Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 1:45 PM

ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly)સરકારે માહિતી આપી કે પાછલા 2 વર્ષમાં 215 કરોડથી વધુનો દારૂ (Alcohol)ઝડપાયો છે. તો 4.33 કરોડનો 19 લાખ લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે. જ્યારે 16 કરોડ રૂપિયાની બિયરની બોટલ મળી છે.

Gandhinagar:  ગાંધીજીના ગુજરાતમાં નશીલા પદાર્થોની (Drug trafficking)બેફામ હેરફેર અને ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly)સરકારે માહિતી આપી કે પાછલા 2 વર્ષમાં 215 કરોડથી વધુનો દારૂ (Alcohol)ઝડપાયો છે. તો 4.33 કરોડનો 19 લાખ લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે. જ્યારે 16 કરોડ રૂપિયાની બિયરની બોટલ મળી છે. રાજ્યમાં 370 કરોડનું અફીણ, ચરસ, ગાંજો, ડ્રગ્સ મળી આવ્યું છે. ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કચ્છ, છોટા-ઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર તરીકે ઉભરી આવ્યા છે. ગૃહ રાજ્ય પ્રધાનના વિસ્તાર સુરતમાંથી બે વર્ષમાં 93 લાખના નશીલા પદાર્થ જપ્ત કરાયા છે. ગુજરાત વિધાનસભામાં હર્ષ સંઘવીએ કહ્યું કે દારૂબંધીનો કાયદો હળવો નહીં કરવામાં આવે. દારૂ વેચતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પણ હર્ષ સંઘવીએ ચીમકી ઉચ્ચારી છે.

વિદેશી-દેશી દારૂ અને અન્‍ય નશીલા દ્રવ્‍યો અંગે પૂછેલ પ્રશ્નોની માહિતી

રાજ્યમાંથી બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજારની કિંમતની 1 કરોડ 6 લાખ 32 હજાર 094 વિદેશી દારૂની બોટલ, 4 કરોડ 33 લાખ 78 હજારની 19 લાખ 34 હજાર 342 લીટર દેશી દારૂ, 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું છે. બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્‍ય નશીલા દ્રવ્‍યો પકડવામાં આવ્‍યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.

 

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ મામલે વિરોધ, આદિવાસીઓને ભોળવવાનો આક્ષેપ

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાત વિધાનસભામાં લોક રક્ષક દળ પેપર લીકનો મામલો ગુંજ્યો, ગૃહમંત્રીએ આપ્યો જવાબ

Published on: Mar 03, 2022 01:39 PM
g clip-path="url(#clip0_868_265)">