોરી વાગતા એક યુવાનનું મોત થયું હતું.

  • 27 Dec 2024 12:17 PM (IST)

    રાજકોટ: ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ

    રાજકોટ: ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. માવઠાની આગાહીને લઈને ખરીદ કેન્દ્રએ નિર્ણય કર્યો છે. મગફળીનો પાક ન પલળે તે માટે 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ કરાઇ છે. બે દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરાઈ છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રએ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરી છે. હવામાન અનુકૂળ થયા બાદ જ ફરી પ્રક્રિયા શરૂ કરાશે.

  • 27 Dec 2024 11:33 AM (IST)

    મહીસાગરઃ સતત 6 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ

    મહીસાગરઃ સતત 6 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બાલાસિનોર સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પાકમાં જીવાત પડવાની શક્યતા છે. ઘઉં, મગફળી, બાજરી, જુવાર, મકાઈના પાકોને નુક્સાનની શક્યતા છે.

  • 27 Dec 2024 10:25 AM (IST)

    સુરતઃ સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ

    સુરતઃ સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે. યુવકે તેના માતા – પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. યુવકે પોતાને પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતુ. સ્મિત જીયાણી નામના યુવકે પરિવારજનોની હત્યા કરી. ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું. માતા, પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. પરિવારમાં આંતરીક કલેહને કારણે બની ઘટના. જીયાણી પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી છે.

  • 27 Dec 2024 10:20 AM (IST)

    રાજકોટઃ કાલાવડ રોડ પર સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત

    રાજકોટઃ કાલાવડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. કણકોટ પાટીયા નજીક ઇનોવેટીવ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઇ. ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

  • 27 Dec 2024 10:17 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ડો.મનમોહન સિંહનું  અવસાન થતા સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજના તેમના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.

  • 27 Dec 2024 10:12 AM (IST)

    પીએમ મોદીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

    પીએમ મોદીએ મનમોહન સિંહના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી.

  • 27 Dec 2024 10:09 AM (IST)

    મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

  • 27 Dec 2024 09:37 AM (IST)

    અમદાવાદના કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમો રદ

    અમદાવાદના કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈ રાષ્ટ્રીય શોકને કારણે જાહેરાત કરવામાં આવી છે. AMC તરફથી આ સત્તાવાર જાહેરાત કરાઇ. 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે. હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે.

  • 27 Dec 2024 09:34 AM (IST)

    સુરતઃ ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના

    સુરતઃ ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની છે. રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલની ચોરી થઇ છે. ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારની ઘટના છે. યુવક ચાલતા ટેમ્પા પર ચડી બે બોક્સ કપાસીયા તેલની ચોરી કરી પલાયન થયો.

  • 27 Dec 2024 08:56 AM (IST)

    બનાસકાંઠાઃ પાલનપુર, દાંતા, વડગામમાં મોડી રાત્રે વરસાદ

    બનાસકાંઠાઃ પાલનપુર, દાંતા, વડગામમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં  માવઠું થયું. માવઠાથી ખેડૂતો ચિંતિત, પાકને નુકસાનની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.

  • 27 Dec 2024 08:55 AM (IST)

    રાષ્ટ્રપતિ ભવનમાં અડધી કાંઠીએ ધ્વજ ફરકાવાયો

    ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રપતિ ભવનમાં અડધી કાંઠીએ ધ્વજ  ફરકાવવામાં આવ્યો. પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારત સરકારે આજે નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

  • 27 Dec 2024 08:54 AM (IST)

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર જાહેર કરાયો. આવતીકાલે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મનમોહન સિંહના પાર્થિવ દેહને વતન લવાયો છે. નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રખાશે. હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે. તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા.

Published On - Dec 27,2024 8:51 AM

Follow Us:
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">